Congress spent most of its time in familyism, appeasement and scams worth thousands of crores: PM Modi in Ahmedabad
Ahmedabad can never forget the serial bomb blasts that took place a few years ago. Together with a lot of hard work, we have brought Gujarat and Ahmedabad out of that situation: PM Modi

ભારત માતા કી...
(ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી...
(ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી...
(ઑડિયન્સમાંથી જયઘોષ)
કેમ છો બધા?
જોરમાં?
આવતીકાલે સાંજે આ ચુંટણીના પડઘમ પુરા થશે. એના પહેલા આ ચુંટણી અભિયાનની મારી આ છેલ્લી સભા છે. સૌથી પહેલા તો હું અમદાવાદનો હૃદયથી આભાર માનું છું.
ગઈકાલે જે રીતે કેસરીયા મહાસાગર આખા અમદાવાદમાં ખુણે ખુણે, જોમ, જુસ્સો, જનતા જનાર્દનના દર્શન કરવાનો મને મોકો મળ્યો, અને અમદાવાદના લાખો નાગરિકોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું.
આજે મા ભદ્રકાળી અને પૂજ્ય બાબાસાહેબ આંબેડકર, આ બન્ને અત્યંત પવિત્ર સ્થળ, ત્યાં માથું નમાવવા ગયેલો. સીધેસીધું આ સભામાં આવવું હતું પણ તેમ છતાંય આજે પણ હજારો લોકો આશીર્વાદ આપતા ઉભા હતા, એમનો પણ હું આભાર માનું છું.
ભાઈઓ, બહેનો,
પહેલા ચરણનું મતદાન પુરું થયું છે. જે લોકો ઉછળી ઉછળીને બધું બોલતા હતા, એ ગઈકાલ સાંજથી ચૂપ છે. કારણ, એ સમજી ગયા છે, આમાં હવે આપણો કંઈ આ ગુજરાતમાં મેળ પડે એમ નથી. પહેલા ચરણના મતદાનથી એ નક્કી થઈ ગયું છે, કે ભારતીય જનતા પાર્ટી અભુતપૂર્વ વિજય પ્રાપ્ત કરે છે. અને આ હું કહું છું, એટલા માટે નહિ, હોં. કોંગ્રેસ પણ કહે છે.
તમને એમ થશે કે કોંગ્રેસે ક્યારે કહ્યું, ભઈ? હું તમને યાદ કરાવું. બે દિવસથી કોંગ્રેસના લોકોના તમે નિવેદન સાંભળો ને વાંચો. લગાતાર ઈવીએમને ગાળો બોલે છે, ઈવીએમને. ઈવીએમ આમ, ઈવીએમ તેમ. ઈવીએમનું આવું, ઈવીએમનું તેવું. કોંગ્રેસ જ્યારે ઈવીએમને ગાળો બોલવાનું શરૂ કરે, એટલે સમજવાનું કે એમણે ઉચાળા ભરી લીધા છે. એમનો બી ખેલ... આ ગુજરાતના લોકોએ પહેલા ચરણમાં જ પતાવી દીધો છે. ચુંટણીની અંદર મોદીને ગાળો બોલવાની અને મતદાન થાય, એટલે ઈવીએમને ગાળો દેવાની.
ભાઈઓ, બહેનો,
આ ચુંટણી કોણ ધારાસભ્ય બને, કોણ ના બને,
કોની સરકાર બને, કોની સરકાર ના બને,
એવા સીમિત હેતુ માટે આ ચુંટણી નથી.
આ ચુંટણી, પાંચ વર્ષ ગાંધીનગરમાં કોણ સંભાળે, એના પુરતી પણ સીમિત નથી.
આપણે હમણા જ આઝાદીના 75 વર્ષ પુરા કર્યા. આઝાદીના જ્યારે 100 વર્ષ થાય, 25 વર્ષનો અમૃતકાળ આપણી સામે છે.
અને આજે જે 20 – 25 વર્ષનો જવાનીયો છે ને, એના માટે આગામી 25 વર્ષ સ્વર્ણિમ સમય છે, એની જિંદગીનો.
આવે સમયે 25 વર્ષ પછી ગુજરાત કેવું હોય,
ગુજરાત કેટલું સશક્ત હોય,
ગુજરાત કેટલું સમૃદ્ધ હોય,
ગુજરાત કેટલું દિવ્ય હોય,
ગુજરાત કેટલું ભવ્ય હોય,
ગુજરાત કેટલું વિકસિત હોય, એનો મજબુત પાયો નાખવા માટે આ વખતનું મતદાન છે. એટલે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, એમને મારો વિશેષ આગ્રહ છે કે તમે આ વખતે મતદાન, તમારી જિંદગીના 25 વર્ષ, સ્વર્ણિમ, એ ઉત્તમમાં ઉત્તમ જાય, એવી રીતે ભાજપના કમળને વોટ આપજો. હું તમને ગેરંટી આપું છું, તમારા ઉજ્જવળ ભવિષ્યની.
ભાઈઓ, બહેનો,
આજે જે ચારે તરફ વાતાવરણ છે, તમે જ્યાં જાઓ ત્યાં, એક જ વાત સંભળાય...
ફિર એક બાર...
(ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર...
(ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર...
(ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ભાઈઓ, બહેનો,
ગુજરાતનો એક મંત્ર રહ્યો છે. દેશના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. આપણે બધા જાણીએ છીએ, પેઢી દર પેઢી ગુજરાતે દેશના વિકાસ માટે કેટલું બધું યોગદાન આપ્યું છે. આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધી, એમણે જનઆંદોલન ઉભું કર્યું. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે 550 કરતા વધારે રજવાડાને, રિયાસતોને જોડ્યા. અને ગયા કેટલાક વર્ષોમાં ગુજરાતનો મંત્ર રહ્યો છે, ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ. આજે ગુજરાતના મોડલની ચર્ચા ચાલે છે. ચાહે સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચરની વાત હોય, ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રકચરની વાત હોય, ગુજરાતના લોકો દેશની સામે એક બહેતરીન મોડલ પ્રસ્તુત કરી રહ્યા છે.
આજે ગુજરાત વિકાસના અનેક માપદંડોમાં ખુબ આગળ છે.
આજે ગુજરાત પોર્ટ કાર્ગો હેન્ડલ કરવામાં દેશમાં નંબર-એક છે.
આજે ગુજરાત એક્સપોર્ટના મામલે દેશમાં નંબર-એક છે.
