Some parties using appeasement politics as shortcut to power: PM Modi in Kheda

Published By : Admin | November 27, 2022 | 15:10 IST
Congress was at centre then, we asked them to target terrorism but they targeted me instead: PM Modi in Kheda
Some parties using appeasement politics as shortcut to power: PM Modi in Kheda

ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
આ ચુંટણી માત્ર એક સરકાર બનાવવા માટેની નથી. આ ચુંટણી આગામી 25 વર્ષ જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ ઉજવે ત્યારે આપણું ગુજરાત ક્યાં હોય, ગુજરાત સમૃદ્ધ હોય, ગુજરાત વિકસિત હોય, અને વિશ્વના સમૃદ્ધ દેશોની તુલનામાં કોઈ પણ માપદંડમાં પાછળ ના હોય, એવું ગુજરાત બનાવવા માટેની આ ચુંટણી છે. અને જ્યારે આજે હું પૂજ્ય રવિશંકર મહારાજની કર્મભૂમિ પર આવ્યો છું. પૂજ્ય બાપુ અને સરદાર સાહેબની ચરણરજ જ્યાં આપણને પડી છે, એવી ધરતીને પ્રણામ કરું છું.
હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપું છું. અમારા મુખ્યમંત્રીજીને, સી. આર. પાટીલને, પાર્ટીના સૌ આગેવાનોને... ગઈકાલે ગુજરાત ભાજપે જે સંકલ્પપત્ર બહાર પાડ્યો છે, એ સંકલ્પપત્ર સાચ અર્થમાં ગુજરાતના આગામી 25 વર્ષનું એક ખાતું ખીંચે છે. વિકસિત ગુજરાત કેવી રીતે બને, નવા નવા ક્ષેત્રોમાં આપણે કેવી રીતે આગળ વધીએ, અને સિદ્ધિઓ સમય પર પ્રાપ્ત કેમ થાય, એના માટેનું આ સંકલ્પપત્રની અંદર ખુબ સુંદર રીતે સર્વસમાવેશી, વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જનારું, અને ગુજરાતને વિકસિત રાજ્ય બનીને જ રહેવાનું સ્પષ્ટ વિઝન સાથેનું સંકલ્પપત્ર માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભુપેન્દ્રભાઈ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગુજરાત પ્રદેશ ભાજપની પુરી ટીમ અનેક અનેક અભિનંદનના અધિકારી છે.
ભાઈઓ, બહેનો,
આપણો આ જિલ્લો એવો છે કે જેણે કોંગ્રેસને સૌથી વધારે કદાચ ઓળખી લીધો છે. બહુ નિકટથી ઓળખી લીધો છે. કારણ કે આ જિલ્લાના, અને જ્યારે આપણો ભેગો હતો, ખેડા અને આણંદ બધું... અહીંના ગરીબ લોકોને, અહીંના પછાત સમાજને એવા એવા જુઠાણા ફેલાવ્યા, એવા એવા આંખે પાટા બાંધી દીધા, અને કોંગ્રેસના નેતાઓએ પોતાનું તો કરી લીધું, અહીં આખા બધા વિસ્તારને પાછળ ને પાછળ રાખ્યો. રાખ્યો કે ના રાખ્યો?
ભાઈઓ, બહેનો,
તમારા આશીર્વાદથી હું મોટો થયો છું. આ માટીએ મને મોટો કર્યો છે. તમે જ મારા શિક્ષક છો. તમે જ સંસ્કારદાતા છો. અને જ્યારે તમારી પાસેથી આ શિક્ષણ, શિક્ષા – દીક્ષા લઈને દિલ્હી પહોંચ્યો, તો સ્વાભાવિક રીતે મારા મનમાં આ જ ભાવ રહ્યો કે દેશના છેવાડાના માનવીનું કલ્યાણ કેમ થાય? છેવાડાના વિસ્તારોનું કલ્યાણ કેમ થાય? આઝાદીના 75 વર્ષ પછી પણ જે લોકો પાછળ રહી ગયા છે, જે વિસ્તારો પાછળ રહી ગયા છે, જે સમાજ પાછળ રહી ગયા છે, જે લોકો પાછળ રહી ગયા છે, જે પરિવાર પાછળ રહી ગયા છે, એમની ચિંતા કેમ કરવી?
