મુખ્‍યમંત્રશ્રીને જનતાએ ભેટ આપેલા શસ્ત્રોનું સુરક્ષા સેવાના સહયોગી પરિવાર સાથે શસ્ત્રપૂજનની ગરિમામય પરંપરા

રાષ્‍ટ્રરક્ષાનો સંકલ્‍પ અને સમાજની સુરક્ષા માટે પ્રતિબધ્‍ધતા

સુરક્ષા સેવાના સાથીઓને પ્રેરક આહ્‌વાન

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે વિજ્‍યા દશમીના પર્વ પ્રસંગે, તેમના નિવાસસ્‍થાને સુરક્ષાકર્મીઓ સાથે સહભાગી બનીને શસ્ત્રોકત વિધિથી શષાપૂજન કર્યું હતું અને રાષ્‍ટ્રરક્ષા માટે સંકલ્‍પરત રહેવા સુરક્ષા-સેવાના કર્મયોગીને પ્રેરક આહ્‌વાન પણ કર્યું હતું

વિજ્‍યા દશમીએ, દર વર્ષની પરંપરા જાળવીને, સુરક્ષા સેવાના તમામ સાથી-સહયોગીઓનો પરિવાર મુખ્‍યમંત્રીશ્રીના નિવાસસ્‍થાને શસ્ત્રોકત વિધિથી શષાપૂજનમાં જોડાય છે અને મુખ્‍યમંત્રીશ્રીને જાહેર જનતા તરફથી સમારંભોમાં ભટેમાં મળેલા તલવાર જેવા શષાનું પૂજન કરે છે.

સુરક્ષાસેવાના સહયોગીઓનું જીવન શસ્‍ત્ર સાથે જોડાયેલું છે. નિર્દોષેની રક્ષાકરવી, સમાજ અને રાષ્‍ટ્રની સુરક્ષા એજ આપણી ભારતીય સંસ્‍કૃતિમાં શષાનો શાષામાં મહિમા છે એમ જણાવી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભગવાન રામચન્‍દ્રજી અને સુદર્શન ચક્રધારી શ્રી કૃષ્‍ણના યુગથી લઇને આજના શાસનોમાં માનવતા વિરોધી આતંકવાદી તાકાતોને પરાસ્‍ત કરવામાં સુરક્ષા સેવા અને શષા-શકિતના સમન્‍વયનો મહિમા દર્શાવ્‍યો હતો. શાષાશકિત અને શષા શકિતનું સામર્થ્‍ય જ જનતાના રક્ષણ સામેના પડકારોને પહોંચી વળશે એવું પ્રેરક માર્ગદર્શન આપ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ સુરક્ષા સેવામાં તનાવમાંથી મૂકત રહેવા સારા વાંચનની ટેવ કેળવવા કરેલા પ્રેરક સૂચનને સુરક્ષા કર્મીઓએ વાંચે ગુજરાત અભિયાનને વ્‍યાપક પ્રતિસાદ આપીને વધાવ્‍યું છે તેના અભિનંદન આપતાં તેમણે સુરક્ષા કર્મીઓના પરિવારજનોને પણ વિજ્‍યા દશમી પર્વની શુભકાનાઓ આપી હતી.

આ અવસરે ગાંધીનગર રેન્‍જના આઇ.જી.પી. શ્રી એ.કે.શર્મા, મુખ્‍યમંત્રીશ્રીના મુખ્‍ય સુરક્ષા અધિકારી શ્રી બ્રિજેશકુમાર ઝા, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા શ્રીમતી અર્ચના શિવહરે, એન.એસ.જી. કમાન્‍ડો યુનિટ વડા શ્રી અભિષેક સહાય સહિત પોલીસ અને મુખ્‍યમંત્રીશ્રી સુરક્ષા સેવાના વરિષ્‍ઠ અધિકારીઓ-જવાનો ઉપસ્‍થિત રહ્યા હતા અને શષાપૂજન કર્યું હતું.

Explore More
প্রধান মন্ত্রী, শ্রী নরেন্দ্র মোদীনা 78শুবা নীংতম নুমিত্তা লাল কিলাগী ফম্বাক্তগী লৈবাক মীয়ামদা থমখিবা ৱারোল

Popular Speeches

প্রধান মন্ত্রী, শ্রী নরেন্দ্র মোদীনা 78শুবা নীংতম নুমিত্তা লাল কিলাগী ফম্বাক্তগী লৈবাক মীয়ামদা থমখিবা ৱারোল
Ayushman driving big gains in cancer treatment: Lancet

Media Coverage

Ayushman driving big gains in cancer treatment: Lancet
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
সোসিয়েল মিদিয়াগী মফম 23 দিসেম্বর, 2024
December 23, 2024

PM Modi's Rozgar Mela – Youth Appreciate Job Opportunities

Citizens Appreciate PM Modi Vision of Sabka Saath, Sabka Vikas