આજે ગુજરાત લોજિસ્ટીક પરફોર્મન્સમાં નંબર-એક છે.
આજે ગુજરાત નમક ઉત્પાદન, મીઠાના ઉત્પાદનમાં દેશમાં નંબર-એક છે.
આજે ગુજરાત રૂફ-ટોપ સોલર પાવર જનરેશનમાં દેશમાં નંબર-એક છે.
આજે ગુજરાત દુનિયાના સૌથી મોટા સોલર હાઈબ્રિડ પાર્ક બનાવી રહ્યો છે.
આજે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે.
આજે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં છે.
આજે પુરી દુનિયામાં સૌથી વધારે હીરા, અગર ક્યાંય પોલિશ થતા હોય તો આપણે ત્યાં થાય છે.
આજે હિન્દુસ્તાનની અંદર લેબ-ગ્રોન ડાયમન્ડ, એમાં ગુજરાત લીડ કરી રહ્યું છે.
આજે આઝાદીના અમૃતકાળમાં ભારતને નવી ઊંચાઈ પર લઈ જવાનું કામ ગુજરાત તેજ ગતિથી કરી રહ્યું છે, અને પોતાની ભુમિકા નિભાવી રહ્યું છે. અહીંયા ગુજરાતમાં અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી ભાઈશ્રી ભુપેન્દ્રભાઈની સરકાર અને દિલ્હીમાં આપનો આ સેવક, ગુજરાતમાં આ ડબલ એન્જિનનો પાવર જોવા મળે છે. અને ગુજરાતે આ દરેક અવસરનો લાભ ઉઠાવવાનો છે, ભાઈ.
અને સુખદ સંયોગ છે કે ગુજરાતમાં અત્યારે જ્યારે ચુંટણી ચાલી રહી છે, જ્યારે ગુજરાતમાં ચુંટણીનું ગઈકાલે પહેલું મતદાન હતું. એ જ વખતે ભારત જી-20ના દેશોના સમૂહનું નેતૃત્વ સંભાળી રહ્યું છે. આ જી-20 દેશો એટલે, દુનિયાની 75 ટકા અર્થવ્યવસ્થાનું સંચાલન જે લોકો કરે છે, એવા દેશો છે. એના મુખીયા તરીકે હવે ભારતને તક મળી છે. અને ગુજરાત માટે પણ એક મોટો મોકો છે, ભાઈઓ.
એ વાત સાચી છે કે આ બધું થઈ રહ્યું છે ને વિકાસ. વિકાસ થાય એટલે કોંગ્રેસની તબિયત બગડે જ. ગુજરાતના લોકો અહીંના ઉદ્યમીઓ, અહીંના કારોબારીઓ, દસકો જુનો કોંગ્રેસનો એમને અનુભવ છે. દેશની અર્થવ્યવસ્થાને કેટલી હાનિ પહોંચાડી છે, એ જાણકારો જાણે છે. 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો, ત્યારે દુનિયાની અર્થવ્યવસ્થામાં આપણે છઠ્ઠા નંબરે હતા. 2014માં જ્યાં સુધી કોંગ્રેસ રાજ કરતી હતી, આપણે દસમા નંબરે પહોંચી ગયા હતા.
70 વર્ષમાં, કોંગ્રેસે જે નીતિઓ બનાવી, વધારે સમય એમણે જ રાજ કરવા મળ્યું. અને એનું પરિણામ એ હતું કે દેશની અર્થવ્યવસ્થા કોંગ્રેસના કાળમાં છથી દસ પહોંચી ગઈ હતી. કોંગ્રેસનો સમય પરિવારવાદ, તૃષ્ટિકરણ, હજારો કરોડના ગોટાળા, લાખો કરોડના ગોટાળા, એમાં જ ગયો.
2014માં આપે મને આદેશ આપ્યો, હું દિલ્હી ગયો, ભાજપની સરકાર બની. અને સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે દેશમાં એક નવી ચેતના લાવવાનો પ્રયાસ કર્યો. અને પરિણામ શું થયું? આઠ જ વર્ષમાં, અમદાવાદના ભાઈઓ તો ગણતરીબાજ હોય, તો જો જો... આઠ જ વર્ષમાં દસ નંબરની અર્થવ્યવસ્થા પહોંચી ગઈ હતી, એને આપણે પાંચ નંબર પર લઈ આવ્યા.
આજે દુનિયામાં આપણે પાંચ નંબર પર પહોંચી ગયા છીએ. અને દસમાંથી નવ થયા, નવમાંથી આઠ નંબર પર આવ્યા, આઠ નંબરથી સાત નંબર પર આવ્યા. સાત નંબરથી છ નંબર પર આવ્યા, આ દેશમાં કોઈ ચર્ચા ના થઈ. પણ જ્યારે છમાંથી પાંચ થયા ને દેશમાં એક જબરજસ્ત સળવળાટ થયો, ઊર્જા આવી ગઈ.
કારણ? આ છ નંબરથી પાંચ નંબર પર, એવું શું હતું કે આટલો બધો એકદમ ઉત્સાહ આવી ગયો? કારણ બહુ મહત્વનું હતું. અઢી સો વર્ષ સુધી જે અંગ્રેજોએ આપણા ઉપર રાજ કર્યું હતું. એ પહેલા પાંચ નંબર ઉપર હતા, એમને ખસેડીને આપણે પાંચ પર આવ્યા ને, એનો આનંદ હતો.
વધતી જતી અર્થવ્યવસ્થા રોજગાર માટે અવસર ઉભા કરી રહી છે. ગુજરાત દરેક સેક્ટરમાં આના ફાયદા મળી રહ્યા છે. કોંગ્રેસમાં અને ભાજપની સરકારમાં મૂળભૂત એપ્રોચમાં ફરક છે, ભાઈ. દેશની સેવાને લઈને, દેશના પ્રતિ જે વિચારવાની પદ્ધતિ છે, એમાં કોંગ્રેસ અને ભાજપમાં મોટો ફરક છે. કોંગ્રેસ માટે પરિવાર પહેલા, ભાજપ માટે દેશ પહેલા. કોંગ્રેસ દેશના સામર્થ્યને ક્યારેય સમજી જ નથી શકી,
કોંગ્રેસના નેતા, પહેલા વિદેશીઓ જ્યારે બહારથી આવે, ત્યારે આપણે ત્યાં ઝુગ્ગી, ઝુંપડીઓ બતાવે, પેલા સાપ-નોળીયાવાળા લોકોને બતાવે. આજે ભાજપ સરકાર વિદેશમાંથી લોકો આવે, તો જુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જુએ, દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ જુએ, રિવરફ્રન્ટ જુએ, આ મારું દાંડી સ્મારક જુએ. કોંગ્રેસ સરકારમાં ગરીબોના પૈસા, એમના સુધી પહોંચતા જ નહોતા. વચ્ચે જ બધું ઉપડી જતું હતું.
