The daughters of Gujarat are going to write the new saga of developed Gujarat: PM Modi in Dahegam

(ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
મંચ ઉપર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ નેતાઓ,
અને વિશાળ સંખ્યામાં પધારેલ વહાલા ભાઈઓ અને બહેનો,
પહેલા તો મારે દહેગામને અભિનંદન આપવા છે, પણ તમને ખબર છે? શેના આપવાના છે? દહેગામમાં બપોરે મીટીંગ કરવી હોય તો અમારા દહેગામવાળા કાયમ ના પાડે. આજે આવડી મોટી મીટીંગ કરીને બતાવી દીધી, એટલા માટે અભિનંદન. નહિતર દહેગામવાળા કાયમ કહે કે, સાહેબ, સાંજે રાખજો ને. પણ આજે તમે દહેગામવાળાએ વટ પાડી દીધો છે, ભાઈ.
આઝાદીના 75 વર્ષ સાથીઓ પુરા થયા છે. એક મહત્વપૂર્ણ પડાવ, આ દેશ વટાવી ચુક્યો છે. અને હવે આ દેશ, અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. આગામી 25 વર્ષ, જ્યારે દેશની આઝાદીના 100 વર્ષ થશે, એ આ 25 વર્ષ અમૃતકાળ છે. અને અમૃતકાળની અંદર આ પહેલી ચુંટણી છે. આઝાદીના અમૃતકાળની આ પહેલી ચુંટણી. આ ચુંટણી 5 વર્ષ માટે નથી ભાઈઓ. આ ચુંટણી 5 વર્ષ માટે ગાંધીનગરમાં કોની સરકાર બને એના માટે નથી.
આ ચુંટણી 25 વર્ષ પછી ગુજરાત કેવું હશે, એનો નિર્ણય કરવા માટેની ચુંટણી છે. દુનિયાના સમૃદ્ધમાં સમૃદ્ધ જે દેશો હોય એ સમૃદ્ધ દેશોના જે માપદંડ હોય, એ બધા માપદંડમાં આપણું ગુજરાત આગળ હોય, એનો મોરચો માંડીને કામે લાગવું છે, અને એ આ ચુંટણીમાં આપણે નિર્ણય કરવાનો છે.
ભાઈઓ, બહેનો,
એક જમાનો હતો. ચુંટણીમાં ભ્રષ્ટાચારની વાતો થાય, જાતિવાદની વાતો થાય, સગાવાદની વાતો થાય, પછી એક સમય આવ્યો કે સડક, વીજળી, પાણી, સ્કૂલ, સ્વાર્થ, આ બધા વિષયોની આસપાસ બધું ગુંથાતું હતું. આજે ગુજરાતે જે ગયા 20 વર્ષમાં કર્યું છે, એના કારણે આજે ગુજરાતમાં પાણી, વીજળી, સડક, એ લગભગ જાણે વિષયો ગુજરાતે જાણે આત્મસાત કરી લીધા છે. એમાં ગુજરાત સંકટોમાંથી બહાર નીકળી ગયું છે. 20 – 24 વર્ષ પહેલા ગુજરાતમાં મૂળભૂત સુવિધાઓના વિકાસ, એના તરફ ગુજરાતે ધ્યાન આપ્યું અને દેશમાં દેશમાં એક અગ્રણી રાજ્ય તરીકે ગુજરાત ઉભું થયું થયું, ભાઈ.
આજે ગુજરાતમાં ઘરવપરાશ માટે 24 કલાક વીજળી. મને યાદ છે, હું પહેલી વાર મુખ્યમંત્રી બન્યો. હજુ તો સોગંદ લેવાનાય બાકી હતા અને ગાંધીનગર સરકિટ હાઉસમાં રહેલો, તો બધા મળવા આવે. હવે ખબર તો પડી ગઈ હતી. પેપર ફૂટી ગયું હતું. તો બધા કાનમાં કહે કે, સાહેબ, બધું બરાબર છે. આ ભુકંપની ભયંકર હોનારત વચ્ચે તમે આવ્યા છો. પણ એક કામ કરજો. મેં કહ્યું, શું? તો કહે સાંજે વાળું કરતી વખતે વીજળી મળે એવું કરજો ને.
મને બરાબર યાદ છે. મેં મુખ્યમંત્રીના સોગંદ લીધા ત્યારે મુદ્દો એક જ ચાલતો. આજે ગુજરાતમાં ઘેર ઘેર 24 કલાક વીજળી. આ આપણે કરીને રહ્યા, દોસ્તો. પહેલાનો જમાનો હતો. આપણે પાણી એટલે... પાણી માગો તો કહે, આ ટેન્કરની વાત આવે, કાં હેન્ડ પંપની વાત આવે. પાણીનો મતલબ જ આ, કે ટેન્કર, હેન્ડ પંપ. પોલિટિકલી ધારાસભ્ય જરા જાગૃત હોય ને થોડી વગ હોય અને બે ચાર હેન્ડ પંપ લગાવી દીધા હોય ને ગામડાઓમાં, તોય લોકો એને હારતોરા કરતા હતા. એવા જમાના હતા. અને ટેન્કર તો... કાકા – ભત્રીજાનું ટેન્કર હોય તો જ કોન્ટ્રાક્ટ મળે. પાછી એમાંય કટકી.
