મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે ગરીબને દેવાના ડુંગરમાંથી મૂકત કરવા આ ગરીબ કલ્યાણ મેળો છે. ગરીબને મૂસીબતમાંથી બહાર લાવવા સરકારી મદદરૂપે તેના હક્કો હાથમાં મૂકયા છે અને હવે આ સરકાર ગરીબને ગરીબી સામે લડવા શકિતશાળી જોવા માંગે છે.

તેમણે જણાવ્યું કે ‘‘દરેક જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં એકંદરે જે કરોડો રૂપિયા સીધા ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબના હાથમાં આવશે ત્યારે જિલ્લે-જિલ્લે તેનો પ્રભાવ અર્થતંત્ર ઉપર વિધેયાત્મક રીતે પડવાનો છે''

ગરીબી સામે લડવા માટે ગરીબને નવી શકિત આપનારા મુખ્યમંત્રીશ્રી પ્રેરિત ગરીબ કલ્યાણ મેળાની પ૦ શ્રેણીનો આજે સાબરકાંઠા જિલ્લ્લામાં બીજો રાઉન્ડ મોડાસામાં યોજાયો હતો જેમાં મોડાસા, બાયડ, ધનસુરા, માલપુર, મેઘરજ અને તલોદ તાલુકાઓમાંથી હક્કનું મેળવવાપાત્ર ૪૮ર૯૦ લાભાર્થીઓને રૂ. ૩ર.પ૦ કરોડના સાધન-સહાયની મદદ હાથોહાથ મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓએ આપી હતી.

આ પ્રસંગે મોડાસામાં માનવ મહેરામણ ઉમટયો હતો. ખૂલ્લી જીપમાં જનસમૂદાયની વિરાટ શિકતનું અભિવાદન કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આઝાદીના છ દાયકા વીતી ગયા અને સરકારો તથા નેતાઓ ગરીબો માટે પીડા વ્યકત કરી આંસુ સારતા રહ્યા અને ગરીબીમાંથી ઉધ્ધાર થશે એવી આશામાં ગરીબોની બે-બે પેઢી ગરીબીના ખપ્પરમાં હોમાઇ ગઇ આ સરકાર ગરીબના ચહેરા ઉપર આનંદની લકીર જોવા માંગે છે, હિન્દુસ્તાન આ સ્થિતિ લાવે કે ના લાવે, ગુજરાત સરકાર આ ગરીબીને નેસ્તનાબૂદ કરવા પ્રતિબદ્ધ છે એમ તેમણે જણાવ્યું હતું.

‘‘આ સરકારી મદદ આપવા માટે કોઇ ઉપકાર કરવા કે ઉપદેશ આપવા હું આવ્યો નથી-ગરીબમાં ગરીબી સામે લડવાની શકિતના મને દર્શન થયાં છે અને તેને મૂસીબતોમાંથી બહાર લાવીને ગરીબીમાંથી બહાર લાવવો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. કોઇ ગરીબ દેવાદાર રહેવા નથી માંગતો પણ દેવાના ડુંગર નીચે દબાયેલો ગરીબ સરકારી મદદ લઇને હવે મહેનત પસીનો વહાવીને ગરીબી સામે લડવા શકિતમાન બનશે, એમ તેમણે જણાવ્યું હતું.''

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાના બંને રાઉન્ડ સાબરકાંઠાએ પૂરા કર્યા છે અને હિંમતનગર તથા મોડાસામાં થઇને જિલ્લાના કુલ એક લાખ કરતાં વધારે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને એકંદરે રૂ. ૧૦૦ કરોડથી વધુ સરકારી યોજનાના નાણાંકીય લાભો સહાયરૂપે મળ્યા છે.

આ બધા જ નાણાં ગરીબના ઘરમાં જશે અને ગરીબની તાકાત વધશે તો તેનો પ્રભાવ સમગ્ર સાબરકાંઠાના અર્થતંત્ર અને આર્થિક પ્રવૃત્તિ ઉપર પડશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ભૂતકાળમાં ગરીબના નામે મતોના રાજકારણથી ચૂંટણી આવે ત્યારે ગરીબોના મેળા યોજીને વચનોની લહાણી થતી, સરકારની યોજનાઓ, બજેટો, જાહેરાત થતી અને ગરીબ સુધી તેનો પૂણ્યપ્રવાહ કયારેય પહોંચતો જ નહીં. આ રાજકારણનું ધુપ્પલ મીટાવી દેવા, ગરીબના હક્કનું છીનવી લેનારા વચેટીયાને સીધા દોર કરવા અને ગરીબોનું લૂંટનારી કટકી કંપનીનો ખાત્મો બોલાવી દેવા આ સરકારે લાલ આંખ કરીને ગરીબ કલ્યાણ મેળા થકી ત્રીજું નેત્ર ખોલ્યું છે એમ તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું.

‘‘હવે કોઇ વચેટીયો ગરીબ પાસે જઇને તેના હક્કનું પડાવી લેવાનો પેંતરો કરે કે કોઇ લાભાર્થીને હલકી વસ્તુ-સાધન સહાયરૂપે મળે તો તેની ફરિયાદ એક પોસ્ટકાર્ડ લખીને મુખ્યમંત્રીશ્રીને, ગાંધીનગર મોકલજો, અમે આવા તત્વોને સીધાદોર કરી દઇશું'' શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગરીબને આર્થિક પ્રવૃત્તિમાં સક્ષમ બનાવવા માત્ર સહાય નહીં, તાલીમ, શિક્ષણ, સાધનો આપીને વ્યવસ્થામાં પગભર બનાવ્યો છે તેની અનેકવિધ સંકલિત યોજનાઓની વિગતો આપી હતી.

આખા ગુજરાતમાં એક લાખ જેટલા સખીમંડળોમાં લાખો ગ્રામનારી ગૃહિણીઓ આર્થિક પ્રવૃત્તિમાં નેતૃત્વ લઇને વર્ષે રૂ. ૪૦૦ કરોડનું નાણાંકીય સંચાલન કરતી થઇ છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગરીબની બેલી આ સરકારે જન્મથી મરણ સુધી તેની પડખે ઉભા રહેવાની વ્યવસ્થા કરી છે. માંદગી, રોગ, પ્રસૂતિ, કુપોષણથી પીડાતા ગરીબ પરિવારમાં સહાય કરવા આ સરકાર રાત-દિવસ ચિન્તા કરી રહી છે. ગરીબી સામે લડવાની દ્રષ્ટિ આ સરકારે આપી છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબને આ સરકાર આત્મવિશ્વાસ આપવા માંગે છે. ગરીબોને શકિત આપે છે ત્યારે મોંઘવારીએ કાળો કેર સર્જ્યો છે. ગરીબની આંતરડી કકળાવીને કોઇ સુખી રહેવાનું નથી એ વાત કેન્દ્રની સરકાર સમજે અને દેશની જનતા એ માટે સબક શીખવાડે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, વચેટીઆઓને દૂર કરીને ગરીબોને સીધા લાભ મળે તેવા આશયથી આ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન હાથ ધરાયું છે. ગરીબોને પ્લોટ-આવાસથી માંડીને તેમના જીવન ઉત્કર્ષ માટે સંખ્યાબંધ યોજનાઓ આ સરકારે અમલી બનાવી છે. વિધવા બહેનો-ગરીબ બહેનો પગભર થઇ શકે તેવી યોજના અમલી બનાવી છે. અત્યાર સુધી ૪૦ હજાર વિધવા બહેનોને તાલીમ તથા સાધન-સહાય આપીને પગભર બનાવાઇ છે. મહિલાઓ સ્વાભિમાનપૂર્વક જીવી શકે, ગરીબ બાળકો સારૂં શિક્ષણ મેળવી શકે તે માટે પણ કામગીરી હાથ ધરાઇ છે. મહિલાઓની બચત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી સખીમંડળોની રચના કરાઇ છે. રાજ્યમાં ૧.૪ર લાખ સખીમંડળો બનાવી રૂ. ૩૦૦ કરોડથી વધુ રકમ અપાઇ છે જેના દ્વારા મહિલાઓ સ્વનિર્ભર બની છે. ચિરંજીવી યોજના અમલી બનાવી રાજ્યમાં ર.પ લાખ સંસ્થાકીય પ્રસુતિ કરાવીને માતા-બાળ મૃત્યુ દર ઘટાડવાનું પ્રશંસનીય કામ આ સરકારે કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