અને સાચ અર્થમાં અમે અમારી સરકારને ગરીબો માટે સમર્પિત કરી દીધી. અને એનું આજે પરિણામ છે કે દુનિયાના એક્સપર્ટ એમ કહે છે કે ભારતના ગામડામાંથી ગરીબી ખુબ તેજીથી ઘટી રહી છે. આનાથી બીજું ગૌરવ કયું હોય, ભાઈ? બીજું સર્ટિફિકેટ કયું હોય? અને અમારા નવજવાનોના ઉજ્જવળ ભવિષ્યને માટે નવા નવા શિક્ષણ સંસ્થાઓ. આ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પછાત સમાજની ચિંતા ન કરી. ગરીબની ચિંતા ન કરી. યુવકોની ચિંતા ન કરી.
અમે એમના માટે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. યુવકોને આગળ વધારવા માટે, એમને સારી શિક્ષા આપવા માટે, સારી શાળાઓ જોઈએ, નવા નવા સ્કિલ ડેવલપમેન્ટના યુનિટ જોઈએ. હુનર માટેની વ્યવસ્થા જોઈએ. સારા રોજગારના અવસર જોઈએ. અને એના માટે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તમ પ્રકારની શાળાઓ, ઉત્તમ પ્રકારના શિક્ષણ સંકુલો, આઈ.આઈ.ટી. હોય, આઈ.આઈ.એમ. હોય, એઈમ્સ હોય, આની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. કારણ? આપણે આગળ વધવા માગીએ છીએ.
ભાઈઓ, બહેનો,
આજે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ, સોનિયાબેને એમને મોકલ્યા છે, ગુજરાતમાં. કયા કામ માટે આવ્યા છે, એ તો મને ખબર નથી, પણ એમણે જાહેર કર્યું છે કે મોદીની ઔકાત બતાવી દઈશું. અહીં જે બધા લોકો છે, હું તમારામાંથી જ, એવા જ સમાજમાં પેદા થયો છું. આપણી તે ઔકાત હોય, ભાઈ? આપણે તો સીધા, સાદા. માથું નીચું નમાવીને લોકોની સેવા કર્યા કરીએ. આપણે બધા જ એવા. તમેય એવા, ને હુંય એવો. તમારામાંથી જ હું નીકળ્યો છું. હવે જોઈએ, સોનિયાબેને એમને મોકલ્યા છે. આપણને ઔકાત કેવી બતાવે છે.
ભાઈઓ, બહેનો,
ગરીબ યુવાઓને સંસાધનોની તકલીફ ના આવે, એના માટે પી.એમ. યશસ્વી યોજનાના દ્વારા ખાસ કરીને પછાત વર્ગના બાળકોને, આદિવાસી બાળકોને, દલિત બાળકોને, સ્કોલરશીપ અને કોઈ પણ પ્રકારની કટકી-કંપની વચ્ચે નહિ. ગયા 8 વર્ષમાં પછાત વર્ગના 11 કરોડથી વધારે યુવાઓને 10,000 કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપી છે, આપણે. પછાત વર્ગના સમાજમાંથી જુવાનીયો મારો તૈયાર થાય ને આગળ નીકળે ને, એટલે ક્યાંથી ક્યાં પહોંચે. એટલું જ નહિ. ભણવા માટે, પીએચડી કરવું હોય, રિસર્ચના કામ કરવા હોય, એના માટે એને જો વિદેશ જવાનું હોય, તો એના માટે શ્રેયસ યોજના પણ આપણે કામે લગાડી છે. જેથી કરીને ખુબ આગળ વધી શકે, એવા બાળકોને બીજી મદદ મળે.
