Gujarat's electronic policy will attract thousands of crores of rupees in investments. This electronic policy will also create 10 lakh new employment opportunities in Gujarat: PM in Bhavnagar
Be it solar energy or wind energy, today Gujarat’s coastal belt has become a huge power generation centre: PM Modi in Bhavnagar

(ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી... ના અવાજનો જયનાદ)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
મંચ ઉપર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સર્વે વરિષ્ઠ મહાનુભાવો,
અને આ ચુંટણીમાં જેમને તમે ધારાસભ્ય બનાવવાનું નક્કી જ કરી લીધું છે, એવા સહુ અમારા ઉમેદવારો,
અને વિશાળ સંખ્યામાં પધારેલા ભાવનગરના મારા વહાલા ભાઈઓ અને બહેનો,
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, જનતા જનાર્દનના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું, અને જે ઉમંગ અને ઉત્સાહથી વિશાળ જનસાગર આશીર્વાદ આપવા આવી રહ્યો છે, એ અમારા બધાનું સૌભાગ્ય છે. અમે બધા આપના ઋણી છીએ. અને આજે જ્યારે ભાવનગરની ધરતી પર આવ્યો છું. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની તપોભૂમિ ઉપર આવ્યો છું. મહારાજા કૃષ્ણકુમારસિંહ જેમણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબુત કરી, ગોહિલવાડની ભાવના, આ ભાવેણાની ધરતી, અને ભાવ એક જ કે ભારત વધુને વધુ પ્રગતિ કરે, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરે.
મારું એ સદભાગ્ય રહ્યું. જ્યારે હું શાળામાં ભણતો હતો, ત્યારે ભાવનગર કયા ખુણામાં આવ્યું એનીય ગતાગમ નહોતી. એ વખતે અમારા શાળામાં એક નાટકનો કાર્યક્રમ હતો. અને એ નાટકની અંદર શિક્ષક હતા અને બધા જે સંભાળતા હતા એમણે મને કૃષ્ણકુમારસિંહનો રોલ ભજવવા માટે પસંદ કર્યો હતો. અને મારો પહેલો પરિચય હતો, આ ધરતી સાથે, અને શરૂઆત હતી એ મહાપુરુષ સાથે. કદાચ એ પળમાં એવા સંસ્કાર રહ્યા હશે કે આજે પણ એવા જ ભક્તિભાવથી આ ભાવનગરની ધરતીને નમન કરું છું.
આજ વિકસિત ભારત, વિકસિત ગુજરાત, એને બુલંદી કેમ મળે અને એમાં ભાવનગરની ભુમિકા કઈ હોય, અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારને ચારે તરફથી જનસમર્થન મળી રહ્યું છે, અને જ્યાં જઈએ ત્યાં એક જ સ્વર સંભળાય. એક જ શંખનાદ સંભળાય
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ભાઈઓ, બહેનો,
આ જયઘોષ એમનેમ નથી નીકળતો. બે બે દાયકાની તપસ્યા, બે બે દાયકાનો અતૂટ વિશ્વાસ, અને બે બે દાયકાની વિકાસની અવિરત યાત્રા, એણે આ નાતો જોડ્યો છે, અને એના કારણે હૈયું હંમેશા કહે છે,
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ભાઈઓ, બહેનો,
આ ચુંટણી કોણ ધારાસભ્ય બને, કોણ ન બને. કોણ મંત્રી બને, કોણ ન બને, કોની સરકાર બને, કોની સરકાર ન બને, એના માટેની ચુંટણી નથી. આ ચુંટણી પાંચ વર્ષ ગાંધીનગરમાં કોણ સંભાળે, એના માટેની નથી. આ ચુંટણી આવનારા 25 વર્ષ ગુજરાતના કેવા હશે, અને દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ ઊજવતો હશે, ત્યારે આપણું ગુજરાત વિકસિત ગુજરાત હશે. દુનિયાના સમૃદ્ધ રાષ્ટ્રોની દરેક માપદંડમાં ઊંચાઈઓ ઉપર ઉભું હોય એવું આપણું ગુજરાત હશે, એનો મજબુત પાયો નાખવા માટેની આ ચુંટણી છે, ભાઈઓ.
અભાવના દિવસોમાંથી પ્રભાવ પેદા કરવા તરફ આગળ વધી રહ્યા છીએ, પણ હવેનો કાળ બદલાવાનો છે. હવેના સપના, હવેના સંકલ્પ, આ પેઢીનો ઉત્સાહ, ઉમંગ, એની ધીરજ, બધાને ધ્યાનમાં રાખતા આપણે આઝાદીના અમૃતકાળમાં નવા સપના, નવા સંકલ્પ, નવી આકાંક્ષાઓ, નવી મહત્વાકાંક્ષાઓ, એને લઈને ચાલવું છે, ભાઈઓ. કારણ? વિકસિત ગુજરાત કરીને રહેવું છે.
આપણું ગુજરાત વિકસિત થવું જોઈએ કે ના થવું જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
સમૃદ્ધ થવું જોઈએ કે ના થવું જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
ભવ્ય બનવું જોઈએ કે ના બનવું જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
દુનિયામાં ગુજરાતનો ડંકો વાગે એવું ગુજરાત બનવું જોઈએ કે ના બનવું જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
આ કોણ કરશે ભાઈ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ કરશે ભાઈ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ કરશે ભાઈ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
ગલત...
મોદી નહિ, આપણે બધા સાથે મળીને કરીશું. આ ગુજરાતનો જવાનીયો કરશે. અને આ તાકાત, વિકસિત ગુજરાત બનાવવાની તાકાત શેમાં છે? કોઈ પણ ઉદ્યોગ તમે કરો તો પુછે, ભાઈ મૂડીરોકાણ કયું? કેટલું? ઉદ્યોગ કેવી રીતે આગળ વધશે? વિસકિત ગુજરાતમાં મૂડીરોકાણ કયું? આ વિકસિત ગુજરાતમાં મૂડીરોકાણ બહુ સસ્તામાં સસ્તું. ખાલી તમારો એક વોટ. કમળના બટન ઉપર તમે વોટ દબાવો. વિકસિત ગુજરાતની ગેરંટી હું આપું છું, ભાઈઓ.