અને કોંગ્રેસના નેતા, એક પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દિલ્હીથી અમારો એક રૂપિયો નીકળે છે, તો પંદર પૈસા પહોંચે છે. ભઈ આ કયો પંજો 85 પૈસા ઘસી નાખતો હતો? કારણ કે એ વખતે પંચાયત પણ કોંગ્રેસની, નગરપાલિકાઓ પણ કોંગ્રેસની, જિલ્લા પંચાયતો પણ કોંગ્રેસની, વિધાનસભા કોંગ્રેસની, સંસદ કોંગ્રેસની, સરકારો કોંગ્રેસની, અને છતાંય રૂપિયો નીકળે ને પંદર પૈસા પહોંચતા હતા. આ કયો પંજો હતો, જે રૂપિયો ઘસી નાખતો હતો, ભઈલા?
આ ભાજપની સરકાર આવી. અમે ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર, ડી.બી.ટી. 26 લાખ કરોડ રૂપિયા કરતા વધારે સીધેસીધા દેશના નાગરિકોને જુદી જુદી યોજનાઓ અંતર્ગત એમના ખાતામાં જમા કર્યા. 26 લાખ કરોડ રૂપિયા. અને દિલ્હીથી રૂપિયો નીકળે ને, એના ખાતામાં સોએ સો પૈસા જમા થાય. એક રૂપિયાના 15 પૈસા વાળા ખેલ બધા બંધ થઈ ગયા. જ્યારે નેક નિયત હોય, સેવાનો ભાવ હોય, ત્યારે જનતા જનાર્દનનું ભલું કરવા માટેના જ કામ થતા હોય છે.
આજે દુનિયામાં ભારતની સાખ વધી છે, ભાઈઓ. ભારતની આબરુ વધી છે. કોંગ્રેસ સરકારમાં કોઈ આતંકી ઘટના બને, તો દુનિયાની મદદ માટે ગુહાર લગાવવી પડતી હતી. મદદ કરો... મદદ કરો... આજે ભાજપ સરકાર, આપણી સેનાઓ, આતંકીઓને ઘરમાં જઈને મારે છે. આજે ભારત મદદ માગવા માટે હાથ નથી ફેલાવતો. દુનિયાની મદદ કરવા માટે હાથ લંબાવે છે.
કોરોનાકાળમાં તમે જોયું, કેવી રીતે આપણો દેશ દુનિયાભરના લોકોને મદદ કરતો હતો. આપણે વંદે ભારત અભિયાન ચલાવ્યું. વંદે ભારત અભિયાન ચલાવીને સહીસલામત દુનિયાના દેશોમાં, જ્યાં જ્યાં હિન્દુસ્તાનના લોકો ફસાણા હતા, એમને વાપીસ લઈ આવ્યા. અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનનું મોટું સંકટ આવ્યું, ભારતના લોકો, આપણા ગુરુદ્વારાઓ, બધું મુસીબતમાં હતું. આપણે જઈને ત્યાંથી સહીસલામત લોકોને લઈ આવ્યા.
યુક્રેનમાં... યુક્રેનમાં બોમ્બધડાકા ચાલતા હતા, ચારે તરફ લડાઈ હતી, ઘરની બહાર ડોકીયું ના કરાય, એવી સ્થિતિ હતી. 20,000 કરતા વધારે આપણા બાળકો ત્યાં હતા. આપણા દેશની તાકાત જુઓ, યુક્રેનમાં તિરંગો ઝંડો હાથમાં લઈને આપણા જવાનીયાઓને આપણે બહાર લઈ આવ્યા. ભારતનો તિંરગો સુરક્ષાની ગેરંટી બની ગયો, ભાઈ.
2014થી દુનિયાના ઈસ્લામિક દેશો, એની સાથે આપણો ઘનિષ્ઠ સંબંધ બન્યો. આજે સાઉદી અરબ હોય, યુનાઈટેડ આરબ અમીરાત હોય, અથવા તો બહેરીન, મારા માટે ગર્વની વાત છે, કોઈ પણ ગુજરાતીને ગર્વ થાય. એ દેશોના જે મોટામાં મોટાં જે સન્માન હતા, એ સન્માનથી મને નવાજવા માટેનો એમણે કદમ ઉઠાવ્યું. કોઈ પણ ગુજરાતીને ગર્વ થાય. અને હવે સાઉદી અરબમાં, આપને જાણીને આનંદ થશે, એના ઓફિસિયલ સિલેબસમાં સાઉદી અરબમાં, યોગાનું ભણતર ભણાવવામાં આવે છે. યોગાના ક્લાસ ચલાવવામાં આવે છે. બહેરીન અને યુ.એ.ઈ.માં, અબુધાબીમાં, ભારતના હિન્દુઓના મંદિરો બની રહ્યા છે, ભાઈઓ.
આજે પુરી દુનિયાની નજર ભારત ઉપર છે. ભારતના સામર્થ્ય ઉપર છે.
દેશનું આ સામર્થ્ય દુનિયાભરમાં, આજે ભારતની આબરુ વધી છે કે નથી વધી, ભાઈઓ?
(ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી જવાબ આપો, આ બાજુથી...
(ઑડિયન્સમાંથી હા...)
આબરુ વધી છે કે નથી વધી?
(ઑડિયન્સમાંથી હા...)
અમેરિકામાં હિન્દુસ્તાનનો ડંકો વાગે છે કે નથી વાગતો?
(ઑડિયન્સમાંથી હા...)
ઈંગ્લેન્ડમાં હિન્દુસ્તાનનો ડંકો વાગે છે કે નથી વાગતો?
(ઑડિયન્સમાંથી હા...)
યુરોપમાં પણ ભારતનો જયજયકાર છે કે નથી?
(ઑડિયન્સમાંથી હા...)
કેનેડામાં છે કે નહિ?
(ઑડિયન્સમાંથી હા...)