આ જ ચાલતું હતું. આપણે એમાંથી ગુજરાતને બહાર કાઢીને ઘેર ઘેર નળમાં જળ. નળથી જળ. આ સિદ્ધિ મિત્રો પ્રાપ્ત કરી છે. એટલું જ નહિ, ગુજરાતના ખેતરોમાં સિંચાઈની વ્યવસ્થા થાય. હવે અમારો તો દહેગામનો આખોય પટ્ટો. ફળફળાદિ અને શાકભાજી તરફ વળી ગયો. અને એને તો પાણીની અનિવાર્યતા અલગ પ્રકારની હોય. આજે ગુજરાતની અંદર સરદાર સરોવર ડેમનું આવડું ભગીરથ કામ, સુજલામ સુફલામનું ભગીરથ કામ, ચેક ડેમનું કામ, ખેત તલાવડીઓનું કામ. અને હજુય આપણે મંડેલા જ છીએ.
અમૃત સરોવર બનાવી રહ્યા છીએ, આખા દેશમાં. દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર. પાણી માટે લોકોને સુરક્ષિત કરવા અને આજે પાણીની બાબતમાં, ખેતરે ખેતરે પાણી પહોંચાડવાનું કામ. અને મારા ખેડૂત ભાઈઓનો પણ આભાર માનવો છે કે એમણે મોટા ભાગે ટપક સિંચાઈ સ્વીકારી ગુજરાતમાં. અને એના કારણે પાણી પણ બચી રહ્યું છે. અને પાક પણ સારો થઈ રહ્યો છે. એ જ રીતે સડક. ગામડે ગામડે સડકની જાળ. રેલવેની વાત હોય, નવા એરપોર્ટ બનાવવાની વાત હોય, ઈન્ટરનેટ બ્રોડબેન્ટ કનેક્ટિવિટી, ગામડે ગામડે ઓપ્ટિકલ ફાઈબર. વિકાસની એક નવી, માળખું જ આપણે ઉભું કરી દીધું.
શિક્ષણમાં આધુનિક યુનિવર્સિટીઝ. આખી વ્યવસ્થા જુદી. આજે ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં 5મા નંબરે છે, ભાઈ. 2014માં તમે જ્યારે મને દિલ્હી મોકલ્યો ને, ત્યારે આપણે 10 નંબર ઉપર હતા. 10માંથી 9 નંબર ઉપર આવ્યા. કોઈએ ખાસ નોંધ ના લીધી. 9માંથી 8 થયા. હા, થઈ ગયું. 8માંથી 7 થયા. એ તો થઈ ગયું. 7માંથી 6 થયા. પણ 6માંથી 5 થયા. તો આખા દેશમાં ચમકારો થઈ ગયો. આખી દુનિયામાં 5મા નંબરની ઈકોનોમી. પણ એમાં લોકોને આનંદ શેમાં હતો? કારણ? 250 વર્ષ સુધી જેમણે આપણા ઉપર રાજ કર્યું હતું. પહેલા 5 નંબર ઉપર એ હતા, એમને પાછળ કરીને 5 નંબર ઉપર આપણે પહોંચી ગયા. એનો આનંદ હતો. આખા દેશમાં એનો આનંદ હતો, ભાઈઓ. અને આજે દેશ... તમે બધા જો આર્થિક વિષયોના લેખો, સમાચારો વાંચતા હશો, તો ખબર હશે. આખી દુનિયા કહે છે, હવે ભારતને પહેલા ત્રણની અંદર પહોંચતા વાર નથી લાગવાની. આ હિન્દુસ્તાન પહેલા ત્રણમાં પહોંચે એ દિશામાં વધી રહ્યું છે.
ભાઈઓ, બહેનો,
એક જમાનો હતો, 20 વર્ષ પહેલા, ગુજરાતમાં અર્થવ્યવસ્થા કેટલી બધી છે. આપણે ત્યાં 2001-02માં મને તમે જ્યારે કામ સોંપ્યું હતું ત્યારથી લગભગ 14 ગણી મોટી આપણી અર્થવ્યવસ્થા થઈ છે, ગુજરાતની. 14 ગણી. 20 – 25 વર્ષ પહેલા પંચાયતોનું બજેટ. પંચાયત વ્યવસ્થાની વાત આટલી કરીએ, પંચાયતોનું બજેટ આખા ગુજરાતનું 100 કરોડ રૂપિયા હતું. આવડું મોટું ગુજરાત, 100 કરોડ રૂપિયા. આજે 3,500 કરોડ રૂપિયા છે. અને ભારત સરકાર જે સીધા પૈસા મોકલે છે, એ જુદા. એ તો સોનામાં પાછી સુગંધ.
ગુજરાતના ગામડામાં પણ શહેરો જેવી સુવિધાઓ બને, એ દિશામાં આપણે કામ કર્યું છે. આપણો આ ગાંધીનગર જિલ્લો, એમાં તો ગામડું અને શહેર જુદા પાડવા જ મુશ્કેલ થઈ ગયું છે. એક પ્રકારે ગામડું રહ્યું જ નથી, એમ કહો તો ચાલે. અને અહીંયા જ્યારે દહેગામ ગામના ભાઈઓ છે, કલોલના નેતાઓ બેઠા છે.