ભારતીય જનતા પાર્ટી એટલે સમસ્યાઓના સ્થાયી સમાધાન માટે દિવસ-રાત જહેમત કરનારી પાર્ટી. ગુજરાતમાં જે જુની પેઢીના લોકો છે, એ બધાને ખબર છે કે કોંગ્રેસના શાસનમાં કેવી દશા હતી? દસકાઓ સુધી કોંગ્રેસનું રાજ રહ્યું. કેવું રહ્યું? અને કોંગ્રેસ સરકારોના કામ કરવાના તોર-તરીકા કેવા હતા, એ જુની પેઢી ક્યારેય ભુલશે નહિ. એમને આદત હતી, કોઈ પણ સમસ્યા આવે, ટાળી દો. લટકાના, ભટકાના, અટકાના. આ કોંગ્રેસની કાર્યસંસ્કૃતિ હતી. પરંતુ ભારતીજ જનતા પાર્ટીની સરકાર સમસ્યાઓના સ્થાયી સમાધાન માટે કામ કરનારી સરકાર.
ગયા 20 -22 વર્ષમાં ભાજપ સરકારે ગુજરાતમાં દસકોથી જે આવનારી સમસ્યાઓ હતી, એ સમસ્યાઓના સમાધાન માટે એડી-ચોટીનું જોર લગાવી દીધું. પાણીનો વિચાર કરો, તમે. ખાલી પાણી માટે જે કામ કર્યું છે ને એ પણ દેશના અનેક ભાગો માટે ઉદાહરણરૂપ છે. 20 -22 વર્ષ પહેલા અગર કોઈ ગુજરાતથી બહાર ગયું હોય, વિદેશ ગયું હોય અને 20 -22 વર્ષ પછી આજે પાછું આવે ને, આપણું ભાવનગર જુએ, આપણો ભાવેણા, આખો પંથક જુએ, આપણો ભાલ પંથક જુએ તો એને માનવામાં ન આવે કે બે દસકના ટૂંકા ગાળામાં આટલું બધું પરિવર્તન આવી શકે, આખી તસવીર બદલાઈ જાય.
પાણીની સમસ્યા આખા સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રના ગામડા ખાલી થાય. અમરેલી, બોટાદ, આ તમારું નોર્થ ગુજરાત, આખો પટ્ટો આપણો. આ બાજુ દરિયાના કારણે, ઉત્તર ગુજરાતમાં સતત દુષ્કાળના કારણે, પાણી એવું પીવાય, હાડકાં... જવાનીમાંય ઘડપણ આવી ગયું હોય, હાડકાં વાંકા થઈ જાય, દાંત ઉપર ડાઘા હોય, બધાને તમે જુઓ, આપણી બાજુ. દાંત ઉપર પીળા પીળા ડાઘા હોય. કારણ? પાણીનો દોષ, અને લોકો એવી જિંદગી જીવવા માટે મજબુર હતા. ખરાબ પાણીના કારણે ચામડીના રોગો, અનેક પ્રકારની બીમારીઓ, એ સામાન્ય વાત હતી.
અને, એનો ઉપાય કોંગ્રેસે શું શોધેલો? કોંગ્રેસ પાસે બે જ ઉપાય હતા. એક, પોલિટીકલ લાગવગ હોય તો હેન્ડ પંપ લગાવવાનો, અને બરાબર જો કટકીનું કામ મળતું હોય તો ટેન્કર ચલાવવાનું. પોતાના મળતીયાઓ દ્વારા ટેન્કર ચાલે અને રાજકીય વગવાળો માણસ હોય તો હેન્ડ પંપ લાગે. આ કટકી કમિશનના દુનિયા, એનાથી જ આ પાણીને એ લોકો હેન્ડલ કરતા હતા. અને મને ખબર છે, જ્યારે હું કહેતો હતો કે હું પાણીની સમસ્યા સામે ઝુઝીશ. ભલે ઈશ્વરની કૃપા ઓછી હોય, એક બાજુ દરિયો હોય, વરસાદ પડતો ના હોય, પણ માણસ ધારે તો રસ્તા નીકળે, ઉપાય નીકળે.
જ્યારે હું કહેતો હતો, પાઈપલાઈનથી પાણી આપીશ, ત્યારે આ કોંગ્રેસના લોકો વિધાનસભામાં મારી મજાક ઉડાવતા હતા. છાપાવાળાય મારી મજાક ઉડાવતા હતા, અને જ્યારે મેં સૌની યોજના કહી, ત્યારે તો એમના મગજમાં નહોતું બેસતું કે આવું તે કંઈ થતું હશે. આજે ચોરવડલા ઝોન, જલપુરથી આ પરિયોજના તેજીથી કામ ચાલી રહ્યું છે, ભાઈઓ. આપણે આજનો જ વિચાર કરીશું, એવું નહિ, આવનારી પેઢીઓનો વિચાર કરીએ. આવનારા દસકો સુધી ગુજરાતને પાણીની સમસ્યા વેઠવાનો વારો ના આવે, એના માટે આપણે એક પછી એક કદમ ઉઠાવ્યા. ખારા પાણીને મીઠા બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હોય, એમાં પણ પાછળ નહિ રહેવાનું.
સૌરાષ્ટ્ર – કચ્છમાં પ્રતિ દિન 2,700 લાખ લિટર પાણી, એના માટે 4 પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે. 2,700 લાખ લિટર પીવાનું શુદ્ધ પાણી. બિસલેરીના બોટલ જેવું પાણી ઘરોમાં મળે, એના માટે કામ ચાલી રહ્યું છે. એક પ્રકારે શહેરી વિસ્તાર માટે, જે સિવરનું પાણી છે, એ રિસાયકલ થાય, જેથી કરીને કારખાનાઓમાં એ પાણી કામ ચાલે. પીવાનું પાણી કારખાનામાં ન જાય. ખેતરોમાં પણ એ પાણી જાય, ખાતરનું પણ કામ કરે, પાણીનું પણ કામ કરે. પાણીના સમાધાન માટે મારુતિ જાય એટલી મોટી તો પાઈપો નાખી પહેલા. કારણ કે મારા ગુજરાતને, પાણીદાર લોકોને પાણી પહોંચાડો, એ પથ્થર પર પાટું મારીને સોનું પકવે, એવું સામર્થ્ય ધરાવતો હોય છે.
