નરેન્દ્રભાઈ મોદી

સદભાવના મિશન તો સાત્વિક કાર્યક્રમ છે એની સત્યની તાકાત હિન્દુસ્તાનની રાજનીતિનો રંગ બદલી નાખશે

સદભાવના મિશનમાં ઉમટતી સમાજશક્તિને રાજકીય ત્રાજવે તોલી શકાય એમ જ નથી

મહેસાણા જિલ્લા માટે રૂ. રપપપ કરોડના નવા વિકાસ કામોની જાહેરાત

સદભાવના મિશનને સમાજની સંવેદનારૂપે સમાજે ઉપાડી લીધું છે

સદભાવના મિશન તો છ કરોડ ગુજરાતીઓની નૈતિકતાનું અધિષ્ઠાન છે

મહેસાણાઃ મુખ્ય મંત્રીશ્રીના સદભાવના મિશનમાં મહેસાણા જિલ્લામાંથી માનવમહેરામણ છલકાયો

૧૧૦૦૦ નાગરિકોએ પણ સ્વેચ્છાએ અનશન તપ કર્યું

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મહેસાણામાં સદભાવના મિશનના એક દિવસના ઉપવાસનું સમાપન કરતાં જણાવ્યું હતું કે, સદભાવના મિશન તો છ કરોડ ગુજરાતીઓની નૈતિકતાનું અધિષ્ઠાન છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીના સદભાવના મિશનમાં આજે મહેસાણા જિલ્લામાંથી અભૂતપૂર્વ ઉમળકાથી માનવ મહેરામણ છલકાયો હતો. મુખ્ય મંત્રીશ્રીના ઉપવાસના તપમાં ૧૧,૦૦૦ નાગરિકોએ પણ અનશન રાખીને આ સાત્વિક યજ્ઞમાં યોગદાન આપ્યું હતું.

આ જનશક્તિની અપાર સ્નેહવર્ષાથી ભાવવશ બનેલા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સદભાવના મિશનની આ તાકાત એવી છે કે, એ સાત્વિક હોવા છતાં એની સત્શકિત જ હિન્દુસ્તાનની રાજનીતિનો રંગ બદલી નાંખશે. સદભાવના મિશનમાં ઉમટતી માનવમહેરામણની સમાજશક્તિને રાજકીય ત્રાજવે તોલી શકાશે નહીં, એવી આ અભૂતપૂર્વ ઘટના છે.

સદભાવના મિશન તો સમાજશક્તિની સેવાનું પ્રગટીકરણ છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. ઘેર ઘેર આ વાતાવરણ પહોંચે તો કુપોષણનું નામોનિશાન મીટાવી શકાશે. ગરીબ માતાના પેટે વિકલાંગ બાળક જન્મે એ સમાજ કઇ રીતે સ્વીકારે એવી સમાજની સંવેદના જગાવી છે એ જ સદભાવનાની તાકાત છે. એના મિશનને સમાજે ઉપાડી લીધું છે.

આખા વિશ્વમાં ગુજરાતના વિકાસની ચર્ચા જ ચાલે છે અને આ સરકાર ગરીબોના ભલા માટેના ગરીબલક્ષી વીસમુદ્દાના કાર્યક્રમના અમલીકરણમાં દશ વર્ષથી લગાતાર ગુજરાત પહેલા જ નંબરે છે અને પ્રથમ પાંચ ક્રમમાં યુપીએ સરકારના કોઇ શાસનો નથી. આ જ ગુજરાતની ગરીબો પ્રત્યેની સંવેદના છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સરકારનો મંત્ર એક જ છે, ગુજરાતનો વિકાસ. મેડિકલ કોલેજો જિલ્લે જિલ્લે વધારીને ર્ડાકટરોની સેવા આરોગ્ય સંભાળમાં જોડવી છે. અમારો સંકલ્પ છે- સૌનો સાથ, સૌનો વિકાસ. પહેલાં તો જ્ઞાતિવાદ-કોમવાદના ઝેર અને કોમી દાવાનળથી સમાજને અશાંતિની આગમાં ધકેલી દીધો હતો. કારણ એમનું રાજકારણ હતું. ‘‘ભાગલા પાડો ને રાજ કરો’’. આજે કોઇપણ દિશામાં રપ કિ.મી.ની ત્રિજયામાં વિકાસનું કોઇને કોઇ કામ થાય છે, કારણ પ્રજાના નાણાંની રોકડી કરનારા બંધ થઇ ગયા છે, કટકી કંપની નાબૂદ થઇ ગઇ છે.

જનતાનો આટલો પ્રેમ મળે તેમાં સૌને આનંદ થાય પણ એમની રાત-દિવસની પીડા વધી જાય છે, એમ માર્મિક શબ્દોમાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. કુટુંબ, ગામ, સમાજમાં એકતા હોય તો સૌને વિકાસનું વાતાવરણ મળે એમ ગુજરાતના વિકાસના વાતાવરણથી જનતાએ એકતા, શાંતિ, ભાઇચારાની શક્તિ બતાવી છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, દુનિયામાં બધે જ અનેરી પ્રસંશા થાય છે. પરંતુ વતનની ભૂમિનો આટલો પ્રેમ અને ઉમળકો એ જ મારી મહામૂલી અમાનત છે જે મને આપની સેવાની અનોખી ઊર્જા આપે છે. અને દશ વર્ષ પછી હું સંતોષ સાથે કહી શકું છું કે, મેં કહેલું કે હું કયારેય એવું કોઇ કાર્ય નહીં કરું જેનાથી ગુજરાતીને માથું નીચું ઝુકાવવું પડે. આજે આ વાતનો મને ગર્વ છે કે, દુનિયામાં પ્રત્યેક ગુજરાતી સ્વાભિમાનથી છાતી ગજગજ ફુલે અને ઉન્નત મસ્તકે જુવે તેવી ગૌરવપૂર્ણ સ્થિતિ બની ગઇ છે.

આપે મને જે કામ સોંપ્યું એને નિષ્ઠા, પ્રામાણિકતાથી પૂરૂં કરવામાં મેં મારા જુવનના દશ વર્ષની પ્રત્યેક પળ ખર્ચી છે અને આપે પણ પ્રેમ કરવામાં કયારેય કચાશ નથી રાખી એને હું વંદન કરું છું. દશ વર્ષ સુધી એકધારો જનતાનો અપાર પ્રેમનો ધોધ મારા ઉપર વરસી રહ્યો છે અને કોઇપણ રાજકીય વિશ્લેષક માટે એનું મૂલ્યાંકન કરવું એ ગજાબહારનું છે. જેમણે ખાબોચિયું-તળાવ જ જોયું છે તેને દરિયો કેવો છે તેની સમજ નહીં પડે અને જિલ્લે જિલ્લે સદભાવના મિશનમાં માનવ સાગર છલકાતો રહ્યો છે.

મહેસાણા જિલ્લાના વિકાસની આખી જબરજસ્ત કાયાપલટ થઇ જવાની છે. સમગ્ર જિલ્લાનો ભૂભાગ દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોરની બંને બાજુએ ૧પ૦-૧પ૦ કિ.મી.ના પ્રદેશમાં દિલ્હી-મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી વિકાસથી ધમધમતો થવાનો છે. વિકાસ કેવી રીતે કરાય એનો કોઇને અંદાજ પણ ના આવે એટલી હરણફાળથી ગુજરાતના વિકાસને નવી ઊંચાઇ ઉપર લઇ જવો છે. અઢી લાખ સખી મંડળોની બહેનોના હાથમાં મિશન મંગલમ્ દ્વારા રૂ. પ૦૦૦ કરોડનો કારોબાર આવશે.

મુખ્ય મંત્રીશ્રીએ મહેસાણા જિલ્લાની વિકાસયાત્રાને વધુ શક્તિ પુરી પાડવા રૂ. રપપપ કરોડના નવા વિકાસકામોની જાહેરાત કરતા વિશાળ જનમેદનીએ તેને હર્ષભેર વધાવી લીધી હતી.

 

Explore More
140 crore Indians have taken a collective resolve to build a Viksit Bharat: PM Modi on Independence Day

Popular Speeches

140 crore Indians have taken a collective resolve to build a Viksit Bharat: PM Modi on Independence Day
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 2nd January 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones