મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વીડનમાં સ્કાઉટ એન્ડ ગાઇડની રરમી વિશ્વ જામ્બોરીમાં ભાગ લેવા જનારા ગુજરાત સ્ટેટ ભારત સ્કાઉટ એન્ડ ગાઇડના ૧૭ જેટલા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી.
ગુજરાત સ્ટેટ ભારત સ્કાઉટ એન્ડ ગાઇડના સ્ટેટ ચીફ કમિશ્નરશ્રી મહેન્દ્રભાઇ એમ. પટેલ અને ઉપપ્રમુખશ્રી જગદીશભાઇ ભાવસારના નેતૃત્વમાં, સ્વીડન વર્લ્ડ જાંબોરીમાં પસંદ થયેલા સ્કાઉટ-ગાઇડના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ આજે શ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી અને સ્કાઉટ-ગાઇડની ગુજરાતમાં જે પ્રવૃતિઓ વિકસી છે તેની ભૂમિકા આપી હતી.