હું શું જોઉં છું, ભવિષ્ય? હું કંઈ ભવિષ્યવેત્તા નથી પણ જે કામ કરું છું એના કારણે કહું છું, ભાઈઓ. તમે લખી રાખજો, એ દિવસ દૂર નહિ હોય, જ્યારે ગાંધીનગર અને દહેગામ ટ્વિન સિટી હશે. ગાંધીનગર અને કલોલ ટ્વિન સિટી હશે. અને સ્થિતિ એવી હશે કે દહેગામ, કલોલ અને ગાંધીનગર આ ત્રિકોણ આખા ગુજરાતની આર્થિક ગતિવિધિને દોડાવનારું મોટું કેન્દ્ર બની જશે, ભાઈઓ.
આ મને સાફ દેખાય છે, ભાઈઓ. તમે વિચાર કરો, આ ગિફ્ટ સિટીનો વિકાસ થશે, એમાં લગભગ 2 લાખ લોકો કામ કરતા હશે. આ રહેવા ક્યાં જશે? આ દહેગામ જ આવવાના છે, ભાઈ. કલોલ જાય કે દહેગામ આવે. આ આખો પથારો, આમ વિસ્તાર થવાનો છે. તમે આજે દહેગામ બાજુ જાઓ કે કલોલ બાજુ જાઓ, તમને ઉદ્યોગો ને આખા રોડની આજુબાજુ ઉદ્યોગો જ ઉદ્યોગો દેખાય. એનો અર્થ એ થયો કે આખો આ આપણો ટપકો, એ વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનો છે. હવે દિલ્હીમાં હું બેઠો હોઉં, મારું આ સપનું હોય અને ગુજરાતની જો મને મદદ મળે તો વહેલું પુરું થાય કે ના થાય? થાય કે ના થાય? થાય કે ના થાય? તમને ગમે કે ના ગમે? તો પછી બધા કમળ અહીંથી મોકલવા પડે કે ના મોકલવા પડે? ગાંધીનગર જિલ્લાના બધા કમળની જવાબદારી તમારી ખરી કે નહિ ખરી?
ભાઈઓ, બહેનો,
આપ વિચાર કરો. આ આપણું ગાંધીનગર. અને હું જ્યારે ગાંધીનગર કહું ને ત્યારે ફાયદો તમારા દહેગામ હોય કે કલોલ હોય, બધાને મળે, મળે, ને મળે. નામ ગાંધીનગર હું બોલતો હોઉં, જિલ્લામાં આવ્યું છે, એટલે. હવે તમે જુઓ શિક્ષણના ક્ષેત્રમાં જે સુધારા થયા છે, એ સુધારાનો લાભ આખા ગુજરાતને મળી રહ્યો છે. 20 – 25 વર્ષ પહેલા ગુજરાતમાં શિક્ષણનું બજેટ દોઢ હજાર કરોડ રૂપિયા હતું, દોઢ હજાર કરોડ રૂપિયા. 1,600 કરોડ રૂપિયા. આજે એ વધીને 33,000 કરોડ રૂપિયા છે. ક્યાં દોઢ હજાર કરોડ ને ક્યાં 33,000 કરોડ. આ ગુજરાતે પ્રગતિ કરી છે, ભાઈઓ. અને જે ગુજરાતનું શિક્ષણનું બજેટ છે ને, એટલું તો ઘણા રાજ્યોનું, આખા રાજ્યનું બજેટ નથી. એ ગુજરાત કરી બતાવે છે.
ભારતીય જનતા પાર્ટીની સરકારે શિક્ષણને આધુનિક બનાવવાનું, શિક્ષણને વૈજ્ઞાનિક બનાવવાનું અને શિક્ષણમાં એવી વ્યવસ્થા થાય કે આવનારા 25 વર્ષનો ગોલ્ડન કાળ આજે જે મારા જવાનીયાઓ છે ને તે એવા તૈયાર થઈને નીકળે કે ગુજરાતના ગોલ્ડન કાળના એ બધા કર્ણધાર હોય, એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. અને એના કારણે ગાંધીનગરમાં એક એવી વ્યવસ્થા વિકસિત થઈ, જેમાં સંસ્કાર પણ છે, શિક્ષણ પણ છે, સ્કિલ પણ છે.
ગાંધીનગરમાં આજે શિક્ષણનું એક મોટું ધામ બની ગયું છે, ભાઈઓ. 20 વર્ષ પહેલા ગાંધીનગરમાં હાયર સેકન્ડરીની 80 જેટલી શાળાઓ હતી. આજે લગભગ 300એ પહોંચી છે, બોલો. 20 વર્ષ પહેલા આપણા ગાંધીનગરમાં એન્જિનિયરીંગની ડિગ્રી કોલેજોની પઢાઈ, ક્યાંય નામોનિશાન નહોતું. આજે ગાંધીનગર એન્જિનિયરીંગની ડિગ્રીની 7,000થી વધારે સીટો છે, બોલો. હવે આ તમારા બધા સંતાનો, બાળકોનું ભવિષ્ય બને કે ના બને? 20 વર્ષ પહેલા ગાંધીનગરમાં એન્જિનિયરીંગ ડિપ્લોમાની સીટો 200ની આસપાસ હતી. આજે? આજે ડિપ્લોમાની સીટો 5,000એ પહોંચી છે, ભાઈઓ.
આ, આ તમારા જુવાનીયાઓનું ભાગ્ય બનાવે કે ના બનાવે? આજે ગાંધીનગરમાં દુનિયાની, દુનિયાની એક માત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. આ તમારા ઘરઆંગણે છે, ભાઈ. દુનિયાની એક માત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ આપણા ગાંધીનગરમાં છે, તમારા ઘરઆંગણે છે અને આજે આખી દુનિયાને ફોરેન્સિક સાયન્ટિસ્ટોની જરૂર છે. આજે ક્રિમિનલ વર્લ્ડની સામે મુકાબલો કરવો હોય તો ફોરેન્સિક સાયન્સનું મહત્વ વધતું જાય છે. એ કામ તમારા ઘરઆંગણે થઈ રહ્યું છે. અહીંના નવજવાનીયાઓ માટે, આધુનિક ભારતના માટે, આધુનિક વિશ્વના માટે કેટલું મોટું યોગદાનનો અવસર ઉભો થઈ ગયો છે.
આપણા ગાંધીનગરની અંદર એનર્જી યુનિવર્સિટી, દેશની પહેલી એનર્જી યુનિવર્સિટી, પી.ડી.પી.યુ. અને હવે તો પી.ડી.ઈ.યુ. કહે છે. આ ગાંધીનગરમાં મેરીટાઈમ યુનિવર્સિટી. 1,600 કિલોમીટરનો દરિયાકિનારો હોય, બ્લ્યુ ઈકોનોમીની વાત થતી હોય. વિશ્વ ગ્લોબલાઈઝેશનની દિશામાં વળ્યું હોય, સામુદ્રિક વ્યાપારની તાકાત વધતી જ જતી હોય, બંદરો ધમધમતા જ હોય પરંતુ ગુજરાતમાં મેરીટાઈમ માટેનો કોઈ અભ્યાસ જ ના હોય, એ પરિસ્થિતિ બદલી અને મેરીટાઈમ યુનિવર્સિટી બનાવી. જેથી કરીને અમારા જવાનીયાઓ, અમારા દીકરા, દીકરીઓ દુનિયાની અંદર બ્લ્યુ ઈકોનોમીના ક્ષેત્રે યોગદાન આપે એ કામ આપણે કર્યું છે.
ગુજરાતની નેશનલ લૉ યુનિવર્સિટી, એય તમારા ઘરઆંગણે. આ નેશનલ લો યુનિવર્સિટી. હિન્દુસ્તાનભરના બાળકો, એમની પહેલી પસંદગીની જે યુનિવર્સિટીઓ છે, એમાં એક નામ ગાંધીનગરની લો યુનિવર્સિટીનું છે. મને લોકો પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઘણી વાર વિનંતી કરે કે સાહેબ, અમારા છોકરાઓને ગાંધીનગરમાં મેળ પડે તો કરજો ને કંઈક. હિન્દુસ્તાનભરના બાળકોની ઈચ્છા હોય છે કે ગાંધીનગરની યુનિવર્સિટીમાં આવે. અહીંયા આપણા દહેગામ પાસે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી. અને છેલ્લે હું જ્યારે આવ્યો, એનું કેમ્પસ મેં જોયું. અદભૂત કેમ્પસ બન્યું છે. આ તમારા આખા દહેગામનું અને ગાંધીનગર જિલ્લાનું ગૌરવ અને આખા હિન્દુસ્તાનના, આર્મીના લોકો આવે છે. પોલીસના લોકો આવે છે. શિક્ષણ માટે આવે છે કે ભઈ, આ આખી મોટી કમાલનું કામ થયું છે. દેશની સુરક્ષા માટે, નાગરિકોની સુરક્ષા માટે આવું સાયન્ટિફિક કામ આપના ગાંધીનગરમાં અને આપના દહેગામની ધરતી ઉપર થઈ રહ્યું છે.
ત્રિપલ આઈ.આઈ.ટી. ગાંધીનગર આખા દેશમાં ગણીગાંઠી આઈ.આઈ.ટી. એ આજે તમારા ઘરઆંગણે છે, ભાઈઓ. સ્પેસ-સાયન્સ, સેટેલાઈટનો ઉપયોગ કેમ કરવો? બાયસેગ નામની ઈન્સ્ટિટ્યુશન આજે હિન્દુસ્તાનભરના લોકો બાયસેગ ઈન્સ્ટિટ્યુટ જોવા માટે ગાંધીનગર આવે છે. આખો દહાડો તપાસ કરે છે કે ભઈ અને હિન્દુસ્તાનભરની સરકારો આ બાયસેગને કામ આપે છે. અમારું આ કરી આપો, અમારું આ કરી આપો. ભારત સરકારનું માર્ગદર્શન બાયસેગ કરે છે. આ કામ તમારા ગાંધીનગરમાં થાય છે. આ તાકાત આખા પંથક માટે બની રહી છે, ભાઈ.
અનેક નવી નવી સંસ્થાઓ ગુજરાતના દીકરા, દીકરીઓ, અલગ અલગ વિષયોમાં ભણી ગણીને આગળ વધે, રોજગાર માટેના અવસર પેદા થાય, ઉદ્યોગોથી આખું ક્ષેત્ર ધમધમે, અને આધુનિક ઉદ્યોગો, ભાવિ ઉદ્યોગો, ભાવિ વિકાસની દિશા, એના માટે આપણે આપણે કામ કરીએ છીએ. અને એટલા માટે આ યાદ રાખવાની જરૂર છે કે સારું શિક્ષણ મળવાનું કારણ આ પ્રોફેશનલ કોર્સ. એનું એક મહત્વ છે. અને દરેક બાળકનું દુનિયાની અંદર સ્થાન, આ પ્રોફેશનલ કોર્સીસના કારણે બનવાનું છે, ભાઈ. આના કારણે ભારતનો પરચમ, દુનિયાભરમાં ભારતનો વિજયધ્વજ ફરકે એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
મેં કહ્યું એમ આ અમૃતકાળ છે. દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીમાં મારે ગુજરાતને લઈ જવું છે.
પણ આ કરશે કોણ, ભાઈ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ કરશે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ કરશે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
જરા આ બાજુથી અવાજ આવે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ કરશે, ભાઈ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ કરશે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ કરશે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
મોદી નહિ, આ ગુજરાતનો જવાનીયો કરવાનો છે. આજે જેની 20 -22 વર્ષની ઉંમર છે ને, એ ગુજરાતનું ભાગ્ય લખવાનો છે, ભાઈઓ. મારું કામ તો એને તાકાત આપવાનું છે, મારું કામ તો એને અવસર આપવાનું છે, મારું કામ તો એને દિશા દેખાડવાનું છે. પણ મારો ભરોસો તમારા ઉપર છે. તમારા કારણે થવાનું છે, ભાઈઓ. સામાન્ય પરિવારોને આપણે જોતા હોઈએ છીએ. આકાંક્ષા વધતી જતી હોય છે. ગરીબમાં ગરીબ માણસ હોય ને, સાયકલ આવે એટલે મન થાય કે હવે સ્કુટી આવે તો સારું. સ્કુટી આવે તો એને એમ થાય કે સારી મોટરસાયકલ આવે તો સારું. મોટરસાયકલ આવે તો મન કરે કે હવે ફોરવ્હીલર હોય તો જરા વટ પડે.
સ્વાભાવિક છે. આકાંક્ષા એ જ મોટી ઊર્જા હોય છે, વિકાસ માટેની. અને એના માટે થઈને આજે એક વૈભવશાળી ગુજરાતનું સપનું, દિવ્ય, ભવ્ય ગુજરાતનું સપનું. અને એ ભાઈઓ, બહેનો આપણે જોઈને આગળ... તમે જોયું હશે, એક જમાનો હતો ગાંધીનગર રેલવે સ્ટેશન... કાગડા ઊડતા હતા. આજે ગાંધીનગર રેલવે સ્ટેશન જોવા માટે દેશના લોકો આવે છે કે રેલવે સ્ટેશન આવું પણ હોઈ શકે? હિન્દુસ્તાનભરમાં નવા રેલવે સ્ટેશનો બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. અને એ ગાંધીનગરને મોડલ તરીકે જોવા માટે આવે છે. આજે પણ, જેને કહીએ, ફાઈવસ્ટાર સુવિધાઓ, અને વંદે ભારત ટ્રેન, એનો પણ જમાનો તમારા ગાંધીનગરથી શરૂ થયો છે.
ભાઈઓ, બહેનો,
આ, આજે સુવિધાઓ વધી રહી છે. તમારા ઉદેપુર સુધી મેં હમણા એક ટ્રેન ચાલુ કરી. એ તો આખા તમારા પટ્ટાને અડી જાય છે, બોલો. આ ટુરિઝમને ફાયદો કરવાની છે. રોજગારને ફાયદો કરવાની છે. સ્પીડ હોય, સ્કેલ હોય, આનો વધુને વધુ ગુજરાતના લોકોને ઉપયોગ થાય, એના માટે આપણે કામ કરીએ છીએ. પણ ભાઈઓ, બહેનો, આ સુવિધાનું સ્તર એ 21મી સદીની દુનિયા છે. અને એના માટે થઈને આપણે કામ કરીએ છીએ.
વિકસિત ગુજરાતનું મોડલ, એના માટે આપણે કામ કરી રહ્યા છીએ, અને પુરા આખા ગુજરાતને અંદર એક વાતાવરણ બનાવીને ગુજરાતને આગળ લઈ જવું છે. અને દિલ્હીમાં નરેન્દ્ર હોય ને ગાંધીનગરમાં ભુપેન્દ્ર હોય, આ બન્ને એન્જિનો લાગ્યા હોય, સાહેબ... આપણું ગિફ્ટ સિટી એક મોટું ઉદાહરણ છે. ગિફ્ટ સિટીના કારણે એક વર્ષ પહેલા, કેટલાય લોકો એની ટીકા... મને યાદ છે, જ્યારે મેં એનું લોન્ચિંગ કર્યું હતું ને, ત્યારે લોકો કહે આ મોદીને કંઈ સમજણ જ નથી પડતી, એમ કહેતા હતા. આજે ગિફ્ટ સિટી દુનિયાનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. દુનિયાનું મોટું કેન્દ્ર. અને એના કારણે મોટી આર્થિક પ્રવૃત્તિઓનું સેન્ટર બની રહ્યું છે. જે ચીજ દુબઈમાં થાય, જે ચીજ સિંગાપુરમાં થાય છે, એ હિન્દુસ્તાનની અંદર તમારા ગાંધીનગરમાં તમારા ગિફ્ટ સિટીમાં થવાની છે. તમારા દહેગામવાળા સામે જુએ ને દેખાય ને એટલું પાસે થવાનું છે, ભાઈઓ.
આજે જુઓ, અમદાવાદ અમારું, ચિરપુરાતન શહેર, ગાંધીનગર, એનું ભવિષ્ય કેવી રીતે જોડાઈ ગયું છે. ભવિષ્યના શહેર બની રહ્યા છે, આ. અને હું જોઈ રહ્યો છું, દહેગામ હોય કે કલોલ હોય. આજે દહેગામ અને કલોલના ગર્ભમાં ભાવિ મહાનગરો આકાર લઈ રહ્યા છે, ભાઈઓ. કલોલ અને ગાંઘીનગર અને દહેગામ, એના ગર્ભમાં ગુજરાતના, દેશના ભાવિ મહાનગરો એના ગર્ભાધાન થઈ ચુક્યું છે. એ ગર્ભમાં આકાર લઈ રહ્યા છે. એટલી પ્રગતિ હું જોઈ રહ્યો છું.
ટેકનોલોજી હોય, શિક્ષણ હોય, વિજ્ઞાન હોય, આધુનિકતા હોય, વ્યાપાર હોય, આ બધા ક્ષેત્રમાં આ પટ્ટો વિકાસ પામે. ખેતીનું પણ કામ હશે, તો એમાં વેલ્યુ એડિશન હશે. એમનેમ નહિ, પાક ખેતરમાં પાક્યો અને કોઈ લઈ ગયો, એવું નહિ. કપાસ પણ પાકતો હશે તો ફેશનેબલ ડિઝાઈન થયેલા કપડાં વેચાય ને, ત્યાં સુધી એની ડિઝાઈન બનશે. આ કામ આપણે કરી રહ્યા છે, ભાઈઓ. રોજગારના નવા અવસર મળે, આવતીકાલનું ગુજરાત સમદ્ધ બને.
તમે કોઈ કોંગ્રેસના લોકોને પુછજો. એમને તો નરેન્દ્રભાઈ આવા ને નરેન્દ્રભાઈ તેવાનું ભાષણ કરે પણ એને ખબર નહિ પડે, ગુજરાત આવતીકાલે કેવું હોવું જોઈએ, એની ગતાગમ નથી, આ કોંગ્રેસવાળાઓને. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, એ મંત્ર લઈને ગયા 20 વર્ષથી આપણે તપસ્યા આદરી છે. એક વિકાસનો મહાયજ્ઞ આદર્યો છે. અને સમાજના સર્વ લોકોને લાભ મળે, વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતનું સપનું સાકાર થાય, એના માટે કામ કરી રહ્યા છીએ. અને એના માટે થઈને મને આપનો સાથ જોઈએ, ભાઈઓ.
ગાંધીનગર જિલ્લો આખેઆખો ભારતીય જનતા પાર્ટીની મોટી શક્તિ છે. અને આ બધા પટ્ટા એવા. મેં તો જોયા, ચાર ચાર પેઢીના લોકો અહીંયા બેઠા છે. જેમણે ચાર ચાર પેઢી, પરિવારો ખપાવી દીધા છે. આ ભારતીય જનતા પાર્ટીના વિચારને મજબુત બનાવવા માટે, એવા સાથીઓ મારી સામે બેઠેલા હું જોઈ રહ્યો છું. એમના ભરોસે હું કહું છું. ભાઈઓ, બહેનો, ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટે આપણે કામ કરવું છે.
અમારી માતાઓ, બહેનો, એમનો મારે વિશેષ આભાર માનવો છે. બહેન, દીકરીઓનો આભાર માનવો છે. કારણ? આજે હું એમ કહી શકું, મારી પાસે જે શક્તિ છે ને, એ માતાઓના આશીર્વાદને કારણે છે, અને હવે હિન્દુસ્તાનની નવી ગાથા, આ માતાઓ, બહેનો, દીકરીઓની શક્તિથી લખાવાની છે. અને આ ડબલ એન્જિનની સરકાર એમના સશક્તિકરણ માટે કામ કરે છે.
હમણા મને હેલિપેડ પર ભાઈઓ મળ્યા. મેં જરા, બે મિનિટ ઉભો રહ્યો, વાતો કરી. મને કહે આ આયુષ્માન યોજનાની અસર જે બહેનોમાં છે ને, એ તો અદભુત છે. કારણ કે એને બીમારીમાં આજે આટલી મોટી મદદ મળી જાય ને... પરિવારમાં કોઈની સામે એને હાથ લાંબો નથી કરવો પડતો. અને ગૌરવભેર જીવન... અમારો મધ્યમ વર્ગનો પરિવાર, ગરીબ પરિવાર હોય, નિમ્ન મધ્યમ વર્ગનો પરિવાર હોય, આની મુસીબતો દૂર કરવી. એનું ઓછામાં ઓછી મુસીબતમાંથી એમને નીકળવાનું થાય. એને સુવિધા વધુમાં વધુ મળે એ દિશામાં ગયા.
તમે વિચાર કરો, કાચા ઘરમાં ફૂટપાથ પર જિંદગી જીવનારા, ઝુંપડપટ્ટીઓ હતી. અમારા કોંગ્રેસના લોકો કરે? કામ કેટલું હતું? આમ ટુકડા નાખે. આજે અમે કરોડો ઘર બનાવ્યા છે, કરોડો ઘર, પાકા ઘરમાં પરિવારો રહેતા થયા. અને અમારું સપનું છે, કોઈ ઝુંપટપટ્ટીમાં રહેવું ના પડે. ઘરમાં ટોઈલેટ હોય, ટોઈલેટ હોય ને એટલે બહેનોની ઈજ્જતઘર છે. ઉત્તર પ્રદેશમાં એનું નામ જ ઈજ્જતઘર છે. ઈજ્જતઘર નામ પાડ્યું છે. 50 ટકા ગુજરાતના ઘર એવા હતા કે ટોઈલેટ નહોતું. અમારી બહેનોને બિચારીને કેટલી તકલીફ પડતી હતી, એનો તમે અંદાજ કરી શકો. એમાંથી મુક્તિ અપાવી.
પાણી હોય તો નળથી જળ પહોંચાડ્યું. ચુલા હતા તો ગેસના કનેક્શન પહોંચાડ્યા. માતાઓ. બહેનોના જીવનને સશક્ત બનાવવા, સમૃદ્ધ બનાવવા માટે જેટલા પણ પ્રકારના થાય પ્રયાસો, આપણે કર્યા. અને બધા પ્રયાસોનું પરિણામ છે કે આજે અમારી માતૃશક્તિ, મારી બહેન, દીકરીઓના આશીર્વાદ મળે છે. હવે તો સેનામાં અમારી દીકરીઓ જાય છે. આર્મીમાં, નેવીમાં, એરફોર્સમાં. ભારતની અંદર અને ગુજરાતમાં પણ આજે દીકરીઓ આગળ જઈ રહી છે, એમાં તક આપી રહ્યા છીએ.
વિકાસનું કોઈ ક્ષેત્ર એવું નહિ હોય જેને આપણે સ્પર્શ ના કરતા હોઈએ. આજે બહેનોના જનધન એકાઉન્ટ ખોલ્યા, ત્યારે મારી મજાક ઉડાવતા હતા, લોકો કે બેન્કમાં એકાઉન્ટ ખોલશે તો મૂકશે શું? આજે મેં જોયું છે કે લાખો રૂપિયા બેન્કોની અંદર આ ગરીબ માતાઓએ મૂક્યા છે. કારણ, એને ગેરંટી થઈ ગઈ છે કે ઘરમાં મૂક્યા હોય તો સાંજ પડે પેલો લઈ જાય. આ તો સાચવે તો છોકરાઓ મોટા થાય તો કામમાં આવે. મારી માતાઓ, બહેનોના આશીર્વાદ મને એના કારણે મળી રહ્યા છે.
મેં, આપણે પાથરણાવાળા, લારી-ગલ્લાવાળાને સ્વનિધિ યોજનાથી પૈસા અપાવવાનું શરૂ કર્યું. અને પૈસા પણ કોઈ પણ પ્રકારની ગેરંટી વગર. તમે વિચાર કરો, આ પાથરણાવાળો કોઈ દહાડો બિચારાએ બેન્ક જોઈ હોય? લારી-ગલ્લાવાળાએ બેન્ક જોઈ હોય? શાકભાજી વેચવાવાળો બેન્કમાં ગયો હોય? આખી દુનિયા બદલી નાખી. શાકભાજી વેચવાવાળો હોય, દૂધ વેચવાવાળો હોય, છાપા વેચવાવાળો હોય, પાથરણાબજાર લઈને બેઠો હોય, પસ્તી વેચવાવાળો હોય, એના માટે સ્વનિધિ યોજના બનાવી.
અને આજે? દેશની અંદર કરોડો કરોડો આવા ભાઈઓ. બેન્કમાંથી એને લોન મળી જાય છે. 10,000થી લઈને 50,000 રૂપિયા સુધીની લોન મળે છે. ઓછા વ્યાજે મળે છે. અને એ જો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે, મોબાઈલથી મોબાઈલ, પૈસા આપવાનું કરે, કેશ ના આપે, તો એનું વ્યાજ પણ માફ થઈ જાય છે. અને એના કારણે એ વ્યાજના ચક્કરમાંથી પણ છુટી ગયો છે, ભાઈઓ. નહિ તો પહેલા, 1,000 રૂપિયા લેવા જાય કોઈ શાહુકારને ત્યાં, વ્યાજખોરને ત્યાં, તો સવારમાં 100 રૂપિયા કાપી લે, 900 રૂપિયા આપે અને સાંજે પાછા જઈને 1,000 જમા કરાવવાના. આટલો બધો એનો ત્રાસ હતો. આજે એને મુક્તિ અપાવવાનું કામ કર્યું છે.
કહેવાનો મારો મતલબ એ છે, ભાઈઓ, કે જીવનના બધા જ ક્ષેત્રમાં સર્વાંગીણ વિકાસ, સર્વસ્પર્શી વિકાસ, બધાને લાભ મળે એની ચિંતા, અને વિકસિત ગુજરાતનું સપનું પુરું કરવા માટે આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે મારી આપને વિનંતી છે, ભાઈઓ.
મારું એક કામ કરશો, તમે? (ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી બોલો તો ખબર પડે. (ઑડિયન્સમાંથી હા...)
આ બાજુથી કેમ અવાજ નથી આવતો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો કામ? (ઑડિયન્સમાંથી હા...)
એક તો મારે આ વખતે દહેગામ જિલ્લાના જૂના બધા રેકોર્ડ તોડવા છે.
તોડી આપશો? (ઑડિયન્સમાંથી હા...)
પહેલું કામ તો આ કે પોલિંગ બુથમાં જેટલું મતદાન પહેલા થયું હોય, 2014માં થયું હોય, 2017માં થયું હોય, 2019માં થયું હોય, એ અત્યાર સુધી થયેલા બધા મતદાન કરતા વધારે મતદાન આપણે કરાવવું છે.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પણ તમારે બેસવું પડે આંકડા લઈને. ગયા વખતે ભઈ, આપણા બુથમાં 700 વોટ પડ્યા હતા, આ વખતે 800 થવા જોઈએ, 900 થવા જોઈએ. આવું કરવું પડે.
કરશો બધા? (ઑડિયન્સમાંથી હા...)
એકેએક પોલિંગ બુથમાં વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
હવે બીજું કામ. મતદાન તો થાય. લોકતંત્ર તો મજબુત થવું જ જોઈએ, પણ ભાજપ બી તો મજબુત થવો જોઈએ ને, ભાઈ. તો પછી એમાંથી કમળ નીકળવું જોઈએ.
નીકળશે? (ઑડિયન્સમાંથી હા...)
દરેકેદરેક પોલિંગ બુથમાંથી કમળ જીતે એવું થશે? દરેકેદરેક પોલિંગ બુથમાંથી આપણે જીતવું છે આ વખતે. અને પોલિંગ બુથ જીતવું, એ જ આપણું લક્ષ્ય આ વખતે. એક પણ પોલિંગ બુથ હારવું નથી.
પાકું? (ઑડિયન્સમાંથી હા...)
કરશો બધા મદદ? (ઑડિયન્સમાંથી હા...)
કરશો મહેનત? (ઑડિયન્સમાંથી હા...)
હવે મારું બીજું એક કામ. અંગત કામ.
દહેગામવાળાને તો કહેવાય ને? (ઑડિયન્સમાંથી હા...)
કલોલવાળાને ય કહેવાય. ગાંધીનગર ઉત્તર હોય કે દક્ષિણ હોય, કહેવાય તો ખરું જ ને? (ઑડિયન્સમાંથી હા...)
કરશો ખરા પણ? (ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી બોલો તો ખબર પડે, ભાઈ... (ઑડિયન્સમાંથી હા...)
એમ નહિ, મને ભરોસો પડવો જોઈએ ને... જરા એવો અવાજ કરો. (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
100 ટકા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
તો હજુ અઠવાડિયું બાકી છે, તમે ઘેર ઘેર જશો, મતદારોને મળશો. બધા મતદારોને મળવા જાઓ. વડીલોને મળો ત્યારે મારા વતી એ બધાને પગે લાગજો અને એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ દહેગામ આવ્યા હતા. શું કહેવાનું? પાછું એવું નહિ કહેવાનું કે પી.એમ. સાહેબ આવ્યા હતા. પ્રધાનમંત્રી વગેરે ભુલી જાઓ, ભાઈ. એમને કહેજો, આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને એમણે તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
અને એમને કહેશો ને કે ભઈ, નરેન્દ્રભાઈએ તમને પ્રણામ પાઠવ્યા છે, એટલે એમના મને આશીર્વાદ મળશે, અને એ આશીર્વાદ, એ આશીર્વાદ મને કામ કરવાની તાકાત આપે છે. દેશ માટે દોડવાની તાકાત આપે છે. મને મારા ગાંધીનગર જિલ્લાના આશીર્વાદ જોઈએ. પ્રત્યેક વડીલના આશીર્વાદ જોઈએ. અને તમારે મારી વાત પહોંચાડવાની કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. એમણે પ્રણામ પાઠવ્યા છે.
પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)

Explore More
وزیراعظم نریندر مودی کا 78 ویں یوم آزادی کے موقع پر لال قلعہ کی فصیل سے خطاب کا متن

Popular Speeches

وزیراعظم نریندر مودی کا 78 ویں یوم آزادی کے موقع پر لال قلعہ کی فصیل سے خطاب کا متن
5 Days, 31 World Leaders & 31 Bilaterals: Decoding PM Modi's Diplomatic Blitzkrieg

Media Coverage

5 Days, 31 World Leaders & 31 Bilaterals: Decoding PM Modi's Diplomatic Blitzkrieg
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister urges the Indian Diaspora to participate in Bharat Ko Janiye Quiz
November 23, 2024

The Prime Minister Shri Narendra Modi today urged the Indian Diaspora and friends from other countries to participate in Bharat Ko Janiye (Know India) Quiz. He remarked that the quiz deepens the connect between India and its diaspora worldwide and was also a wonderful way to rediscover our rich heritage and vibrant culture.

He posted a message on X:

“Strengthening the bond with our diaspora!

Urge Indian community abroad and friends from other countries  to take part in the #BharatKoJaniye Quiz!

bkjquiz.com

This quiz deepens the connect between India and its diaspora worldwide. It’s also a wonderful way to rediscover our rich heritage and vibrant culture.

The winners will get an opportunity to experience the wonders of #IncredibleIndia.”