ભારતમાતા કી જય...!! પૂરી તાકાતથી અવાજ કાઢો, કારણ કે સમગ્ર ગુજરાતમાં આજે છવાઈ ગયેલું આ વાતાવરણ છે.

ભારતમાતા કી જય...!! ભારતમાતા કી જય...!!

ભાઈઓ-બહેનો, આજે ટેક્નોલૉજીના માધ્યમથી ગુજરાતના 26 નગરોમાં આપની સાથે વાતચીત કરવા માટે હું આવ્યો છું. લોકોને થતું હશે કે આ ટેક્નોલૉજી મને તમારી સાથે જોડે છે. કદાચ ટેક્નોલૉજી માધ્યમ હશે, પરંતુ હું તો અનુભવ કરું છું કે હું આપના પ્રેમમાં તરબતર છું, આપના પ્રેમથી જોડાયેલો છું, આપની લાગણીથી જોડાયેલો છું. આપને ક્યાંય પીડા થઈ હોય તો વેદના હું અનુભવું છું. મારી ઉપર કોઈ આફત આવી હોય તો ગુજરાત આખું બેચેન બની જાય છે. એ આપણે સતત ગયો આખો દસકો અનુભવ્યું છે. ભાઈઓ-બહેનો, જો છ કરોડ ગુજરાતીઓનો મારી પર આટલો પ્રેમ ન હોત, છ કરોડ ગુજરાતીઓ માટે મારું આટલું સમર્પણ ન હોત, એમના સાથે હું એકાકાર ન થયો હોત તો કદાચ આ અનુભૂતિ ન થતી હોત પણ ભાઈઓ-બહેનો, પ્રત્યેક પળ આપ પણ અનુભવો છો અને પ્રત્યેક પળ હું પણ અનુભવ કરું છું અને એટલે જ ભલે હું ટેક્નોલૉજીના માધ્યમથી આપની વચ્ચે આવ્યો હોઉં, પણ મને એમ જ લાગે છે કે જેમ રોજ આપને મળતો હતો એમ જ મળી રહ્યો છું. આપને પણ એમ જ થતું હશે કે લો, આપણા નરેન્દ્રભાઈ જોડે ગપ્પાં-ગોષ્ઠિ ચાલે છે. અવશ્ય થતું હશે અને એનું કારણ ટેક્નોલૉજી નથી, એનું કારણ લાગણીનો નાતો છે, સબંધ છે.

ભાઈઓ-બહેનો, આપણે બધા આમ એકત્ર શાને માટે આવ્યા છીએ? કોઈ હારે એના માટે? કોઈને પરાજિત કરવા માટે? કોઈની ડિપોઝિટ ડુલ કરવા માટે..? ભાઈઓ-બહેનો, એવા ટૂંકા ગાળાના સપના લઈને ચાલવાવાળું ગુજરાત છે નહીં. આપણે બધા તો એકત્ર આવ્યા છીએ આવતીકાલનું દિવ્ય-ભવ્ય ગુજરાત બનાવવા માટેનું સપનું સાકાર કરવા માટેનો સંકલ્પ લેવા માટે. અને એ સંકલ્પ લઈને આપણે આગળ વધવું છે. ગયા અગિયાર વર્ષમાં દુનિયાની કોઈ એવી તાકાત નહોતી કે જેણે આ ગુજરાતને બદનામ કરવા માટે, બરબાદ કરવા માટે કોશિશ ન કરી હોય. સૌએ પોતપોતાની રીતે પ્રયોગો કર્યા. ગુજરાત દિશાહીન થઈ જાય, ગુજરાતની ગાડી પાટા પરથી ઊતરી જાય, ગુજરાત બીજી વાતોમાં અટવાઈ જાય એવા અનેક પ્રયાસો થયા, પ્રયોગો થયા પણ છ કરોડ ગુજરાતીઓ મક્કમ મનથી એકજૂટ બનીને મારી પડખે ઊભા રહ્યા અને એના કારણે આપણે ચલિત પણ ન થયા, વિચલિત પણ ન થયા અને એટલું જ નહીં, ગુજરાતને તબાહ કરવા મથનારાઓના સપના ચૂર ચૂર કર્યાં અને એટલું જ નહીં, સમગ્ર વિશ્વમાં ગુજરાતનો જયજયકાર થાય, ગુજરાતનો ડંકો વાગે એના માટે સફળતાપૂર્વક આપણે પ્રયાણ કરતા રહ્યા છીએ. આ નાની સૂની વાત નથી ભાઈઓ. ભાઈઓ-બહેનો, આજે ગુજરાત પર હજુ આટલું આક્રમણ ચાલે છે તેનું કારણ શું છે? સદીઓ પહેલાં જ્યારે હિંદુસ્તાનમાં કહેવાતું કે ભાઈ, દૂધ-ઘીની નદીઓ વહે છે, સોને કી ચિડિયા એવું કહેવામાં આવતું હતું અને એટલે દુનિયાભરના લોકોને હિંદુસ્તાન લૂંટવા માટેની ઈચ્છા જાગી હતી. ભાઈઓ-બહેનો, જે લોકો ભ્રષ્ટાચારમાં ડુબેલા છે, જેમને સરકારી તિજોરીઓ હડપ કરવી છે, જેમને સામાન્ય માનવીના હકના પૈસા છીનવી લેવા છે એવા બધા જ લોકો બેબાકળા બની ગયા છે કે આ ગુજરાતની તિજોરી તરબતર છે, આપણા હાથમાં આવતી કેમ નથી? એના પર એમનો પંજો ક્યારે પડે એના માટેની કોશિશ ચાલી રહી છે..! ભાઈઓ-બહેનો, આપણે ગુજરાતની અંદર એવું કોઈ કૃત્ય થવા નથી દેવું જેના કારણે હિંદુસ્તાન તબાહ થઈ ગયું છે, એવી રીતે આપણા ગુજરાતને આપણે તબાહ નથી થવા દેવું. રૂપિયાની છોળો ઊડી રહી છે અને ગુજરાતનો સામાન્ય માનવી આ જૂઠાણાઓ સાંભળી સાંભળીને તંગ આવી ગયો છે. એકધાર્યાં નકરા જૂઠાણા અને જૂઠાણાની હદ તો કેવી..? હમણાં તમે જોયું હશે, ત્રણ દિવસથી અમારા કોંગ્રેસની પોલંપોલ ખૂલી રહી છે. કુપોષણવાળું બાળક બતાવવા માટે ક્યાંથી લઈ આવ્યા..? શ્રીલંકાના બાળકનો ફોટો લઈ આવીને દુનિયાને બતાવ્યું કે ગુજરાતનાં બાળકોના હાલ આવા છે..! શું ભાઈઓ-બહેનો, ગુજરાત માટે આટલો બધો અણગમો, મારા ગુજરાતના ભૂલકાંઓનું તમે આવું ચિત્ર દોર્યું, નિર્દોષ ભૂલકાઓનું..! અરે, ગુજરાતની મા ની ગોદમાં ખેલતાં બાળકોને તમે આવાં ચિતરી રહ્યા છો અને એ પણ શ્રીલંકાનો ચોરેલો ફોટો લાવીને..? ખેડૂત પણ બતાવવો હતો એમને, કંગાળ ખેડૂત, દુ:ખી ખેડૂત. તો ફોટો ક્યાંથી લઈ આવ્યા? રાજસ્થાનના ખેડૂતનો લઈ આવ્યા. પાણીથી તરસે મરતા નવજુવાનનો ફોટો બતાવવો હતો, તો ક્યાંથી લઈ આવ્યા? છેક ત્રિપુરાના અગરતલાનો ફોટો..! ગુજરાતને બદનામ કરવા માટે આ લોકો તો અપપ્રચારની આંધીમાં એવા તો ગાંડાતૂર થઈ ગયા છે કે એક ઍડ્વર્ટાઇઝમૅન્ટમાં એક અમેરિકનનો ફોટો મૂકી દીધો, એમને એટલી ખબર ન પડી કે આ તો પહેલી નજરે જોઈએ તોય ખબર પડશે કે આ ભાઈ તો કોઈ ધોળિયો છે, આ કોઈ હિન્દુસ્તાની નથી..! પણ જૂઠાણા ચલાવતાં ચલાવતાં એવા મદહોશ થઈ ગયા છે એ લોકો, એટલા મદહોશ થઈ ગયા છે કે હવે એમને એમના જૂઠાણાનો હિસાબ-કિતાબ રહ્યો નથી. ભાઈઓ-બહેનો, ગુજરાતની જનતા એમના જૂઠાણાઓને ઓળખે છે, ગુજરાતની જનતા દિલ્હીથી ગુજરાત સુધી કોંગ્રેસના ચરિત્રને ઓળખે છે અને ગુજરાતની જનતા એવી ભૂલ ક્યારેય નહીં કરે કે જેથી કરીને જેમ દિલ્હી લૂંટાઈ રહ્યું છે એમ મારું ગુજરાત પણ લૂંટાતું જાય. મને વિશ્વાસ છે, ભાઈઓ-બહેનો..!

ભાઈઓ-બહેનો, હું આપની પાસે આજે મત માંગવા માટે આવ્યો છું, સત્તા ભોગવવા માટે નહીં. હું જ્યારે પહેલીવાર મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં આપને કહ્યું હતું કે હું પરિશ્રમ કરવામાં કોઈ કચાશ નહીં રાખું, પરિશ્રમની પરાકાષ્ઠા કરીશ. ભાઈઓ-બહેનો, આજે અગિયાર-બાર વર્ષ થઈ ગયાં, એક પણ મિનિટ મેં મારા માટે વાપરી નથી, ગુજરાતની જનતા કાજે વાપરી છે. મેં આપેલા વચનનું પૂરેપુરું પાલન કર્યું છે. મેં આપને કહ્યું હતું કે હું મનુષ્ય છું, મારાથી ભૂલ થવાની સંભાવના છે, પણ હું બદઈરાદાથી ક્યારેય ખોટું નહીં કરું. ભાઈઓ-બહેનો, કેટકેટલા જુલ્મ થયા છે, કેટકેટલા આરોપો થઈ રહ્યા છે, કેવા કેવા પ્રકારના લોકો મેદાનમાં આવ્યા છે, તેમ છતાંય મેં મૌનનો માર્ગ અપનાવ્યો છે, મોં પર તાળું મારીને બેઠો છું. કારણ, મને આપમાં ભરોસો છે. આપે મને જોયો છે, મને પારખ્યો છે, મને નીરખ્યો છે અને આખી દુનિયા જ્યારે ચોવીસે કલાક મારા ઉપર કેમેરા ગોઠવીને બેઠી હોય ત્યારે, મારી પ્રત્યેક હલચલને આખું હિંદુસ્તાન બારીકી નજરથી જોઈને એનું વિશ્લેષણ કરતું હોય ત્યારે, ભાઈઓ-બહેનો, જો કોઈ કુંડાળામાંથી મારો પગ બહાર પડી ગયો હોત તો મને ક્યારનોય છૂંદી નાખવામાં આવ્યો હોત, ચીરી નાખવામાં આવ્યો હોત..! અને તેથી ભાઈઓ-બહેનો, હું કહું છું કે મારા જીવનનું એક જ સપનું છે, ‘મારું ગુજરાત’. મારા ગુજરાતના જુવાનિયાઓ, મારી ગુજરાતની માતાઓ-બહેનો, મારા ગુજરાતના ખેડૂતો, મારા ગુજરાતનું ગામડું, મારા ગુજરાતનો માછીમાર, મારા ગુજરાતનો આદિવાસી, મારે એમનાં જીવન બદલવાં છે..!

આ સમગ્ર સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો..! આ દરિયો કંઈ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી આવ્યો, ભાઈઓ? હજારો વર્ષથી આ દરિયો છે પણ એ દરિયો, એક જમાનો હતો કે આપણને આફત લાગતો હતો. અને કચ્છ-કાઠિયાવાડ ખાલી થતું હતું. દક્ષિણ ગુજરાતમાં, મુંબઈમાં ચાલીઓમાં રહેવાનું પસંદ કરતા હતા, પણ આપણને અહીંયાં કોઈ દિ જીવનમાં આશા નથી એવી ચિંતા હતી, સારા દિવસો આવશે એવું વિચારતા નહોતા. જે દરિયાકિનારો આપણને બોજ લાગતો હતો, આજે દસ વર્ષની અંદર ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકિનારાને હિંદુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવી દીધું છે. વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ ગયા છીએ. અને મારા સાગરકિનારે રહેનારા ભાઈઓ-બહેનો, મારા શબ્દો તમે લખી રાખજો. તમારા જ આયખાં દરમિયાન, તમારી જ આંખો સામે તમે જોઈને જશો. એવું નહીં કે તમારા ગયા પછી તમારા છોકરાંઓના છોકરાં જોશે એવું નહીં, તમે જ તમારી આંખે જોઈને જશો કે એક નવું ગુજરાત 1600 કિલોમીટરના સમુદ્રકિનારા પર આકાર લઈ રહ્યું છે. મુંદ્રાથી લઈને, જખૌથી લઈને, ઉમરગામ સુધી આખો દરિયાકિનારાનો પટ્ટો ગુજરાતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનવાનું છે. અને ખાલી ગુજરાતની સમૃદ્ધિનું નહીં, હિંદુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનવાનું છે. આપણે તો દરિયાકિનારે કઈ ચીજથી ઓળખાતા? કાં તો માછીમારી, કાં તો અલંગનું શીપ બ્રેકીંગ યાર્ડ. ભાઈઓ-બહેનો, શીપ બ્રેકીંગ યાર્ડમાં પણ ચીન અને બાંગ્લાદેશ સ્પર્ધામાં ઊતરતાં અનેક મુસીબતોમાં એ સપડાઈ ગયું અને હિંદુસ્તાનની સરકારે એને બચાવવા માટે એક ડગલું પણ ન ભર્યું. ભાઈઓ-બહેનો, ગુજરાતે નવી પહેલ આદરી છે. શીપ બ્રેકીંગના જમાના હતા તો હતા, હવે તો શીપ બિલ્ડીંગનું કામ કરવું છે. વિશ્વ આખામાં પહોંચે એવાં વહાણો ગુજરાતની ધરતી પર કેમ તૈયાર ન થાય? ગુજરાતના નાનામાં નાના માણસને રોજગાર કેમ ન મળે? આ મારે કરવું છે અને આ થવાનું છે અને એ દિશામાં હું જાઉં છું. ભાઈઓ-બહેનો, હું આપને એક વિશ્વાસ આપવા માંગું છું. 1960 થી આજ સુધી ગુજરાતે કુલ બજેટ જેટલું ખર્ચ્યું છે, કુલ બજેટ એના કરતાં વધારે બજેટ હું એકલા સૌરાષ્ટ્રની અંદર માત્ર પાણી માટે ખર્ચવાનો નિયમ લઈને ચાલું છું. એ ‘કલ્પસર યોજના’ હોય, એ નર્મદાના અવતરણની ‘સૌની યોજના’ હોય, એ ડેમ ભરવાના હોય, પીવાનું પાણી પહોંચાડવાનું હોય... મારે આખાયે સૌરાષ્ટ્રને લીલુંછમ બનાવવું છે. જેમ મારું દક્ષિણ ગુજરાત લીલુંછમ લાગે છે ને એમ મારું કાઠિયાવાડ લીલુંછમ કરવું છે અને એના માટે, આપ વિચાર કરો, હું જ્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી બન્યો ત્યારે ગુજરાત સરકારનું બજેટ 6000 કરોડ રૂપિયાનું નહોતું, બજેટ છ હજાર કરોડનું નહોતું. હમણાં મેં સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવાની 10,000 કરોડ રૂપિયાની યોજના મૂકી છે. અને મારા કોંગ્રેસના મિત્રો તો જૂઠાણા ફેલાવવામાં માસ્ટર છે. હું એકવાર ‘વનબંધુ કલ્યાણ યોજના’ લઈ આવ્યો હતો. વિધાનસભામાં બોલ્યો હતો, વિધાનસભામાં ખોટી માહિતી આપી શકાતી નથી હોતી. વિધાનસભામાં બોલેલો કે મારા આદિવાસીઓના કલ્યાણને માટે 15,000 કરોડ રૂપિયાનું ‘વનબંધુ પેકેજ’ લઈને હું આવ્યો છું અને મારે આદિવાસીઓનો સર્વાંગીણ વિકાસ કરવો છે, ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટાનું ભલું મારે કરવું છે. આ કોંગ્રેસના મિત્રોએ કાગારોળ કરી કે બજેટમાં તો વનબંધુ કલ્યાણ યોજનાનું નામ નથી, રૂપિયા ક્યાંથી લાવશો? મોદી, રૂપિયા તમારી પાસે દેખાતા નથી, તમે જૂઠું બોલો છો. તમે લોકોની આંખમાં ધૂળ નાખો છો... આવું જાતજાતનું કહે. આ તો હું તો હજી મર્યાદિત શબ્દો વાપરું છું, એ લોકો તો ડિક્શનેરીમાં જેટલા અપશબ્દો હોય તે અને નવા બનાવીને મારા માટે રોજ વાપરતા હોય છે. તે એમના સંસ્કાર પ્રમાણે કરે, હું મારા સંસ્કાર પ્રમાણે કરું છું. પણ ભાઈઓ-બહેનો, આજે મારે ગર્વ સાથે કહેવું છે, મેં મારા આદિવાસી ભાઈઓને કહ્યું હતું કે મારે આપના સર્વાંગીણ વિકાસનું કામ કરવું છે. 15,000 કરોડ રૂપિયાનું આ મારું વનબંધુ કલ્યાણ યોજનાનું પેકેજ, આદિવાસીઓના સર્વાંગીણ વિકાસ માટેનું પેકેજ, એ જ્યારે પૂરું થયું ત્યારે 15,000 કરોડને બદલે 18,000 કરોડ રૂપિયા વપરાઈ ગયા, 18,000 કરોડ રૂપિયા..! અને એમાં મને એટલી બધી સફળતા મળી છે કે સ્વયં કોંગ્રેસની દિલ્હીમાં બેઠેલી સરકાર પણ અભ્યાસ કરે છે કે મોદી આ કઈ રીતે આખું પરિવર્તન લાવ્યા છે, કેવી રીતે બધાને સાથે રાખીને કામ કરી રહ્યા છે..! અને એની સફળતાને જોઈને ભાઈઓ-બહેનો, આ વખતે મેં નિર્ધાર કર્યો છે આદિવાસીઓના કલ્યાણને માટે 40,000 કરોડ રૂપિયાનું પેકેજ..! મારા માછીમારી ભાઈઓ, સાગરખેડૂ ભાઈઓ... વર્ષમાં છ મહિના કામ મળે. દરિયો છ મહિના ઉપયોગમાં ન આવે. છ મહિના કરે શું? ભાઈઓ-બહેનો, મારે આખા દરિયાકાંઠાની મારી માતાઓ-બહેનોને, મારા સાગરખેડૂ પરિવારોને, મારા માછીમાર ભાઈઓની જિંદગીમાં બદલ લાવવા માટે થઈને સમુદ્રની અંદર ખેતી કરવા માટેની એક નવી યોજના હું લઈ આવ્યો છું. સી-વીડની યોજના લાવ્યો છું. અને એના કારણે ગામોગામ સખીમંડળની બહેનો દરિયાકિનારે માછીમારીનું કામકાજ, મછવારાઓનું સમુદ્રમાં જવાનું બંધ હોય ત્યારે પણ એની રોજીરોટી કમાવવાની બંધ ના થાય એની ચિંતા એમાં મેં કરી છે. ભાઈઓ-બહેનો, વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું હોય ને તો શિક્ષણનું મહાત્મ્ય હોય છે. મારે નવજુવાનોને રોજગાર અપાવવો છે, મારે નવજુવાનોની જિંદગી બદલવી છે. ભાઈઓ-બહેનો, નરેન્દ્ર મોદીની આ વખતની જે મથામણો છે ને, કોઈ રખે એમ માનતા કે હું તમારા સુખનો વિચાર કરું છું, કોઈ એમ ન માનતા હું તમારું ભલું કરવા વિચારુ કરું છું. ભાઈઓ-બહેનો, હું તમારું તો ભલું કરીશ ને કરીશ, પણ તમારા દીકરાના દીકરાઓ પણ સુખેથી ગુજરાતમાં જીવી શકે એવું દિવ્ય-ભવ્ય ગુજરાત બનાવવાની મથામણ કરી રહ્યો છું..!