વીજળી, પ્રગતિ કરવી હોય તો પાણી અને વીજળી, બે પાયાની જરુરીયાતો. ખેતીમાં આગળ વધવું હોય તો પાણીની પણ જરુર પડે, વીજળીની પણ જરુર પડે. અને આપણો કોસ્ટલ બેલ્ટ. મને યાદ છે, હું મુખ્યમંત્રી બન્યો અને અમદાવાદ ચેમ્બરમાં મારો સ્વાગતનો કાર્યક્રમ હતો. કોઈ ઝાઝા બધા ઓળખતા નહિ, કારણ કે હું સંગઠનનું કામ કરનારો માણસ. અહીં ભાવનગરમાં આવીને જઉં તો ઓળખતુંય નહિ કે આ કોણ ભઈ છે. બસસ્ટેશન ઉપર ઉભો હોઉં તો કોઈ પુછેય નહિ, નમસ્તેય ના કરે. એવા જમાનામાં જિંદગી ગુજારેલી. અને અમારા, મુખ્યમંત્રી બન્યો ને 15 દહાડામાં અમદાવાદ ચેમ્બરે મને સ્વાગત માટે બોલાવ્યો. ત્યાં મારું ભાષણ થયું.
ભાષણમાં મેં કહ્યું કે ગુજરાતના દરિયાકિનારે 10થી 15,000 મેગાવોટ વીજળીના કારખાના આપણે ઉભા કરવા જોઈએ. તો બધા, સામે બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ બેઠા હતા. એમની તો આંખો જ ફાટી ગઈ. એમને એમ થયું હશે કે આ ભાઈને મેગાવોટ કોને કહેવાય, એની સમજણ છે કે નહિ? કારણ કે ગુજરાતમાં બહુ ઓછી વીજળી હતી અને હું 15,000 મેગાવોટ કહું એટલે? બધાને આશ્ચર્ય થયું હતું. કોઈ માનવા તૈયાર નહોતું. હસી-મજાકનું કારણ બની ગયું હતું.
પણ આજે ગુજરાતના દરિયાકિનારે 15,000 મેગાવોટ કરતા વધારે વીજળીનું ઉત્પાદન થાય છે. દોસ્તો, અગર સપનાં જોવાનું સામર્થ્ય હોય, સંકલ્પ લેવાની પ્રતિબદ્ધતા હોય અને સંકલ્પ માટે ખપી જવાની કોશિશ હોય તો સિદ્ધિ પ્રાપ્ત થઈને રહેતી હોય છે. અને એના કારણે આજે ગુજરાત ઉજળું છે, ભાઈઓ.
આજે ગુજરાત તેજોમય છે. સૂર્યશક્તિનો ઉપયોગ. ગુજરાત પહેલું રાજ્ય હતું, જેણે નીતિ બનાવી. સૌરઊર્જા, પવનઊર્જા, આખાય તટીય પટ્ટા ઉપર વિદેશથી આવેલા કોયલાથી વીજળી, અને એ કરીને આજે મોટું વીજળીના મથકોનું કામ આપણે પટ્ટા ઉપર કરી દીધું. અને આ વીજળી, ગામ-ગામ, ઘેર-ઘેર પહોંચે, આખાય તટીય ક્ષેત્રમાં, આપણે તો એટલી ચિંતા કરી છે. જુના જમાનામાં વાયરો ખરાબ થઈ જતા. આપણે એવા વાયરો લાવ્યા કે આ ખારા પાટમાં વાયરો ટકી રહે. જેથી કરીને આ વિસ્તારના લોકોને તકલીફ ના થાય.
હજારો કિલોમીટર ડિસ્ટ્રીબ્યુશન લાઈનોનું નેટવર્ક ઉભું કર્યું. એટલું જ નહિ, ગેસથી પાઈપલાઈન, એના ઉપર પણ મોટું વ્યાપક કામ આપણે કર્યું. અને આજે પણ ચાલી રહ્યું છે. આપણી કોશિશ એવી છે કે આપણી ગાડીઓ માટે સી.એન.જી. અને ઘરમાં ચુલા માટે સસ્તી ગેસ, પાઈપલાઈનથી કેવી રીતે મળે, એના માટે કામ કરી રહ્યા છીએ. વીજળી, પાણીની સાથે સાથે કનેક્ટિવિટી જેટલી વધારે આધુનિક ભારતનો વિચાર કરવો હોય, ભાવનગર શૉરમાં, કોસ્ટલ હાઈવે, એનું ચૌડીકરણનું કામ આખાય પંથકની તસવીર બદલી નાખશે.
હજીરાથી ઘોઘા રો રો ફેરી સર્વિસ. આપણે નિશાળમાં ભણતા ને ત્યારે વાંચતા, ઘોઘો, ઘોઘો ફેરી સર્વિસ. કોઈને સુઝતું નહોતું. આપણે કરીને રહ્યા, અને આજે કાઠીયાવાડને સુરતથી જોડી દીધું, ભાઈઓ. પેટ્રોલ-ડીઝલના ને બે બે દહાડા સુધીના પ્રવાસો બંધ થઈ ગયા. એક્સિડન્ટ બંધ થઈ ગયા. જિંદગી બચી ગઈ અને કામ ચાલુ થઈ ગયું, ભાઈઓ.
