મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે સ્પેનથી ગુજરાતની સ્વર્ણિમ જ્યંતી ઉજવણીમાં સહભાગી બનેલા બિઝનેસ ડેલિગેશનના સભ્યોએ મળીને ગુજરાતના વિકાસની વિશિષ્ઠ પહેલથી તેઓ ખૂબજ પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યકત કરી હતી.
સ્પેનના આ પ્રતિનિધિમંડળના સભ્યોમાં જેઓ અગ્રણી કંપની સંચાલકો છે તેમણે ગુજરાતમાં એરલાઇન્સ શરૂ કરવા, તેમજ મેડીકલ ટુરિઝમમાં રોકાણ કરવા ઉપરાંત માર્ગો, બાંધકામ-નિર્માણ, બંદરો-પેટ્રોલિયમ-ગેસ ક્ષેત્રના રોકાણ ભાગીદાર બનવાની તત્પરતા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સ્પેન ડેલીગેશન જાન્યુઆરી-ર૦૧૧માં યોજાનારી “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ”માં ભાગ લે તે માટેનું આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અરવિંદ શર્મા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.