ભાઈઓ-બહેનો, કોંગ્રેસના મિત્રો દિવસ-રાત જૂઠાણા ફેલાવે છે અને હવે તો કોંગ્રેસમાં ફેશન થઈ ગઈ છે. એમણે લાખો કરોડોના એવા ગોટાળા કર્યા છે કે એમને હવે નાના આંકડા ફાવતા જ નથી. એમનું નાનું ટાબરિયું પણ 500-1000 કરોડથી નીચે બોલતું જ નથી. આ રૂપિયામાં રમવાવાળા લોકોને આખી દુનિયા એવી દેખાય છે, પરંતુ હિંદુસ્તાન જાણે છે કે કોના હાથ કોલસાના કાળા કામોમાં રંગાએલા છે, કોના હાથ રમત-ગમતના ખેલાડીઓના પેટમાંથી પડાવી લીધેલા પૈસાથી ભરેલા છે, એ આખું હિંદુસ્તાન જાણે છે. જેલના સળિયા પાછળ જવું પડ્યું તમારા લોકોને અને તમે આજે ગુજરાતની જનતાની છેતરપિંડી કરવા નીકળ્યા છો..? ગુજરાતની જનતા કોઈ કાળે તમને સ્વીકારવાની નથી, કોઈ કાળે સ્વીકારવાની નથી. ગુજરાતની જનતા દીર્ધદ્રષ્ટા છે અને એણે એક મોટું કામ કર્યું છે રાજનૈતિક સ્થિરતાનું, પોલિટિકલ સ્ટેબિલિટીનું. એકધારી સરકાર હોવાના કારણે, વારંવાર સરકારો પડવા-આખડવાના બદલે સંતોષકારક બહુમતી આપીને ગુજરાતની સરકાર પાસેથી લોકોએ કામ લીધું છે. અને મને આનંદ છે કે ગુજરાતની જનતાએ મારી પાસે કામ લીધું છે, પ્રત્યેક પળ મારો હિસાબ રાખ્યો છે અને સારા કામને વધાવ્યું છે અને એના આધારે ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓ પર જવા માંગે છે.

મારે કોંગ્રેસના મિત્રોને પૂછવું છે, જ્યાં સુધી દિલ્હીમાં અટલજીની સરકાર હતી અને કોઈ માછીમારને પાકિસ્તાન પકડી જાય તો એને બોટ સાથે પાછો મોકલાતો હતો. એવું તે કયું કારણ છે, કે દિલ્હીની સરકારનો એવો તે કયો કારસો રચાણો છે, કે આજે મારા ગુજરાતનો માછીમાર માછલી પકડવા જતો હોય, પાકિસ્તાનના ચાંચિયાઓ એને ઘેરીને પકડી જતા હોય અને પછી છ-છ મહિના, આઠ-આઠ મહિના જેલમાં સબડતો હોય પણ એને બોટ લઈને પાછો આવવા ન દે, બોટ પાકિસ્તાન કબજે કરી લે છે. આ દિલ્હીની સરકારમાં આટલી મોટી તાકાત છે એવી વાતો કરે છે, કમ સે કમ મારા ગુજરાતના માછીમારોની જે 500-1000 બોટો ત્યાં ફસાએલી પડી છે, કરોડો રૂપિયાની સંપત્તિ ત્યાં ફસાએલી પડી છે એ તો તમે પાછી લાવી આપો..! પણ ના, માછીમારોનું જે થવું હોય તે થાય, એ એનું ફોડી લે. ઘણીવાર તો માછીમારોને સલાહ આપે કે તમે માછલાં પકડવા એ બાજુ કેમ જાઓ છો..? પાકિસ્તાન વિરુદ્ધ એક શબ્દ બોલવાની હિંમત નથી. માછીમારોને આ રીતે સપડાવવાનું કામ ચાલે છે ત્યારે ભાઈઓ-બહેનો, મારા માછીમારોના રક્ષણની જવાબદારી કોણ લેશે? એમના જીવનની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? શું દિલ્હીની સરકાર હાથ ઊંચા કરી દે અને મારો આ માછીમારભાઈ અસહાય હોય..?

ભાઈઓ-બહેનો, આજે સૌરાષ્ટ્રની અંદર વિકાસ કેવી ઊંચાઈએ પહોંચ્યો છે..! રાજકોટ, દુનિયાનાં સૌથી વિકાસ પામનારાં જે પહેલાં દસ શહેરો છે, એમાં રાજકોટનો નંબર છે. જો સૌરાષ્ટ્ર ધમધમતું ના હોત તો રાજકોટ આ ઊંચાઈ પર ના પહોંચ્યું હોત. અને દિલ્હીની સરકાર સામે બીજી પણ મારી ફરિયાદ છે. કોંગ્રેસના મિત્રો, તમને ગુજરાતના ખેડૂતો પાસેથી વોટ માંગવાનો અધિકાર નથી, ગુજરાતના ગામડાંની વાત કરવાનો અધિકાર નથી. તમે લોકોએ તો ગુજરાતના ખેડૂતોને ખેદાન-મેદાન કરી મૂક્યા છે. ભાઈઓ-બહેનો, આ વખતે આપણે ત્યાં વરસાદ ખેંચાણો અને વરસાદ ખેંચાવાને કારણે અગવડ ઊભી થઈ. ખેડૂત તારાજ થઈ ગયો એવી સ્થિતિ પેદા થઈ અને રાજકીય માઈલેજ લેવા માટે, ચૂંટણીનું વર્ષ હોવાના કારણે દિલ્હીથી ધાડેધાડાં અહીંયાં ઊતરી પડ્યાં. મંત્રીઓ આવી ગયા, મીટિંગો કરી, ચાર-ચાર કલાક મારી જોડે મીટિંગો કરી. સરકારે છસ્સો-છસ્સો પાનાંના અહેવાલ આપ્યા. અહીંયાં ટી.વી.વાળાઓને કહીને ગયા કોંગ્રેસના નેતાઓ, દિલ્હીની સરકારના મંત્રીઓ કે અમે 15,000 કરોડ રૂપિયાનું ગુજરાતને નુકશાન થયું છે એની ચિંતા કરીશું. મારે ગુજરાતના ખેડૂતોને કહેવું છે ભાઈઓ-બહેનો, ગુજરાતની અંદર વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન થયું. આજ સુધી, આજ સુધી એક કાણી પાઈ દિલ્હીની સરકારે આ મારા ગુજરાતના ખેડૂતોને આપી નથી. પરંતુ વચનમાં શુરા-પૂરા કોંગ્રેસના મિત્રો ખેડૂતના નામે રોજ નવાં વચનો આપ્યા કરે છે, રોજ નવાં જૂઠાણા ફેલાવ્યા કરે છે. અરે, તમારામાં હિંમત હોય, તમારામાં ઈમાનદારી હોય, તમારામાં ગુજરાતના ખેડૂતો પ્રત્યેની લાગણી હોય તો કમ સે કમ આ દુષ્કાળ, વરસાદ જે ખેંચાયો અને એના કારણે જે એનો પહેલો પાક નિષ્ફળ ગયો, એને જે મુસીબતો આવી એમાં તો કંઈક કરો..! નહીં કરે, કરવું હોત તો કરી દીધું હોત. ઠાલાં વચન, વાતો, વાતો, વાતો... એ જ કર્યા કરવાનું, અને આજ પ્રકારે સમાજને છેતર્યા કરવાનો. મારે કોંગ્રેસના મિત્રોને પૂછવું છે, તમારું દિલ્હીમાં આટલું બધું ચાલતું હતું ને, કયું કારણ હતું કે તમે રાતોરાત કપાસની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો. મારો કાઠિયાવાડનો ખેડૂત સીંગદાણામાંથી કપાસ તરફ વળ્યો છે, કપાસમાં એને પૂરતી આવક મળે એવી સંભાવના ઊભી થઈ છે, કપાસની અંદર એણે પાક પકવીને નવી શ્વેત ક્રાંતિ કરી છે, આખા હિંદુસ્તાનના ખેડૂતો ગુજરાતના ખેડૂતોએ કપાસ પકવવાની અંદર જે પહેલ કરી છે એને જાણવા-સમજવા માટે આવતા થયા છે. અને જ્યારે ગુજરાતનો ખેડૂત કપાસ પકવતો થયો અને એ બે પાંદડે થવા માંડ્યો, દેવાના ડુંગરોમાંથી બહાર આવ્યો ત્યારે અચાનક રાતોરાત તમે કપાસની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો..! ડૉ. મનમોહનસિંહજી મારો ગંભીર સવાલ છે તમને, તમે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં આવવાના છો ત્યારે ગુજરાતના ખેડૂતોને જવાબ આપજો. એવું કયું કારણ હતું કે માર્ચ મહિનામાં જ્યારે દુનિયામાં કપાસના ભાવ સૌથી ઊંચા હતા, ગુજરાતના ખેડૂતનો કપાસ માર્ચ મહિનામાં વિદેશ જાય તો એને ભરપૂર માત્રામાં ડૉલર મળે એવી સંભાવના હતી, એ જ વખતે તમે ગુજરાતના ખેડૂતનો કપાસ વિદેશ મોકલવાનું કેમ બંધ કર્યું? શા માટે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો અને મારા ગુજરાતના કપાસના ખેડૂતને બેહાલ કરી દીધો..? અને આ તમે એકવાર નથી કર્યું, ત્રણવાર કરી ચૂક્યા છો. અને જ્યારે અમે હોબાળો કરીએ, અમે આંદોલન ચલાવીએ, મારી પાર્ટીના પ્રમુખ શ્રીમાન આર.સી.ફળદુએ જ્યારે કિસાનોના હિતની યાત્રા કાઢી ત્યારે તમારી દિલ્હીને ખબર પડી કે કિસાનોમાં કેટલો મોટો આક્રોશ છે અને ત્યારે તમારે નિયમ બદલવો પડ્યો. પણ ત્યાં સુધીમાં તો નર્મદાનું પાણી ઘણું વહી ગયું, મારો ખેડૂત તારાજ થઈ ચૂક્યો હતો. પણ તમને એમની ચિંતા નહોતી. રોજ નીતનવાં જૂઠાણા ફેલાવાનાં..! ભાઈઓ-બહેનો, કોંગ્રેસના મિત્રો ગુજરાતના ખેડૂતોને બહેકાવવાની વાતો કરે છે. આ દક્ષિણ ગુજરાતનો આદિવાસી પટ્ટો, ત્યાંનો મારો આદિવાસી ખેડૂત જમીન હોય વીઘું, બે વીઘું, અઢી વીઘા, ત્રણ વીઘા, પાંચ વીઘા... શું કમાય? શું કંઈ ખાય? માંડ બિચારાની વરસે બાર હજાર, પંદર હજાર, વીસ હજાર રૂપિયાની આવક હોય અને દેવું કરીને જિંદગી જીવે અને ભરઉનાળામાં તો રોડ બનાવવા માટે રાજકોટ, જામનગર, ભાવનગરમાં કામ કરવા જતો રહે. આપણે એક ‘વાડી યોજના’ લાવ્યા. વાડી યોજના લાવીને વીઘું, બે વીઘું જમીન હોય તો પણ એને એની ખેતીની પદ્ધતિ બદલી આપી, એની જમીન સરખી કરી આપી. અને આજે મારે ગર્વ સાથે કહેવું છે કે મારો દક્ષિણ ગુજરાતનો આદિવાસી વીઘું-બે વીઘું જમીન હોવા છતાંય કાજુની ખેતી કરતો થયો છે, ફળફળાદિની ખેતી કરતો થયો છે અને જે ખેડૂત મારો બાર હજાર રૂપિયા માંડ કમાતો હતો, પંદર હજાર માંડ કમાતો હતો આજે દોઢ લાખ, બે લાખ રૂપિયા કમાતો થયો છે. આ કરી શકાતું હોય છે, અમે આ કરી બતાવ્યું છે. અરે, અમારા દાહોદ જિલ્લામાં તમે જાવ, અમારો આદિવાસી ખેતર બોલતો નથી, ફૂલવાડી બોલે છે, કારણ ફૂલોની ખેતી કરે છે અને આજે મુંબઈની અંદર કોઈ ભગવાન એવા નહીં હોય કે જ્યાં મારા દાહોદના આદિવાસીએ પકવેલાં ફૂલ ભગવાનાના ચરણે નહીં ચડતા હોય. દાહોદના જંગલોના આદિવાસીઓએ પકવેલાં ફૂલ આજે મુંબઈના બજારની અંદર મોંઘી કિંમતે વેચાતાં થઈ ગયાં છે. પરિવર્તન લાવી શકાય છે.

દિલ્હીમાં તમારી સરકાર છે ને? આવોને હું કહું છું સ્પર્ધા કરો. સ્પર્ધા કરવાનું કહું છું તો તમને અકળામણ થાય છે..? તમારી પાસે શું નથી..! બધા સંસાધનો છે. શા માટે તમે કૃષિ વિકાસ દર ઊંચો નથી લાવી શકતા. 2%-3% ટકા કૃષિ વિકાસ દરે તમે અટકી જાઓ છો. આ ગુજરાત છે જેણે 11% કૃષિ વિકાસદર કરીને ગુજરાતના ગામડાંની ખરીદશક્તિ વધારી છે, ગુજરાતના ગામડાંની સમૃદ્ધિ વધારી છે, ગુજરાતના ગામડાંના જીવનને બદલ્યું છે અને એનું પરિણામ એ છે કે આજે 25, 30, 35 વર્ષની ઉંમરના જુવાનિયાઓ ખેતીમાં પાછા વળવા માંડ્યા છે. નહીં તો પહેલાં તો, કુટુંબમાં ખેતીમાં મજૂર રાખીને પણ છોકરાઓને કહે કે ભાઈ, ક્યાંય બીજે જાઓ અને ગોઠવાઈ જાવ, ધંધો રોજગાર કરો, હિરા ઘસો જાવ પણ હવે ખેતીમાંથી કંઈ નીકળશે નહીં..! કુટુંબોના કુટુંબો તારાજ થઈ ગયાં તમારા પાપે. આજે, આજે ખેતી તરફ માણસ વળવા માંડ્યો છે. ભાઈઓ-બહેનો, નર્મદા યોજનાનું કામ કોણે અટકાવ્યું છે? ડૉ. મનમોહનસિંહજીને હું અનેકવાર મળ્યો. આપ કહો ભાઈઓ-બહેનો, કોઈવાર કોઈ રાજ્યના મુખ્યમંત્રીને દિલ્હીની સરકાર સામે ઉપવાસ પર બેસવું પડ્યું હોય એવી કોઈ ઘટના છે..? ઈતિહાસમાં નહીં જડે. પણ ગુજરાતના મુખ્યમંત્રીને દિલ્હીની સલ્તનત સામે ઉપવાસ પર બેસવું પડ્યું હતું. શેના માટે..? મોદીને માટે? મોદીના હકને માટે? મોદીના માન-સન્માન માટે..? ના, મોદીને ઉપવાસ પર બેસવું પડ્યું હતું, દિલ્હીની સરકારે નર્મદા ડેમની ઊંચાઈ વધારવાની આપણને ના પાડી દીધી હતી, ત્યારે મારે મોરચો માંડ્યો હતો અને નર્મદા ડેમની ઊંચાઈની પરમિશન લાવવી પડી હતી અને એના કારણે નર્મદા ડેમની ઊંચાઈ વધી. ફરી પાછું એમણે ગચિયું નાખી દીધું, ઉપર ગેટ મૂકવા છે, નથી મૂકવા દેતા..! કોંગ્રેસના મિત્રોને હું ચેલેન્જ કરીને કહું છું, શા માટે તમે આ કામ નથી કરાવતા? જો દરવાજા નાખવામાં આવે તો આજે ગુજરાતના કચ્છ-કાઠિયાવાડની દરેક જગ્યાની ભૂમિ ઉપર કેનાલોમાં પૂરા વેગથી પાણી પહોંચી શકે. ના, કરવાનાં કામ કરવાં જ નથી, જૂઠાણા જ ફેલાવવાં છે..! પીવાના પાણીનો પ્રશ્ન કોંગ્રેસ કોઈ દિવસ ઉકેલી શકી છે? બહુ બહુ તો તમે માંગણી કરો તો હેન્ડ પંપ અથવા ટેન્કર આપે. કોંગ્રેસના લોકોના તો ટેન્કરના બધા ધંધા મારા કારણે બંધ થઈ ગયા, નહીં તો ટેન્કરો ચલાવી ચલાવીને રૂપિયા કમાતા હતા. બે ટેન્કરો હોય ને બાર બતાવે, બાર હોય એને અડધા ભરે, ચોવીસનું બિલ બને, રૂપિયા ખિસ્સામાં જાય... આ જ કારોબાર ચાલતો હતો. આ બધી વચેટિયા કંપનીની દુકાનો બંધ થઈ ગઈ છે ને, એના કારણે એમને તકલીફ થવા માંડી છે.