જિલ્લાના પ્રભારી અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, જિલ્લામા ૧૩ લાખ લિટર પ્રતિદિન દૂધ એકત્રીકરણ થાય છે. જિલ્લામાં પાકતા ફુલો વિદેશમાં જાય છે. જિલ્લાનો સામાજિક-આર્થિક-ઔદ્યોગિક વિકાસ થાય તેવો અભિગમ રાજ્ય સરકારે રાખ્યો છે. અગાઉની સરકારોએ કુલ ૧ર,પ૦૦ કરોડ રૂ. આદિવાસીઓ માટે ફાળવ્યા છે. જ્યારે આ સરકારે રૂ. ૧પ હજાર કરોડ માત્ર પાંચ વર્ષમાં ફાળવ્યા છે. જિલ્લાને સુજલામ સુફલામ યોજના હેઠળ લાભ મળે તેવા પ્રયાસો કર્યા છે. તેમણે ગરીબોને ગરીબીમાંથી મુકત કરવાનો સેવા યજ્ઞ આ સરકારે હાથ ધર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી જયસિંહ ચૌહાણે જણાવ્યું કે, ગુજરાત સરકાર સાચા અર્થમાં ગરીબોની બેલી પૂરવાર થઇ છે. રાજ્યના તમામ બાળકો શિક્ષણ મેળવે-કન્યા કેળવણી વ્યાપક બને-કોમ્પ્યુટરનું જ્ઞાન વધે-ટેકનિકલ શિક્ષણ વધે અને યુવાનોને રોજગારી મળે તે માટે અગાઉ શિક્ષણના બજેટમાં રૂ. ૧૩૬૬ કરોડથી વધારીને વર્ષે ર૦૦૯-૧૦માં રૂ. ૧૬૦૦ કરોડની જોગવાઇ કરી છે. ડ્રોપઆઉટ રેશીયો ઘટયો છે. તમામ શાળાઓમાં કોમ્પ્યુટર, શાળાના બાળકોને મફત પુસ્તકો જેવી યોજનાઓ અમલી બનાવાઇ છે. રાજ્યના ૩૦ વિકાસશીલ તાલુકામાં રહેતી અને તબીબી અભ્યાસક્રમમાં ભણતી દીકરીઓને વિશેષ સુવિધા અપાય છે.

સાબરકાંઠાના સાંસદ ર્ડા. મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગરીબો પ્રત્યેની સંવેદનામાંથી ગરીબ કલ્યાણ મેળાનો જન્મ થયો છે. આઝાદીના આટલા બધા વર્ષો પછી દેશમાં સમાજવાદ-રામરાજ્ય સ્થપાશે તેવી કલ્પના સાકાર થઇ નહીં. દેશમાં પ્રતિદિન રૂ. ર૦/- મેળવનારો બહોળો વર્ગ છે ત્યારે ગુજરાતમાં ગરીબોના ઘરમાં કલ્યાણ દીપ પ્રજવલિત થાય તેવો આ મેળાનો આશય છે. એમ તેમણે ઉમેર્યું હતું. જિલ્લાની ઉદ્યોગ અને સિંચાઇની અપેક્ષા સંતોષવા ગુજરાત સરકારે હાથ ધરેલા પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય, ડાયરી કેલેન્ડરનું વિમોચન પણ આ પ્રસંગે કર્યું હતું.

મોડાસાના ધારાસભ્યશ્રી દીલીપસિંહ પરમારે સ્વાગત પ્રવચનમાં ગરીબ કલ્યાણ મેળાનો ઉદેશ સમજાવતા જણાવ્યું હતું કે ગરીબોને તેમના હક્ક હાથોહાથ આપવા માટે આ મેળો યોજાય છે. તેમણે જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસ-કલ્યાણ કામોની રૂપરેખા આપી હતી.

શહેરી વિકાસ મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા, આરોગ્યમંત્રીશ્રી જયનારાયણભાઇ વ્યાસ, શ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી પ્રફુલભાઇ પટેલ, ઉદેસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રુમખશ્રી વસ્તાભાઇ મકવાણા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી પૃથ્વીરાજભાઇ પટેલ, વિવિધ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ અન્ય પદાધિકારીઓ-અગ્રણીઓ વગેરે મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
وزیراعظم نریندر مودی کا 78 ویں یوم آزادی کے موقع پر لال قلعہ کی فصیل سے خطاب کا متن

Popular Speeches

وزیراعظم نریندر مودی کا 78 ویں یوم آزادی کے موقع پر لال قلعہ کی فصیل سے خطاب کا متن
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.