આ વેદ સંસ્કૃતનિા આચરણ અને આદર આપણે ગુલામીકાળ ખંડમાં ગુમાવી દીધું તેના કારણે સમગ્રતયા માનવજાતનું ન કલ્પી શકાય તેવું નુકશાન થયું છે તેમ તેમણે જણાવ્યું હતું જો આ ગુલામીના કારણે વેદ સંસ્કૃતિમાં સ્થગિતતા ન આવી હોત તો ભારતે સમગ્ર માનવજાતને કલ્યાણનો રાહ બતાવ્યો હોત. વેદથી વિવેકાનંદ અને ઉપનીષદ થી ઉપગ્રહ સુધીની આ ભારતીય વિરાસતનું આપણે ગૌરવ ધરાવીએ છીએ. પરંતુ સમાજમાં તેનું પ્રબોધન નથી કરી શકયા આ આપણી કમનસીબી છે. પાંચ હજાર વર્ષથી હજારો પેઢીઓ થઇ પરંતું આપણા સમાજ-પરિવાર વ્યવસ્થાના મૂલ્યોએ આપણી આ વિરાસતને સાચવી છે એમ તેમણે જણાવ્યું હતું.
સ્વર્ણિમ જયંતી વર્ષમાં ગુજરાતના “વાંચે ગુજરાત” આંદોલનને જનતાએ વધાવી લીધો તેની સફળતાનો નિર્દેશ આપતા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની યુવાપેઢીના એક લાખ યુવાનોએ સંસ્કૃત બોલચાલની ભાષાનું કૌશલ્ય અપનાવીને સંસ્કૃતિને ઉજ્જવળ બનાવી છે તેનો સંતોષ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણી સંયુકત કુટુંબ પ્રથામાં વેદના જ્ઞાન આધારિત વાર્તાકથન બાળકને મૂલ્યોના સંસ્કારથી કેળવતું હતું. આજે આ સંસ્કાર વિભાજીત પરિવારોમાં ખૂટી ગયા છે.
શાસ્ત્રનું જ્ઞાન જ નહીં પણ તેને પામવાની વૃતિ પૂર્ણ વિઘા છે એમ તેમણે જણાવ્યું હતું.
“આજે દુનિયા ગ્લોબલ વોર્મિંગના સંકટથી ધેરાઇ ગઇ છે ત્યારે પશ્વિમના “ઇટ-ડ્રીન્ક અને બી મેરી”ના જીવનને બદલે ભારતીય સંસ્કૃતિ તો તેન ત્યકતેન ભૂંજથાઃની પૂર્ણ વિઘાની સંસ્કૃતિનો માર્ગ બતાવે છે.
વિઘા અને પૂર્ણવિઘા વચ્ચેના અંતરને નાબૂદ કરવાની જરૂર છે એ હકિકત ઉપર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પヘમિમાં ટોલરન્સ-સહિષ્ણતાનું જ મહત્વ છે પરંતુ ભારતીય પરંપરામાં તો ટોલરન્સથી આગળ એકસેપ્ટન્સ (સ્વીકૃતિ) અને રિસ્પેકટ (આદર)નો ભાવ છે. આપણે તો “જીવો અને જીવવા દોથી આગળ જીવાડો”નું તત્વજ્ઞાન અપનાવેલું છે.
જે ભારતીય સમાજની નશોનશમાં વહેતું હતું, સમાજમાં પાણીની પરબ, ધર્મશાળા, ગૌ-શાળા જેવી ઉચ્ચ મૂલ્યોની વ્યવસ્થા કોઇ સરકાર, શાસકની નહોતી પરંતુ સમાજશકિતનું પ્રગટીકરણ હતું એમ પણ મુખ્ય મંત્રીશ્રીએ જણાવયું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમસ્યાનો સહજ રીતે રસ્તો જડી જયા તેવી સંસ્કૃતિ આપણી વિરાસત છે અને તેની પૂર્ણ વિઘા જ આપણે જ ઉપાર્જન કરવાનું છે. ધરની અંદર પુસ્તકોનો સંસ્કાર વારસો હોય તે સંસ્કારી પરિવાર ગણાય તેવું વાતાવરણ સર્જીએ. આપણે સૂર્ય નમસ્કાર પૂર્ણ યોગ વિઘાનો પ્રસાર કરીઓ તો દંભી બિન સાંપ્રદાયિકોને વાંધો પડે તેવા વાતાવરણમાં આ પૂર્ણ વિઘા પ્રકાશનને સમાજશકિતએ સ્વીકૃતિ આપવી જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પૂર્ણ વિઘાનું વિમોચન યથાર્થ છે તેનું સ્વયં સ્પષ્ટ કારણ આપતાં સ્વામી દયાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી છે પરંતું તેમનામાં ભારતનો આત્મા ધબકે છે. તેમણે જણાવ્યું હતું કે, “પૂર્ણવિઘા”એ ભારતની આધ્યાત્મિક સાંસ્કૃતિક વિરાસતનો આત્મા છે. “પૂર્ણવિઘા”એ ભારતથી અલગ નથી. ભારતીય સંસ્કૃતિ બધાથી અલગ છે અને તેનું આપણને ગૌરવ છે. પૂર્ણ વિઘાએ કોઇ સુખ સુવિધાની જીવનશૈલી પરંતુ જરૂરી શિક્ષણ છે. દેશ સંસ્કૃતિનું જતન થવું જોઇએ. એમ પણ તેમણે ઉમેર્યું હતું.
સ્વામી વિદિતાત્માનંદજીએ શિક્ષણનું મૂળ ધ્યેય સારા માનવીના ધડતરનું હોવું જોઇએ એમ જણાવી પરંપરાગત શિક્ષણ પધ્ધતિને પૂરક એવું આધ્યાત્મિક અને મૂલ્યનિષ્ઠ જીવનનું શિક્ષણ પૂર્ણ વિઘામાં છે એ માટનું સમાજ અભિયાન હાથ ધરવા અનુરોધ કર્યો હતો.
પૂર્ણ વિઘાના લેખિકા સ્વામિની પ્રમાનંદાજીએ પૂર્ણવિઘાના સંસ્કાર શિક્ષણની રચના વિશે રૂપરેખા આપી હતી.
છારોડી ગુરૂકુળના આચાર્ય સ્વામિ શ્રી માધવ પ્રિયદાસજીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે સ્વામી શ્રી તત્વનિષ્ઠાનંદજી સરસ્વતીજી, સ્વામીની સુલભાનંદજી, અન્ય સાધુ સંતો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.