ભાઈઓ-બહેનો, ગુજરાતને તબાહ કરવાની નેમ લઈને કોંગ્રેસના નેતાઓ બેઠા છે. આ ગુજરાતને બચાવવાનું છે, ગુજરાતની વિકાસયાત્રાની અંદર કોઈપણ પ્રકારનો અવરોધ ન આવે એની ચિંતા સૌ નાગરિકોએ સાથે મળીને કરવાની છે. આ એક એવી લડાઈ છે જે આપણે જીતવાની છે અને લડાઈ જીતવા માટેની આપણી મથામણ છે. ભાઈઓ-બહેનો, ચૂંટણીની અંદર જાતજાતના જૂઠાણાને ગુજરાતની જનતા હવે બરાબર ઓળખી ગઈ છે. જૂઠાણા ફેલાવનારાઓ કોણ છે, ગપગોળા ચલાવનારા કોણ છે, ગુમરાહ કરનારાઓ કોણ છે... કોંગ્રેસે તો એક સ્પેશ્યલ ‘ડર્ટી ટ્રિક ડિપાર્ટમેન્ટ’ બનાવ્યો છે. ગંદકી ફેલાવવા માટેનો એક અલગ ડિપાટર્મન્ટ બનાવ્યો છે. રોજ એક નવી ગંદકી છોડવાની, ચરિત્રહનન કરવાનું, લોકશાહીની અંદર ન શોભે એવા કારસા રચવાના અને બધું નનામા નામે કરવાનું, જેથી કરીને કાયદાની પકડમાં આવે નહીં અને ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય. ભાઈઓ-બહેનો, આવા બધા ખેલથી હું આપને ચેતવું છું. મારી પૂરી માહિતી છે એના આધારે હું કહું છું કે કોંગ્રેસે આ પ્રકારના કારસા રચ્યા છે. પણ ગુજરાતની જનતા ભ્રમિત નહીં થાય. ભાઈઓ-બહેનો, આજે સમગ્ર હિંદુસ્તાન દુનિયાનો સૌથી યુવાન દેશ છે, દુનિયાનો સૌથી યુવાન દેશ..! પણ કોઈ મને કહો કે આ દિલ્હી સરકાર પર જોઈને કોઈ યુવાનને એવો ભરોસો બેસે કે ભાઈ, મારું ભવિષ્ય ઉજ્જ્વળ છે..? કોઈ મને કહો, કોઈને બેસે? આ દિલ્હીની સરકાર જે રીતે ચાલી છે, આ દેશનો કોઈપણ જુવાનીયો એવો વિશ્વાસ કરે કે ભાઈ, આ દિલ્હી સરકારના હાથમાં મારું હિંદુસ્તાન સલામત છે, મારું ભવિષ્ય સલામત છે, મારી રોજી-રોટી સલામત છે, મારી બહેન-દીકરી સલામત છે આવો કોઈ વિશ્વાસ કરે? તો શું એવા લોકોના હાથમાં ગુજરાત દેવું છે..? ભાઈઓ-બહેનો, દિવસ-રાત ગુજરાતને અન્યાય કરવા ટેવાયેલા છે. એમણે વચન આપ્યું હતું ને કે સો દિવસમાં મોંઘવારી દૂર કરીશું..? કરી..? કોઈ મને કહો ભાઈ, એટલું જ નહીં મોંઘવારી વધારી. અરે ગેસના બાટલા પણ પડાવી લીધા. અને ગેસના બાટલાના ભાવ.., રાંધવું કેમ? માણસને ચા પીવાની બંધ કરવી પડે એવી દશા આવી ગઈ, મહેમાન આવે તો કંઈ આપવું નહીં... આ દશા, મોંઘવારી કુદકે ને ભુસકે વધતી જાય છે. પણ એમને પીડા નથી..! સૌથી મોટી દુ:ખદ બાબત આ છે કે દિલ્હીમાં બેઠેલી સરકારને જરાય પીડા નથી કે આ મોંઘવારીના કારણે દેશ કેવો બરબાદ થઈ રહ્યો છે, ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો. પણ ન મનમોહનસિંહજીને એની ચિંતા છે, ન મેડમ સોનિયાબેનને એની ચિંતા છે, ન કોંગ્રેસ પાર્ટીને એની ચિંતા છે. કોંગ્રેસને તો દિવસ-રાત એક જ કામ છે. સવારે ઊઠો અને આજે મોદીના ઉપર શું આરોપ મૂકવો છે એના કાગળિયાં તૈયાર કરો. ગયા પાંચ વર્ષ એકધારું ચલાવ્યું છે અને એટલું જ નહીં, એમના નિવેદનોની તાકાત ઘટી ગઈ છે એટલે શું કરે છે? સી.બી.આઈ.ને લાવો, ઈન્કમટેક્સવાળાને લાવો, રૉ વાળાને લાવો, ફલાણાને લાવો, ઢીંકણાને લાવો... દુનિયાભરના કાયદાની ગૂંચોમાં ગુજરાતને ફસાવવાની કોશિશ કરી છે, પણ ભાઈઓ-બહેનો, મને આપના આશિર્વાદ છે, આ જનતા જનાર્દનના આશિર્વાદ છે કે આટઆટલી આફતોમાં પણ મેં ગુજરાતના નાવને ડૂબવા નથી દીધું, આટઆટલી આફતો પછી પણ મેં ગુજરાતના સામાન્ય માનવીના જીવનને ઊની આંચ આવવા દીધી નથી, વિકાસની આખી પ્રક્રિયામાં કોઈ મુસીબત ઊભી ન થાય એ માટેની પૂરી કોશિશ કરી છે.

અમારો અગરીયો, મીઠું પકવે. ગુજરાત દિલ્હી સરકારને કહી કહીને થાકે કે અમને મીઠું લઈ જવા માટે વેગનો આપો, વેગનો. અમારા અગરીયાને એનું પેટ ભરવા માટે મીઠું વેચાઈ જાય એ જરૂરી છે, મીઠું પડ્યું પડ્યું ખરાબ થતું હોય..! આ દિલ્હીની સરકાર વર્ષે જેટલાં વેગન જોઈતાં હોય ને, એના કરતાં અડધાં વેગન પણ આપતી નથી. આપ વિચાર કરો મારા અગરીયાભાઈઓનું શું થાય? ભાઈઓ-બહેનો, આ સરકાર ગરીબોની બેલી છે, આ સરકાર નોંધારાનો આધાર છે, સામાન્ય માનવીના સુખની ચિંતા કરનારી સરકાર છે. આપણે કૃષિ મહોત્સવ કરીએ છીએ. શેના માટે..? ગામડે ગામડે કૃષિ ક્રાંતિ લાવવા માટે. આજે ગુજરાતનો ખેડૂત ‘સોઇલ હેલ્થ કાર્ડ’ સમજવા લાગ્યો છે. આજે ગુજરાતનો ખેડૂત ખાતર કયું વાપરવું, કયું ના વાપરવું એની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા માંડ્યો છે. આ ગુજરાતની અંદર ખેડૂતોની વાતો કરનારાઓ, એક એગ્રીકલ્ચર યુનિવર્સિટી હતી, અમે આવીને ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ બનાવી અને વિસ્તાર પ્રમાણે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવા માંડ્યા જેથી કરીને એનું ભણતર કામે લાગે. કોંગ્રેસના લોકોને આ ન સૂઝ્યું..!

ભાઈઓ-બહેનો, વિકાસનું કોઈ એવું ક્ષેત્ર નહીં હોય કે જેની આપણને ચિંતા ન કરી હોય. તમે મને કહો આ દ્વારકા, આ સોમનાથ, આ પાલિતાણા, આ ગીરના સિંહ, આ બધું પહેલા હતું કે નહોતું, ભાઈ? હતું જ ને..? અને તેમ છતાંય કોંગ્રેસની સરકારોને વિચાર આવ્યો કે ભાઈ પર્યટન વિભાગને આપણે ધમધમતો કરવો જોઇએ, દેશ અને દુનિયાના પર્યટકોને ગુજરાત બોલાવવા જોઇએ, આપણા સિંહ બતાવવા જોઇએ, આપણું દ્વારકા બતાવવું જોઇએ, આપનું સોમનાથ બતાવવું જોઇએ, આપણું પાલિતાણા બતાવવું જોઇએ, આપણો દરિયાકિનારો બતાવવો જોઇએ, આપણું કચ્છનું રણ બતાવવું જોઇએ..? સૂઝ્યું એમને..? ભાઈઓ-બહેનો, ન સૂઝ્યું, ન સૂઝ્યું ને ન જ સૂઝ્યું..! આખા હિંદુસ્તાનમાં ટુરિઝમના ક્ષેત્રમાં ગુજરાતના લોકો દુનિયાભરની અંદર તમને ફરવા જતા દેખાય, પણ દુનિયા ગુજરાત નહોતી આવતી. આપણે ભાઈઓ-બહેનો, એના માટેની હોડ ઊઠાવી. આજે જૂનાગઢ ગુજરાતના પ્રવાસનધામનું હેડ ક્વાર્ટર બની ગયું છે. કચ્છ, રાજસ્થાનમાં જેટલા ટુરિસ્ટો આવે એ થી વધારે ટુરિસ્ટ આજે એકલા કચ્છમાં આવતા થઈ ગયા છે. હોટલો બધી બુક હોય છે અને ગરીબમાં ગરીબ માણસને રોજગારી મળે. રિક્ષાવાળો કમાય, ચોકલેટ વેચવાવાળો કમાય, રમકડાં વેચવાવાળો કમાય, ચા-પાણી-નાસ્તો કરાવનારો કમાય, નાની-નાની રેસ્ટોરન્ટવાળો કમાય... કેટલા બધા લોકોને આવક મળે છે. આ બધું પડ્યું હતું પણ એમને સૂઝ્યું નહીં. આજે ટુરિઝમનો વિકાસ કરીને આપણે સમગ્ર હિંદુસ્તાનનું ધ્યાન ખેંચ્યું છે અને ભારત સરકારે પોતે સ્વીકાર્યું છે કે આખા દેશમાં ટુરિઝમનો જે વિકાસ થયો એમાં સૌથી વધારે કોઈ મોટી હરણફાળ ભરી હોય તો ગુજરાતે ગયા ત્રણ વર્ષમાં ભરી છે. ભાઈઓ-બહેનો, અમિતાભ બચ્ચને ગુજરાતના ટુરિઝમની જાહેરાત કરવાની જવાબદારી લીધી તો એની પાછળ પડી ગયા. છોડી દો..! કેમ ભાઈ?

અરે, આ ગુજરાત વિરોધીઓની જમાત એવી છે, આપણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ કર્યું અને દુનિયાના લોકો જ્યારે ગુજરાતની અંદર આવ્યા તો અહીંના કોંગ્રેસના નેતાઓએ ભારત સરકારને પત્ર લખ્યો કે ગુજરાતમાં જે મૂડીરોકાણ કરવાની વાતો કરે છે એવા લોકોને રોકો અને રોકવાનો ઉપાય શું? તો એમને ઈન્કમટેક્સની નોટિસો આપો. ભાઈઓ-બહેનો, દેશની કમનસીબી જુઓ, આ પ્રધાનમંત્રી દિલ્હીમાં ફૉરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટની વાતો કરે છે, પણ ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટ ના આવે એના માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓને ઈશારે દિલ્હીની સરકાર ઈન્કમટેક્સની નોટિસો મોકલે છે. કેમ ભાઈ? તમે આ ગુજરાતને ‘છુંછાં પૈસા ચાર’ સમજો છો..? સવાર-સાંજ તમને ગુજરાત જ દેખાય છે..? ગુજરાતની અંદર કોઈ આવે નહીં, વિકાસમાં જોડાય નહીં, ભાગીદાર બને નહીં... શું અમે તમારું કોઈ દુશ્મન રાજ્ય છીએ? અમે કોઈ બીજા દેશની અંદર જીવીએ છીએ? અરે, અમે પણ ભારતમાતાના સંતાન છીએ, અમે પણ ભારતના બંધારણને વરેલા છીએ, અમે પણ તિરંગા ઝંડાની આન, બાન, શાન માટે જીવનારા લોકો છીએ..! અને તમે એ ગુજરાતને બદનામ કરવા માટેના ખેલ ખેલો છો..? દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે, ગુજરાત ઝૂક્યું પણ નથી, ગુજરાત ક્યારેય ઝૂકવાનું પણ નથી. તમારી કોઈપણ કરામતોની સામે ગુજરાત શરણે નથી આવવાનું..!

ભાઈઓ-બહેનો, આ ચૂંટણી ગુજરાતની આવતીકાલ નક્કી કરવા માટે છે, કોઈ ધારાસભ્યનું ભવિષ્ય નક્કી કરવા માટે નથી. મારા શબ્દો નોંધી રાખજો ભાઈઓ-બહેનો. હું જ આપનો ઉમેદવાર છું, હું જ આપની સેવામાં રત છું, હું આપને સમર્પિત છું. હું મારા માટે આપની પાસે વોટ માંગવા આવ્યો છું. આપ મારાં કામને જોઈને મને વોટ આપો, ગુજરાતની આવતીકાલના મારાં સપના સાકાર કરવા માટે મારી મદદ કરો. આવો, સાથે મળીને સહિયારો પ્રયાસ કરીને દિવ્ય-ભવ્ય ગુજરાત નિર્માણ કરવાની દિશામાં આપણે પ્રયાસ કરીએ. આપણે એક શક્તિ બનીને આગળ વધીએ, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરીએ..!

અમારા કોંગ્રેસના મિત્રોએ આદિવાસીઓને વિજ્ઞાનપ્રવાહની શાળાઓ નહોતી આપી, મને દુ:ખ થાય છે દુ:ખ, આ બધું કહેતાં..! આદિવાસીઓને વિજ્ઞાનપ્રવાહની શાળાઓ નહોતી આપી. અરે, આદિવાસી વિસ્તારમાં સાપ કરડે તો માણસ મરી જાય, આ ‘108’ ના કારણે મારા કેટલાય આદિવાસીઓની જિંદગી બચી ગઈ. સાપ કરડ્યો નથી ને ‘108’ દસ મિનિટમાં એના પાસે પહોંચી નથી અને એની સારવાર કરીને એને બચાવી લીધો હોય..! કેટકેટલી મારી માતાઓ, એની સુવાવડ ‘108’ માં થઈ. અરે, એક જમાનો હતો કે તમારે કોઈ એક્સિડન્ટ થયો હોય તો લોકો પાસે જવાને બદલે ભાગી જાય, પોલિસ કંઈ કહેશે તો..? એને તરફડતો મૂકે. કોઈ હોનારત થઈ હોય તો કોઈ કહેવા તૈયાર ના હોય. આજે કોઈપણ માણસ ‘108’ કરે, એટલે ઘડીના છઠ્ઠા ભાગમાં ‘108’ આવીને ઊભી રહી જાય છે. અને ગરીબ માણસની સેવા કરે, એક રૂપિયોય લેતા નથી. એક કાણી પાઈ લીધા વિના બિમાર માણસોની જિંદગી બચાવવા માટેની મથામણ આદરી છે. મેં ગરીબોને માટે મહાયોજના બનાવી છે. ગરીબ માનવીને જો ગંભીર પ્રકારનો રોગચાળો થાય તો એની સંપૂર્ણ જવાબદારી લેવાની મેં તૈયારી બતાવી છે. અને મારે તો મારા મધ્યમ વર્ગના ભાઈઓ-બહેનોને પણ કહેવું છે કે આ ચૂંટણીમાં અમે એવો વિચાર લઈને આવી રહ્યા છીએ કે આપના આશિર્વાદથી જ્યારે અમારી નવી સરકાર બનશે ત્યારે મધ્યમ વર્ગના માનવીને સરકારી હોસ્પિટલમાં કોઈ આર્થિક ભારણ ન આવે એ પ્રકારનું આખું આરોગ્યનું તંત્ર ઊભું કરી રહ્યો છું, દવાના ખર્ચામાંથી એને બચાવવા માટેનું મોટું કામ લઈને આવી રહ્યો છું, એક એક મધ્યમ વર્ગના માનવીની જિંદગી બચાવવા માટેનું હું કામ લઈને આવી રહ્યો છું. અને અમે કોંગ્રેસની જેમ છેતરપિંડી કરનારા લોકો નથી, મુરખ બનાવનારા લોકો નથી. અહીંયાં જેમ પેલું ‘ઘરનું ઘર’ નું પોલ ચલાવ્યું છે ને, એવું દિલ્હીમાં એકવાર ચલાવ્યું હતું એમણે. લોકોએ વોટ આપ્યા, આઠ-આઠ વર્ષ થયાં, આજ સુધી એક વ્યક્તિને એક ‘ઘરનું ઘર’ આપ્યું નથી આ લોકોએ, એક નહીં..! છેતરપિંડી, એમના સ્વભાવમાં જ છે. જૂઠું બોલો, વોટ લઈ લો, પછી તમે તમારા ઠેકાણે, હું મારા ઠેકાણે..! આ કોંગ્રેસને ઓળખવાની જરૂર છે. ભાઈઓ-બહેનો, કોંગ્રેસના લોકો ગુજરાતનું ક્યારેય ભલું કરી શકવાના નથી. નકારાત્મકતા, નકારાત્મકતા કેટલી હદે..? અરે, ગુજરાતનો સ્વર્ણિમ જયંતી અવસર ઊજવાતો હતો એનો બહિષ્કાર કર્યો. કોઈ આવું કરે? અરે, તમે ગુજરાતનું સંતાન છો ભાઈ, આ ગુજરાત તમારું છે..! 1960 થી જેટલી પણ સરકારો બની, આ બધી સરકારોનું કોઈને કોઈ યોગદાન છે એવું કહેનારો કોઈ વિરલો હોય તો તે નરેન્દ્ર મોદી છે. અને છતાંય, છતાંય કોંગ્રેસના મિત્રોએ ગુજરાતની સ્વર્ણિમ જયંતીના સુવર્ણ અવસરમાં પણ ડાઘ કરવાની કોશિશ કરી હતી, બાકોરું પાડવાની કોશિશ કરી હતી, એને કુંઠિત કલંકિત કરવાનો પ્રયાસ કર્યો હતો. હું ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરું આ બાબતમાં અને ગુજરાતની જનતાએ પણ માફ ન કરવા જોઇએ. ગુજરાતનું સારું થતું હોય ત્યારે તમે આડે આવો છો..! એકપણ સારી વાત ગુજરાતની તમે સ્વીકારી નથી શકતા. આટલી બધી નકારાત્મકતા..! અને જૂઠાણા તો ફોટાય બહારથી જૂઠ્ઠા લાવે, આંકડાય જૂઠ્ઠા લાવે અને બોલ બોલ બોલ બોલ કર્યા જ કરવું પડે..! ભાઈઓ-બહેનો, એમને જવાબો દેવામાં મેં સમય બગાડ્યો નથી, કારણકે મારે તમારી સેવામાં મારો સમય ખર્ચવો છે. આપના સંતાનનું સુખ એ મારી ચિંતાનો વિષય છે, આપના બાળકોની શિક્ષા એ મારી ચિંતાનો વિષય છે. ગરીબ-મધ્યમ વર્ગનો માનવી આ કાળઝાળ મોંઘવારીમાં ટકી રહે એના માટેના રસ્તા શોધવા માટેની મથામણ કરું છું. અને દુનિયા બદલાય છે, એ બદલાતી જતી દુનિયાનો તમને પણ લાભ મળે એના માટેની મથામણ કરી રહ્યો છું. અને એ સઘળી મથામણમાંથી આપ પણ આપના જીવનને પામી શકો, એના માટેની મારી મથામણ છે..!