ઓસ્ટ્રેલિયામાં છે કે નહિ?
(ઑડિયન્સમાંથી હા...)
કારણ શું?
(ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કારણ શું?
(ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કારણ શું, ભઈલા?
(ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
જી, નહિ, મોદી નહિ.
આ બધું તમારા એક વોટના કારણે થયું છે.
આ તમારા વોટની તાકાત છે ને, એટલે દુનિયામાં ડંકો વાગે છે.
ભાઈઓ, બહેનો,
આ દેશનો કરદાતા, ઈમાનદારીથી કર ભરવા તૈયાર છે. પરંતુ કોંગ્રેસના કાળમાં જે ભ્રષ્ટાચારના ભોરીંગ હતા ને, એના કારણે કરદાતા પણ ખચકાતો હતો. આજે ભાજપની સેવાપ્રવૃત્તિ જોઈને કરદાતા પણ ખુલ્લા મનથી કર આપી રહ્યા છે. આ વોટની તાકાત છે. અને હું તમને એક વિસ્તારથી ઉદાહરણ આપવા માગું છું. ભારતના ઈમાનદાર કરદાતાઓ, દેશ માટે યોગદાન આપવા માટે ક્યારેય પાછી પાની નથી કરી. 1947થી દેશને જેવી જેવી જરુરત પડી, આ દેશના કરદાતાઓએ પોતાનું દાયિત્વ નિભાવ્યું છે, યોગદાન આપ્યું છે.
જ્યારે દેશ પર મોટા મોટા સંકટો આવ્યા, આપણી માતાઓ, બહેનો, એમના મંગલસૂત્ર દેશ માટે સોંપી દેતા હતા, એ આ દેશે જોયું છે, ભાઈઓ. પરંતુ કોંગ્રેસ સરકારે શું કર્યું? એમણે કરદાતાના હજારો કરોડ રૂપિયા, ગોટાળા, ગફલા, બેઈમાની, પોતાનો પરિવાર, નાતે, રિશ્તેદાર, સુખ-સમૃદ્ધિ, અંગત જ બધું... ભોગવો... આયું છે કે આવશે... લૂંટો... ઈમાનદાર કરદાતાઓના પૈસા બરબાદ કરવાનું કામ કોંગ્રેસની સરકારોની ઓળખ બની ગઈ.
ભાઈઓ, બહેનો,
2014માં આપે જ્યારે ભાજપ પર ભરોસો મૂક્યો, અને મને દિલ્હી જવાનો આદેશ આપ્યો. આજે જુઓ, આ જ કરદાતાના પૈસા આજે ગરીબો માટે પાકા ઘર બને, દરેક ઘરમાં શૌચાલય બને, દરેક ઘરમાં વીજળી પહોંચે, દરેક ઘરમાં ગેસનું કનેક્શન આવે, દરેક ઘરમાં નળથી જળ આવે, ગામડે ગામડે સડકો બને, પુરી દુનિયામાં, ભાઈઓ, બહેનો, સો વર્ષમાં ના આવી હોય એવી ભયંકર મહામારી આવી. આખી દુનિયા હજુ હલી ગઈ છે, ને હજુ એના ટાંટીયા ઠેકાણે નથી પડતા.
આટલી મોટી આફત આવી. આખી દુનિયાને હલાવી દીધું. અમીરથી અમીર દેશો પણ, સમૃદ્ધ દેશો પણ મુસીબતોનો શિકાર થઈ ગયા. પરંતુ ભારત, એને જે કરદાતાઓએ પૈસા આપ્યા ને, એનું શું કર્યું? ક્યાં મૂક્યા? હજારો કરોડ રૂપિયા આપણી પોતાની વેક્સિન બનાવી અને એકેએક દેશવાસીને મફતમાં વેક્સિન લગાવી, ભાઈઓ.
તમારે બધાને વેક્સિન લાગી કે ના લાગી?
(ઑડિયન્સમાંથી હા...)
વેક્સિન લાગી કે ના લાગી?
(ઑડિયન્સમાંથી હા...)
એક કાણી પાઈનો ખર્ચો થયો?
(ઑડિયન્સમાંથી ના...)
તમારી જિંદગી બચાવવાનું કામ થયું કે ના થયું?
(ઑડિયન્સમાંથી હા...)
તમારો પરિવાર બચાવવાનું કામ થયું કે ના થયું?
(ઑડિયન્સમાંથી હા...)
ભાઈઓ, બહેનો,
3 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરીને... આ કોરોનાની ભયંકર આફતમાં દિલ્હીમાં તમારો આ દીકરો બેઠો હતો ને, એ સૂતો નહોતો, સૂતો નહોતો. એટલા માટે કે ગરીબનું છોકરું ભુખ્યું ના સૂઈ જાય. એના માટે તમારો આ દીકરો ઉજાગરા કરતો હતો. અને 80 કરોડ દેશવાસીઓને મફત અનાજ આપ્યું.
એટલું જ નહિ, હમણા જે ભુપેન્દ્રભાઈ વર્ણન કરતા હતા, વન નેશન, વન રેશન કાર્ડ. આના કારણે, ઉત્તર પ્રદેશનો કોઈ માણસ અમદાવાદ આવે, તો એને નવું રેશન કાર્ડ કરવાની જરુર નહિ. બિહારનો ભાઈ કોઈ અમદાવાદ આવે, એને નવું રેશન કાર્ડ કઢાવવાની જરુર નહિ. એ ચેન્નાઈ જાય, નવું રેશન કાર્ડ કઢાવવાની જરુર નહિ. એ કલકત્તા જાય, એને નવું રેશન કાર્ડ કઢાવવાની જરુર નહિ.
આપણે ડિજીટલી રેશન કાર્ડ આપી દીધું. હિન્દુસ્તાનના કોઈ પણ ખુણે જાય, એ પોતાના અનાજ મેળવવા માટેનો હક્કદાર બની જાય. આ કામ કર્યું.
આ મહામારીના સમયે હજારો કરોડ રૂપિયા ભાજપ સરકારે સીધા બહેનોના ખાતામાં જમા કર્યા, સીધા... અને શરૂઆતના દિવસોમાં જ કર્યા.
આયુષ્માન ભારત યોજના, એના અંતર્ગત 60,000 કરોડ રૂપિયાથી વધારે ગરીબોને મફત ઈલાજ માટે લગાવ્યા. આપ વિચાર કરો, ભાઈઓ. ગરીબને ઘરમાં માંદગી આવે ને, તો એનું બધું રહ્યું-સહ્યું બિચારાનું લૂંટાઈ જાય. કાંઈ બચે નહિ. પાંચ-દસ વર્ષ સુધી ઉભો ના થઈ શકે.