વેપાર, કારોબાર આસાન થઈ ગયો. આજે ભાવનગર જિલ્લામાં 24 કલાક વીજળી મળવાના કારણે ઘંટીઓય અહીં આવી ગઈ. હીરાની ઘંટીઓ. અને એક નાના પડીકામાં હીરા લઈને પેલી રો રો ફેરી સર્વિસમાં બેસે, સાંજે હીરા જમા કરાવી દે અને કાચા હીરા લઈને પાછો વળતો પાછો આવી જાય. આ કામ આપણે કરી દીધું, ભાઈઓ. બંને જગ્યાની જે દૂરી હતી, એ દૂરી ઓછી થઈ ગઈ. પૈસા પણ બચ્યા, પ્રદુષણથી પણ મુક્તિ મળી. સમય બચ્યો, એ મોટી વાત. અને સુરક્ષા, હીરાની પડીકી લઈને નીકળે તો એને ચિંતા નહિ. ફેરી, રો રો ફેરીમાં બેસી ગયો ને ત્યાં ઉતરે એટલે સલામત જ હોય.
ભાઈઓ, બહેનો,
આખાય તટીય પટ્ટામાં ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ, એના માટે એક નવા નવા આપણે પ્રયોગો કરીને નવી નવી... આખા કોસ્ટલલાઈનમાં ઔદ્યોગિકરણ, એના વિસ્તાર માટે આપણે કામ કરી રહ્યા છીએ. ભાજપ સરકાર ગયા વર્ષોમાં જુના કોસ્ટ-પાર્ક, આધુનિકરણ અને નવા કોસ્ટલ પાર્કનું નિર્માણ, એના ઉપર આપણે ફોકસ કર્યું. ભાવનગરના પોર્ટ વિસ્તારને આપણે મજબુતી આપવાનું કામ કર્યું. ગયા 20 – 25 વર્ષમાં દેશનું પહેલું કેમિકલ ટર્મિનલ ગુજરાતમાં બન્યું. પહેલું એલ.એન.જી. ટર્મિનલ ગુજરાતમાં બન્યું. અને થોડા સમય પહેલા દુનિયાનું પહેલું સી.એન.જી. ટર્મિનલ પર કામ આ ભાવનગરની ધરતી પર શરૂઆત કરવા માટે આવવાનું મને સૌભાગ્ય મળ્યું હતું. આ સમંદરની શક્તિ બ્લ્યુ ઈકોનોમી માટે કેવી રીતે કામ આવે એના ઉપર ભારત સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અને ગુજરાત સરકારના ડબલ એન્જિન દ્વારા આ કામને ગતિ મળી રહી છે. ગુજરાતનો 1,600 કિલોમીટરનો લાંબો આપણો સમુદ્રીકિનારો. 25 વર્ષ, ગુજરાતના એ ગ્લોબલ સેન્ટરના રૂપમાં સ્થાપિત થાય એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. અમારું અલંગનું શીપબ્રેકિંગ યાર્ડ દુનિયાના 30 ટકા જહાજો જ્યાં રિસાયકલ થતા હોય. હવે રિસાયકલિંગની આખી ઈકો સિસ્ટમ છે ત્યારે એક નવું સપનું લઈને આપણે ચાલીએ છીએ. જે જુની ગાડીઓ છે, એનું રિસાયકલિંગ થવું જોઈએ. જુની ગાડીઓ સ્ક્રેપિંગ પોલિસીમાં જાય, જુની બસો ફરતી હોય, જુની એમ્બ્યુલન્સો હોય, સમય પર કામ ન આવતી હોય, બધું હવે અલંગમાં મોકલો. રિસાયકલિંગ થાય, અમારા ભાવનગર પાસે એની ભારે તાકાત છે. અને નવી ગાડીઓ આવે, નવી એમ્બ્યુલન્સ આવે, નવી બસો આવે, અને અહીંયા રિસાયકલિંગ થાય. ભારત પુરતું જ નહિ, આજુબાજુના નાના નાના દેશો છે ને, ત્યાંથી પણ અહીંયા ગાડીઓ આવીને રિસાયકલિંગ થાય, એના માટે મોટું કામ કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને એના કારણે રોજગારના મોટા અવસરો મળવાના છે. આખું રિસાયકલિંગની એક મોટી ઈકોનોમી ઉભી થઈ રહી છે. અને એમાંથી મેન્યુફેકચરીંગ માટે મેડ ઈન ઈન્ડિયા માટે કેન્દ્રો બનવાના છે. દુનિયાભરમાં વેપાર માટે કન્ટેનરની જરૂર હોય છે. કાર્ગો કન્ટેનરની ખોટ પડી ગઈ આજે આખી દુનિયાને. કોરોનાના કાળ, ને યુદ્ધના કારણે, સંકટ આવવાના કારણે, કન્ટેનરો નહોતા. આપણે બીડું ઉઠાવ્યું અને ભાવનગરની ધરતી પર કન્ટેનર બનાવીને દુનિયાને પહોંચાડવાનું સપનું લઈને કામે આપણે આવ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
નવી નીતિઓ, નવા નિવેશ આવે, દુનિયાભરમાંથી નિવેશ આવે, અને ગુજરાતના લાખો નવજવાનોને રોજગાર મળે, એના માટે આપણે કામ કરી રહ્યા છીએ. ધોલેરા... અહીંથી પથરો મારો એટલે ધોલેરા જઈને પડે. પાસમાં તમારા. સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન. આજે આખી દુનિયામાં ચર્ચા છે. કોઈ પણ ઈન્વેસ્ટમેન્ટ માટે આવે ને તો કહે, મારે ઘોલેરા જવું છે. ખુબ મોટી માત્રામાં નિવેશ આવવાનું છે, ભાઈઓ. અને આ જ પંથકના યુવાનીયાઓનું ભવિષ્ય બનાવવાની છે.
સેમી કન્ડક્ટર. આજે દુનિયા સેમી કન્ટક્ટર વગર એક ડગલું ચાલે જ નહિ. એ દશા બધાને ખબર છે. તમારો મોબાઈલ ફોન બી ના ચાલે, તમારી કાર ના ચાલે, તમારી ટ્રેન ના ચાલે, વિમાન ના ચાલે. કોઈ કહેતા કોઈ કામ ના ચાલે. સેમી કન્ડક્ટર નહોતા... આ બધાને ખબર છે. એ સેમી કન્ડક્ટર બનાવવાનું કામ, ઈજારો કેટલાક લોકોનો છે. ભારતે મોટી પહેલ કરી છે અને ગુજરાતમાં સેમી કન્ટક્ટર માટે થઈને આ કામ થવાના છે, અને તમારા ધોલેરામાં થવાના છે, ભાઈઓ. અને આખી ઈકો સિસ્ટમ ઉભી થવાની છે. નવી પોલિસીની કારણે.
અમારા ભુપેન્દ્રભાઈની સરકારે જે સેમી કન્ડક્ટર માટે ઈનિશિએટીવ લીધા છે, એના કરારો કર્યા છે, એનો લાભ આખા પંથકને મળવાનો છે. આખા દેશને લાભ મળવાનો છે, અને દોઢ લાખ કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ. તમે વિચાર કરો મિત્રો. પડોશમાં દોઢ લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ એટલે ભાવનગર કેટલું આગળ વધશે, એનો તમે અંદાજ કરી શકો છો. એકલા આ જ પ્રોજેક્ટના કારણે ઓછામાં ઓછા બે લાખ નોકરીઓના અવસર પેદા થવાના છે. આ બધાના ફાયદા, ભાવનગરના નાના વેપારીઓને, ભાવનગરના વેન્ડર્સને, એના સપ્લાયરને, એની આખી ઈકો-સિસ્ટમ ઉભી થવાની છે.
ભાઈઓ, બહેનો,
ગુજરાત, એની ઈલેક્ટ્રોનિક પોલિસી. એના કારણે આજે લાખો – કરોડો રૂપિયાનો નિવેશ આ આધુનિક ટેકનોલોજી માટે આવી રહ્યો છે. અને એના કારણે 10 લાખ નવા રોજગાર એકલા ગુજરાતની ધરતી પર આઈ.ટી. સેક્ટરમાં બનવાની સંભાવના પેદા થઈ છે. સાથીઓ, આવનારા દિવસોમાં ગુજરાત એક મોટી હરણફાળ ભરવાનું છે અને એનો લાભ કચ્છ – કાઠીયાવાડથી માંડીને દરિયાકિનારાની બધી જ જગ્યાઓને મળવાનો છે. આ ભાવનગર પંથકનેય મળવાનો છે.
વિશ્વનું મોટામાં મોટું, વિશ્વનું મોટામાં મોટું, હું સપનાં કેટલા મોટા જોઉં છું, એનો તમે અંદાજ કરી શકો છો. ગ્રીન હાઈડ્રોજન, દુનિયાનું મોટામાં મોટું હબ બનાવવાની નેમ સાથે આજે ગુજરાતના દરિયાકાંઠે, ચાહે કચ્છનો દરિયાકાંઠો હોય, કાઠીયાવાડમાં, ભાવનગરનો કે જુનાગઢ, જામનગરનો હોય, અને મોટા પાયા ઉપર ગ્રીન હાઈડ્રોજન, અને એના કારણે ભવિષ્યમાં વ્હીકલ હાઈડ્રોજનથી ચાલવાના છે.
ભવિષ્યની આખી ઊર્જા, હાઈડ્રોજન જ હવે હશે. એના માટેની આખી ઈકો સિસ્ટમ, આખું જગત બદલાઈ જવાનું છે, દોસ્તો. ઊર્જાના બધા સ્ત્રોત બદલાઈ જવાના છે. અને એનું આખુંય નેતૃત્વ ગ્રીન હાઈડ્રોજનના હાથમાં હશે. અને એ દિશામાં આજે ગુજરાતે પોલિસી પણ બનાવી છે. ભારત સરકારે ઈનિસિએટીવ લીધો છે. અને મોટા પાયા ઉપર મૂડીરોકાણ દુનિયાભરનું મૂડીરોકાણ આ ગુજરાતની ધરતી ઉપર આવવાનું છે, આ દરિયાકાંઠે આવવાનું છે, ભાઈઓ.
આઠ – દસ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણ. લાખો નવા રોજગાર. એના અવસર ઉભા થવાના છે અને નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી જે ગુજરાત સરકારે બનાવી છે, એના કારણે લઘુઉદ્યોગોની પણ એક આખી જાળ એની સાથે સપોર્ટમાં જોડાશે. નવી ઔદ્યોગિક પોલિસીથી ગુજરાતની અંદર નવા વિદેશના મૂડીરોકાણોની સંભાવના પેદા થવાની છે. અને નવી ઔદ્યોગિક પોલિસીના કારણે રોજગારના પણ લાખો અવસર ફરી પેદા થવાના છે.
ભાઈઓ, બહેનો
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની વાત હોય, પાણીની વાત હોય, વીજળીની વાત હોય, પરંતુ ગુજરાતમાં સમુદ્રકિનારાને સાચવનારો મારો માછીમાર ભાઈ, જે મારો દરિયો સાચવીને બેઠો છે. એણે પણ ગુજરાતના આર્થિક વિકાસમાં બહુ મોટું યોગદાન કર્યું છે. કોંગ્રેસના શાસનમાં માછીમારોની કોઈ પરવા જ નહોતી. આટલો મોટો દરિયો હોય, આટલો મોટો બ્લ્યુ ઈકોનોમીનો જમાનો હોય, પરંતુ ભારત સરકારમાં મછવારાઓ માટે, માછીમારો માટે ફિશરીઝ માટે કોઈ મંત્રાલય નહોતું. આ પહેલી મોદી સરકાર એવી આવી કે જેણે ફિશરીઝનું જુદું મંત્રાલય બનાવ્યું. જુદું બજેટ બનાવ્યું.
અને અમારા માછીમાર ભાઈઓની તાકાત કેમ વધે? બ્લ્યુ ઈકોનોમીનું આખું ક્ષેત્ર કેમ વધે? દુનિયાભરની અંદર ભારતના સમુદ્રી કિનારાથી માછલી દુનિયાભરમાં કેમ પહોંચે? નવા ફિશિંગ હાર્બર કેવી રીતે બને? એના માટેની યોજના સાથે આજે આપણે કામ કરી રહ્યા છીએ. એટલું જ નહિ, અમારા ફિશરમેનને આધુનિક મોટર-બોટ મળે, જેથી કરીને ડીપ-ફિશિંગ માટે જાય, ઊંડાણ સુધી જાય, એને મોટો કેચ મળે, મહેનત ઓછી પડે અને સારામાં સારી ક્વોલિટીની માછલી લઈને એ દુનિયાના બજારની અંદર વેપાર કરી શકે, એના માટે આપણે કામ કર્યું. સાગરખેડુ યોજના દ્વારા એને કામમાં લગાડ્યો, ભાઈઓ.
પોર્ટલેડ ડેવલપમેન્ટને લઈને આપણે આગળ વધ્યા. ખાલી પોર્ટનું ડેવલપમેન્ટ નહિ, પોર્ટલેડ ડેવલપમેન્ટ, અને વીસ-સાત. ફિશરીઝ સેક્ટરમાં 20 વર્ષ પહેલા દસ કરોડ રૂપિયા કરતા પણ ઓછો ખર્ચો થતો હતો. તમને ચોંકી જશો, જાણીને. 20 વર્ષ પહેલા 10 કરોડ કરતાય ઓછો. આજે સમુદ્રતટ, મછલીપાલન, એના માટે જે બજેટ કર્યું છે, એ લગભગ 1,000 કરોડ રૂપિયાનું બજેટ આપણે ખર્ચીએ છીએ. ક્યાં 10 કરોડ, કોંગ્રેસની વિચારધારા અને ક્યાં ભાજપનું 1,000 કરોડની વિચારધારા.
આપ વિચાર કરો, ભાઈ. અને આના કારણે મારા માછીમાર ભાઈઓની તાકાત, સુવિધા મળે, ઈન્ફ્રાસ્ટ્રકચર મળે, એને વિદેશોમાં નિર્યાત કરવા માટેનો અવસર મળે. પાંચ પાંચ નવા ફિશિંગ હાર્બર. એના ઉપર કામ ચાલી રહ્યું છે. અને વચ્ચે જૂનાગઢ આવીને મેં એના શિલાન્યાસ કર્યો, ત્યારે એ બાજુના આખા પટ્ટામાં 15 દિવસ વહેલી દિવાળી એ લોકોએ ઉજવી હતી. કારણ કે આખી જિંદગી બદલાઈ જવાની છે. ફિશિંગ હાર્બરનું આખું નેટવર્ક આવનારા ભવિષ્યને સુનિશ્ચિત કરવાનું છે. અમારા માછીમાર ભાઈઓનું જીવન આસાન બને, એમની કમાણી વધે, એ માટે આપણે કામ કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
હું હંમેશા અનુભવ કરું છું, આ દેશની માતૃશક્તિના. આ દેશ એની માતાઓ, બહેનોના મારા ઉપર અનેક આશીર્વાદ છે. એક મા એના દીકરાને જેમ આશીર્વાદ આપે, એમ હિન્દુસ્તાનના ખુણે ખુણે માતાઓ અને બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે. એ આશીર્વાદ મારા કામની પ્રેરણા છે. એ આશીર્વાદ મારી સુરક્ષાની ગેરંટી છે. એ આશીર્વાદ સમાજ માટે જીવવા, મરવાની પ્રેરણા આપવાની તાકાત ધરાવે છે. અને એટલા માટે અમે સતત અમારી યોજનાઓમાં માતાઓ, બહેનોના સશક્તિકરણ માટે માતાઓ, બહેનોને નાની નાની, નાની નાની મુંઝવણોમાંથી મુક્તિ, એની સમસ્યાઓને કેમ સુલઝાવવી, એના માટે... કારણ, એક માનું દર્દ શું હોય છે, એ દીકરો જ સમજી શકે. અને જ્યારે દેશની કોટિ કોટિ માતાઓના આશીર્વાદ હોય તો આ દીકરો પછી એના માટે કેમ ચૂપ રહી શકે?
અમારી માતાઓ, પાણીની સમસ્યાઓ હોય તો મુસીબત કોને, ભાઈ? માને. કિચનમાં ધુમાડો થાય, તકલીફ કોને? માને. બાળકો બીમાર પડે, તકલીફ કોને? માને. ઘરમાં ટોઈલેટ ના હોય, તકલીફ કોને? માને. કેટકેટલી સમસ્યાઓ, આપણી માતાઓ, બહેનો ચુપચાપ સહન કરે. દિલ્હીમાં આ દીકરો બેઠો હોય અને માતાઓને આ મુસીબતમાંથી મુક્તિ ના મળે તો આ જિંદગી શું કામની, ભઈલા? અને એટલા માટે અમે એક પછી એક કામ માથે લીધા. મેં તો જોયું કે આપણી માતાઓ, બહેનો ઘરમાં માંદી પડી હોય, ઘરમાં કોઈને ખબર ના પડવા દે, કામ કર્યા જ કરે. એના મનમાં ચિંતા રહે કે મને બીમારી થઈ છે ને ઓપરેશન કરાવવું પડે એવું છે, છોકરાઓને ખબર પડશે તો છોકરાઓ દેવાના ડુંગરમાં ડૂબી જશે અને હું તો કેટલું જીવવાની છું.
ભલે થોડા દહાડા તકલીફ સહન કરીશ. ગોળીઓ ખાઈશ, રસ્તો નીકળશે. પણ છોકરાઓને દેવાના ડુંગરમાં ડુબાડવા નથી. અને મા જિંદગીભર પીડા સહન કરે, સમય કરતા વહેલા વિદાય થઈ જાય પણ છોકરાઓના માથે બોજ ના પડવા દે, પરંતુ દિલ્હીમાં આ દીકરો બેઠો હોય, આ માની પીડા સહન ના કરી શકે. અને એટલા માટે અમે આયુષ્માન યોજના લઈ આવ્યા. મા યોજના લઈ આવ્યા. 5 લાખ સુધી, કુટુંબની અંદર કોઈ બીમારી આવે, દર વર્ષે 5 લાખ સુધીનો ખર્ચો આ દીકરો ઉપાડવા માટે તૈયાર છે. મારી કોઈ મા બીમાર ના રહે, એના કોઈ પરિવારજન બીમાર ના રહે. અહીંયા જ્યારે હું હતો, ત્યારે મા યોજના બનાવી હતી. દિલ્હી ગયો તો આયુષ્માન યોજના બનાવી અને આ દેશની કોટિ કોટિ ગરીબ પરિવારો મારા.
અને બીમારી... આખી દુનિયા પર બીમારી આવી. આખી દુનિયા હલી ગઈ છે ને, હજુ મેળ નથી પડતો. એક કુટુંબ ઉપર બીમારી આવે ને 20 વર્ષ ઉભા ના થઈ શકે. આમને મદદ કરવા માટેનું, પૂણ્યનું કામ આપણે ઉપાડ્યું છે, અને આજે એના કારણે નિશ્ચિંતતા આવી છે.
ભાઈઓ, બહેનો,
અમારી માતાઓ બહેનો, એમના પોષણની ચિંતા. માતાઓ, બહેનોના આર્થિક આવક, સંસાધનો વધે, એને માટેની ચિંતા. માતાઓ, દીકરીઓ માટે બધા દ્વાર ખોલી નાખ્યા. હવે લશ્કરમાં ભરતી કરવાના દ્વાર ખોલી નાખ્યા. અત્યારે તો લશ્કરમાં મોટા પાયા ઉપર અમારી દીકરીઓ ભરતી થઈ રહી છે. નેવીમાં દીકરીઓ, એરફોર્સમાં દીકરીઓ, આર્મીમાં દીકરીઓ. અરે આજે હિન્દુસ્તાન, દુનિયાના કોઈ દેશ કરતા સૌથી વધારે વિમેન પાઈલોટ ક્યાંય હોય તો ભારતમાં મહિલા પાઈલોટ વિમાન ઉડાડે છે, ભાઈઓ. આ બદલાવ આપણે લાવ્યા છીએ. આખા જીવનમાં પરિવર્તન આવે, દેશ વધારે મજબુતીથી આગળ વધે આના માટે આપણે કામ કરી રહ્યા છીએ.
એ જ રીતે મધ્યમ વર્ગ, એવા એવા લોકો વેપલો કરવા નીકળી પડે. કાગળીયા એવા સરસ બતાવે અને મધ્યમ વર્ગ બિચારો ફ્લેટ બૂક કરે. આખી જિંદગીની કમાણી લગાવે અને ફ્લેટના ઠેકાણા જ ના હોય. પૈસા ડૂબી જાય. વ્યાજનું ભારણ થઈ જાય. કોઈ પુછનાર નહિ. આપણે રેરાનો કાયદો બનાવ્યો, દિલ્હીમાં જઈને. હવે કોઈ બિલ્ડર મધ્યમ વર્ગના પરિવારને જે કાગળીયું બતાવ્યું હોય, એ પ્રમાણે જો મકાન બનાવીને ના આપે, નક્કી કરેલા ટાઈમે ના આપે, નક્કી કરેલો માલ-સામાન ના વાપરે, તો જેલના દરવાજા એના માટે નક્કી કરી દીધા. જેથી કરીને મધ્યમ વર્ગ લૂંટાતો બંધ થઈ જાય. આ કામ આપણે રેરાના કાયદા માટે કર્યું છે.
એટલું જ નહિ, મધ્યમ વર્ગના પરિવારને પોતાના ઘરનું ઘર હોય, એના માટે થઈને, બાંધી આવક હોય, ક્યાંથી કરે? એને ઓછા વ્યાજે પૈસાની જરૂર પડે. આપણે ગુજરાતમાં 11,000 કરોડ કરતા વધારે રકમ બેન્કો દ્વારા આવા પરિવારોને આપી છે. જેથી કરીને એ પોતાનું મકાન બનાવી શકે અને નાના નાના હપતા ચુકવીને મકાનનો માલિક બની જાય.
12 લાખ નવા ઘર. એના માટે આજે અમારા મધ્યમ વર્ગના પરિવારોને પહોંચ્યા છે. અમારા ભાવનગરમાં 350 જેટલા પ્રોજેક્ટ 21,000થી વધારે ઘર રેરાના કાનૂન અંતર્ગત બની ગયા છે, ભાઈઓ. મધ્યમ વર્ગની ખુબ મોટી ચિંતા આપણે દૂર કરી છે.
ભાઈઓ, બહેનો, તટીય પટ્ટાના વિકાસ માટે પણ ગુજરાત સમુદ્રી વેપારની અંદર કારોબાર ખુબ આગળ રહ્યો છે. પરંતુ પહેલાની સરકારોને આ દરિયો, એમને વિકરાળ લાગતો હતો. કચ્છ, કાઠીયાવાડ ખાલી થતું જતું હતું, પણ દરિયાની તાકાત એમને સમજમાં નહોતી આવતી. આપ કલ્પના કરી શકો છો? આ મારું લોથલ, આ મારું ધોળા વીરા, આ પ્રાચીન પોર્ટ સિટી હતા. દેશનું ગૌરવની વાત હતી.
ભાઈઓ, બહેનો,
આપણે નક્કી કર્યું છે. ગયા 20 વર્ષમાં જે પ્રાચીન ધરોહરો છે, એ પ્રાચીન ધરોહરનું ગૌરવ કરીશું. આવનારી પેઢીઓને કહીશું કે અમારા પૂર્વજો જરાય પાછળ નહોતા. એ તો દુનિયામાં આગળ હતા. અને એટલા માટે તમારા ભાવનગરના કિનારે લોથલમાં હિન્દુસ્તાનનું પહેલું મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનાવી રહ્યા છીએ. અને, એવડું મોટું બનવાનું છે, જેમ સરદાર પટેલ સ્ટેચ્યુ ઉપર આખી દુનિયા જાય છે, આ તમારા લોથલની અંદર દુનિયાના લોકો ભારતની મેરીટાઈમ તાકાતનું મ્યુઝિયમ જોવા આવશે. ખુબ મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન, ભારત સરકાર એના માટે કામ કરી રહી છે. આપ વિચાર કરો કે આખા ક્ષેત્રના વિકાસનું રૂપ કેવું હશે? આપણું વેળાવદર નેશનલ પાર્ક, ઈકો ટુરિઝમ માટેનું મોટું ક્ષેત્ર એનો લાભ પણ મળવાનો છે.
ભાઈઓ, બહેનો,
અમારું પાલિતાણા, દેશભરના યાત્રીઓ પાલિતાણા આવે, પાલિતાણાની અંદર રોજીરોટી માટેના અવસર બને, ટુરિઝમ હોય ને એટલે બધાને કમાવવા મળે, ભાઈ. ફુલ વેચતો હોય, એય કમાય. ચોપડીઓ વેચતો હોય, એય કમાય. રમકડા વેચતો હોય, એય કમાય. ભજિયા વેચતો હોય, એય કમાય. અને ચા વેચતો હોય, એય કમાય. બધા કમાય. નાના નાના દુકાનદારોને કમાણી થાય. આના માટે પણ આપણે કામ કરી રહ્યા છીએ.
ભાઈઓ બહેનો,
સશક્ત ગુજરાત હશે ને તો સશક્ત દેશ બનાવવામાં કામ આવશે. અને એટલા માટે ગુજરાતને સશક્ત બનાવવા માટેની એક સંકલ્પ લઈને રાત-દિવસ જોયા વિના અવિરત મહેનત કરીને આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે ભાઈઓ, બહેનો, આવડી મોટી સભા, આટલો બધો ઉત્સાહ, ઉમંગ.
પણ મારી તમારી પાસે અપેક્ષા છે, પૂરી કરશો? (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઉપર કરીને જોરથી બોલો, આખા ભાવનગરને સંભળાય. (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
આ વખતે આપણે મતદાનના બધા રેકોર્ડ તોડવા છે. કોઈ બુથ એવું ના હોય કે જ્યાં આગળ મતદાનનો જુનો રેકોર્ડ ના તોડ્યો હોય, અને વધુમાં વધુ મતદાન કરાવીએ.
કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
100 ટકા કરાવીશું? (ઑડિયન્સમાંથી હા...)
જુઓ, આપણી પાસે હવે પાંચ-છ દહાડા બાકી રહ્યા છે. પાંચ-છ દહાડામાં આ બધું કરવાનું છે.
ઘેર-ઘેર જશો? (ઑડિયન્સમાંથી હા...)
આ મેં જે વાતો કરી, એમને સમજાવશો? (ઑડિયન્સમાંથી હા...)
આપણા ભાવનગરના ઉત્તમ ભવિષ્યની વાત કરશો? (ઑડિયન્સમાંથી હા...)
ભાઈઓ, બહેનો, મારું તો સૌભાગ્ય છે કે મને રાજકારણનો કક્કો આ ભાવનગરની ધરતીના અમારા પૂજ્ય પુરુષ, ગોહિલદાદા, અમારા હરિસિંહ દાદા, હરિસિંહ દાદાની આંગળી પકડીને અમે મોટા થયા છીએ. બારાખડી રાજકારણની કેમ લખાય, એ હરિસિંહ દાદાએ મને શીખવાડ્યું. એ સંસ્કાર લઈને નીકળ્યા છીએ, ત્યારે લોકતંત્રને મજબુત કરવાનું હોય, એ લોકતંત્રને મજબુત કરવા માટે મતદાન વધુ થાય, એ આપણા બધાની જવાબદારી છે. અને ભાજપના કાર્યકર્તા તરીકે એમાંથી વધુમાં વધુ કમળ ખીલે એ જવાબદારી આપણી છે.
કરશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
બે હાથ ઉપર કરીને જોરથી જવાબ આપો, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર-ઘેર જશો? (ઑડિયન્સમાંથી હા...)
લોકોને સમજાવશો? (ઑડિયન્સમાંથી હા...)
મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
હવે આ તો વાત થઈ, ચુંટણીની. હવે મારું એક અંગત કામ.
કરશો બધા? (ઑડિયન્સમાંથી હા...)
અંગત હોં, મારું અંગત કામ છે. કરશો? (ઑડિયન્સમાંથી હા...)
અરે, ધીમા બોલો તો ના ચાલે, ભાઈ. (ઑડિયન્સમાંથી હા...)
કરવાના હોય તો હાથ ઊંચો કરીને જોરથી બોલો, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે કરશો? (ઑડિયન્સમાંથી હા...)
તો, મારી એક વિનંતી છે, કે આગામી અઠવાડિયું, તમે જ્યારે ઘેર-ઘેર જાઓ મતદારોને મળવા માટે, તો એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ ભાવનગર આવ્યા હતા, અને તમને વડીલોને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કહી દેશો? (ઑડિયન્સમાંથી હા...)
આ મારા પ્રણામ ઘેર-ઘેર પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
વડીલોને પગે નમીને કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
આ એટલા માટે કે આ વડીલોના આશીર્વાદ એ મને ઊર્જા આપે છે, નવી શક્તિ આપે છે, અને દેશ માટે વધુને વધુ કામ કરવાની પ્રેરણા આપે છે. એટલા માટે મારા વતી ઘેર-ઘેર જઈને પગે લાગજો, પ્રણામ કહેજો. એટલી જ વિનંતી.
બોલો, ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જયઘોષ)
(મોદી... મોદી... મોદી... ના અવાજોથી વધાવી લેવામાં આવ્યા.)

Explore More
78-வது சுதந்திர தின விழாவையொட்டி செங்கோட்டை கொத்தளத்தில் இருந்து பிரதமர் திரு நரேந்திர மோடி நிகழ்த்திய உரையின் தமிழாக்கம்

பிரபலமான பேச்சுகள்

78-வது சுதந்திர தின விழாவையொட்டி செங்கோட்டை கொத்தளத்தில் இருந்து பிரதமர் திரு நரேந்திர மோடி நிகழ்த்திய உரையின் தமிழாக்கம்
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
சமூக வலைதள மூலை டிசம்பர் 24, 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India