ભાઈઓ-બહેનો, પહેલા તબક્કાનું મતદાન તેરમી તારીખે છે અને તેરમી તારીખે વધુમાં વધુ મતદાન કરીએ. હું આપને વિનંતી કરું છું, આપ આપના વિસ્તારના ઉમેદવારની સામે ન જોતા, આપ ગુજરાતની આવતીકાલ સામે જોજો, આપ ગુજરાતના ભવિષ્ય તરફ જોજો. આપની જાતિ કઈ હશે, સમાજ કયો હશે, ગોળ કયો હશે, ગામ કયું હશે, કોની સાથે ગમ્યું, ન ગમ્યું... પ્રશ્નો ઘણા હશે, પણ તેમ છતાંય મારા ગુજરાતના વ્હાલા નાગરિક ભાઈઓ-બહેનો, આપને મારી વિનંતી છે કે આપ મતદાન કરવા જાઓ ત્યારે ગુજરાતની આવતીકાલ તરફ જોજો. આવતીકાલ ભવ્ય બનાવવી હોય અને ગયા 11 વર્ષના અનુભવથી જોજો. દેશ બરબાદ થઈ રહ્યો છે, એકમાત્ર ગુજરાત બચ્યું છે. એને બરબાદ નથી થવા દેવું, એવા સંકલ્પ સાથે વોટ કરજો. આપ મતદાન કરો ત્યારે આપની કોઈ રાવ-ફરિયાદ હોય તો મારી સામે જોજો. મેં કોઈ કચાશ નથી રાખી આપને માટે કંઈ કરવા માટે, પૂરતી મહેનત કરી છે. એક કુટુંબના સભ્ય તરીકે કરી છે અને છ કરોડ ગુજરાતીઓ એ જ મારું કુટુંબ છે, એમના જ માટે જીવવાનો મને આનંદ છે, એમના જ માટે ખપી જવાનો મને આનંદ છે. અને એટલા માટે ભાઈઓ-બહેનો, આપના પરિવારના સ્વજન તરીકે હું ભારતીય જનતા પાર્ટીના કમળ નિશાન પર બટન દબાવવા આપને વિનંતી કરું છું. આપ મને ઓળખજો, મારી પાર્ટીને ઓળખજો, મારા કમળના નિશાનને ઓળખજો. ખડે પગે હું આપની સેવા માટે તૈયાર છું અને આપની સેવામાં કોઈ કચાશ નહીં રાખું..!

ભાઈઓ-બહેનો, ઘણીવાર એકવાર સત્તા મળે તો માણસ ઉત્સાહમાં હોય, બીજીવાર આળસી જાય..! આપે મને જોયો છે, આપે મને આટઆટલી વખત સત્તા પર બેસાડ્યો પણ રોજ નવી યોજના સાથે આવું છું, રોજ નવા ઉમંગ સાથે આવું છું, રોજ નવી ઊર્જા સાથે આવું છું. કારણ, આ ઊર્જાનું કારણ આપ છો. આપનો પ્રેમ મને દોડાવે છે, આપનો પ્રેમ મને દિવસ-રાત ઊજાગરા કરાવે છે, આપનો પ્રેમ મને ગુજરાત માટે ખપી જવાની તાકાત આપે છે અને એટલા માટે મારા શરીરનો પ્રત્યેક કણ, મારા સમયની પ્રત્યેક ક્ષણ, મારે આપના માટે ખપાવવી છે, મારા ભાઈઓ-બહેનો..! મારું સૌરાષ્ટ્ર આખી દુનિયામાં ગુંજતું થાય, ગાજતું થાય, દુનિયામાં પ્રવાસધામ માટે સૌરાષ્ટ્ર વખણાતું થાય, મારો દરિયાકિનારો ધમધમતો થાય, મારો આદિવાસીનો દીકરો સર્વોચ્ચ શિખરો પ્રાપ્ત કરી શકે એવો સામર્થ્યવાન બને. મારું દક્ષિણ ગુજરાત હોય કે મારું સૌરાષ્ટ્ર હોય, એવી નવી ઊંચાઈઓને પાર કરે કે જેને કારણે ગુજરાતનો સમવેગ વિકાસ લાગે, સર્વાંગી વિકાસ લાગે, સર્વ જન હિતાય લાગે, સર્વ જન સુખાય લાગે... આ વિચારને લઈને અમે ચાલી રહ્યા છીએ. અને એટલા માટે ભાઈઓ-બહેનો, કોંગ્રેસના પાપોથી ગુજરાતને બચાવવું છે. અને મેં આપને પહેલા પણ કહ્યું હતું કે હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નથી બેઠો, હું તો ગાંધીનગરમાં એક ચોકીદાર તરીકે બેઠો છું અને જ્યાં સુધી હું ગાંધીનગરમાં બેઠો છું, આપ વિશ્વાસ રાખજો કે આ ગાંધીનગરની તિજોરી પર હું ક્યારેય કોઈનો પંજો નહીં પડવા દઉં, એ હું આપને વિશ્વાસ આપું છું. ગાંધીનગરની તિજોરી ગરીબ માટે છે, ગરીબના ભલા માટે છે. અરે, આજે તમે ગુજરાતના કોઈપણ ખૂણામાં જાવ, 20-25 કિલોમીટર, ક્યાંયને ક્યાંય વિકાસના કામ ચાલતાં હોય છે. ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક બિલ્ડિંગ બનતું હશે, ક્યાંક ગટર બનતી હશે, ક્યાંક પાઈપલાઈન નંખાતી હશે, ક્યાંક પાણીની વ્યવસ્થા થતી હશે... ચારે તરફ કામ દેખાય છે. અને જ્યારે લોકો આ કામ જુએ છે ને ત્યારે ગામના ઘૈડિયા લોકો ભેગા થઈને વાતો કરે છે કે મારો વ્હાલો મોદી રૂપિયા લાવે છે ક્યાંથી? લોકો કરે છે ને ચર્ચા..? મારો વ્હાલો મોદી રૂપિયા લાવે છે ક્યાંથી? અરે ભાઈઓ-બહેનો, આ રૂપિયા મોદીના નથી, આ રૂપિયા તો તમારા જ છે, પણ પહેલાં આ રૂપિયા ચવાઈ જતા હતા, હવે તમારા રૂપિયા ઊગી નીકળે છે, વિકાસ માટે વપરાય છે, અને એના કારણે વિકાસ દેખાય છે. હતું તો બધું જ પણ લૂંટાતું હતું, હવે એ સદુપયોગ માટે વપરાય છે, કારણકે આપે એક ચોકીદારને ગાંધીનગરમાં બેસાડ્યો છે. આ ચોકીદાર તરીકે મારે સેવા કરવી છે. ભાઈઓ-બહેનો, મારે મન કોઈ વહાલું નથી, કોઈ દવલું નથી. છ કરોડ ગુજરાતીઓ, ગમે તે સમાજના હોય, ગમે તે જાતિના હોય, ગમે તે સંપ્રદાયના હોય, ગામડાંના હોય, શહેરના હોય, ભણેલા હોય, અભણ હોય, ગરીબ હોય, તવંગર હોય, મારે મન છ કરોડ ગુજરાતીઓ મારું કુટુંબ છે, એમનું સુખ એ મારું સુખ છે અને એટલા જ માટે હું આપની પાસે આવ્યો છું, મને ફરી એકવાર પાંચ વર્ષની સેવા કરવાની તક આપો. ગુજરાતને જે નવી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છીએ અને દુનિયા આખામાં ગુજરાતની જે વાહવાહી થઈ રહી છે, એની અંદર મારે આપને જોડવા છે. આવો, આપણે સાથે મળીને દિવ્ય-ભવ્ય ગુજરાતના નિર્માણ માટે આગળ વધીએ. નવા નવા સંકલ્પ કરીએ અને શપથ લઈને આગળ વધીએ. 13 તારીખ અને 17 તારીખ, બે દિવસ છે ગુજરાતમાં ચૂંટણી. આપને તેરમી તારીખે મતદાન કરવાનો અવસર છે, આપ પહેલ કરવાના છો અને આપની પહેલ ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જનારી બનશે એવો મને પૂરો વિશ્વાસ છે.

ભાઈઓ-બહેનો, આ ટેક્નોલૉજીથી કોંગ્રેસના લોકોના પેટમાં તેલ રેડાવાનું છે, આ કેવું..? મોદી 26 જગ્યાએ એકસાથે પહોંચી જાય, સેંકડો સભાઓ મોદી કરશે..! કોંગ્રેસના મિત્રો રોજ સવારે ગાળ દે છે, કરોડોનો ખર્ચો, કરોડોનો ખર્ચો...! ભાઈઓ-બહેનો, આ ઓછામાં ઓછે ખર્ચે થનારી આ ટેક્નોલૉજી છે. અને જે લોકો કાર્બન ક્રેડિટ કમાતા હોય છે ને એની દુનિયામાં તો આ મહત્વનું પાસું છે. એની ચર્ચા હું આ સભામાં નથી કરતો, કોઈવાર પંડિતો મળશે તો કરીશ. ભાઈઓ-બહેનો, આ સરળ રસ્તો છે, પણ મારે મારા નાગરિક ભાઈઓ-બહેનોને કહેવાનું છે કે મેં પહેલે દિવસે જ્યારે આનો પ્રયોગ પ્રાયોગિક ધોરણે ચાર શહેરોમાં કર્યો હતો એ દિવસે પણ કહ્યું હતું અને આજે ફરી કહું છું કે મોદીના માસ્ક આવ્યાં એનો અર્થ એ નહીં કે મોદી નહોતા આવ્યા. લાખો માસ્ક હતાં, લાખો નવજુવાનો નરેન્દ્ર મોદી બનીને ફરતા હતા, તેમ છતાંય નરેન્દ્ર મોદીએ ગુજરાતનો ખૂણેખૂણો ખૂંદવાની કોશિશ જારી રાખી હતી. વચ્ચે મેં ‘ગુગલ હેન્ગ આઉટ’ કર્યું હતું, ટેક્નોલૉજી દ્વારા હું દુનિયાના 100 કરતાં વધારે દેશોના લોકોને મળ્યો હતો. પણ મેં મારું કામ અટકાવ્યું ન હતું, એ કાર્યક્રમ કર્યો, તમારી વચ્ચે ફરી આવ્યો. આજે પણ આ ટેક્નોલૉજીથી હું મળી રહ્યો છું એનો અર્થ એ નથી કે હું ચૂંટણીના મેદાનમાં તમારી વચ્ચે નથી આવવાનો. મેં પહેલા જ દિવસે કહ્યું હતું, આ તો બધી પૂરક વ્યવસ્થાઓ છે. આ ટેક્નોલૉજી, દુનિયાને મારે બતાવવું છે કે મારું ગુજરાત આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી શકે છે. મારે વિશ્વને બતાવવું છે કે અમે ટેક્નોલૉજીમાં આખી દુનિયામાં આગળ છીએ. ભાઈઓ-બહેનો, કદાચ ગુજરાતના છાપાંઓમાં કંઈ આવતું હોય કે ન આવતું હોય, પણ હું આપને કહું છું કે આખી દુનિયાનું કોઈ ટી.વી. એવું નહીં હોય, આખી દુનિયાનું કોઈ છાપું એવું નહીં હોય કે જેણે આ 3-ડી ટેક્નોલૉજી દ્વારા ચુંટણી પ્રચારની વાતની ચર્ચા ન કરી હોય. સમગ્ર વિશ્વની અંદર ગુજરાતના આ ઇનિશ્યેટિવની ચર્ચા છે. અને ગુજરાતી તરીકે આપણી છાતી ગજ ગજ ફુલે છે કે અમે ટેક્નોલૉજીનો આવો સદુપયોગ કરી રહ્યા છીએ. પણ ભાઈઓ-બહેનો, મારી ઉપર આપનો અધિકાર એવોને એવો છે. ચૂંટણી પ્રચારમાં હું આપની વચ્ચે આવવાનો છું, આપને મળવા આવ્યા વિના હું રહી જ ન શકું, મારો ને આપનો નાતો અતૂટ છે, પણ ચૂંટણી માટેની મારી વાત પહોંચાડવા માટે એકસાથે 26 જગ્યાએ પહોંચવાનું આ એક ઉત્તમ માધ્યમ મને મળ્યું છે. થોડા દિવસ પછી ફરી રાઉન્ડ કરવાનો છું. દર બે-ચાર દિવસે, બે-ચાર દિવસે આવા રાઉન્ડ પણ કરવાનો છું, પ્રવાસ પણ કરવાનો છું. એવી જ રીતે દરેક જિલ્લાની અંદર એક 3-ડી વિકાસરથ ફરી રહ્યો છે. એ 3-ડી વિકાસરથ પણ ટેક્નોલૉજીની એક અદભૂત ઘટના છે. મારી આપ સૌને વિનંતી છે કે ગામોગામ સાંજના સમયે જ્યારે 3-ડી ટેક્નોલૉજીવાળો વિકાસરથ આવે એને પણ આપણે જોઇએ. આપણને લાગશે કે વાહ, દુનિયા કેવી બદલાઈ ગઈ છે. નરેન્દ્ર મોદી તમારા ગામ સુધી આંટો મારી રહ્યા હોય એવું તમે જોઈ શકશો. ભાઈઓ-બહેનો, મને ઉમળકો છે તમારા નાના નાના ગામડાંમાં આવવાનો, એના માટે મેં ટેક્નોલૉજીની મદદ લીધી છે. એ 3-ડી વિકાસરથ દ્વારા 1000-1500 ગામોમાં હું આવી રહ્યો છું, અને આ જે કાર્યક્રમ કરી રહ્યો છું એમાં 100-125 ગામોને હું કવર કરી રહ્યો છું. કોંગ્રેસને એના કારણે ફાળ પડી છે કે એક માણસ એકસાથે જો ગુજરાતમાં 2000 ગામમાં ટેક્નોલૉજીથી જો ફરી વળે તો કોંગ્રેસનું થાય શું? એમની મૂંઝવણ આ છે અને એટલા માટે ગપગોળા ચલાવે છે. 500 કરોડ, 1000 કરોડ, લાખ કરોડ... એનાથી નીચું એમને કંઈ ફાવતું જ નથી. કારણકે એટલા મોટા પાયે એમણે દિલ્હીમાં ભેગું કર્યું છે કે એમને એ જ દેખાય છે.

ભાઈઓ-બહેનો, રૂપિયાના જોરે ચાલતો અપપ્રચાર, રૂપિયાના જોરે ચાલતા જૂઠાણા, પ્રજા-માનસને ગુમરાહ કરવાની ચાલતી પ્રવૃત્તિઓની સામે નવજુવાન, માતાઓ -બહેનો, આવો એક શક્તિ બનીને ઊભા રહીએ અને ગુજરાતના સપનાને તોડવા માટેની કોશિશ કરનાર કોઈને આગળ આવવા ન દઈએ. એક તાકાત બનીને ઊભા રહીએ..! આવો ભાઈઓ-બહેનો, ગામડું સમૃદ્ધ થાય, ગરીબ સુખી થાય, મધ્યમ વર્ગનો માનવી સુખચેનની જિંદગી જીવે એ સપનાં સાકાર કરવા માટેની મારી મથામણમાં આપ મને સહયોગ આપો. વધુમાં વધુ મતદાન કરીએ. મતદાન કરીને, સકારાત્મક મતદાન કરીને, દુનિયા આખીને બતાવી દઈએ કે વિકાસથી દુનિયા બદલાવાની છે અને ગુજરાતે વિકાસનો રસ્તો અપનાવ્યો છે, આ વાત દુનિયાને બતાવીએ. એક નવી શક્તિ સાથે આવીએ. અને ભાઈઓ-બહેનો, મને વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ભૂતકાળના બધા જ રેકોર્ડ તોડવાની છે, જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજેતા થવાની છે કારણ મને આપનો પ્રેમ મળ્યો છે. અને ભાઈઓ-બહેનો, જ્યારે પ્રજાનો પ્રેમ મળતો હોય ને ત્યારે કામ કરવાનો ઉમંગ પણ ઓર હોય છે. આપના પ્રેમના કારણે સતત દોડતો રહું છું, દોડતો રહીશ. અને આટલું બધું કામ કર્યું છે ને તોય હું તો કહેતો હોઉં છું, આ ગુજરાતમાં તમને જે વિકાસથી આનંદ થાય છે, સંતોષ થાય છે એ તો મેં 50 વર્ષના ખાડા પૂર્યા છે, ખાડા... હજુ એક્ચ્યુઅલી મારા સપનાનું ગુજરાત બનાવવાની શરૂઆત તો હવે થશે, આ મારી તાકાત તો ખાડા પૂરવામાં ગઈ. ઘણીવાર હું કહું ને કે ખાડા પૂરવામાં ગઈ, તો લોકો કહે કે એમાં શું કર્યું, ભાઈ..? તો હું તમને ઉદાહરણ આપું. આ કોંગ્રેસની સરકારે શાળાના ઓરડા બનાવ્યા હતા, પણ એમાં દીકરીઓ માટે સંડાસ-બાથરૂમની વ્યવસ્થા નહોતી, બોલો..! કેમ ભાઈ? દીકરીઓ ભણવા આવે તો એમને સંડાસ-બાથરૂમ જોઈએ કે ના જોઈએ? પણ એમને ના સૂઝ્યું. આ એમનો 50 વર્ષનો ખાડો, મારે 60,000 જેટલાં સંડાસ-બાથરૂમ શાળાઓમાં બનાવવાં પડ્યાં. જો એ કામ કરીને ગયા હોત તો મારે કામ આગળ કર્યું હોય કે નહીં? આવી તો હું તમને એક લાખ ચીજો બતાવી શકું કે જેમાં એમનાં અધૂરાં કરેલાં કામો, અધૂરાં છોડેલાં કામો, ગેરસમજણવાળાં કરેલાં કામો, એને સુધારવામાં મારો ટાઈમ ગયો છે, ખાડા પૂરવામાં મારો ટાઈમ ગયો છે. હવે ભાઈઓ-બહેનો, અને ખાડા એવા હતા ને કે બીજો કાચો-પોચો હોતને તો સો વર્ષેય પૂરાત નહીં, આ તો ઈશ્વરે મને કંઈ દમ-ખમ આપ્યો છે અને તમારો પ્રેમ છે કે આ 10-11 વર્ષમાં ખાડા પૂરા કરી શક્યો. હજુય થોડા ઘણા ખાડા છે ને એ તમે તેરમી તારીખે પૂરી નાખજો, મતદાન કરીને બધું સફાચટ કરી નાખજો, તો જ આ બધું પતવાનું છે. ભાઈઓ-બહેનો, કોંગ્રેસમાં કોઈ નેતા છે જેના પર તમે ભરોસો મૂકી શકો? કોઈ નેતા છે જેની વાતમાં તમે વિશ્વાસ મૂકી શકો? આપ મને કહો. ભાઈઓ-બહેનો, હું આપની પાસે છું, તમે ગમે ત્યારે મારો જવાબ માંગી શકો છો, મારો હિસાબ માંગી શકો છો, આપ મને પૂછી શકો છો નરેન્દ્રભાઈ, આનું કેમ ન થયું? કોંગ્રેસ પાસે તો કોની પાસે જવું એ પ્રશ્ન છે. એટલા જ માટે કહું છું ભાઈઓ-બહેનો, ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ નીતિ છે, ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતના ભવ્ય સપનાં છે, દિવ્ય સપનાં છે, એને સાકાર કરવાં છે અને સાકાર કરવા માટે મને આપનો સાથ-સહકાર જોઈએ છીએ.