આપણે આયુષ્માન યોજના લાવ્યા. ગરીબને વર્ષે 5 લાખ રૂપિયા સુધી હોસ્પિટલનું કંઈ પણ બિલ આવે તો એ બિલ તમારો આ દીકરો ભરશે, આની વ્યવસ્થા કરી છે. અને, આજે માનો, તમારી 30 વર્ષની ઉંમર હોય, અને માનો તમે 80 વર્ષ જીવ્યા, તો આ 50 વર્ષ સુધી દર વર્ષે 5 લાખ. આટલી બધી તમારા ખાતે જવાબદારી આ મોદી સરકારે લીધેલી છે, ભાઈઓ, આ કામ અમે કરેલું છે.
ભાઈઓ, બહેનો,
આપણા ગરીબ કિસાનોને, આપણા દેશમાં ખબર છે કે, અહીંયા ઘણા લોકો એવા હશે કે મૂળ ગામડાના હશે, ખેતી હશે, અહીંયા મજુરી કરતા હશે. વીઘુ, બે વીઘુ જમીન હોય, સિંચાઈના સાધનો ના હોય, વરસાદ પડે એટલું પાકે. આવા કિસાનોનું કોણ ચિંતા કરે, ભાઈ?
પીએમ કિસાન સન્માન નિધિ શરૂ કરી આપણે. વર્ષમાં ત્રણ વાર બબ્બે હજાર રૂપિયા એના ખાતામાં જાય. બિયારણના ટાઈમે જાય, ખાતરના ટાઈમે જાય, દવાઓના ટાઈમે જાય. એને જરુરત પડે ત્યારે ટેકો થઈ જાય. 2 લાખ કરોડ રૂપિયા આ ખેડૂતોના ખાતાઓમાં જમા કરાવી દીધા છે, ભાઈઓ.
અને એક કાણી પાઈનો ગોટાળો નહિ, એક કાણી પાઈનો ગોટાળો નહિ. અને પુરી દુનિયા, આપણે આજે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ ને, એના ગુણગાન કરી રહી છે, આપણી વ્યવસ્થાનો સ્વીકાર થઈ રહ્યો છે. કોઈ પણ દેશ ભાઈ, ત્યારે જ ચાલે, જ્યારે તમે એના ઉપર વિશ્વાસ કરો.
તમારા પરિવારમાં પણ કોઈ કામ કરનારો માણસ હોય, તમારે એની પર વિશ્વાસ કરવો પડે, ભાઈ. તમારો ડ્રાઈવર હોય તો વિશ્વાસ કરવો પડે. શેઠ નોકર પર વિશ્વાસ કરે, નોકર શેઠ પર વિશ્વાસ કરે. દુનિયાનો નિયમ છે, ભાઈ.
પણ કોંગ્રેસની જે માનસિકતા હતી, એ પોતાની જાતને સત્તાના નશામાં એવા ડૂબેલા, અહંકારમાં એવા ડૂબેલા હતા કે એમને આ દેશની જનતા પર વિશ્વાસ જ નહોતો, ભરોસો જ નહોતો. દેશની જનતા પર કોઈ ભરોસો કરવાનો જ નહિ. એટલે કાયદા, નિયમો એવા બનાવે કે બધું સરકાર જ કરે, અને કાયદામાં લોકો ઉલઝાયેલા રહે.
આપણે આ બધું કાઢી નાખવા મંડ્યા છીએ. એક પછી એક સફાઈ અભિયાન મારું ચાલી રહ્યું છે. કારણ? હું આ દેશના નાગરિકો પર ભરોસો કરું છું. ભાઈઓ, બહેનો, આપના પર મારો ભરોસો છે. આપની ઈમાનદારી પર ભરોસો છે. આપના સામર્થ્ય પર ભરોસો છે.
તમે વિચાર કરો કે પહેલા કેવું હતું, તમે સરકારમાં કોઈ અરજી કરો ને તો તમારે પેલું સર્ટિફિકેટ હોય ને એને એટેસ્ટ કરવું પડે, સર્ટિફાઈડ કરાવવું પડે. તો કોઈ એમએલએને ત્યાં જાઓ, કોર્પોરેટરને ત્યાં જાઓ, મામલતદારને ત્યાં જાઓ અને એ સિક્કો મારી આપે તો જ સાચું.
કેમ, ભઈ? આ દેશનો નાગરિક ખોટો છે?
મેં કહ્યું, કે કોઈ નિયમ નહિ, કોઈની સહીની જરુર નથી. તમારે મોકલી આપજો હું માની લઈશ. બધું બંધ કરાવી દીધું, ભાઈ. આ કાગળ ઉપર એટેસ્ટ કરવાની આખી વ્યવસ્થા જ ખતમ કરી દીધી.
ભારતીય જનતા પાર્ટી એ દેશના યુવા ઉપર ભરોસો કર્યો. પહેલા બોલો, ત્રીજા અને ચોથા વર્ગના ઈન્ટરવ્યુ ચાલે.
ઈન્ટરવ્યુ એટલે શેના માટે ઈન્ટરવ્યુ, ભાઈ?
કાકા, મામાનો શોધવા માટે.
કોઈ કટકી-કંપની આવી જાય.
ઈન્ટરવ્યુ આવ્યો છે, લાવો હું ગોઠવી દઉં.
મેં કહ્યું, ઈન્ટરવ્યુ જ બંધ ભાઈ.
એને દસમા, બારમાની પરીક્ષા આપી હોય, એની માર્કશીટ જોઈ લો.
કોમ્પ્યુટરને પુછો, જેના સારા માર્ક હોય, એને આપી દો. ઓર્ડર આપી દો. ઈન્ટરવ્યુ બંધ કરી દીધા.
ભ્રષ્ટાચાર ગયો. કારણ, અમારો યુવાનો પર ભરોસો હતો, ભાઈઓ. જ્યારે ભરોસો કરીએ, એટલા માટે અમે મોટું કામ કર્યું. દોઢ હજાર કાયદા ખતમ કરી નાખ્યા મેં. કાઢી જ નાખ્યા, મેં કહ્યું કે મને મારા દેશ પર ભરોસો છે, મારા દેશના નાગરિક પર ભરોસો છે. મારે કોઈ આવા કાયદાઓની જરુર નથી. અમે આ દેશના વેપારી, કરદાતાઓ પર ભરોસો કરીએ છીએ.
40,000 એવા કોમ્પ્લાયન્સીસ હતા, એગ્રીકલ્ચરલ વિભાગ હોય, એક માગે, હોમવાળો બીજું માગે, ઉદ્યોગવાળો ત્રીજું માગે, આપ્યા જ કરો, કાગળીયા...
મેં કહ્યું, બંધ બધું.
આ બધા જ કોમ્પ્લાયન્સ માગવાનું બંધ કરો.
એક વાર આવે, જેને જોઈએ, અંદરઅંદર આપી દેજો, નાગરિકોને હેરાન ના કરો.
ભાજપે વ્યાપારીઓ, કારોબારીઓ પર ભરોસો કરે.
કંપની એક્ટની અંદર મેં સુધારા કર્યા. નવા સુધારા કર્યા. એમાં શું કર્યું... ? પહેલા એવું હતું. તમને આશ્ચર્ય થશે... નાનું તમારું કારખાનું હોય, અને પાંચ લોકો, માનો તમારા ત્યાં કામ કરતા હોય. અને તમારા ત્યાં સંડાસ-બાથરુમને તમે છ મહિને જો ધોળાયું ના હોય ને તો તમને 6 વર્ષની સજા થાય, બોલો.
આવા આવા કાયદા. આપણે આ બધા, જેલમાં લઈ જવાવાળા કાયદા ખતમ કરવા બેઠા છીએ. જેથી કરીને સામાન્ય માણસ સુખેથી જીવે, ભાઈઓ.
આપણો ટેક્સ-પેયર, એના જીવનમાં લાભ, મુસીબત ના આવે. હવે ઈન્કમટેક્સ એસેસમેન્ટ, ફેસલેસ કરી નાખ્યું. અમદાવાદવાળાનું એસેસમેન્ટ ગૌહાતીમાં ચાલતું હોય, ગૌહાતીવાળાનું ગોવામાં ચાલતું હોય, ગોવાવાળાનું ચેન્નાઈ. ખબર જ ના હોય. કાગળીયા જુઓ અને નક્કી કરો, ભાઈ.
અરે, મારી તો, આ લારી-ગલ્લાવાળા ઉપર પણ મને ભરોસો. મારા પાથરણાવાળા ઉપર ભરોસો. પાથરણા પર ફુટપાથ પર માલ વેચતા હોય ને, એના પર ભરોસો. આપણે સ્વનિધિ યોજના બનાવી, પીએમ સ્વનિધિ યોજના, એમાં કોઈ પણ ગેરંટી વગર લારી-ગલ્લાવાળાને બેન્કમાંથી પૈસા મળે. આ ફુટપાથ પર પાથરણા પર જે વેપાર કરતા હોય એને બેન્કમાંથી પૈસા મળે. અને 10,000થી 50,000 રૂપિયા સુધીની રકમ આ પાથરણા, લારી-ગલ્લાવાળાઓને બેન્કમાંથી આપી.
આ લારી-ગલ્લાવાળા બિચારા ભાઈઓ મારા, સવારમાં પેલા વ્યાજખોર પાસેથી પૈસા લેવા જાય, હજાર રૂપિયા જોઈએ એને, તો પેલો 100 રૂપિયા સવારમાં જ કાપી લે અને 900 આપે, પછી સાંજે જઈને જમા કરાવવાના, ને 1,000 જમા કરાવવાના. આટલા બધું વ્યાજ પડાવી લે. એના બિચારાને વ્યાજના ચક્કરમાંથી બહાર નીકળે નહિ.
આપણે નક્કી કર્યું, એને પૈસા આપો. ડિજીટલી લેન-દેન કરે. અને બરાબર કારોબાર કરે તો વ્યાજ માફ કરી દેવાનું. અને આજે લાખો, લાખો મારા લારી-ગલ્લાવાળા ભાઈઓને, પાથરણાવાળા ભાઈઓને બેન્કમાંથી પૈસા અપાવું છું.
ભાજપે મહિલાઓના સશક્તિકરણ માટે આપણા ગુજરાતમાં સખી મંડળો. એના પર ભરોસો કર્યો, આખા દેશમાં. વગર ગેરંટીએ 20 લાખ રૂપિયા બહેનોને ઋણ આપીએ છીએ આપણે. એના કારણે એને કામ કરવાની તાકાત મળે છે.
નાના વેપારીઓ હોય, બહેન દીકરીઓ હોય, યુવાનો હોય, એના પર ભરોસો કરીને આપણે મુદ્રા યોજના બનાવી. મુદ્રા યોજના અંતર્ગત 20 લાખ કરોડ રૂપિયા આ દેશના જુવાનીયાઓને આપ્યા, અને મારા માટે ગર્વનો વિષય છે કે સમય પર એ લોકો પૈસા ચુકવી રહ્યા છે. પોતે વેપારી બન્યા છે, ઉદ્યોગપતિ બન્યા છે. આત્મનિર્ભર બન્યા છે. કોઈના પર ડીપેન્ડન્ટ નથી, ભાઈઓ.
આત્મનિર્ભર ગુજરાત માટે આત્મનિર્ભર ભારત બનાવવા માટે સંકલ્પ લઈને આપણે ચાલી રહ્યા છીએ. અને આજે આત્મનિર્ભર બનવાનું મહત્વ કેટલું છે, એ આ કોરોનાકાળમાં આપણે બરાબર સમજી ગયા છીએ.
દુનિયાની મોટામાં મોટી હવાઈ જહાજ બનાવનારી કંપની તમારા ગુજરાતની અંદર હવાઈ જહાજ બનાવશે. દુનિયાની સોથી મોટી સેમી કન્ડક્ટર બનાવનારી કંપની હવે આપણા ગુજરાતમાં સેમી કન્ડક્ટર બનાવવાની છે. આજે ગુજરાતમાં સાઈકલ પણ બને, મોટર સાઈકલ પણ બને, કાર પણ બને, હવાઈ જહાજ પણ બને. આ તાકાત ગુજરાતે ઉભી કરી છે, ભાઈઓ. આપણે આલુ-ચિપ્સની વાતો સાંભળતા હતા. હવે માઈક્રો-ચિપ્સ બનાવવાનું કામ આ ગુજરાતની ધરતી પર થયું છે, ભાઈઓ.
નવા ભારતની સફળતા માટે દુનિયા આજે ભારતના સામર્થ્યનો સ્વીકાર કરી રહી છે. ડિજીટલ ઈન્ડિયાની ચર્ચા આખી દુનિયામાં થાય છે. હમણા હું જી-20 સમીટમાં ઈન્ડોનેશિયા, બાલી ગયો હતો. ભારતના ડિજીટલ ઈન્ડિયા વિશે સમજવા માટે લોકો તો આતુર હતા. ડિજીટલ ઈન્ડિયાથી જે સુવિધાઓ મળી છે. કરપ્શનથી મુક્તિ મળી છે. ટ્રાન્સપરન્સી આવી છે. એ કામ આપણે કર્યું છે. કરપ્શન ગયું, કરપ્શન સે મુક્તિ મળી રહી છે. એ કામ આપણે કરી રહ્યા છીએ. અને એક પુરી નવી ડિજીટલ ઈકોનોમી વિકસિત થઈ રહી છે.
ભાજપ સરકારે ઈન્ટરનેટ, સૌના માટે સસ્તામાં સસ્તું ઈન્ટરનેટ. દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ક્યાંય હોય તો હિન્દુસ્તાનમાં છે, ભાઈઓ. કોંગ્રેસના જમાનામાં તમારી પાસે મોબાઈલ હોત તો તમારું બિલ 3થી 4,000 રૂપિયા આવતું હોત. આ મોદીના રાજમાં માત્ર 300 રૂપિયા બિલ આવે, એટલું એવું કામ કરી દીધું છે. અને ડિજીટલ સર્વિસનું મોટું નેટવર્ક ગામડેગામડે ઉભું કરવાનું આપણે કામ કર્યું છે.
યુવાન દીકરા, દીકરીઓને કોમન સર્વિસ સેન્ટર દ્વારા સેવાઓ મળે, એનું કામ આપણે ઉભું કર્યું છે. ફોન સસ્તા. ફોન તો મફત... અહીં બિહારનો કોઈ ભાઈ કામ કરતો હોય, સાંજ પડે ઘેર અડધો કલાક વાત કરે, એક કાણી પાઈનું બિલ ના આવે. નીતિઓના કારણે આ થયું છે, ભાઈઓ.
અને મારો આપ સૌને આગ્રહ છે કે તમે તમારા મોબાઈલની જરા ફ્લેશલાઈટ ચાલુ કરો ને ભાઈ.
બધા મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરો.
ફ્લેશલાઈટ ચાલુ કરો.
કરો તો...
આજે રોશની દેખાય છે ને ભાઈઓ,
આ તેજ ગતિથી આગળ વધતા ગુજરાતની રોશની છે, ભાઈઓ.
આ ગુજરાતની તાકાતના દર્શન કરાવે છે.
આ પ્રકાશ દેશને નવો પ્રકાશ આપી રહ્યો છે.
2014માં... સાથીઓ, તમારા હાથમાં મોબાઈલ ફોન છે ને, 2014માં આ દેશમાં બે જ ફેકટરીઓ હતી. આજે 200 ફેકટરી છે, 200 ફેકટરી. મોબાઈલ ફોન, એની દુકાન નહોતી જોવા મળતી, આજે એના કારખાના છે. અને વિદેશમાં ભારતનો મોબાઈલ જઈ રહ્યો છે. 8 વર્ષ પહેલાં ફોન આપણે ઈમ્પોર્ટ કરતા હતા. આજે હજારો કરોડ રૂપિયાના ફોન એક્સપોર્ટ કરી રહ્યા છીએ, ભાઈઓ.
ડિજીટલ ઈન્ડિયા રોજગાર. આનું એક મોટું માર્કેટ તૈયાર થઈ ગયું છે. આના માટે આપણે કામ કરી રહ્યા છીએ. અને આજ ભારત સરકારની વિશેષતા જુઓ. અને કોંગ્રેસના જમાનાને યાદ કરો. 2-જી ટેકનોલોજી. વિદેશથી લાવ્યા, ગોટાળા કર્યા. આપણે 5-જી ટેકનોલોજી ભારતમાં, આત્મનિર્ભર ભારતમાં. અને ગુજરાતમાં તો બધા જિલ્લામથકો ઉપર 5-જી પહોંચી ગયું.
ભાઈઓ, બહેનો,
ગુજરાત દેશના રાજ્યોમાં પ્રગતિ કરી રહ્યું છે, અને વિકાસ માટે ભાઈઓ, શાંતિ અનિવાર્ય છે. હમણા ભુપેન્દ્રભાઈએ બધું વર્ણન કર્યું. કેવી અશાંતિ હતી? વાર-તહેવારે કેવા હુલ્લડો થતા હતા? કેવી રીતે કરફ્યુથી જિંદગી જીવાતી હતી. આ બધી બાબતો હમણા ભુપેન્દ્રભાઈએ યાદ કરાવી છે.
સમૃદ્ધિના રસ્તે જવા માટેનો એક, પહેલી શરત હોય છે, સુરક્ષા. સુરક્ષા વિના... અગર જો અપરાધ હોય, આતંક હોય, હિંસા હોય, જીવન પર સંકટ હોય તો ક્યારેય વિકાસ ના થાય, ક્યારેય સમૃદ્ધિ ના આવે, જે હોય એય બરબાદ થઈ જાય.
અમદાવાદમાં કેટલાંક વર્ષો પહેલાં સીરિયલ બોમ્બધમાકા, આ બધું ભુલાય એવું નથી, ભાઈ. આપણે આ દિવસો પાછા નથી આવવા દેવાના. મહેનત કરીને ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. આ સ્થિતિ શાંતિપૂર્ણ બને, અને શાંતિપૂર્ણ જીવન, શાંતિ, એકતા અને સદભાવના સાથે જીવન વધે, એના માટે સંકલ્પ લઈને આપણે કામ કરી રહ્યા છીએ.
આ બોમ્બ, બંદુક અને પિસ્તોલનું જે દુષ્ચક્ર હતું, એને ફરી ક્યારેય ગુજરાતમાં પેસવા નથી દેવાનું. આજે જે લોકો બહારથી ગુજરાતમાં આવે છે, એ ગુજરાતની સુરક્ષાનું વાતાવરણ જોઈને ગર્વ અનુભવે છે. હમણા થોડા દિવસ પહેલાં ખેલકૂદ માટે દેશભરના લોકો આવ્યા હતા. આખી રાત ફરતા હતા, એમને આશ્ચર્ય થતું હતું.
ભાઈઓ, બહેનો,
આજે પરિવાર સાથે રાત્રે બે વાગે તમને લોકો ફરતા જોવા મળે, એ ગુજરાતનું વાતાવરણ છે. અને એને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ.
હમણા દેશના આધુનિકરણ તરફ ભાજપ સેવાભાવ સાથે મોટા લક્ષ્યોથી દિન-રાત કામ કરી રહ્યું છે. 100 લાખ કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રકચર માટે પીએમ ગતિ-શક્તિ યોજના દ્વારા આપણે આગળ વધારી રહ્યા છીએ. અને કોંગ્રેસના રાજમાં જે લટકવું, ભટકવું, અટકવું, આ આખોય કારોબાર બધો ખતમ કરી નાખ્યો અને તેજ ગતિથી વિકાસ થાય એના માટે આજે આપણે કામ કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
આજે ગિફ્ટ સિટી હોય, ધોલેરા હોય, સ્માર્ટ સિટી હોય, સ્ટાર્ટ-અપની દુનિયા હોય, આજે દેશ એક નવી ઊંચાઈ પર જઈ રહ્યો છે, અને એના માટે ગુજરાત એનો અવસર લે. ગુજરાત એનો વધારેમાં વધારે લાભ લે. એટલા માટે ગુજરાતમાં મજબુત સરકાર જોઈએ.
ભાઈઓ, બહેનો,
એક કામ કરશો?
(ઑડિયન્સમાંથી હા...)
કામ કરશો એક?
(ઑડિયન્સમાંથી હા...)
કરશો?
(ઑડિયન્સમાંથી હા...)
આ વખતે પોલિંગ બુથ ઉપર વધુમાં વધુ વોટ પડે, બધા જુના રેકોર્ડ તોડવા છે, તોડશો?
(ઑડિયન્સમાંથી હા...)
બધા જુના રેકોર્ડ તોડશો, ભાઈઓ?
(ઑડિયન્સમાંથી હા...)
અને, વધુમાં વધુ કમળ ખીલવશો?
(ઑડિયન્સમાંથી હા...)
હવે તમે મને કહો, તમે પેલી મોટી ટ્રકો જોઈ હશે. 16 પૈડાવાળી, 18 પૈડાવાળી, મોટો મોટો સામાન લઈ જાય, 18 પૈડાવાળી હોય, હવે તમે મને કહો કે 12 પૈડાવાળી મોટી મોટર હોય, 18 પૈડાવાળી મોટી મોટર હોય, ડ્રાઈવર પણ જોરદાર હોય, નરેન્દ્ર કે ભુપેન્દ્ર જેવો. અને એ તમારું વાહન પણ દુનિયાનું એ-વન હોય, બધું સરસ હોય,
પણ એક ટાયરમાં પંકચર પડે તો આગળ ચાલે?
(ઑડિયન્સમાંથી ના...)
ચાલે?
(ઑડિયન્સમાંથી ના...)
ચાલે? મને કહો તો?
(ઑડિયન્સમાંથી ના...)
ઉભું રહે કે ના ઉભું રહે, ભાઈ?
(ઑડિયન્સમાંથી હા...)
તમે કહો કે 16 ટાયર તો ચાલે છે, એક બંધ પડ્યું છે તો શું, પણ ચાલે ગાડી?
(ઑડિયન્સમાંથી ના...)
અટકી જાય કે ના અટકી જાય?
(ઑડિયન્સમાંથી હા...)
એમ, એકાદું કમળ ના આવે એ ચાલે, ભાઈ?
(ઑડિયન્સમાંથી ના...)
આ વખતે બધા કમળ આવવા જોઈએ.
આપણે અમદાવાદની વિકાસની ગાડી તેજ ચલાવવી હોય તો બધા કમળ આ વખતે ખીલવા જ જોઈએ.
ખીલશે?
(ઑડિયન્સમાંથી હા...)
કોઈ પણ બાકી નહિ રહે...
ભાઈઓ, બહેનો,
5 ડિસેમ્બરે મતદાન છે. ભારી મતદાન થવું જોઈએ. વધુમાં વધુ મતદાન થવું જોઈએ. બધા રેકોર્ડ તૂટવા જોઈએ.
હવે મારું એક અંગત કામ, કરશો?
(ઑડિયન્સમાંથી હા...)
બધા કરશો ખરા?
(ઑડિયન્સમાંથી હા...)
જરા હાથ ઉપર કરીને કહો, તો કહું...
(ઑડિયન્સમાંથી હા...)
કરશો?
(ઑડિયન્સમાંથી હા...)
ઔર જોર સે બોલો, કરશો?
(ઑડિયન્સમાંથી હા...)
એક તો અમદાવાદના બધા જ ખુણે ખુણે, ઘરે ઘરે જઈને... હજુ તમારી પાસે ત્રણ-ચાર દિવસ છે. ઘરે ઘરે જવાનું, અને એમને કહેવાનું કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. શું કહેવાનું? પ્રધાનમંત્રી આવ્યા હતા, એવું નહિ કહેવાનું, હોં. પીએમ સાહેબ આવ્યા હતા, એવું નહિ કહેવાનું. એ તો બધું દિલ્હીમાં. અહીં તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. અને આપણા નરેન્દ્રભાઈએ ગઈકાલે તમે જે આશીર્વાદ આપવા માટે જે આખું શહેર જે ઉમટી પડ્યું હતું, એના માટે માથું નમાવીને આભાર માન્યો છે.
કહેશો?
(ઑડિયન્સમાંથી હા...)
અને બીજું કહેવાનું કે નરેન્દ્રભાઈ આવ્યા હતા, આપણા અમદાવાદમાં આવ્યા હતા, સરસપુર આવ્યા હતા, અને એમણે આપને પ્રણામ પાઠવ્યા છે.
મારા પ્રણામ પહોંચાડશો?
(ઑડિયન્સમાંથી હા...)
બધા વડીલોને?
(ઑડિયન્સમાંથી હા...)
બોલો, ભારત માતા કી...
(ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી...
(ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી...
(ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.

Explore More
140 crore Indians have taken a collective resolve to build a Viksit Bharat: PM Modi on Independence Day

Popular Speeches

140 crore Indians have taken a collective resolve to build a Viksit Bharat: PM Modi on Independence Day
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 21st December 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi