Our government is proud and fortunate to have transformed Mazdar village into Kagdham. This is the real tribute to Kag Bapu: PM Modi in Amreli

ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


અમરેલી આવું એટલે એમ લાગે કે જાણે ઘરે આવ્યો છું. હું એવો દાવો કરી શકું કે જીવરાજ મહેતા એવા મુખ્યમંત્રી હતા જે અમરેલીના હતા, પણ આ મોદી એવો મુખ્યમંત્રી હતો કે અમરેલી જ એનું હતું. ભાઈઓ, આપણી આ ઘરા, સંતોની ધરા, કર્મયોગીઓની ધરા, આ સાહિત્ય ને સમૃદ્ધ કરનાર અમરેલીની તાકાત છે, ભાઈ. અહીંયા એની કલમમાંય ધાર છે, એની તલવારમાં પણ ધાર છે. એવું આપણું અમરેલી, અને હમણા અમારા સંચાલક મહોદય બધાના નામ દેતા હતા, રમેશ પારેખ સહિત બધાનું લઈ આવ્યા. અનગિનત લોકો છે, અનગિનત લોકો છે. કભી કભી અમારે રૂપાલાજી જોડે મૂડમાં હોય તો સાંભળવા બેસીએ, એટલે સવાર પડી જાય.


ભાઈઓ, બહેનો,


આ અમરેલી એવું, હેલિકોપ્ટરમાંથી નીકળીને આવ્યો, આખો રોડ ઉપર ઉત્સાહ, ઉમંગ. નાના નાના ભુલકાઓ જે રીતે, અને અહીંયા પણ આજે આ ઠાઠ જોઉં છું ને, ભાઈ, વાહ. આજે તો અમરેલીએ આમ કમાલ કરી દીધી છે. આ દૃશ્ય જ બતાવે છે કે આ વખતે અમરેલી જિલ્લાની ચૂંટણીની કમાન અહીં બેસેલા (મંચ ઉપર બેઠેલાઓ તરફ હાથ કરીને) કોઈની પાસે નથી. આ વખતે અમરેલી જિલ્લાની ચૂંટણી અહીંયા બેઠેલા (ઑડિયન્સ તરફ હાથ કરીને) લોકોના હાથમાં છે. જનતા જનાર્દને ચૂંટણી ઉપાડી લીધી છે, ભાઈઓ. અને આ દૃશ્ય જ કહે છે કે ગુજરાતનો આ શંખનાદ છે, ગુજરાતનો આ વિજયઘોષ છે.


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ભાઈઓ, બહેનો,


ગયા 20 વર્ષમાં અહીંયા જે પ્રગતિ થઈ છે, એની જે સિદ્ધઓના આંકડા છે, અહીંના જીવનમાં જે બદલાવ આવ્યો છે, એના કારણે તમે વિકાસ બોલો, એટલે ગુજરાત દેખાય અને ગુજરાત બોલો એટલે વિકાસ દેખાય. ગુજરાતમાં ઉદ્યોગોનો જે રીતે વિકાસ થયો છે, ગુજરાતમાં જે રીતે કૃષિ ક્ષેત્રે નવા પ્રયોગો થયા છે, અને એમાં અમારા અમરેલી જિલ્લાની વિશેષતા, કૃષિ વિભાગ જાણે અમરેલી માટે રિઝર્વ થઈ ગયો હોય. અને ગયા 20 વર્ષમાં હજારો નવા ઉદ્યોગો, એણે ગુજરાતને ઔદ્યોગિક રીતે પણ દેશમાં એક નવી છબી બનાવી છે, અને એમાં હજારો લોકો, એને રોજગારના અવસર, નાના મોટા ઉદ્યોગોને સુસંગત કામો શરૂ કરવાના અવસર, અને આપણું આ પીપાવાવ પોર્ટ, નામ તો ઘણું જુનું. પણ એ જીવતું જાગતું થયું. આજે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કેન્દ્ર બની રહ્યું છે. એ પીપાવાવ એ મારા અમરેલી જિલ્લાની શકલ-સુરત બદલવાનું છે, ભાઈઓ. અને તમને બધાને ખબર હશે, ઉત્તર ભારતને જોડનારો જે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર છે, એ આ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર આ અમારા પીપાવાવ બંદર સાથે જોડાશે, એનો અર્થ એ થયો કે ઉત્તર ભારતનો જે કંઈ બધો સામાન છે એ અમારા પીપાવાવ પોર્ટ પરથી એટલે અમારો અમરેલી જિલ્લો. સમુદ્રી વ્યાપારની અંદર, ધમધમતું કેન્દ્ર બનવાનું છે, જે ઈતિહાસમાં એક નવું ચેપ્ટર ઉમેરાઈ જશે. એનો વિશ્વાસ તમે કરજો, ભાઈ. અને આના કારણે, આજે ડેડિકેટેટ ફ્રેઈટ કોરિડોર આવી રહ્યો છે, એના કારણે આપણા કૃષિને પણ મોટો ફાયદો થવાનો છે. ઉદ્યોગોને ફાયદો થવાનો છે.


ભાઈઓ, બહેનો,


કદાચ અમરેલી જિલ્લાને ભૂતકાળમાં પાણી માટે કેવી કેવી મુસીબતો વેઠવી પડી છે એ આજે અંદાજ નહિ હોય કે ગયા 3, 4 સિઝનથી વરસાદ સરસ પડે છે પાછો. આખા ગુજરાતમાં સારામાં સારો વરસાદ અમરેલીમાં, વહેલામાં વહેલો વરસાદ અમરેલીમાં. એનો અર્થ એ થયો કે પાણીની પરમેશ્વરની જેમ પૂજા કરો ને તો પરમાત્મા પણ પાણી વરસાવતો હોય છે ભાઈઓ. આપણે જે પાણીને માટે કામો કર્યા, સિંચાઈ યોજના માટે જે કામો કર્યા. ચેકડેમ માટે જે કામો કર્યા, ખેતતલાવડી માટે કામો કર્યા. તળાવો બનાવવા માટે જે કામો કર્યા, એ આ જે જહેમત કરી ને, એ વરૂણદેવતાએ પણ જોઈ કે ભાઈ, આ અમરેલીના ભાઈઓ આટલી મહેનત કરે છે, ચાલ, હવે વરસવું હોય તો અમરેલીમાં જઈને વરસું. અને અમરેલીના પાણીને બધી મુસીબતોમાંથી મુક્તિ અપાવું. આ કામ આપણે જોયું છે, ભાઈ. આ આપણા જીવનની અંદર બદલાવ આવ્યો છે. આજે અમારા અમરેલી જિલ્લાના સેંકડો ગામો, પાઈપલાઈનથી પાણી પહોંચે, સાહેબ. અને પાઈપલાઈનથી પાણી પહોંચે એટલે કલ્પના... પહેલા તો હેન્ડ પંપ, લાંબુ લાંબુ દોડે તો શું? અને કોઈક ધારાસભ્ય કોઈક ગામમાં હેન્ડ પંપ લગાવી દે ને તો એ ગામ એ ધારાસભ્યને ચાર ચાર ચૂંટણીઓ જીતાડી દે.

હેન્ડ પંપ... એવો જમાનો હતો. અહીંયા તો પાઈપથી સાહેબ, ઘેર ઘેર પાણી પહોંચાડીએ છીએ. કારણ? અમારે તો ગુજરાતના જીવનને એવું બનાવવું છે કે તમારી આવનારી પેઢીઓને પણ મુસીબત ના આવે, ભાઈઓ. એવું મજબુત બનાવવું છે. અને એના માટે આ જહેમત કરી રહ્યા છીએ. ગુજરાતે જે રીતે કૃષિ ક્ષેત્રે કાયાકલ્પ થયો છે, ભાઈ. નહિ તો આપણું ગુજરાત એટલે ખેતીની બાબતમાં હિન્દુસ્તાનના દસાડા દફતરમાં નામ જ નહોતું. માઈનસ ગ્રોથ આપણો. કારણ કે દસ વર્ષમાં સાત વર્ષ દુષ્કાળ પડતો હોય, ત્યારે ખેડૂત બિચારો કરે શું? બાજરા, જુવાર કે મકાઈના દાણા નાખીને જે કંઈ નીકળે એમાંથી કંઈ થતું નહોતું, ભાઈઓ. આજે આપણે ખેતીને નફાના ધોરણ ઉપર લઈ જવાની દિશામાં કામ કરી રહ્યા છીએ, અને બે દસક પહેલાં કોઈ કદાચ આના માટે વિચારી નહોતું શકતું, ભાઈઓ. આપણા ખેડૂતોને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટેનું અભિયાન આપણે ચલાવ્યું. સાથે સાથે વીજળીના સંકટમાંથી એને મુક્તિ અપાવી. મને યાદ છે, એ જમાનો હતો, કે ટ્રાન્સફોર્મર બળી જાય ને, કારણ કે વીજળીના ઠેકાણા નહિ, ઉતાર-ચઢાવ ચાલ્યા કરે, એટલે ટ્રાન્સફોર્મર બળી જાય. પાક પીળો પડી જાય, ગાંધીનગરમાં ચક્કર મારે, ધારાસભ્યો દોડાદોડ કરે, ટ્રાન્સફોર્મર બદલતા બદલતા બબ્બે – ત્રણ ત્રણ મહિના જતા રહે. સિઝન પુરી થઈ જાય. પાક આખો પીળો પડી ગયો હોય, ખેડૂત બિચારો બરબાદ થઈ ગયો હોય. આપણે આવીને બદલ્યું. ફોન કરો ને ટ્રાન્સફોર્મર બદલાય એવો જમાનો આપણે લાવી દીધો હતો, પછી તો સ્થિતિ એવી લાવી કે ટ્રાન્સફોર્મર બળે પણ નહિ, ભાઈ. સિંચાઈની સુવિધાઓ વધારવા માટે આપણે અનેક કામો કર્યા. નહેરોના કામો કર્યા, અને આના કારણે અમારો ખેડૂત આજે ત્રણ ત્રણ પાક ઉગાડવા માંડ્યો છે. એને એનો લાભ થવા માંડ્યો છે, ભાઈઓ.


ભારતી જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં ખેતીને મહાસંકટમાંથી બહાર કાઢી. અમે ગામડાને બચાવી લીધું છે. નહિ તો અમારું ગુજરાતનું અને ખાસ કરીને કચ્છ, કાઠીયાવાડનું, સૌરાષ્ટ્રનું અમારું ગામડું ખાલી થતું જાય. લોકો મજુરી કરવા જાય, પણ ગામડે પાછા આવવાનું પસંદ નહોતા કરતા, એવા દિવસો હતા. આપણે જ્યારે જ્યોતિગ્રામ યોજના લાવ્યા ને, ત્યારે ઘરમાં તો 24 કલાક વીજળી મળી પણ જ્યોતિગ્રામ યોજનાના કારણે ખેડૂતને વીજળી પાકી મળવાની નક્કી થઈ ગઈ કે આટલા કલાક મળે એટલે મળે. દિવસે મળે એટલે મળે. એના ખેતરમાં પાણી વિના પાક સુકાય નહિ, એના માટે જે વીજળી જોઈએ એ મળે એટલે મળે, આ આપણે કરી શક્યા. અને આપણે જ્યારે કિસાન હિત ઊર્જા શક્તિ યોજના. ખુશી – એને જ્યારે કર્યું, 1 લાખથી વધારે ટ્રાન્સફોર્મર આપણે લગાવ્યા, 1 લાખ કરતા વધારે ટ્રાન્સફોર્મર. અને આપણા સરકારને... સૌથી મોટો લાભ મોટો કર્યો કૃષિ મહોત્સવ. જૂન મહિનામાં સાહેબ 35 – 40 ડિગ્રી તાપમાન હોય અને ગુજરાતના ગામડે ગામડે કૃષિરથ ફરતો હોય, ખેડૂતની સાથે બેસીને ખેતીમાં કેવી રીતે બદલાવ લાવવો, કેવી રીતે આધુનિક ટેકનોલોજી લાવવી, બિયારણ કેવી રીતે લાવવું, જમીન માટે થઈને આ બધા... સોઈલ ટેસ્ટિંગના કામ કેવી રીતે કરવા, બીજથી લઈને બજાર સુધી અમારા ખેડૂતને તૈયાર કરવાનું કામ આપણે આ કર્યું, અને ગુજરાતમાં નહેરો દ્વારા પાણી પહોંચાડ્યું, બીજી બાજુ કૃષિ મહોત્સવ દ્વારા માહિતી પહોંચાડી, અને આજે આપણા 70,000 કિલોમીટર નહેરોનું નેટવર્ક, ભાઈઓ, કોઈ કલ્પના કરી શકે? 70,000 કિલોમીટર નહેરોનું નેટવર્ક, આ આપણા ગુજરાતના ખુણે ખુણે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, અને એના કારણે સવા કરોડ સોઈલ હેલ્થ કાર્ડ, આપણા ગુજરાતમાં સવા કરોડ સોઈલ હેલ્થ કાર્ડ, માટીની પહેચાન, એનું કામ આપણે કર્યું છે. અને એના કારણે ખેડૂતે પોતાને કયું બીજ વાવવું, કયું ખાતર નાખવું, કઈ દવા નાખવી, એની બધી એને સમજણ પડે.

અને એની સાથે સાથે પશુધન. પહેલા એવી સરકાર હતી કે ડેરી ન બનાવવા માટેના નિયમો હતા. અમે ડેરી બનાવવાના નિયમો બનાવ્યા. અને અમારી અમરેલીની ડેરીએ તો કમાલ કરી દીધો છે, ભાઈ, કમાલ કરી દીધી. આટલા ટૂંકા ગાળામાં જે પ્રગતિ થઈ છે, અને એની સાથે સાથે પશુઓ માટે આપણે જે જે, આખા દેશમાં, આ માણસોને જે આપણે કોરોનોમાં જે ટીકાકરણ થયું એની ચર્ચા તો થાય છે. આપણે પશુઓ માટેના ટીકાકરણનું મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ. હજારો કરોડ રૂપિયાના બજેટ ખર્ચી રહ્યા છીએ. આપણે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ અમારા પશુપાલકોને આપી રહ્યા છીએ. એ જ રીતે અમારા માછીમાર ભાઈઓ, બહેનો, એમને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળી રહ્યો છે. અને હિન્દુસ્તાનમાં આટલી બધી સરકારો આવી, આ દરિયો હતો કે નહોતો, ભાઈ? માછીમારો હતા કે નહોતા, ભાઈ? માછીમારી ચાલતી હતી કે નહોતી ચાલતી? આવડું મોટું હિન્દુસ્તાન, આવડો મોટો દરિયાકિનારો, પરંતુ મત્સ્ય વિભાગ નહોતો, સરકારનો કોઈ મંત્રી નહોતો. અમે જુદું મંત્રાલય બનાવ્યું, અને અમારા રૂપાલાજી એનું નેતૃત્વ કરી રહ્યા છે. આખા દેશના માછીમારોની જિંદગી બદલવાનું કામ ચાલી રહ્યું છે. ફિશિંગ હાર્બર બનાવવાના કામ હોય, તેજીથી થઈ રહ્યા છે. અમારા ફિશરમેનને, માછીમારને આર્થિક મદદ કરવાના કામ થઈ રહ્યા છે. અમે ટેકનોલોજી દ્વારા, ચાહે ખેડૂતને વેબ પોર્ટલ હોય, એનો લાભ ફિશરમેનને મળે, એનો લાભ પશુપાલકને મળે, એના માટે સબસીડી મળે, આની ચિંતા આપણે કરી છે, ભાઈઓ, બહેનો.


બે દસક પહેલાં વીજળી ઉપર 75,000 કરોડથી વધારે આપણે સબસીડી આપી, એના કારણે મારા ખેડૂતને ક્યારેય વીજળી મોંઘી ન પડી, એની ચિંતા આપણે કરી છે. કિસાન સૂર્યોદય યોજના તહત કિસાનોને ખેતીમાં દિવસે વીજળી મળે એની ચિંતા કરી છે. રાત્રે એને ઉજાગરા કરવા ના પડે, આ ચિંતા કરી છે, ભાઈઓ, બહેનો.


એક જમાનો હતો, ગુજરાતમાં માત્ર એક એગ્રીકલ્ચર યુનિવર્સિટી હતી. ચાર ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવી દીધી. અને વિસ્તાર પ્રમાણે ખેડૂતોની જે આવશ્યકતા હતી, એ પ્રમાણે આપણે રિસર્ચ કરવા માંડ્યા. અને એના કારણે ખેતી આધુનિક બની. ખેતી વૈજ્ઞાનિક બની. અને ખેતીની આખી રસમ બદલાઈ ગઈ. આ કામ આપણે કરી શક્યા છીએ.


ભાઈઓ, બહેનો,


ગુજરાતની અંદર હજારો કરોડ રૂપિયા બે દસકમાં 9,000 કરોડથી વધારીને 2 લાખ કરોડ રૂપિયા, ક્યાં 9,000 કરોડ રૂપિયા ને ક્યાં 2 લાખ કરોડ રૂપિયા? એટલે સુધી આપણે હરણફાળ ભરી છે, ભાઈઓ. આજે વર્ષોથી ગુજરાતમાં કૃષિ વિકાસદર જે માઈનસમાં હતો, આપણી જહેમતનું પરિણામ આવ્યું કે ડબલ ડિજિટમાં ગુજરાતનો કૃષિ વિકાસદર થયો, અને હિન્દુસ્તાનમાં કૃષિ વિકાસ માટેના જેટલા ઈનામો હતા ને એ ઈનામ બધા ગુજરાત લઈ આવતું હતું. જે ગુજરાત સૂકુંભઠ્ઠ ગણાતું હતું, એમાં આપણે આ બધું કરી રહ્યા હતા. આજે ગુજરાતમાં સિંચાઈનો દાયરો પણ આજે 20 વર્ષમાં લગભગ સવા બે ગણો કરી દીધો છે, આપણે.

અને આજે ગુજરાતમાં અનાજનું ઉત્પાદન પહેલાની તુલનામાં ડબલ થવા માંડ્યું છે. સૂકાભઠ્ઠ ગુજરાતમાં દૂધનું ઉત્પાદન અઢી ગણું વધ્યું છે. આજે ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન પહેલા કરતા ચાર ગણું વધ્યું છે. આજે ગુજરાતમાં ફળોનું ઉત્પાદન પહેલા કરતા ત્રણ ગણું વધ્યું છે. આજે ગુજરાતમાં એવી અનેક ફસલો, કમલમ... કમલમની ખેતી વિદેશોમાં જઈ રહી છે. કચ્છની આફુસ વિદેશમાં જઈ રહી છે. અમારો અમરેલી જિલ્લો પણ હવે ફળફળાદીની દિશામાં આગળ વધી રહ્યો છે.


ભાઈઓ, બહેનો,


બીજી બાજુ, પ્રાકૃતિક ખેતી. મને રૂપાલાજી અમારા દિલીપભાઈ કહેતા હતા કે સાહેબ, અમારા અમરેલી જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને એવી પોતાની બનાવી દીધી છે અને લાખો ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. હું માનું છું, તમે ગુજરાતની તો સેવા કરી રહ્યા છો, પોતાની તો કરી રહ્યા છો, ધરતી માતાની કરી રહ્યા છો, અરે, આવનારી પેઢીઓની પણ સેવા કરી રહ્યા છો. આ કામ જે અમરેલી જિલ્લાએ ઉપાડ્યું છે, એ અભિનંદનને પાત્ર છે, ભાઈઓ.


જ્યારે ગુજરાતના લોકોએ મને દિલ્હી મોકલ્યો. આપની પાસેથી હું જે શીખીને ગયો છું, અહીંયા જે મુસીબતોમાંથી જીવતા ખેડૂતોને મેં જોયા હતા, ગામડા જોયા હતા, એમાંથી દિલ્હીમાં ગયો અને જે યોજનાઓ બનાવી, એ યોજનાની અંદર આ ગરીબ માણસ, કિસાન, ખેડૂત, એની આવક કેમ વધે, એના માટે આપણે 1,700 કરતા વધારે વેરાયટી એના માટેના બીજ ઉપલબ્ધ કરાવવા માટેનું મોટું અભિયાન ચલાવ્યું, અને એના કારણે ખેડૂત ઓછા પાણીએ સિંચાઈની સીમિત સુવિધાઓ વચ્ચે પણ એ પાક પકવી શકે અને 1 લાખ કરોડ રૂપિયા સિંચાઈની પરિયોજનાઓ પુરી કરવા માટે આપણે લગાડ્યા, એના કારણે ખેડૂતોને... અમારા પશુઓને, મેં કહ્યું એમ બીમારી, ફૂટ અને માઉટની બીમારી, એના કારણે અમારા પશુઓને તકલીફ પડે અને આપણે તો એને એમ થાય કે ખાતું નથી, ને આમ નથી પણ એની બીમારી દૂર કરવા માટે એનું ટીકાકરણ કરવું પડે. એના માટેનું મોટું અભિયાન ચલાવ્યું. અને આજે ભારતના કરોડો પશુઓને બચાવવા માટેનું કામ ચાલ્યું છે. ખેડૂતોની નાની નાની જરુરીયાતો હોય, એને પુરી કરવા માટે પી.એમ. કિસાન સન્માન નિધિ. આપ વિચાર કરો, વર્ષમાં ત્રણ વખત, બબ્બે હજાર રૂપિયા સીધા એના બેન્કના ખાતામાં જાય, કોઈ વચેટીયો નહિ. એકલા, અમારા, આની પાછળ પી.એમ. કિસાન સન્માન નિધિ પાછળ દેશમાં સવા બે લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ. સવા બે લાખ કરોડ રૂપિયા. મારા અમરેલી અને ગુજરાતમાં અમારા 60 લાખ જેટલા ખેડૂતોને 12 હજાર કરોડ રૂપિયા આ પી.એમ. કિસાન સન્માન નિધિના મળ્યા છે, અને ભાઈઓ, બહેનો, એના કારણે ખેડૂતની ખરીદશક્તિ વધી છે. એના કારણે જે ગામડાના વેપારીઓ હોય, એની આવક વધી છે. એના કારણે મધ્યમ વર્ગના જીવનમાં બદલાવ થયો છે. અને 10,000 જેટલા ખેડૂતો આજે એના ઉત્પાદક સંઘો બનાવવાની કલ્પના, એ.પી.ઓ. બજેટમાં ફાળવ્યું છે. 10,000 ઉત્પાદક સંઘો બનાવીને આપણે કામ કરી રહ્યા છીએ.


આજે યુરિયાની મારે વાત કરવી છે, ભાઈઓ, બહેનો, ઘણી વાર લોકોને એમ લાગે છે કે સરકાર શું કરે છે? અહીં આજકાલ કેટલાક લોકો ભાતભાતના ભાષણો કરવા આવે છે ને? યુરિયાની એક થેલી ખેડૂતને 270 રૂપિયામાં પડે. પણ સરકારને કેટલામાં પડે, ખબર છે? યુરિયા બહારથી લાવવું પડે છે. 2,000 રૂપિયામાં થેલી લાવીએ છીએ. સરકારને એક થેલી 2,000 રૂપિયામાં પડે છે અને સરકાર એ થેલી ખેડૂતોને 270 રૂપિયામાં આપે છે. કારણ, મારો ખેડૂત નબળો ન પડે. અને એના માટે થઈને ખાલી યુરિયામાં અઢી લાખ કરોડ રૂપિયાની સબસીડી જાય છે, ભાઈઓ. હવે એમાંથી આપણે રસ્તો કાઢ્યો છે. નેનો યુરિયા. અમારા દિલીપભાઈએ કદાચ ઘણું બધું તમને વિસ્તારથી કહ્યું હશે. જે એક થેલામાં યુરિયા જેટલું કામ કરે, એક નાની બોટલ, નેનો યુરિયાથી થાય અને ગુજરાતના કિસાનોએ, દેશના કિસાનોએ આ નેનો યુરિયાનું સ્વાગત કર્યું છે. એના કારણે પાકમાં પણ સુધાર થયો છે. વૈજ્ઞાનિક ઢબે આપણે આગળ વધી રહ્યા છીએ. અને એમાં અમારા અમરેલી જિલ્લાના કિસાનોને એનો લાભ મળે અને મને કહેવામાં આવ્યું કે અમરેલીમાં તો કપાસ અને મગફળી, એની ખરીદી પણ આ વખતે જરા ઉંચાઈ રહી છે. એનો પણ એક આનંદ ખેડૂતોમાં છે. રેકોર્ડ કિંમતો મળી રહી છે.


ભાઈઓ, બહેનો,


અને અમારું અમરેલી તો શાનદાર ક્વોલિટી. આ એનું બજાર મશહુર છે, ભાઈ. એની દરેક ક્વોલિટીની ઊંચાઈની વાત થતી હોય છે. અને આપણને ખબર છે? આવતા વખતે 2023માં, આપણે યુ.એન.ને એક પત્ર લખ્યો હતો કે તમે 2023માં મિલેટ-ઈયર મનાવો. મિલેટ એટલે આપણો જવાર ને બાજરા ને જે મોટું અનાજ કહેવાય ને, જાડું અનાજ બધું. જ્યાં સિંચાઈ ના હોય ને એમ જ પાકતું હોય ને એકાદ વીધા જમીન હોય ગરીબ ખેડૂતો પકવતા હોય. આ મોટા અનાજ જેને કહે છે, એની દુનિયામાં આવતા વર્ષે ડીમાન્ડ વધે એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. જેથી કરીને મારા દેશનો નાનો જે ખેડૂત છે ને એને આવક વધે, એનો બાજરો દુનિયામાં વેચાય, અને જ્યારે બાજરાની વાત આવે ત્યારે જાફરાબાદ તો યાદ આવે જ પહેલા. જાફરાબાદના બાજરાની, હું ઘણી વાર દિલ્હીમાં ચર્ચા કરતો હોઉં કે ભાઈ, દુનિયાનો લાંબામાં લાંબો ઘઉં જોવો હોય ને તો મારા ભાવનગર આવો, અમારી ઉત્તમ પ્રકારની બાજરી જોવી હોય તો અમારા જાફરાબાદમાં આવો, અમારા ભાલના ઘઉં જોવા હોય તો આવો તમે ભાલમાં. જ્યારે બહારના લોકોને કહેતો હોઉં છું ને ત્યારે આશ્ચર્ય થતું હોય છે. પણ આજે અમારા જાફરાબાદની બાજરી દુનિયાભરમાં ડંકો વગાડવાની છે. લખી રાખજો, ભાઈઓ. આવતું વર્ષ, દુનિયા આ મિલેટ-ઈયર મનાવશે, ત્યારે આપણો બાજરો હોય, જુવાર હોય, જે જાડા જાડા અનાજ, જે કોઈ એક જમાનામાં આપણે કાઢી નાખ્યા હતા, હવે એ મુખ્ય ખોરાક બની રહ્યા છે. ન્યુટ્રિશન માટેની જે લોકોમાં જાગૃતિ આવી છે, એ જ રીતે ભાઈઓ, બહેનો, શિક્ષણ તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું.

બાળકોના શિક્ષણ માટે. પહેલાનો જમાનો હતો, વીસ – પચ્ચીસ વર્ષમાં પઢાઈ, કમાઈ, સસ્તી દવાઈ, એના માટે ગુજરાતે અનેક કામ કર્યા છે, અને એના કારણે બે દસકમાં ગુજરાતમાં, બે દસક પહેલા શું સ્થિતિ હતી? 100માંથી 40 બાળકો જતા. 60 બાળકો નિશાળ છોડીને જતા રહેતા હતા, ભાઈઓ. ધીરે ધીરે પછી 50 થયા પછી 60 ભણ્યા, 40 ગયા, પણ આપણે તો અભિયાન ઉપાડ્યું કે ના, એકેય છોકરું નિશાળમાંથી બહાર ના આવવું જોઈએ. એમાંય દીકરીઓ મારી ભણવી જોઈએ. દીકરા-દીકરીઓને ભણાવવા માટે ધોમધખતા તાપમાં જૂન મહિનાની ગરમીમાં ગામડામાં જતા હતા. ઘેર ઘેર જઈને કહેતા હતા કે મને ભિક્ષા આપો, દીકરીઓને ભણાવવા માટેનું મને વચન આપો. અને ગુજરાતમાં દીકરીઓને ભણતી કરવા માટે શાળા પ્રવેશોત્સવ કરીએ. કન્યા કેળવણીના કાર્યક્રમ કરીએ, ગુણોત્સવ કરીએ. બેટી બચાવો, બેટી પઢાઓના કાર્યક્રમ કરીએ. આ બધા અભિયાનોના પરિણામે અમારા દીકરા, દીકરીઓ ભણતી થઈ. એનો અભ્યાસ પુરો થાય એના માટે અમે કામ કર્યા, અને અમારા અમરેલી જિલ્લામાં 2001માં આ જ મુદ્દે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ એની શાળાઓનું નિર્માણ, આ એની ગુંથણી અમારા અમરેલી જિલ્લામાં વધી. સરકારની બે શાળાઓ હતી, ભાઈઓ, આજે 300 ઉપર પહોંચી ગઈ છે. બેમાંથી 300. અમારા માટે શિક્ષણનું કેટલું મહત્વ છે ને એનો આ નમૂનો છે, ભાઈઓ. અમે સરકારી સ્કૂલની સંખ્યા પચાસે પહોંચાડી દીધી છે. 300 સ્કૂલો જનરલ, પચાસ સ્કૂલો સરકારી. અને હવે તો ગુજરાતમાં હજારો સ્કૂલો, એને આધુનિક બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. અને અમારા ગુજરાતના બાળકો વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધે, એના માટે અટલ ટિંકર એક લેબ. શાળાની અંદર વિજ્ઞાનના વિષયોની અંદર એનું ભણતર વધે, એના માટે મોટું કામ ચાલી રહ્યું છે. આપણા ગુજરાતની ધરતીમાં મારી માતાઓ, બહેનોની ભુમિકા આગવી રહેલી છે. આજે ગયા 20 વર્ષથી જે લગાતાર કામ કરતા હતા, આ અમૃતકાળની અંદર 25 વર્ષ ચાલે છે ત્યારે મને પુરો વિશ્વાસ છે કે ભારતને વિકસિત ભારત બનાવવાની દિશામાં મારી માતાઓ, બહેનોનું યોગદાન ખુબ મહત્વનું રહેવાનું છે. આ માતાઓ, બહેનો સશક્ત બને એના માટે આપણે અભિયાન ઉપાડી રહ્યા છીએ.


આ કોરોનાકાળની અંદર 80 કરોડ લોકોને, આપ વિચાર કરો, ભાઈઓ, એના ઘરમાં ચુલો ઓલવાવા નથી દીધો, એના ઘરની અંદર મફત અનાજ પહોંચાડ્યું છે. ગુજરાતે પરંપરા ઉભી કરી, એ પરંપરા આજે દેશમાં ચાલી છે. ભુકંપ જ્યારે થયો અને મકાન બનાવ્યા, ત્યારે આપણે નક્કી કર્યું હતું કે જેમના મકાન બની રહ્યા છે તે બહેનોના નામે બનશે. એ વાતને આપણે આગળ લઈ ગયા અને ગુજરાતમાં જે પ્રયોગ કર્યો, આજે હિન્દુસ્તાનમાં સરકાર મકાનો બનાવે છે. 3 કરોડ જેટલા મકાનો હમણા હમણા બનાવ્યા છે, ગરીબોને આપવા માટે, અને એ મકાનો બહેનોના નામે કર્યા છે. નહિ તો આપણા સમાજની વ્યવસ્થા એવી કે ઘર હોય તો પતિના નામે, ખેતર હોય તો પતિના નામે, સ્કુટર હોય તો પતિના નામે, ગાડી હોય તો પતિના નામે, પતિ ના હોય તો દીકરાના નામે, મહિલાના નામે કશું જ નહિ. આ આખોય ચીલો ચાતરીને આજે બહેનોના નામે મિલકત કરવાનું કામ આપણે ઉપાડ્યું. બહેનોના સશક્તિકરણ માટે કામ કર્યું અને આજે એના કારણે બહેનો, જેને ઘર મળ્યા છે ને, સરકાર જે ઘર બનાવે છે ને, ગરીબનું ઘર બને છે, એ તો લખપતિ બની જાય, રાતોરાત એને જ્યારે ઘર મળે છે. ડેરી સેક્ટરમાં મારી બહેનોની ભાગીદારી વધી છે. જે રીતે અમારી બહેનો ડેરી સેક્ટરમાં આગળ આવી રહી છે, અને અમારા સખી મંડળો, સખી મંડળો દ્વારા જે પ્રકારે અનેક નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે, એમની સહાયતા પણ આપણે બે ગણી, ડબલ કરી દીધી છે. જેથી કરીને અમારી સખી મંડળની ગામડાની બહેનો ઉત્પાદન થાય, બજારની અંદર આવે, સરકારી દફતરોમાંથી એમને સીધો ઓર્ડર મળે, એના માટેની આપણે ચિંતા કરી છે. આ બહેન, દીકરીઓ પણ કમાતી થાય, ગામડામાં આત્મનિર્ભર બને એના માટેનું કામ ચાલી રહ્યું છે.


ભાઈઓ, બહેનો,


મુદ્રા યોજના લાવ્યા, મુદ્રા યોજના કોઈ પણ ગેરંટી વગર બેન્ક લોન મળે. એને પોતાનો વેપાર-ધંધો કરવો હોય, લાખો કરોડો રૂપિયા મુદ્રા યોજના અંતર્ગત આપ્યા, પણ મારા માટે ખુશીની વાત એ છે કે ભારતમાં જે મુદ્રા યોજનામાં જે પૈસા ગયા છે ને, એમાં 70 ટકા પૈસા બહેનોના પાસે ગયા છે. એમણે પોતાનો કોઈ ધંધો, રોજગાર ચાલુ કર્યો છે. અને પોતે એક કે બે લોકોને બીજાને નોકરીએ રાખ્યા છે, કામે રાખ્યા છે અને એને રોજગાર આપ્યો છે. તમે કોંગ્રેસ પાસેથી અપેક્ષા જ ના કરતા ભાઈ, ખુદ કોંગ્રેસના નેતાને પુછજો, ભાઈ, વિકાસ કોને કહેવાય? કેવી રીતે કરાય? એનો રોડ-મેપ શું હોય? ક્યાં પહોંચાય? હમણા હું આવ્યો ત્યારે સાંભળતો હતો, અમારા રૂપાલાજી નર્મદાના વિરોધીઓનું વર્ણન કરતા હતા કે કેવી રીતે નર્મદા વિરોધીઓને લઈને ફરી રહ્યા છે આજકાલ.


ભાઈઓ, બહેનો,


વિકાસ આવનારી પેઢી માટે જરૂરી છે. જેમ ઈમારત બનાવવી હોય ને તો પાયો મજબુત કરવો પડે, ખાલી ઉપરની દીવાલોના રંગરોગાન કરવાથી મેળ ના પડે. આ ગુજરાતનો પાયો મજબુત કરવાનું કામ 20 વર્ષ આપણે કર્યું છે અને હવે, હવે હરણફાળ ભરવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ નહિ કરી શકે, ભાઈ. કોંગ્રેસનું એક માણસ તમારું ભલું નહિ કરી શકે. અહીંયાથી તમે ગઈ વખતે કોંગ્રેસના લોકોને ચૂંટીને તમે મોકલ્યા, અમરેલી જિલ્લાવાળાને ગઈ વખતે બહુ ઉમળકો હતો, લ્યો મોકલ્યા. શું કર્યું ભઈ, કહો? એક કામ યાદ આવે છે? કંઈ કર્યું ભલું? નકામા તમારો વોટ શું કરવા બગાડો છો? ભાઈ, અમેરલીવાળા... આ વખતે તો તમારું કમળ ઊગી નીકળવું જોઈએ. જેથી કરીને અમારું અમરેલી આખા ગુજરાતનું નેતૃત્વ કરે એવું સામર્થ્યવાન બની જાય. અમારો અમરેલી જિલ્લો આર્થિક ક્ષેત્રે આગળ વધે, સામાજિક ક્ષેત્રે આગળ વધે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, કો-ઓપરેટીવ ક્ષેત્રે આગળ વધે, એવું નેતૃત્વ આજે અમે એવા બધા જાજરમાન ઉમેદવારો લઈને આવ્યા છીએ. જેથી કરીને મારા અમરેલી જિલ્લાનું ભવિષ્ય ઉજ્જવળ બને. અને એટલા માટે ભાઈઓ, બહેનો, મારી આપને સૌને વિનંતી છે કે તમે ભારતીય જનતા પાર્ટીને, ભાજપના કમળને, એક પણ પોલિંગ બુથ એવું ના હોય કે આ વખતે ભાજપ પાછળ હોય.


આટલું વચન આપો છો મને, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)


બે હાથ ઉપર કરીને આપો. (ઑડિયન્સ હાથ ઊંચા કરીને હા...)


એક પણ પોલિંગ બુથ એવું ના હોય કે ભાજપ પાછળ હોય, ભાઈઓ.


અને આ વખતે કોઈ પોલિંગ બુથ એવું ના હોય કે જેમાં પહેલા કરતા ઓછું મતદાન થયું હોય, ભાઈઓ. અને અમે તો શું, બધા વચનનું પાલન કરવાવાળા લોકો છીએ. મને યાદ છે, મેં એક વાર અહીંયા આવીને એક ભાષણ કર્યું હતું. કાગ બાપુને યાદ કર્યા હતા. અને મેં કાગધામની વાત કરી હતી. મારી વાત એ લોકોને ગળે નહોતી ઉતરતી. 2014માં તો મને દિલ્હીમાં બેસાડ્યો ને, આ કાગધામ અમે જાહેર કરી દીધું, ભાઈઓ, કાગધામ બનાવી દીધું. આ કાગ બાપુને સાચી શ્રદ્ધાંજલિ કોઈએ આપી હોય ને, તો અમે આપી છે, ભાઈઓ. કોંગ્રેસ પાસેથી અપેક્ષા ના કરતા. અને એટલા માટે હું કહું છું, ભાઈઓ, કે વર્ષો પહેલા કરેલી ઘોષણા, પણ જ્યારે મને દિલ્હીમાં જઈને કામ કરવાનો મોકો મળ્યો, અને કાગ બાપુની તો દરેક વાત આજે ય પ્રેરણા આપનારી હોય છે. શુદ્ધ ગાંધીવાદી જીવન કેમ જીવાય એ અને આ માટીને કેમ પુજાય? એ કાગ બાપુ આપણને શીખવાડીને ગયા છે, ભાઈઓ. અને મને તો યાદ છે, તમે મને ભોજલધામ લઈ ગયા હતા. કેવું મારું સદભાગ્ય હતું, ભાઈઓ. ભોજલધામ જઈએ અને કેટલી બધી પ્રેરણા લઈને આપણે આવતા હોઈએ. એ કામ, એ કામ આજે તીર્થક્ષેત્ર તરીકે વિકસી રહ્યા છે. અને ભોજા ભગત હોય અને જલારામ બાપુની વાત આવે. જીવન ધન્ય બની જાય એવી ચર્ચાઓ અમારા અમરેલી જિલ્લા જોડે ગુંથાયેલી છે. અને આવા બધા જ મહાન વ્યક્તિઓ, મહાન આદર્શો લઈને અમારો અમરેલી જિલ્લો આગળ વધે એના માટે હું દિલ્હીમાં હોઉં કે ગાંધીનગરમાં હોઉં, તમારો છું, તમારા માટે છું, અને તમારા માટે કંઈક કરવું છે. એટલા માટે ભાઈઓ, બહેનો, ભારતીય જનતા પાર્ટીની સરકારને વિજયી બનાવો, વધુમાં વધુ મતદાન કરો, એ જ મારી વિનંતી છે.


મારું એક નાનકડું કામ કરશો ભાઈઓ, અમરેલીવાળા? (ઑડિયન્સમાંથી હા...)


એમ નહિ, ચારેય બાજુથી અવાજ આવવો જોઈએ. (ઑડિયન્સમાંથી હા...)


કરશો? (ઑડિયન્સમાંથી હા...)


બે હાથ ઊંચા કરીને કહો, તો હું માનું કે કરશો. (ઑડિયન્સઃ- બે હાથ ઊંચા કરીને હા...)


પાકે પાયે કરશો? (ઑડિયન્સમાંથી હા...)


હવે મતદાન સુધી પગ વાળીને બેસવાનું નહિ. મંજુર? (ઑડિયન્સમાંથી હા...)


ઘેર ઘેર જવાનું, જશો? (ઑડિયન્સમાંથી હા...)


મેં જે વાતો કરી, એ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)


એ ઉપરાંત, મારું એક અંગત કામ કરવાનું છે, કરશો? (ઑડિયન્સમાંથી હા...)


અંગત હોં, મારું અંગત છે. (ઑડિયન્સમાંથી હા...)


કરશો? (ઑડિયન્સમાંથી હા...)


જરા ખખડીને બોલો ને યાર? (ઑડિયન્સમાંથી હા...)


કરશો? (ઑડિયન્સમાંથી હા...)


બધા ઘરે જઈને એટલું કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. અમેરલી આવ્યા હતા. અને નરેન્દ્રભાઈએ તમને નમસ્તે કહેવડાવ્યા છે.


આટલું કહી દેશો? (ઑડિયન્સમાંથી હા...)


દરેક વડીલને મારા નમસ્તે પહોંચાડશો, ભાઈ... ? (ઑડિયન્સમાંથી હા...)


આ વડીલોના આશીર્વાદ છે ને, મને દિલ્હીમાં દોડવાની તાકાત આપે છે. એટલે મારા વતી એમને નમસ્તે મારા પહોંચાડી દેજો. અને મને અમરેલી જિલ્લાના વડીલોના આશીર્વાદ મળે, એ જ અપેક્ષા.


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય...)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય...)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય...)

 

Explore More
୭୮ତମ ସ୍ୱାଧୀନତା ଦିବସ ଅବସରରେ ଲାଲକିଲ୍ଲାରୁ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଶ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦୀଙ୍କ ଅଭିଭାଷଣ

ଲୋକପ୍ରିୟ ଅଭିଭାଷଣ

୭୮ତମ ସ୍ୱାଧୀନତା ଦିବସ ଅବସରରେ ଲାଲକିଲ୍ଲାରୁ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଶ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦୀଙ୍କ ଅଭିଭାଷଣ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.