ભાઈઓ-બહેનો, આજે મોકળા મને મન મૂકીને તમારી જોડે વાતો કરી છે, વિકાસના મંત્રને લઈને કરી છે. આવો, નવજુવાન મિત્રો, મને તમારી ઉપર ખૂબ ભરોસો છે. ગુજરાતની આવતીકાલ એ તમારી આવતીકાલ સાથે અતૂટ રીતે જોડાએલી છે. તમારી આવતી કાલ અને ગુજરાતની આવતી કાલને જુદા ન કરી શકાય. તમારી આવતીકાલની ચિંતા કરવી હશે તો ગુજરાતની આવતીકાલની ચિંતા કરવા માટે આપે સક્રિય થવું પડશે. આપે આ ચૂંટણીનો સંપૂર્ણ બોજ તમારા ખભા ઉપર ઉઠાવવો પડશે, નવજુવાનો. નિકળી પડો, કમળના નિશાન પર બટન દબાવવા માટે એક એક વ્યક્તિને શિક્ષિત કરો, પ્રેરિત કરો અને સમગ્ર દેશમાં વિકાસનો વાવટો ફરકે એવું વાતાવરણ બનાવવા માટે ગુજરાતમાં ફરી એકવાર વિકાસની વાતને આગળ વધારીએ. હું અહીંયાં બેઠો હતો ત્યારે મને સામેથી બધા લોકો ‘વી’ બતાવતા હતા. દુનિયાની નજરોમાં ‘વી ફોર વિક્ટરી’ છે, મારી નજરોમાં ‘વી ફોર વિકાસ’ પણ છે. અને તેથી આપણે ‘વી ફોર વિકાસ’ પણ કહીએ છીએ, ‘વી ફોર વિક્ટરી’ પણ કહીએ છીએ. આપણે બધા ‘વી ફોર વિકાસ’ પણ કહીએ, ‘વી ફોર વિકટરી’ કહીએ અને વિકાસ અને વિક્ટરીની વાત લઈને આગળ ધપીએ એ જ અપેક્ષા સાથે છવ્વીસે છવ્વીસ સ્થાન પર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ભાઈઓ-બહેનો, એક અદભૂત ટેક્નોલૉજીનો લ્હાવો મને મળ્યો છે. આપની સાથે વાત કરવાનો મને અવસર મળ્યો છે, દુનિયા અચંબામાં પડે એવી આ ઘટના છે. વિશ્વમાં પહેલી વાર બનેલી ઘટના છે અને આપ એના સાક્ષી છો. આપ આપનાં સંતાનોને ભવિષ્યમાં કહી શકશો કે આપ કઈ સભામાં બેઠા હતા. આ ઐતિહાસિક ઘટના છે, આ સામાન્ય સભા નથી, ભાઈઓ અને મારે મન ગૌરવની બાબત છે કે આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરનારું ગુજરાત દુનિયાનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે. દુનિયાની અંદર અભૂતપૂર્વ ઘટના બની છે, એમાં આપણે બધા સાક્ષી બન્યા છીએ.

ભાઈઓ-બહેનો, આપણે બધા આગળ વધીએ ત્યારે એક વાત મારે કરવી છે. જ્યારે અંગ્રેજો હિંદુસ્તાનને લૂંટતા હતા ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોને લલકાર કર્યો હતો અને એણે પોતાના હૃદયના ઊંડાણથી એક અવાજ કર્યો હતો કે ‘મેરી ઝાંસી નહીં દૂંગી...’ કારણ લક્ષ્મીબાઈને હતું કે જો અંગ્રેજોના હાથમાં ઝાંસી ગયું તો ઝાંસી બરબાદ થઈ જશે. ભાઈઓ-બહેનો, પ્રત્યેક ગુજરાતીઓના હૃદયમાંથી અવાજ ઊઠે, એક ચિત્કાર નીકળે કે “નહીં દેંગે, નહીં દેંગે, હમારા ગુજરાત નહીં દેંગે...”, “બેઈમાનોં કો નહીં દેંગે, નહીં દેંગે, હમારા ગુજરાત નહીં દેંગે...”, “ભ્રષ્ટાચારીઓં કો નહીં દેંગે, નહીં દેંગે, હમારા ગુજરાત નહીં દેગે...” એક એક ગુજરાતીનો અવાજ ઊઠવો જોઇએ. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ આ વાત લઈને નીકળ્યા છીએ ત્યારે આખા ગુજરાતનો એક જ મત છે, ‘એકમત ગુજરાત, બને ભાજપ સરકાર’. સંપૂર્ણ ગુજરાત એક સ્વરે બોલી રહ્યું છે, એકમત થઈને કહી રહ્યું છે, એક સ્વરથી બોલી રહ્યું છે, ‘એકમત ગુજરાત, બને ભાજપ સરકાર’. ફરી ભાજપ સરકાર, બાર બાર ભાજપ સરકાર. આ મંત્ર લઈને આગળ વધીએ.

ભાઈઓ-બહેનો, હું જોઈ રહ્યો છું, તાલીઓના ગડગડાટ આપના સાંભળી રહ્યો છું, આપનો ઉમંગ-ઉત્સાહ જોઈ રહ્યો છું. ખૂબ આનંદથી આપે મને આ ટેક્નોલૉજીના માધ્યમથી વધાવ્યો. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને રૂબરૂ જ્યારે આવીશ ત્યારે પણ નિરાંતે ઘણી બધી વાતો કરીશું.

જય જય ગરવી ગુજરાત..! જય જય ગરવી ગુજરાત..!

નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે...!!

Explore More
୭୮ତମ ସ୍ୱାଧୀନତା ଦିବସ ଅବସରରେ ଲାଲକିଲ୍ଲାରୁ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଶ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦୀଙ୍କ ଅଭିଭାଷଣ

ଲୋକପ୍ରିୟ ଅଭିଭାଷଣ

୭୮ତମ ସ୍ୱାଧୀନତା ଦିବସ ଅବସରରେ ଲାଲକିଲ୍ଲାରୁ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଶ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦୀଙ୍କ ଅଭିଭାଷଣ
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The Constitution is our guiding light: PM Modi
A special website named constitution75.com has been created to connect the citizens of the country with the legacy of the Constitution: PM
Mahakumbh Ka Sandesh, Ek Ho Poora Desh: PM Modi in Mann Ki Baat
Our film and entertainment industry has strengthened the sentiment of 'Ek Bharat - Shreshtha Bharat': PM
Raj Kapoor ji introduced the world to the soft power of India through films: PM Modi
Rafi Sahab’s voice had that magic which touched every heart: PM Modi remembers the legendary singer during Mann Ki Baat
There is only one mantra to fight cancer - Awareness, Action and Assurance: PM Modi
The Ayushman Bharat Yojana has reduced the financial problems in cancer treatment to a great extent: PM Modi

ମୋର ପ୍ରିୟ ଦେଶବାସୀଗଣ, ନମସ୍କାର । ୨୦୨୫ ବର୍ଷ ଆମ ଦ୍ୱାରଦେଶରେ ଉପନୀତ । ୨୬ ଜାନୁଆରୀ ୨୦୨୫ ଦିନ ଆମ ସମ୍ବିଧାନ କାର୍ଯ୍ୟକାରୀ ହେବାର ୭୫ ବର୍ଷ ପୂରଣ ହେବାକୁ ଯାଉଛି । ଆମ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ଏହା ଏକ ଗୌରବର କଥା । ଆମ ସମ୍ବିଧାନ ନିର୍ମାତାଗଣ ଆମକୁ ଯେଉଁ ସମ୍ବିଧାନ ଅର୍ପଣ କରିଯାଇଛନ୍ତି, ତାହା ସବୁ ପରିସ୍ଥିତିରେ ଠିକ୍ ପ୍ରମାଣିତ ହୋଇଛି । ସମ୍ବିଧାନ ଆମକୁ ପଥ ପ୍ରଦର୍ଶିତ କରୁଥିବା ଆଲୋକ ପୁଞ୍ଜ, ଏହା ଆମ ମାର୍ଗଦର୍ଶକ । ଭାରତର ସମ୍ବିଧାନ ଯୋଗୁଁ ହିଁ ଆଜି ମୁଁ ଏଠାରେ ଉପସ୍ଥିତ ହୋଇ ଆପଣଙ୍କ ସହ ଭାବ ବିନିମୟ କରିପାରୁଛି । ଏ ବର୍ଷ ନଭେମ୍ବର ୨୬ ତାରିଖ ସମ୍ବିଧାନ ଦିବସଠାରୁ ଏକବର୍ଷ ବ୍ୟାପୀ ଅନେକ କାର୍ଯ୍ୟକ୍ରମ ଆରମ୍ଭ ହୋଇଛି । ଦେଶର ନାଗରିକମାନଙ୍କୁ ସମ୍ବିଧାନର ଐତିହ୍ୟ ସହ ସଂଯୋଜିତ କରିବା ପାଇଁ constitution75.com ନାମରେ ଏକ ସ୍ୱତନ୍ତ୍ର ୱେବସାଇଟ୍ ମଧ୍ୟ ସୃଷ୍ଟି କରାଯାଇଛି । ଏଥିରେ ଆପଣ ସମ୍ବିଧାନର ମୁଖବନ୍ଧ ପାଠ କରି ନିଜ ଭିଡିଓ ଅପଲୋଡ୍ କରିପାରିବେ । ଭିନ୍ନ ଭିନ୍ନ ଭାଷାରେ ସମ୍ବିଧାନ ପଢ଼ି ପାରିବେ । ସମ୍ବିଧାନ ବିଷୟରେ ପ୍ରଶ୍ନ ମଧ୍ୟ ପଚାରି ପାରିବେ । ଏହି ୱେବସାଇଟ୍ ପରିଦର୍ଶନ କରି ଏଥିରେ ଅଂଶଗ୍ରହଣ କରିବା ପାଇଁ ମୁଁ ‘ମନ୍ କି ବାତ୍’ର ଶ୍ରୋତା, ବିଦ୍ୟାଳୟରେ ପଢ଼ୁଥିବା ଛାତ୍ରଛାତ୍ରୀ, କଲେଜରେ ପଢ଼ୁଥିବା ଯୁବବର୍ଗ ସମସ୍ତଙ୍କୁ ଅନୁରୋଧ କରୁଛି ।

ବନ୍ଧୁଗଣ, ଆସନ୍ତା ମାସ ୧୩ ତାରିଖ ଠାରୁ ପ୍ରୟାଗରାଜରେ ମହାକୁମ୍ଭ ମଧ୍ୟ ଅନୁଷ୍ଠିତ ହେବାକୁ ଯାଉଛି । ଏବେ ସେଠାରେ ସଙ୍ଗମକୁଳରେ ଜୋରଦାର୍ ପ୍ରସ୍ତୁତି ଚାଲିଛି । ମୋର ମନେ ଅଛି, ଏଇ କିଛି ଦିନ ତଳେ ଯେତେବେଳେ ମୁଁ ପ୍ରୟାଗରାଜ୍ ଯାଇଥିଲି, ସେତେବେଳେ ହେଲିକପ୍ଟରରୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ କୁମ୍ଭ କ୍ଷେତ୍ର ଦେଖି ମନ ଆନନ୍ଦିତ ହୋଇଯାଇଥିଲା । ଏତେ ବିଶାଳ ! ଏତେ ସୁନ୍ଦର ! ଏତେ ଭବ୍ୟ !

ବନ୍ଧୁଗଣ, ମହାକୁମ୍ଭର ବିଶେଷତ୍ୱ କେବଳ ଏହାର ବିଶାଳତା ନୁହେଁ । କୁମ୍ଭର ବିଶେଷତ୍ୱ ଏହାର ବିବିଧତାରେ ମଧ୍ୟ ରହିଛି । ଏହି ଆୟୋଜନରେ କୋଟି କୋଟି ଲୋକ ଏକତ୍ରିତ ହୁଅନ୍ତି । ଲକ୍ଷ ଲକ୍ଷ ସାଧୁ ସନ୍ଥ, ହଜାର ହଜାର ପରମ୍ପରା, ଶହ ଶହ ସମ୍ପ୍ରଦାୟ, ଅନେକ ଆଖଡ଼ା, ସମସ୍ତେ ଏହି ଆୟୋଜନରେ ଅଂଶଗ୍ରହଣ କରନ୍ତି । ଏହି କୁମ୍ଭମେଳାରେ କେବେ କୌଣସି ଭେଦଭାବ ନ ଥାଏ । ନା ଏଠି କେହି ବଡ଼, ନା କେହି ସାନ । ବିବିଧତା ମଧ୍ୟରେ ଏକତାର ଏଭଳି ଦୃଶ୍ୟ ବିଶ୍ୱରେ ଆଉ କେଉଁଠି ବି ଦେଖିବାକୁ ମିଳେନାହିଁ । ତେଣୁ ଆମ କୁମ୍ଭ ଏକତାର ମହାକୁମ୍ଭ ମଧ୍ୟ ହୋଇଥାଏ । ଏଥରର ମହାକୁମ୍ଭ ମଧ୍ୟ ଏକତାର ମହାକୁମ୍ଭର ମନ୍ତ୍ରକୁ ସଶକ୍ତ କରିବ । କୁମ୍ଭରେ ଅଂଶଗ୍ରହଣ କରିବା ସହ ଏକତାର ଏହି ସଂକଳ୍ପକୁ ମଧ୍ୟ ନିଜ ସହ ନେଇ ଫେରିବା ପାଇଁ ମୋର ଆପଣ ସମସ୍ତଙ୍କୁ ଅନୁରୋଧ । ଆମେ ସମାଜରେ ବିଭାଜନ ଓ ବିଦ୍ୱେଷର ଭାବନାକୁ ନଷ୍ଟ କରିବାର ସଂକଳ୍ପ ମଧ୍ୟ ଗ୍ରହଣ କରିବା । ସଂକ୍ଷେପରେ କହିବାକୁ ହେଲେ ମୁଁ ଏତିକି କହିବି . . .

ମହାକୁମ୍ଭର ଏଇ ସନ୍ଦେଶ, ଏକ୍ ହେଉ ସାରା ଦେଶ ।

ମହାକୁମ୍ଭର ଏଇ ସନ୍ଦେଶ, ଏକ୍ ହେଉ ସାରା ଦେଶ ।

ଆଉ ଅନ୍ୟ ଭାଷାରେ କହିବାକୁ ଗଲେ, କହିବି . . .

ଗଙ୍ଗାର ଧାରା ବହୁ ନିରନ୍ତର, ବିଭାଜିତ ନ ହେଉ ସମାଜ ଆମର ।

ଗଙ୍ଗାର ଧାରା ବହୁ ନିରନ୍ତର, ବିଭାଜିତ ନ ହେଉ ସମାଜ ଆମର ।

ବନ୍ଧୁଗଣ, ଏଥର ପ୍ରୟାଗରାଜରେ ଦେଶ ବିଦେଶର ଶ୍ରଦ୍ଧାଳୁ ଡିଜିଟାଲ୍ ମହାକୁମ୍ଭର ମଧ୍ୟ ସାକ୍ଷୀ ହେବେ । ଡିଜିଟାଲ୍ ନେଭିଗେସନ୍ ସାହାର୍ଯ୍ୟରେ ଆପଣମାନେ ବିଭିନ୍ନ ଘାଟ, ମନ୍ଦିର, ସାଧୁସନ୍ଥଙ୍କ ଆଖଡ଼ା ପର୍ଯ୍ୟନ୍ତ ପହଂଚିବାର ରାସ୍ତା ପାଇପାରିବେ । ଏହି ନେଭିଗେସନ୍ ସିଷ୍ଟମ୍ ଆପଣଙ୍କୁ ପାର୍କିଂ ସ୍ଥଳ ପର୍ଯ୍ୟନ୍ତ ପହଂଚିବା ପାଇଁ ମଧ୍ୟ ସାହାର୍ଯ୍ୟ କରିବ । କୁମ୍ଭ ଆୟୋଜନରେ ପ୍ରଥମ ଥର ପାଇଁ ଏ.ଆଇ. ଚାଟବୋଟର ବ୍ୟବହାର ହେବ । ଏ.ଆଇ. ଚାଟବୋଟ୍ ମାଧ୍ୟମରେ ୧୧ଟି ଭାରତୀୟ ଭାଷାରେ କୁମ୍ଭ ସମ୍ପର୍କିତ ସୂଚନା ପ୍ରାପ୍ତ କରାଯାଇପାରିବ । ଏହି ଚାଟବୋଟରେ text ଟାଇପ୍ କରି କିମ୍ବା ନିଜେ କହି ଯେକୌଣସି ପ୍ରକାର ସାହାଯ୍ୟ ପାଇଁ ଅନୁରୋଧ କରିପାରିବେ । ସମ୍ପୂର୍ଣ୍ଣ ମେଳା କ୍ଷେତ୍ରଟି ଏ.ଆଇ. ଶକ୍ତିଯୁକ୍ତ କ୍ୟାମେରାର ନଜରରେ ରହିବ । କୁମ୍ଭରେ ଯଦି କେହି ନିଜ ପ୍ରିୟପରିଜନଙ୍କ ଠାରୁ ନିଖୋଜ ହୋଇଥାଆନ୍ତି, ତାହେଲେ ଏହି କ୍ୟାମେରା ଗୁଡ଼ିକ ସାହାର୍ଯ୍ୟରେ ସେମାନଙ୍କୁ ଠାବ କରିବାରେ ମଧ୍ୟ ସାହାଯ୍ୟ ମିଳିବ । ଶ୍ରଦ୍ଧାଳୁମାନେ ଡିଜିଟାଲ୍ ଲଷ୍ଟ ଆଣ୍ଡ ଫାଉଣ୍ଡ ସେଂଟରର ସୁବିଧା ମଧ୍ୟ ପାଇପାରିବେ । ଶ୍ରଦ୍ଧାଳୁମାନଙ୍କୁ ମୋବାଇଲ ମାଧ୍ୟମରେ ହିଁ ସରକାରଙ୍କ ସ୍ୱୀକୃତିପ୍ରାପ୍ତ ଟୁର୍ ପ୍ୟାକେଜ୍, ରହିବା ସୁବିଧା ଏବଂ ହୋମଷ୍ଟେ ବିଷୟରେ ସୂଚନା ପ୍ରଦାନ କରାଯିବ । ମହାକୁମ୍ଭ ଯାତ୍ରା କଲେ ଆପଣମାନେ ମଧ୍ୟ ଏହି ସୁବିଧା ଗୁଡ଼ିକର ଲାଭ ଉଠାଇ ପାରିବେ । ଆଉ ହଁ, #ଏକତା କା ମହାକୁମ୍ଭ ରେ ନିଜର ସେଲ୍ଫି ନିଶ୍ଚୟ ଅପଲୋଡ୍ କରିବେ ।

ବନ୍ଧୁଗଣ, ମନ୍ କି ବାତ୍ ଅର୍ଥାତ୍ ଏମକେବିରେ ଏଥର କେଟିବି କଥା । ଅଧିକାଂଶ ବୟସ୍କ ଲୋକେ କେଟିବି ବିଷୟରେ ଜାଣିନଥିବେ । କିନ୍ତୁ, ପିଲାମାନଙ୍କୁ ଥରେ ପଚାରନ୍ତୁ, କେଟିବି ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ସୁପରହିଟ୍ । କେଟିବି ମାନେ କ୍ରିଷ, ତ୍ରିଶ୍ ଆଉ ବାଲ୍ଟିବୟ । ହୁଏତ ଆପଣ ଜାଣିଥିବେ, ଏହା ପିଲାମାନଙ୍କ ମନପସନ୍ଦର ଆନିମେଶନ୍ ସିରିଜ୍ ଏବଂ ଏହାର ନାଁ କେଟିବି-ଭାରତ ହେଁ ହମ୍ । ଏବେ ଏହାର ଦ୍ୱିତୀୟ ସିଜିନ୍ ମଧ୍ୟ ଆସିଗଲାଣି । ଏହି ତିନୋଟି ଆନିମେଶନ୍ କ୍ୟାରେକ୍ଟର ଆମକୁ ଭାରତର ସ୍ୱାଧୀନତା ସଂଗ୍ରାମର ସେହି ନାୟକ-ନାୟିକାମାନଙ୍କ ବିଷୟରେ ଜଣାଉଛନ୍ତି, ଯେଉଁମାନଙ୍କ ସମ୍ପର୍କରେ ଅଧିକ ଆଲୋଚନା ହୁଏ ନାହିଁ । ନିକଟ ଅତୀତରେ ଏହାର ସିଜିନ-ଟୁ ଏକ ନିଆରା ଢଙ୍ଗରେ ଗୋଆରେ ଭାରତୀୟ ଆନ୍ତର୍ଜାତିକ ଚଳଚ୍ଚିତ୍ର ମହୋତ୍ସବରେ ଉଦଘାଟିତ ହେଲା । ସବୁଠାରୁ ସୁନ୍ଦର କଥା ହେଉଛି, ଏହି ସିରିଜ୍ କେବଳ ଅନେକ ଭାରତୀୟ ଭାଷାରେ ନୁହେଁ, ବରଂ ବିଦେଶୀ ଭାଷାରେ ମଧ୍ୟ ପ୍ରସାରିତ ହେଉଛି । ଏହାକୁ ଦୂରଦର୍ଶନ ସହ ଅନ୍ୟ ଓଟିଟି ପ୍ଲାଟଫର୍ମରେ ମଧ୍ୟ ଦେଖାଯାଇପାରିବ ।

ବନ୍ଧୁଗଣ, ଆମ ଆନିମେଶନ୍ ଫିଲ୍ମ, ଚଳଚ୍ଚିତ୍ର, ଟେଲିଭିଜନ ସିରିଆଲ ଗୁଡ଼ିକର ଲୋକପ୍ରିୟତା ଏହା ଦର୍ଶାଉଛି ଯେ, ଭାରତର କ୍ରିଏଟିଭ୍ ଇଣ୍ଡଷ୍ଟ୍ରି ବା ସୃଜନାତ୍ମକ ଶିଳ୍ପରେ କେତେ କ୍ଷମତା ଭରିରହିଛି ! ଏହି ଶିଳ୍ପର କେବଳ ଦେଶର ଉନ୍ନତିରେ ଏକ ବଡ଼ ଯୋଗଦାନ ରହିଛି ତାହା ନୁହେଁ ବରଂ ଆମ ଅର୍ଥନୀତିକୁ ମଧ୍ୟ ଏହା ନୂତନ ଶିଖରକୁ ନେଇଯାଉଛି । ଆମ ଚଳଚ୍ଚିତ୍ର ଏବଂ ମନୋରଞ୍ଜନ ଶିଳ୍ପ ବହୁତ ବିଶାଳ । ଦେଶର ଅନେକ ଭାଷାରେ ଚଳଚ୍ଚିତ୍ର ନିର୍ମାଣ ଚାଲିଛି, କ୍ରିଏଟିଭ୍ କଂଟେଟ୍ ମଧ୍ୟ ସୃଷ୍ଟି କରାଯାଉଛି । ମୁଁ ଆମ ଚଳଚ୍ଚିତ୍ର ଏବଂ ମନୋରଞ୍ଜନ ଶିଳ୍ପ ଜଗତକୁ ଏଥିପାଇଁ ଅଭିନନ୍ଦନ ଜଣାଉଛି, କାରଣ, ଏହା ଏକ ଭାରତ- ଶ୍ରେଷ୍ଠ ଭାରତର ଭାବନାକୁ ସଶକ୍ତ କରିଛି ।

ବନ୍ଧୁଗଣ, ୨୦୨୪ରେ ଆମେ ଚଳଚ୍ଚିତ୍ର ଦୁନିଆର ଅନେକ ମହାନ ବ୍ୟକ୍ତିତ୍ୱମାନଙ୍କର ୧୦୦ତମ ଜୟନ୍ତୀ ପାଳନ କରୁଛୁ । ଏହି ମହାନ କଳାକାରମାନେ ଭାରତୀୟ ସିନେମାକୁ ବିଶ୍ୱସ୍ତରରେ ପରିଚିତ କରାଇଲେ । ରାଜକାପୁରଜୀ ନିଜ ଚଳଚ୍ଚିତ୍ର ମାଧ୍ୟମରେ ବିଶ୍ୱକୁ ଭାରତର Soft Power ସହ ପରିଚିତ କରାଇଲେ । ରଫି ସାହେବଙ୍କ ସ୍ୱରରେ ଏଭଳି କୁହୁକ ଭରି ରହିଥିଲା, ଯାହା ପ୍ରତ୍ୟେକ ହୃଦୟକୁ ସ୍ପର୍ଶ କରୁଥିଲା । ତାଙ୍କ ସ୍ୱର ଅତି ଚମତ୍କାର ଥିଲା । ଭକ୍ତି ଗୀତ ହେଉ, ରୋମାଣ୍ଟିକ୍ ଗୀତ କିମ୍ବା ଦୁଃଖଭରା ଗୀତ - ପ୍ରତ୍ୟେକ ଭାବାବେଗକୁ ସେ ନିଜ ସ୍ୱରରେ ଜୀବନ୍ତ କରିଦେଉଥିଲେ । ଜଣେ କଳାକାର ରୂପରେ ତାଙ୍କର ମହନୀୟତାର ଅନୁମାନ ଏହି କଥାରୁ କରିହେବ ଯେ, ଆଜିର ଯୁବପିଢ଼ି ମଧ୍ୟ ତାଙ୍କ ଗୀତଗୁଡ଼ିକୁ ସେତିକି ମନଧ୍ୟାନ ଦେଇ ଶୁଣୁଛନ୍ତି । ଏହାହିଁ ତ ହେଉଛି କାଳାତୀତ କଳାର ପରିଚୟ । ଅକ୍କିନେନୀ ନାଗେଶ୍ୱର ରାଓ ଗାରୁ ତେଲୁଗୁ ସିନେମାକୁ ନୂତନ ଶିଖରରେ ପହଞ୍ଚାଇଛନ୍ତି । ତାଙ୍କ ଚଳଚ୍ଚିତ୍ର ଗୁଡ଼ିକ ଭାରତୀୟ ପରମ୍ପରା ଏବଂ ମୂଲ୍ୟବୋଧକୁ ଖୁବ ଭଲଭାବେ ପ୍ରତିଫଳିତ କରୁଛି । ତପନ ସିହ୍ନାଙ୍କ କଥାଚିତ୍ର ଗୁଡ଼ିକ ସମାଜକୁ ଏକ ନୂତନ ଦୃଷ୍ଟିକୋଣ ପ୍ରଦାନ କରିଛି । ତାଙ୍କ ଚଳଚ୍ଚିତ୍ର ଗୁଡ଼ିକରେ ସାମାଜିକ ଚେତନା ଏବଂ ରାଷ୍ଟ୍ରୀୟ ଏକତାର ବାର୍ତ୍ତା ରହୁଥିଲା । ଏହି ମନିଷୀମାନଙ୍କ ଜୀବନ ଆମର ସମଗ୍ର ଚଳଚ୍ଚିତ୍ର ଜଗତ ପାଇଁ ପ୍ରେରଣାର ଉତ୍ସ ।

ବନ୍ଧୁଗଣ, ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ଆଉ ଗୋଟିଏ ଖୁସି ଖବର ଦେବାକୁ ଚାହୁଁଛି । ଭାରତର ସୃଜନାତ୍ମକ ପ୍ରତିଭା ବା କ୍ରିଏଟିଭ୍ ଟାଲେଣ୍ଟ ବିଶ୍ୱ ଆଗରେ ଉପସ୍ଥାପିତ କରିବାର ଗୋଟିଏ ବଡ଼ ସୁଯୋଗ ଆସୁଛି । ଆସନ୍ତା ବର୍ଷ ଆମ ଦେଶରେ ପ୍ରଥମ ଥର ପାଇଁ ୱାର୍ଲଡ୍ ଅଡିଓ ଭିଜୁଆଲ୍ ଏଂଟରଟେନମେଣ୍ଟ ସମିଟ୍ ଅର୍ଥାତ୍ ୱେଭସ ସମିଟର ଆୟୋଜନ ହେବାକୁ ଯାଉଛି । ଆପଣମାନେ ଦାଭୋସ୍ ବିଷୟରେ ଶୁଣିଥିବେ, ଯେଉଁଠାରେ ବିଶ୍ୱର ଆର୍ଥିକ ଜଗତର ମହାରଥିମାନେ ଏକତ୍ରିତ ହୋଇଥାଆନ୍ତି । ସେହିଭଳି ୱେଭସ ସମିଟରେ ସାରା ବିଶ୍ୱର ଗଣମାଧ୍ୟମ ଏବଂ ମନୋରଞ୍ଜନ ଶିଳ୍ପର ମହାରଥି, ସୃଜନ ଜଗତର ବ୍ୟକ୍ତିବିଶେଷ ଭାରତକୁ ଆସିବେ । ଏହି ସମ୍ମିଳନୀ ଭାରତକୁ ଗ୍ଲୋବାଲ୍ କଣ୍ଟେଟ୍ କ୍ରିଏଶନର ହବ୍ କରିବା ଦିଗରେ ଗୋଟିଏ ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ ପଦକ୍ଷେପ । ଏହି ସୂଚନା ଦେବାରେ ମୁଁ ଗର୍ବ ଅନୁଭବ କରୁଛି ଯେ, ଏହି ସମ୍ମିଳନୀ ପାଇଁ ପ୍ରସ୍ତୁତିରେ ଆମ ଦେଶର ୟଙ୍ଗ୍ କ୍ରିଏଟର୍ସ ବା ନୂତନ ସୃଜନଶୀଳ ପ୍ରତିଭାମାନେ ଖୁବ ଉତ୍ସାହର ସହିତ ଲାଗି ପଡ଼ିଛନ୍ତି । ଆମେ ୫ ଟ୍ରିଲିଅନ୍ ଡଲାର୍ ଇକୋନମୀ ଦିଗକୁ ଅଗ୍ରସର ହେଉଥିବା ସମୟରେ ଆମ କ୍ରିଏଟର୍ ଇକୋନମୀ ଏକ ନୂତନ ଶକ୍ତି ପ୍ରଦାନ କରୁଛି । ମୁଁ ଭାରତର ସମଗ୍ର ମନୋରଞ୍ଜନ ଏବଂ ସୃଜନାତ୍ମକ ଶିଳ୍ପକୁ ଅନୁରୋଧ କରୁଛି - ଆପଣ ଯୁବ-ପ୍ରତିଭା ହୁଅନ୍ତୁ କିମ୍ବା ପ୍ରତିଷ୍ଠିତ କଳାକାର, ବଲିଉଡ୍ ସହ ଜଡ଼ିତ ହୋଇଥାଆନ୍ତୁ କିମ୍ବା ଆଞ୍ଚଳିକ ସିନେମା ଜଗତ ସହ, ଟେଲିଭିଜନ ଶିଳ୍ପର ପେଶାଗତ ବ୍ୟକ୍ତି ହୋଇଥାଆନ୍ତୁ କିମ୍ବା ଆନିମେଶନ୍ ବିଶେଷଜ୍ଞ, ଗେମିଂ ସହ ଜଡ଼ିତ ଥାଆନ୍ତୁ ବା ଏଂଟରଟେନମେଣ୍ଟ ଟେକ୍ନୋଲଜିର ଇନ୍ନୋଭେଟର୍ ହେଇଥାଆନ୍ତୁ - ଆପଣ ସମସ୍ତେ ୱେଭସ ସମ୍ମିଳନୀରେ ଭାଗ ନିଅନ୍ତୁ ।

ମୋର ପ୍ରିୟ ଦେଶବାସୀଗଣ, ଆପଣ ସମସ୍ତେ ଜାଣନ୍ତି ଯେ ଭାରତୀୟ ସଂସ୍କୃତିର ଆଲୋକ ଆଜି କିଭଳି ପୃଥିବୀର କୋଣ ଅନୁକୋଣରେ ବିଛାଡ଼ି ହୋଇ ପଡ଼ୁଛି । ଆଜି ମୁଁ ଆପଣଙ୍କୁ ତିନି ମହାଦ୍ୱୀପରୁ ଏଭଳି ପ୍ରୟାସଗୁଡ଼ିକ ବିଷୟରେ କହିବି, ଯାହା ଆମ ସାଂସ୍କୃତିକ ଐତିହ୍ୟର ବୈଶ୍ୱିକ ବିସ୍ତୃତିର ସାକ୍ଷୀ । ସେମାନେ ପରସ୍ପରଠାରୁ ବହୁତ ଦୂରରେ, କିନ୍ତୁ ଭାରତକୁ ଜାଣିବାରେ ଓ ଆମ ସଂସ୍କୃତିରୁ ଶିଖିବା କ୍ଷେତ୍ରରେ ସେମାନଙ୍କ ଆଗ୍ରହ ଉଦ୍ଦୀପନା ସମାନ ।

ବନ୍ଧୁଗଣ, ପେଣ୍ଟିଙ୍ଗ୍‌ସ ଯେତେ ବେଶୀ ରଙ୍ଗୀନ ହୋଇଥାଏ ସେତିକି ସୁନ୍ଦର ଦେଖାଯାଇଥାଏ । ଆପଣଙ୍କ ମଧ୍ୟରୁ ଯେଉଁମାନେ ଟିଭି ମାଧ୍ୟମରେ ‘ମନ୍‌ କୀ ବାତ୍‌’ ସହ ଯୋଡ଼ି ହୋଇଛନ୍ତି, ସେମାନେ ଏବେ କିଛି ପେଣ୍ଟିଙ୍ଗ୍‌ସକୁ ଟିଭିରେ ଦେଖି ମଧ୍ୟ ପାରିବେ । ଏସବୁ ପେଣ୍ଟିଙ୍ଗ୍ସରେ ଆମର ଦେବାଦେବୀ, ନୃତ୍ୟକଳା ଓ ମହାପୁରୁଷମାନଙ୍କୁ ଦେଖି ଆପଣଙ୍କୁ ବହୁତ ଭଲ ଲାଗିବ । ଏଥିରେ ଆପଣଙ୍କୁ ଭାରତରେ ଦେଖାଯାଉଥିବା ଜୀବଜନ୍ତୁଙ୍କଠାରୁ ଆରମ୍ଭ କରି ଆଉ ବହୁତ କିଛି ଦେଖିବାକୁ ମିଳିବ । ଏଥିରେ ତାଜମହଲର ଏକ ସୁନ୍ଦର ଚିତ୍ର ମଧ୍ୟ ସାମିଲ୍‌ ହୋଇଛି, ଯାହାକୁ ୧୩ ବର୍ଷର ଝିଅଟିଏ ଆଙ୍କିଛି । ଆପଣଙ୍କୁ ଏହା ଜାଣି ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଲାଗିବ ଯେ ଏହି ଦିବ୍ୟାଙ୍ଗ ଝିଅଟି ନିଜ ପାଟିରେ ଏହି ଚିତ୍ରଟିକୁ ତିଆରି କରିଛି । ସବୁଠୁ ବଡ଼କଥା ହେଲା ଯେ ଏହାର ଚିତ୍ରଶିଳ୍ପୀ ଜଣକ ଭାରତର ନୁହନ୍ତି, ସେ ଇଜିପ୍ଟର ଜଣେ ବିଦ୍ୟାର୍ଥୀ । କିଛି ସପ୍ତାହ ତଳେ ଇଜିପ୍ଟର ପ୍ରାୟ ୨୩ ହଜାର ଛାତ୍ରଛାତ୍ରୀ ଏକ ପେଣ୍ଟିଂ ପ୍ରତିଯୋଗିତାରେ ଭାଗ ନେଇଥିଲେ । ସେଠାରେ ସେମାନଙ୍କୁ ଭାରତର ସଂସ୍କୃତି ଓ ଦୁଇ ଦେଶର ଐତିହାସିକ ସମ୍ପର୍କକୁ ବର୍ଣ୍ଣନା କରୁଥିବା ପେଣ୍ଟିଂ କରିବାର ଥିଲା । ମୁଁ ଏହି ପ୍ରତିଯୋଗିତାରେ ଭାଗ ନେଇଥିବା ସମସ୍ତ ଯୁବକଯୁବତୀଙ୍କୁ ପ୍ରଶଂସା କରୁଛି । ସେମାନଙ୍କ ସୃଜନଶୀଳତାର ଯେତେ ପ୍ରଶଂସା କଲେ ମଧ୍ୟ ତାହା କମ୍‌ ହେବ ।

ବନ୍ଧୁଗଣ, ଦକ୍ଷିଣ ଆମେରିକାର ଏକ ଦେଶ ହେଉଛି ପାରାଗୁଏ । ସେଠାରେ ରହୁଥିବା ଭାରତୀୟଙ୍କ ସଂଖ୍ୟା ହଜାରେରୁ ବେଶି ହେବନାହିଁ । ପାରାଗୁଏରେ ଏକ ଚମତ୍କାର ପ୍ରୟାସ ହେଉଛି । ସେଠାକାର ଭାରତୀୟ ଦୂତାବାସରେ ଏରିକା ହ୍ୟୁବର ମାଗଣା ଆୟୁର୍ବେଦ ପରାମର୍ଶ ଦିଅନ୍ତି । ଆୟୁର୍ବେଦ ପରାମର୍ଶ ନେବାପାଇଁ ଏବେ ତାଙ୍କ ନିକଟକୁ ବହୁ ସ୍ଥାନୀୟ ଲୋକ ଆସୁଛନ୍ତି । ଏରିକା ହ୍ୟୁବର୍ ଇଂଜିନିୟରିଂ ପଢ଼ିଛନ୍ତି ସତ, କିନ୍ତୁ ତାଙ୍କର ମନ ଆୟୁର୍ବେଦରେ ରହିଛି । ସେ ଆୟୁର୍ବେଦ ସହ ସଂପୃକ୍ତ ପାଠ୍ୟକ୍ରମ ପଢ଼ିଥିଲେ ଓ ସମୟକ୍ରମେ ସେ ସେଥିରେ ପାରଙ୍ଗମ ହୋଇପାରିଲେ ।

ବନ୍ଧୁଗଣ, ଏହା ଆମ ପାଇଁ ବହୁତ ଗର୍ବର କଥା ଯେ ପୃଥିବୀର ସବୁଠୁ ପ୍ରାଚୀନ ଭାଷା ତାମିଲ ଏବଂ ପ୍ରତ୍ୟେକ ଭାରତୀୟ ଏଥିପାଇଁ ଗର୍ବିତ । ବିଶ୍ୱର ବହୁ ଦେଶରେ ଏହାକୁ ଶିଖୁଥିବା ଲୋକଙ୍କ ସଂଖ୍ୟା କ୍ରମାଗତ ବଢ଼ିଚାଲିଛି । ଗତ ମାସର ଶେଷରୁ ଫିଜିରେ ଭାରତ ସରକାରଙ୍କ ସହଯୋଗରେ ତାମିଲ୍‌ ଶିକ୍ଷା କାର୍ଯ୍ୟକ୍ରମ ଆରମ୍ଭ ହୋଇଛି । ଗତ ୮୦ ବର୍ଷ ମଧ୍ୟରେ ପ୍ରଥମ ଥର ପାଇଁ ଫିଜିରେ ତାଲିମପ୍ରାପ୍ତ ଶିକ୍ଷକ ତାମିଲ୍‌ ଶିଖାଉଛନ୍ତି । ଆଜି ଫିଜିର ଛାତ୍ରଛାତ୍ରୀମାନେ ତାମିଲ ଭାଷା ଓ ସଂସ୍କୃତିକୁ ଶିଖିବା ପାଇଁ ଆଗ୍ରହୀ ଥିବା ଜାଣି ମୋତେ ବହୁତ ଖୁସି ଲାଗିଛି ।

ବନ୍ଧୁଗଣ, ଏ କଥା, ଏ ଘଟଣା କେବଳ ସଫଳତାର କାହାଣୀ ନୁହେଁ । ଏହା ଆମ ସାଂସ୍କୃତିକ ଐତିହ୍ୟର ଗାଥା ମଧ୍ୟ । ଏହି ଉଦାହରଣ ଆମକୁ ବହୁତ ଗର୍ବିତ କରିଥାଏ । କଳାରୁ ଆୟୁର୍ବେଦ ପର୍ଯ୍ୟନ୍ତ ଓ ଭାଷାରୁ ସଂଗୀତ ପର୍ଯ୍ୟନ୍ତ ଭାରତରେ ଏତେ ବିଷୟ ଅଛି, ଯାହା ପୃଥିବୀ ସାରା ବ୍ୟାପି ଚାଲିଛି ।

ବନ୍ଧୁଗଣ, ଏ ଶୀତ ଋତୁରେ ସମଗ୍ର ଦେଶରେ ବିଭିନ୍ନ କ୍ରୀଡ଼ା ଓ ଫିଟ୍‌ନେସ୍‌କୁ ନେଇ ବିଭିନ୍ନ କାର୍ଯ୍ୟକ୍ରମ ଆୟୋଜିତ ହେଉଛି । ମୁଁ ଖୁସି ଯେ ଲୋକେ ଫିଟ୍‌ନେସ୍‌କୁ ନିଜ ଦିନଚର୍ଯ୍ୟାରେ ସାମିଲ୍‌ କରୁଛନ୍ତି । କାଶ୍ମୀରରେ ସ୍କିଙ୍ଗ୍ ଠାରୁ ଗୁଜରାଟର ଗୁଡ଼ିଉଡ଼ା ପର୍ଯ୍ୟନ୍ତ, ସବୁ ସ୍ଥାନରେ ଖେଳର ଉତ୍ସାହ ଦେଖିବାକୁ ମିଳୁଛି । #SundayOnCycle I #CyclingTuesday ଭଳି ଅଭିଯାନ ଦ୍ୱାରା ସାଇକଲ ଚାଳନାକୁ ପ୍ରୋତ୍ସାହନ ମିଳୁଛି ।

ବନ୍ଧୁଗଣ, ମୁଁ ଆପଣଙ୍କୁ ଏଭଳି ଏକ ନିଆରା କଥା କହିବାକୁ ଚାହୁଁଛି ଯାହା ଆମ ଦେଶରେ ଆସିଥିବା ପରିବର୍ତ୍ତନ ଓ ଯୁବବନ୍ଧୁମାନଙ୍କର ଉତ୍ସାହ ଉଦ୍ଦୀପନାର ପ୍ରତୀକ । ଆପଣ ଜାଣନ୍ତି କି ଆମର ବସ୍ତରରେ ଏକ ଅନନ୍ୟ ଅଲିମ୍ପିକ୍‌ ଆରମ୍ଭ ହୋଇଛି ! ଆଜ୍ଞା ହଁ, ପ୍ରଥମ ଥର ଆୟୋଜିତ ବସ୍ତର ଅଲିମ୍ପିକ୍‌ ଦ୍ୱାରା ବସ୍ତରରେ ଏକ ନୂଆ ବିପ୍ଳବ ଜନ୍ମ ନେଉଛି । ମୋ ପାଇଁ ବହୁତ ଖୁସିର କଥା ଯେ ବସ୍ତର ଅଲିମ୍ପିକର ସ୍ୱପ୍ନ ସାକାର ହୋଇଛି । ଆପଣଙ୍କୁ ମଧ୍ୟ ଜାଣିବା ପରେ ବହୁତ ଖୁସି ଲାଗିବ ଯେ ଏହା ଏଭଳି ଏକ ଅଞ୍ଚଳରେ ହେଉଛି, ଯାହା ଏକଦା ମାଓବାଦୀ ହିଂସାଗ୍ରସ୍ତ ଅଞ୍ଚଳ ଥିଲା । ବସ୍ତର ଅଲିମ୍ପିକର ମାସ୍କଟ୍‌ ହେଉଛି ‘ବଣ ମଇଁଷି’ ଓ ‘ପାହାଡ଼ୀ ମଇନା’ । ଏଥିରେ ବସ୍ତରର ସମୃଦ୍ଧ ସଂସ୍କୃତିର ଝଲକ ଦେଖିବାକୁ ମିଳିଥାଏ । ଏହି ବସ୍ତର କ୍ରୀଡ଼ା ମହାକୁମ୍ଭର ମୂଳ ମନ୍ତ୍ର ହେଉଛି-

‘କର୍‌ସାୟ ତା ବସ୍ତର୍ ବରସାଏ ତା ବସ୍ତର୍’ ଅର୍ଥାତ ‘ଖେଳିବ ବସ୍ତର୍-ଜିତିବ ବସ୍ତର୍’ ।

ପ୍ରଥମ ଥର ହିଁ ବସ୍ତର ଅଲିମ୍ପିକ୍‌ରେ ୭ଟି ଜିଲାର ଏକ ଲକ୍ଷ ୬୫ ହଜାର ଖେଳାଳି ଭାଗ ନେଇଛନ୍ତି । ଏହା କେବଳ ଏକ ପରିସଂଖ୍ୟାନ ନୁହେଁ- ଏହା ଆମ ଯୁବକଯୁବତୀଙ୍କର ସଂକଳ୍ପର ଗୌରବ ଗାଥା ବହନ କରେ । ଆଥ୍‌ଲେଟିକ୍ସ, ତୀରଚାଳନା, ବ୍ୟାଡ଼ମିଣ୍ଟନ, ଫୁଟବଲ, ହକି, ଭାରୋତ୍ତୋଳନ, କରାଟେ, କବାଡ଼ି, ଖୋ ଖୋ ଓ ଭଲିବଲ୍‌- ପ୍ରତ୍ୟେକ ଖେଳରେ ଆମର ଯୁବପିଢ଼ି ନିଜ ପ୍ରତିଭାର ପତାକା ଉଡ଼ାଇଛନ୍ତି । କାରୀ କଶ୍ୟପ୍ ଜୀଙ୍କ କାହାଣୀ ମୋତେ ଖୁବ୍‌ ପ୍ରେରଣା ଦେଇଥାଏ । ଏକ ଛୋଟିଆ ଗାଁରୁ ଆସିଥିବା କାରୀ ଜୀ ତୀରଚାଳନାରେ ରୌପ୍ୟପଦକ ଜିତିଛନ୍ତି । ସେ କହନ୍ତି, “ବସ୍ତର ଅଲିମ୍ପିକ୍‌ ମୋତେ କେବଳ ଖେଳ ପଡ଼ିଆ ଦେଇନାହିଁ, ଜୀବନରେ ଆଗକୁ ବଢ଼ିବାର ସୁଯୋଗ ଦେଇଛି ।” ସୁକ୍‌ମା-ର ପାୟଲ୍‌ କୱାସି ଜୀଙ୍କ କଥା ବେଶ୍ ପ୍ରେରଣାଦାୟକ । ଜାଭଲିନ୍‌ ଥ୍ରୋରେ ସ୍ୱର୍ଣ୍ଣପଦକ ହାସଲ କରିଥିବା ପାୟଲ୍‌ ଜୀ କହନ୍ତି “ଅନୁଶାସନ ଓ କଠିନ ପରିଶ୍ରମ ଦ୍ୱାରା ଯେ କୌଣସି ଲକ୍ଷ୍ୟ ହାସଲ କରିବା ସମ୍ଭବ” । ସୁକମା-ର ଦୋରନାପାଲ୍‌-ର ପୁନେମ୍ ସନ୍ନା ଜୀଙ୍କ କଥା ତ ନୂଆ ଭାରତର ପ୍ରେରଣାଦାୟକ କାହାଣୀ । ଏକଦା ନକ୍ସଲଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରଭାବିତ ପୁନେମ୍ ଜୀ ଆଜି ହ୍ୱିଲ୍‌ଚେୟାରରେ ଦୌଡ଼ି ପଦକ ଜିତୁଛନ୍ତି । ତାଙ୍କର ସାହସ ଓ ଧୈର୍ଯ୍ୟ ସଭିଙ୍କ ପାଇଁ ବଡ଼ ପ୍ରେରଣା । କୋଡ଼ାଗାଓଁର ତୀରନ୍ଦାଜ ରଂଜୁ ସୋରୀ ଜୀଙ୍କୁ ‘ବସ୍ତର ୟୁଥ୍‌ ଆଇକନ’ ଭାବେ ବଛାଯାଇଛି । ତାଙ୍କର କହିବା କଥା ହେଲା- ବସ୍ତର ଅଲିମ୍ପିକ୍‌ ଉପାନ୍ତ ଅଞ୍ଚଳର ଯୁବକଯୁବତୀଙ୍କୁ ଜାତୀୟ ମଞ୍ଚ ପର୍ଯ୍ୟନ୍ତ ପହଞ୍ଚିବାର ସୁଯୋଗ ଦେଉଛି ।

ବନ୍ଧୁଗଣ, ବସ୍ତର ଅଲିମ୍ପିକ୍‌ କେବଳ ଏକ କ୍ରୀଡ଼ା ଆୟୋଜନ ନୁହେଁ । ଏହା ଏଭଳି ଏକ ମଞ୍ଚ, ଯେଉଁଠି ବିକାଶ ଓ କ୍ରୀଡ଼ାର ସଂଗମ ହେଉଛି; ଯେଉଁଠି ଆମର ଯୁବପିଢ଼ି ନିଜ ପ୍ରତିଭାକୁ ଆହୁରି ଚମକାଉଛନ୍ତି ଓ ଏକ ନୂଆ ଭାରତର ନିର୍ମାଣ କରୁଛନ୍ତି । ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ନିବେଦନ କରୁଛି ଯେ

-ନିଜ ଅଞ୍ଚଳରେ ଏଭଳି କ୍ରୀଡ଼ା ଆୟୋଜନ ପାଇଁ ପ୍ରୋତ୍ସାହନ ଦିଅନ୍ତୁ

- #ଖେଲେଗା ଭାରତ୍-ଜିତେଗା ଭାରତ୍ ଜରିଆରେ ନିଜ ଅଞ୍ଚଳର କ୍ରୀଡ଼ା ପ୍ରତିଭାଙ୍କ କାହାଣୀକୁ ଅନ୍ୟମାନଙ୍କ ସହ ବାଣ୍ଟନ୍ତୁ

-ସ୍ଥାନୀୟ କ୍ରୀଡ଼ା ପ୍ରତିଭାମାନଙ୍କୁ ଆଗକୁ ବଢ଼ିବାର ସୁଯୋଗ ଦିଅନ୍ତୁ

ମନେ ରଖନ୍ତୁ, କ୍ରୀଡ଼ା ଦ୍ୱାରା କେବଳ ଶାରୀରିକ ବିକାଶ ହୁଏ ନାହିଁ, ବରଂ ଏହି ସ୍ପୋର୍ଟସ୍‌ମେନ୍‌ ସ୍ପିରିଟ୍‌ ସମାଜକୁ ଯୋଡ଼ିବାର ମଧ୍ୟ ଏକ ସଶକ୍ତ ମାଧ୍ୟମ । ତେଣୁ ବହୁତ ଖେଳନ୍ତୁ-ଖୁସି ରୁହନ୍ତୁ ।

ମୋର ପ୍ରିୟ ଦେଶବାସୀଗଣ, ଭାରତର ଦୁଇଟି ବଡ଼ ଉପଲବ୍ଧି ଆଜି ବିଶ୍ୱର ଧ୍ୟାନ ଆକର୍ଷଣ କରୁଛି । ଏହାକୁ ଶୁଣି ଆପଣ ମଧ୍ୟ ନିଜକୁ ଗର୍ବିତ ଅନୁଭବ କରିବେ । ଏହି ଦୁଇଟି ସଫଳତା ସ୍ୱାସ୍ଥ୍ୟ କ୍ଷେତ୍ରରେ ମିଳିଛି । ପ୍ରଥମ ଉପଲବ୍ଧି ମିଳିଛି ମେଲେରିଆ ବିରୋଧରେ ଲଢ଼େଇରେ । ମେଲେରିଆ ରୋଗ ଚାରି ହଜାର ବର୍ଷ ଧରି ମଣିଷ ପାଇଁ ଏକ ବଡ଼ ସମସ୍ୟା ହୋଇ ରହିଆସିଛି । ସ୍ୱାଧୀନତା ସମୟରେ ବି ଏହା ସବୁଠୁ ବଡ଼ ସମସ୍ୟା ମଧ୍ୟରୁ ଥିଲା ଅନ୍ୟତମ । ମାସକରୁ ପାଞ୍ଚ ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଶିଶୁଙ୍କର ଜୀବନ ନେଉଥିବା ସମସ୍ତ ସଂକ୍ରାମକ ରୋଗ ମଧ୍ୟରେ ମେଲେରିଆର ସ୍ଥାନ ତୃତୀୟ । ଆଜି ମୁଁ ସନ୍ତୋଷର ସହ କହିପାରିବି ଯେ ଦେଶବାସୀ ମିଳିମିଶି ଏହି ସମସ୍ୟାର ଦୃଢ଼ ମୁକାବିଲା କରିଛନ୍ତି । ବିଶ୍ୱ ସ୍ୱାସ୍ଥ୍ୟ ସଙ୍ଗଠନ - WHOର ରିପୋର୍ଟ କହେ ଯେ ଭାରତରେ ୨୦୧୫ରୁ ୨୦୨୩ ମଧ୍ୟରେ ମେଲେରିଆ ଏବଂ ଏହାଦ୍ୱାରା ହୋଇଥିବା ମୃତ୍ୟୁ ଶତକଡ଼ା ୮୦ ଭାଗ କମିଯାଇଛି । ଏହା କୌଣସି ଛୋଟ ଉପଲବଧି ନୁହେଁ । ସବୁଠାରୁ ବଡ଼କଥା ହେଲା ଏହି ସଫଳତା ଜନସାଧାରଣଙ୍କ ସହଯୋଗ ଯୋଗୁଁ ମିଳିଛି । ଭାରତର କୋଣ ଅନୁକୋଣରୁ, ପ୍ରତ୍ୟେକ ଜିଲ୍ଲାରୁ କେହି ନା କେହି ଏହି ଅଭିଯାନରେ ଅଂଶଗ୍ରହଣ କରିଛନ୍ତି । ଏହି ଚାରିବର୍ଷ ପୂର୍ବେ ଆସାମର ଜୋରହଟ୍ ଜିଲ୍ଲାର ଚା’ବଗିଚାମାନଙ୍କରେ ମେଲେରିଆ ଲୋକମାନଙ୍କର ଦୁଃଶ୍ଚିନ୍ତାର ଏକ ବଡ଼ କାରଣ ହୋଇଥିଲା । କିନ୍ତୁ ଏବେ ଏହାର ମୂଳୋତ୍ପାଟନ ପାଇଁ ଚା’ବଗିଚାରେ ରହୁଥିବା ଲୋକମାନେ ଏକଜୁଟ୍ ହେଲେ, ଫଳରେ ଏଥିରେ ବହୁ ପରିମାଣରେ ସଫଳତା ମିଳିବାକୁ ଲାଗିଲା । ତାଙ୍କର ଏହି ପ୍ରୟାସରେ ସେମାନେ ଟେକ୍ନୋଲୋଜି ସହିତ ସାମାଜିକ ଗଣମାଧ୍ୟମର ମଧ୍ୟ ବହୁଳ ବ୍ୟବହାର କଲେ । ସେହିପରି ହରିଆନାର କୁରୁକ୍ଷେତ୍ର ଜିଲ୍ଲା ମେଲେରିଆ ନିୟନ୍ତ୍ରଣ ଦିଗରେ ଏକ ଆଦର୍ଶ ପ୍ରଦର୍ଶନ କଲା । ଏଠାରେ ମେଲେରିଆର ମନିଟରିଂ ପାଇଁ ଜନଭାଗିଦାରୀ ଅତ୍ୟନ୍ତ ସଫଳ ହେଲା । ପଥପ୍ରାନ୍ତ ନାଟକ ତଥା ରେଡ଼ିଓ ମାଧ୍ୟମରେ ଏହିଭଳି ସନ୍ଦେଶ ଉପରେ ଜୋର୍ ଦିଆଗଲା । ଯାହା ଫଳରେ ମଶାମାନଙ୍କର ପ୍ରଜନନ କମ୍ କରିବାରେ ଖୁବ୍ ସହାୟତା ମିଳିଲା । ସାରା ଦେଶରେ ଏହିଭଳି ପ୍ରୟାସ କରିବା ଦ୍ୱାରା ଆମେ ମେଲେରିଆ ବିରୁଦ୍ଧରେ ଲଢ଼େଇକୁ ତୀବ୍ର କରିପାରିଛୁ ।

ବନ୍ଧୁଗଣ, ନିଜର ସଚେତନତା ଏବଂ ସଂକଳ୍ପଶକ୍ତି ଦ୍ୱାରା ଆମେ କ’ଣ କ’ଣ ହାସଲ କରିପାରିବା ତା’ର ଦ୍ୱିତୀୟ ଉଦାହରଣ ହେଲା କ୍ୟାନସର ସହିତ ଲଢ଼େଇ । ଦୁନିଆର ପ୍ରସିଦ୍ଧ ମେଡ଼ିକାଲ ପତ୍ରିକା ‘LANCET’ର ଅଧ୍ୟୟନ ବାସ୍ତବରେ ଆମ ଭିତରେ ବହୁତ ଆଶା ଜାଗ୍ରତ କରେ । ଏହି ପତ୍ରିକା ଅନୁସାରେ ଏବେ ଭାରତରେ ଠିକ୍ ସମୟରେ କ୍ୟାନସରର ଚିକିତ୍ସାର ସମ୍ଭାବନା ଖୁବ୍ ବଢ଼ିଯାଇଛି । ଠିକ୍ ସମୟରେ ଚିକିତ୍ସାର ଅର୍ଥ କ୍ୟାନସର ରୋଗୀର ଚିକିତ୍ସା ୩୦ ଦିନ ଭିତରେ ଆରମ୍ଭ ହୋଇଯିବା ଦରକାର । ଏ ଦିଗରେ ‘ଆୟୁଷ୍ମାନ୍ ଭାରତ ଯୋଜନା’ ଅତି ମହତ୍ତ୍ୱପୂର୍ଣ୍ଣ ଭୂମିକା ଗ୍ରହଣ କରିଛି । ଏହି ଯୋଜନା ଯୋଗୁଁ ଶତକଡ଼ା ୯୦ ଭାଗ କ୍ୟାନସର ରୋଗୀ ଠିକ୍ ସମୟରେ ନିଜର ଚିକିତ୍ସା ଆରମ୍ଭ କରିପାରିଛନ୍ତି । ଏହା ସମ୍ଭବ ହେବାର କାରଣ ପ୍ରଥମେ ପଇସା ଅଭାବରେ ଗରିବ ରୋଗୀ କ୍ୟାନସରର ପରୀକ୍ଷା ଏବଂ ତା’ର ଚିକିତ୍ସା ପାଇଁ ପଛଘୁଞ୍ଚା ଦେଉଥିଲେ । ଏବେ ଆୟୁଷ୍ମାନ ଭାରତ ଯୋଜନା ସେମାନଙ୍କ ପାଇଁ ବଡ଼ ସମ୍ବଳ ହୋଇଛି । ଏବେ ସେମାନେ ନିଜର ଚିକିତ୍ସା ପାଇଁ ଆଗେଇ ଆସୁଛନ୍ତି । ‘ଆୟୁଷ୍ମାନ ଭାରତ ଯୋଜନା’ କ୍ୟାନସର ଚିକିତ୍ସା କ୍ଷେତ୍ରରେ ଥିବା ଆର୍ଥିକ ଅସୁବିଧାକୁ ବହୁ ପରିମାଣରେ କମ୍ କରିପାରିଛି । ଆହୁରି ଭଲ କଥା ହେଲା ଆଜିକାଲି ଲୋକମାନେ ଠିକ ସମୟରେ କ୍ୟାନସର ଚିକିତ୍ସା ପାଇଁ ବେଶ୍ ସଚେତନ । ଏହି ସଫଳତା ପାଇଁ ଆମର ସ୍ୱାସ୍ଥ୍ୟସେବା ପ୍ରଣାଳୀ, ଡାକ୍ତର, ନର୍ସ ତଥା ଟେକ୍ନିକାଲ କର୍ମଚାରୀମାନଙ୍କର ଯେତିକି ଭୂମିକା ରହିଛି ମୋ ନାଗରିକ ଭାଇଭଉଣୀମାନଙ୍କର ମଧ୍ୟ ସେତିକି ମହତ୍ତ୍ୱପୂର୍ଣ୍ଣ ଭୂମିକା ରହିଛି । ସମସ୍ତଙ୍କ ପ୍ରୟାସ ଦ୍ୱାରା କ୍ୟାନସରକୁ ହରାଇବାର ସଂକଳ୍ପ ଅଧିକ ଦୃଢ଼ ହୋଇଛି । ଯେଉଁମାନେ ସଚେତନତା ସୃଷ୍ଟି କରିବାରେ ବିଶେଷ ଯୋଗଦାନ ଦେଇଛନ୍ତି, ଏହି ସଫଳତାର ଶ୍ରେୟ ସେମାନଙ୍କର । କ୍ୟାନସରକୁ ମୁକାବିଲା କରିବାର ଗୋଟିଏ ମନ୍ତ୍ର ହେଲା Awareness, Action ଏବଂ Assurance । Awareness ଅର୍ଥାତ୍ କ୍ୟାନସର୍ ଲକ୍ଷଣ ପ୍ରତି ସଚେତନତା, Action ଅର୍ଥାତ୍ ଠିକ୍ ସମୟରେ ପରୀକ୍ଷା ଏବଂ ଚିକିତ୍ସା, Assurance ଅର୍ଥାତ୍ ରୋଗୀମାନଙ୍କ ପାଇଁ ସମସ୍ତ ସହାୟତା ଉପଲବ୍ଧ କରାଇବାର ବିଶ୍ୱାସ । ଆସନ୍ତୁ ଆମେ ସମସ୍ତେ ମିଶି କ୍ୟାନସର ବିରୁଦ୍ଧରେ ଏହି ଲଢ଼େଇକୁ ଦ୍ରୁତଗତିରେ ଆଗେଇନେବା ଏବଂ ଅଧିକରୁ ଅଧିକ ରୋଗୀଙ୍କୁ ସାହାଯ୍ୟ କରିବା ।

ମୋର ପ୍ରିୟ ଦେଶବାସୀଗଣଆଜି ମୁଁ ଆପଣଙ୍କୁ ଓଡ଼ିଶାର କଳାହାଣ୍ଡି ଜିଲ୍ଲାର ଏକ ଏଭଳି ପ୍ରୟାସ ବିଷୟରେ କହିବାକୁ ଚାହୁଁଛିଯାହା କମ୍ ପାଣି ଏବଂ କମ୍ ସଂସାଧନ ସତ୍ତ୍ୱେ ସଫଳତାର ନୂତନ କାହାଣୀ ଲେଖୁଛି  ଏହା ହେଉଛି କଳାହାଣ୍ଡିର ‘ସବଜି କ୍ରାନ୍ତି’ ବା ପରିବା ବିପ୍ଳବ  ସମୟ ଥିଲା ଯେଉଁଠି କୃଷକ ପଳାୟନ କରିବାକୁ ବାଧ୍ୟ ହେଉଥିଲା ଆଜି ସେଇଠି କଳାହାଣ୍ଡିର ଗୋଲମୁଣ୍ଡା ବ୍ଲକ୍ ଏକ ପରିବା ଭଣ୍ଡାରରେ ପରିଣତ ହୋଇଛି   ପରିବର୍ତ୍ତନ କିପରି ଆସିଲା ଏହାର ଆରମ୍ଭ ମାତ୍ର ୧୦ ଜଣ କୃଷକଙ୍କ ଗୋଟିଏ ଛୋଟିଆ ସମୂହ ଦ୍ୱାରା ହୋଇଥିଲା  ସେମାନେ ମିଳିମିଶି ଗୋଟିଏ FPO ବା କିଷାନ୍ ଉତ୍ପାଦକ ସଂଗଠନ ସ୍ଥାପନ କଲେଚାଷରେ ଆଧୁନିକ କୌଶଳ ପ୍ରୟୋଗ କରିବା ଆରମ୍ଭ କଲେ ଏବଂ ଆଜି ସେମାନଙ୍କର ଏହି FPO କୋଟି କୋଟି ଟଙ୍କାର କାରବାର କରୁଛି  ଆଜି ୨୦୦ରୁ ଅଧିକ କୃଷକ ଏହି FPO ସହ ଯୋଡ଼ି ହୋଇଛନ୍ତିଯେଉଁମାନଙ୍କ ମଧ୍ୟରେ ୪୫ ଜଣ ମହିଳା ଚାଷୀ ମଧ୍ୟ ଅଛନ୍ତି  ଏହି ଲୋକମାନେ ମିଶି ୨୦୦ ଏକର ଜମିରେ ବିଲାତି ବାଇଗଣ ଚାଷ କରୁଛନ୍ତି ଏବଂ ୧୫୦ ଏକର ଜମିରେ କଲରା ଉତ୍ପାଦନ କରୁଛନ୍ତି  ଏବେ ଏହି FPOର ବାର୍ଷିକ କାରବାର ରାଶି ଦେଢ଼ କୋଟିରୁ ଅଧିକ ହୋଇଗଲାଣି  ଆଜି କଳାହାଣ୍ଡିର ପରିବା ଖାଲି ଓଡ଼ିଶାରେ ନୁହେଁବରଂ ଅନ୍ୟ ରାଜ୍ୟମାନଙ୍କରେ ମଧ୍ୟ ପହଞ୍ଚୁଛି ଏବଂ ସେଠିକାର କୃଷକମାନେ ଏବେ ଆଳୁ ଏବଂ ପିଆଜ ଚାଷର ନୂତନ ପ୍ରଣାଳୀ ଶିଖୁଛନ୍ତି 

ବନ୍ଧୁଗଣକଳାହାଣ୍ଡିର ଏହି ସଫଳତା ଆମକୁ ଶିଖଉଛି ଯେ ସଂକଳ୍ପଶକ୍ତି ଏବଂ ସାମୂହିକ ପ୍ରଚେଷ୍ଟା ଦ୍ୱାରା  କରାଯାଇ  ପାରେ । ମୁଁ ଆପଣ ସମସ୍ତଙ୍କୁ ଅନୁରୋଧ କରୁଛି :-

- ନିଜ ଅଞ୍ଚଳରେ FPO ଗଠନକୁ ଉତ୍ସାହିତ କରନ୍ତୁ ।

- କୃଷକ ଉତ୍ପାଦକ ସଂଗଠନଗୁଡ଼ିକ ସହିତ ଯୋଡ଼ିହୁଅନ୍ତୁ ଏବଂ ସେଗୁଡ଼ିକୁ ମଜଭୁତ୍ କରନ୍ତୁ ।

ମନେରଖନ୍ତୁ – ଛୋଟିଆ ପ୍ରୟାସରୁ ମଧ୍ୟ ବଡ଼ ପରିବର୍ତ୍ତନ ସମ୍ଭବ ହୁଏ । ଖାଲି ଆମର ଦୃଢ଼ ସଂକଳ୍ପ ଏବଂ ସାମୂହିକ ଭାବନାର ଆବଶ୍ୟକତା ରହିଛି ।

ବନ୍ଧୁଗଣ, ଆଜିର ‘ମନ୍ କି ବାତ୍’ରେ ଆମେ ଶୁଣିଲେ, କେମିତି ଆମ ଭାରତ ବିବିଧତାରେ ଏକତା ସହ ଆଗକୁ ବଢ଼ୁଛି । ସେ ଖେଳପଡ଼ିଆ ହେଉ ବା ବିଜ୍ଞାନ, ସ୍ୱାସ୍ଥ୍ୟ ହେଉ ଅବା ଶିକ୍ଷା - ପ୍ରତ୍ୟେକ କ୍ଷେତ୍ରରେ ଭାରତ ନୂତନ ଶିଖରକୁ ଛୁଇଁ ଚାଲିଛି । ଆମେମାନେ ଗୋଟିଏ ପରିବାର ଭଳି ମିଳିମିଶି ପ୍ରତ୍ୟେକ ଆହ୍ୱାନର ସାମ୍ନା କଲେ ଏବଂ ସଫଳ ହେଲେ । ୨୦୧୪ରୁ ଆରମ୍ଭ ହୋଇଥିବା ‘ମନ୍ କି ବାତ୍’ର ୧୧୬ତମ ଅଧ୍ୟାୟରେ ମୁଁ ଦେଖିଛି ଯେ ‘ମନ୍ କି ବାତ୍’ ଦେଶର ସାମୂହିକ ଶକ୍ତିର ଗୋଟିଏ ଜୀବନ୍ତ ଦସ୍ତାବିଜ ହୋଇଯାଇଛି । ଆପଣମାନେ ସମସ୍ତେ ଏହି କାର୍ଯ୍ୟକ୍ରମକୁ ଆପଣାର କରିଛନ୍ତି । ପ୍ରତିମାସରେ ଆପଣମାନେ ନିଜର ବିଚାର ଏବଂ ପ୍ରୟାସ ସମ୍ବନ୍ଧରେ ମୋତେ ଜଣାଇଛନ୍ତି । କେତେବେଳେ କେଉଁ Young Innovatorର ଚିନ୍ତାଧାରା ପ୍ରଭାବିତ କରିଛି ତ କେତେବେଳେ କୌଣସି ଝିଅର ସଫଳତା ଆମକୁ ଗୌରବାନ୍ୱିତ କରିଛି । ଏହା ଆପଣ ସମସ୍ତଙ୍କର ସହଭାଗିତା ଯାହା ଦେଶର କୋଣ ଅନୁକୋଣରୁ ସକରାତ୍ମକ ଶକ୍ତିକୁ ଏକାଠି କରିଛି । ‘ମନ୍ କି ବାତ୍’ ଏହି ସକରାତ୍ମକ ଶକ୍ତିର ବିସ୍ତାରର ମଞ୍ଚ ହୋଇପାରିଛି । ଏବେ ୨୦୨୫ ପାଖେଇ ଆସିଲାଣି । ଆସନ୍ତା ବର୍ଷ ‘ମନ୍ କି ବାତ୍’ ମାଧ୍ୟମରେ ଆମେ ଆହୁରି ପ୍ରେରଣାଦାୟୀ ପ୍ରୟାସଗୁଡ଼ିକୁ ସାମିଲ୍ କରିବା । ମୋର ବିଶ୍ୱାସ ଯେ ଦେଶବାସୀଙ୍କ ସକାରାତ୍ମକ ଭାବନା ଏବଂ ନୂତନ ଚିନ୍ତାଧାରା ଦ୍ୱାରା ଭାରତ ଏକ ନୂତନ ଶିଖରକୁ ଛୁଇଁପାରିବ । ଆପଣ ନିଜ ଆଖପାଖର ନିଆରା ପ୍ରୟାସ ଗୁଡ଼ିକୁ #Mannkibaatରେ ପଠାନ୍ତୁ । ମୁଁ ଜାଣିଛି ଯେ ଆସନ୍ତା ବର୍ଷର ପ୍ରତ୍ୟେକ ‘ମନ୍ କି ବାତ୍’ରେ ଆମ ପାଖରେ ପରସ୍ପରକୁ ଜଣେଇବା ପାଇଁ ବହୁତ କିଛି ଥିବ । ଆପଣମାନଙ୍କୁ ୨୦୨୫ର ବହୁତ ବହୁତ ଶୁଭକାମନା । ସୁସ୍ଥ ରୁହନ୍ତୁ ଖୁସି ରୁହନ୍ତୁ, Fit India Movementରେ ଆପଣ ମଧ୍ୟ ଯୋଗଦିଅନ୍ତୁ ଏବଂ ନିଜକୁ ସୁସ୍ଥ ରଖନ୍ତୁ । ଜୀବନରେ ପ୍ରଗତି କରନ୍ତୁ । ବହୁତ ବହୁତ ଧନ୍ୟବାଦ ।