મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના ભારતસ્થિત હાઇકમિશ્નર શ્રી પીટર વર્ગીસએ ગુજરાતના આધુનિક વિકાસની ગતિશીલતાના સંદર્ભમાં વિવિધ ક્ષેત્રોમાં માનવ સંસાધન વિકાસ (HRD)માં પરસ્પર સહભાગીતા માટેની તત્પરતા વ્યકત કરી હતી.
ગુજરાતમાં વિશ્વકક્ષાની ગીફટ સિટી-હાઇટેક આઇટી બેઇઝડ ફાઇનાન્સ સર્વિસીઝ, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, સ્પોર્ર્ટસ યુનિવર્સિટી, પોર્ટ મેનેજમેન્ટ, જેવા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રો વિકસી રહ્યાં છે તેની ભૂમિકા આપી, મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસન, ખાણ ખનીજ અને જળવ્યવસ્થાપન જેવા આર્થિક પ્રગતિના નવા સક્ષમ રીતે ઉભરી રહેલા ક્ષેત્રોમાં પણ ઓસ્ટ્રેલિયા અને ગુજરાત વચ્ચે સહભાગીતાની પારસ્પરિક ક્ષિતિજો વિકસાવવાની સંભાવનાનો ખ્યાલ આપ્યો હતો.
આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૩માં ઓસ્ટ્રેલિયા ગુજરાત સાથે પાર્ટનર કંટ્રી બને તે માટેનું આમંત્રણ પણ મુખ્યમંત્રીશ્રીએ શ્રીયુત પીટર વર્ગીસને આપ્યું હતું.
આ બેઠકમાંઉઘોગ અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ અને મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા ઉપસ્થિત રહ્યા હતા.