આ બધી, આની પાછળ અમારા પછાત સમાજ, ઓબીસી જેને કહે છે, એને આપણે ત્યાં બક્ષી પંચના લોકો કહે છે. હવે આપ વિચાર કરો, કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ બક્ષી પંચના લોકો માટે, આ ઓબીસી માટે અલગ કમિશન બનાવવા માટે માગણી કરવામાં આવી. લોકો જાય, મળે, પાર્લામેન્ટમાં ભાષણો કરે, બધું કરે. આટલા બધા વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું. પણ આપણા જેવા પછાત સમાજના લોકોને એમને દર્શન ના થયા. એમને ખબર જ ના પડી કે આમની પણ કંઈક અપેક્ષા હોય.
આ તમારો દીકરો દિલ્હી બેઠો ને, આ રાષ્ટ્રીય પછાત આયોગ આપણે બનાવી દીધું. અને એને સંવૈધાનિક અધિકાર આપી દીધા. જેથી કરીને ઓબીસી સમાજની સમસ્યાઓના નિરાકરણ માટે એક મજબુત વ્યવસ્થા ઉભી થાય. પણ એની સાથે સાથે શાંતિ, એકતા, સદભાવનાને વરેલા છીએ. આપણે સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને વરેલા છીએ, અને તેથી સમાજમાં આંતરીક સંઘર્ષ ના થાય, ઝગડા ના થાય, ભેદભાવ ના થાય, સૌને સાથે રાખીને ચલાય.
લાંબા સમયથી એક માગણી હતી. જે સામાન્ય વર્ગના લોકો છે, એમાંય ગરીબો છે. એ ગરીબોનું કોણ જુએ? હું તો ગરીબી... મારે ચોપડીમાં નથી વાંચવાની, મેં ગરીબી જોયેલી છે. એના કારણે સામાન્ય વર્ગ માટે 10 ટકાનું આરક્ષણનું કામ પણ આપણી સરકારે કરી દીધું. અને એના કારણે સામાન્ય વર્ગના લોકો માટે 10 ટકાનું રિઝર્વેશન. એને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે એક નવો અવસર આપવાનું કામ, અને સમાજમાં કોઈ જ તનાવ નહિ. કોઈ પુતળા ન બળ્યા, કોઈ સરઘસો ના નીકળ્યા. પણ કમનસીબી જુઓ. આ કોંગ્રેસવાળાએ એમાં રોડા અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જાત જાતના ખેલ ખેલ્યા. અને હમણા થોડા દહાડા પહેલા સુપ્રીમ કોર્ટે પણ મોદીની વાતને સિક્કો મારી દીધો. અને હવે આપણે કામ કરીએ છીએ.
ભાઈઓ, બહેનો,
30 વર્ષ થયા. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વગર બધું લોલેલોલ ચાલતું હતું. આપણે લાખો લોકોના વિચારો સાંભળ્યા. શિક્ષકોને સાંભળ્યા. અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવ્યા. એમાં મોટું કામ જે કર્યું છે ને, અને અહીં જે લોકો ઉપસ્થિત છે ને, આ વિસ્તારના લોકો તો મારી વાત સાંભળીને જીવનભર મને આશીર્વાદ આપે, એવું મેં કામ કર્યું છે. આપણે ત્યાં આઝાદીના 75 વર્ષ પછી પણ તમારે ડોક્ટર થવું હોય તો તમને અંગ્રેજી આવડવું જોઈએ. તમારે એન્જિનિયર થવું હોય તો તમને અંગ્રેજી આવડવું જોઈએ. જાપાનમાં ડોક્ટર થવું હોય તો અંગ્રેજીની જરૂર નહિ, થઈ શકે. રશિયામાં ડોક્ટર થવું હોય તો અંગ્રેજીની જરૂર નહિ, થઈ શકે. ચીનમાં ડોક્ટર થવું હોય તો અંગ્રેજીની જરૂર નહિ. આપણે ત્યાં જ આવું ઘુસી ગયેલું, બોલો. હવે મને કહો કે એની માતૃભાષામાં ભણીને ડોક્ટર બનાય કે ના બનાય, ભાઈ? બનાય કે ના બનાય? કોઈ પેશન્ટ તમારે ત્યાં આવે છે તે અંગ્રેજી ભણેલો આવે છે? પેટમાં દુઃખે છે, અંગ્રેજીમાં બોલે છે? માથું દુઃખે છે, અંગ્રેજીમાં બોલે છે? તમારી જ ભાષામાં બોલે છે કે નથી બોલતો? ભાઈ, આપણે એક ઝાટકે નક્કી કરી દીધું કે માતૃભાષામાં પણ ડોક્ટર બની શકાશે, માતૃભાષામાં પણ એન્જિનિયર બની શકાશે. અરે, ગરીબ માનો દીકરો, એને ડોક્ટર કે એન્જિનિયર બનવું હોય ને તો આજે માતૃભાષામાં ભણે તો બની શકે અને એના જીવનના દ્વાર ખુલી જાય, આ કામ આપણે કર્યું છે, ભાઈઓ.
આજે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, એના પર બોજ કેમ ઘટે, એની આર્થિક જવાબદારીમાં, મુસીબતો કેમ આવે, એના પૈસા, એ આગળ વધે, પોતાના પગ ઉપર આત્મનિર્ભર કેવી રીતે બને. કોરાના કાળના મુશ્કેલ સમયમાં પણ આપણે લોકોને સહાયતા પહોંચાડવાની અંદર ક્યાંય પાછા નથી પડ્યા. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને મફતમાં રાશન. આપ વિચાર કરો. આટલી મોટી આફત આવી હતી. ઘરમાં કોઈ માંદગી પડી હોય ને તો બે-પાંચ વર્ષ સુધી એ ઘર હલી જાય અને કોઈ ઉભું જ ના થાય. ખબર છે કે નહિ? એવું જ થાય. આવડી મોટી, દુનિયા પર આફત આવી, દુનિયા પર, હિન્દુસ્તાનમાં, ઘરમાં. કેવડી મોટી બીમારી આવી, એટલી મોટી બીમારી આવી, કે કોણ કોને બચાવે?
સંકટ... એ વખતે આપણે નક્કી કર્યું કે ગરીબના ઘરનો ચુલો સળગતો રહેવો જોઈએ. ગરીબનું સંતાન ભુખ્યા પેટે એને રાત્રે ઊંઘવાનો વારો ના આવે. અને એટલા માટે 3 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા. 3 લાખ કરોડ. આ કોંગ્રેસવાળાને 3 લાખ કરોડ લખતા ના આવડે. 3 લાખ કરોડ રૂપિયા ખર્ચીને મફતમાં 80 કરોડ લોકોને આજે પણ અનાજ આપવાનું કામ આપણે કરીએ છીએ. અને ગરીબના ઘરનો ચુલો સળગતો રહે. આપણે એલઈડી બલ્બની યોજના લાવ્યા. નગરપાલિકાઓમાં એલઈડી બલ્બના કારણે બિલ ઘટ્યા. નગરપાલિકા પાસે હાથ છુટો થયો, પૈસા બચ્યા. જે જે કુટુંબોએ એલઈડી બલ્બ લગાવ્યા, હવે તો આખા દેશમાં લગભગ એલઈડી બલ્બ પહોંચી ગયો છે. ઘેરઘેર પહોંચી ગયો છે. એના કારણે વીજળીના બિલમાં બચત થાય છે. કોઈ જાહેરાતો આપ્યા વગર, ભાષણો આપ્યા વગર ચુપચાપ કામ કર્યું. અને આ દેશના 20,000 કરોડ રૂપિયા આ જે લોકો વીજળી વાપરતા હતા ને એમનું 20,000 કરોડ રૂપિયાનું બિલ બચી ગયું. એના ઘરમાં, ખિસ્સામાં 20,000 કરોડ રૂપિયા રહ્યા.
ભાઈઓ, બહેનો,
આ નાનું કામ નથી. તમે વિચાર કરો, વ્યવસ્થા બદલીને... અને હવે તો, હવે તો સૂર્યશક્તિથી આપણે કામ કરી રહ્યા છીએ. તમારા ઘરમાં વીજળી જોઈએ તો વાપરો જ. વધારાની વીજળી તમે વેચો અને સરકાર ખરીદશે. મફતની વાત છોડો, ઉપરથી તમને વીજળીના પૈસા મળે, એ દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે, ભાઈઓ. આયુષ્માન ભારત યોજના, આયુષ્માન ભારત યોજના દ્વારા આપણે ગરીબના પરિવારમાં, આપણને ખબર છે, આપણા પરિવારોમાં તો માતાઓ માંદગી આવે ને તો કોઈને કહે જ નહિ, ગમે તેટલી તકલીફ થાય, સહન કરે, કામ કરવાનું ચાલુ જ રાખે. કેમ? એના મનમાં એક જ હોય કે આ બીમારીના કારણે જો છોકરાઓને ખબર પડશે અને હોસ્પિટલમાં મોટું દેવું, ખર્ચો આવી ગયો, તો આ છોકરાઓ વ્યાજે પૈસા લાવશે. આખી જિદંગી દેવાંનાં ડુંગરમાં ડુબશે. હવે મારે કેટલા વર્ષ જીવવું છે. સહન કરી લઈશ. અને મા ઓપરેશન ના કરાવે.
ભાઈઓ, બહેનો,
આ તમારો દીકરો દિલ્હી શું કરવા બેઠો છે? મેં નક્કી કર્યું કે અમારા સમાજના લોકોને 5 લાખ રૂપિયા સુધી, એને દર વર્ષે એના કુટુંબમાં કોઈ માંદું હોય, ગંભીર બીમારી હોય એનો ખર્ચો આ દિલ્હીથી તમારો દીકરો મોકલશે. અને એને મુસીબત ના આવે. એટલું જ નહિ, આપણે ઠેર ઠેર જનઔષધિની દુકાનો ખોલી. દવાની દુકાનો, જનઔષધિ. આ જનઔષઘિની દુકાનોમાં, જેના ઘરમાં વડીલો રહેતા હોય ને ડાયાબિટીસ થયો હોય તો મહિને હજાર, બે હજાર રૂપિયાની દવા ખાવી જ પડે. હવે આ મધ્યમ વર્ગનો પરિવાર, આ હજાર, બે હજાર રૂપિયાની દવાઓ ખાય ક્યાંથી? આપણે જનઔષધિ કેન્દ્રો કર્યા અને સરકારે જવાબદારી લીધી. અને જે દવા હજાર, બે હજાર રૂપિયા થાય એ દસ રૂપિયા, વીસ રૂપિયામાં મળે, જેથી કરીને મધ્યમ વર્ગના પરિવારને કોઈ મુસીબત ના આવે અને દવામાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહિ. આના કારણે આ મધ્યમ વર્ગના પરિવારમાં 20,000 કરોડ બચ્યા છે, ભાઈઓ, 20 હજાર કરોડ રૂપિયા.
હાર્ટની બીમારી વધતી જાય છે. લોકોને હવે ચાલવામાંય તકલીફ થાય છે. યોગા ના કરતા હોય એટલે મુસીબત આવે. હવે ઢીંચણનું ઓપરેશન કરાવતા હોય, એના ભાવ ઘટાડી દીધા. હાર્ટની અંદર સ્ટેન્ટ મૂકતા હોય, એના ભાવ ઘટાડી દીધા. એના કારણે પણ મધ્યમ વર્ગના હજારો કરોડ રૂપિયા આજે જે લાખો રૂપિયાના બિલ બનતા હતા, એ હજારો રૂપિયાના બિલની અંદર એની હાર્ટની ટ્રીટમેન્ટ થવા માંડી. એની ની-ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ થવા માંડી.
ભાઈઓ, બહેનો,
ભ્રષ્ટાચારમાં જનારા લાખો, કરોડો રૂપિયા આપણે ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર કર્યું. સીધા પૈસા પહોંચાડ્યા. એક પ્રધાનમંત્રી એવા હતા, એમ કહેતા હતા કે એક રૂપિયો દિલ્હીથી મોકલે છે, તો પંદર પૈસા પહોંચે છે. આ એવો પ્રધાનમંત્રી છે, એક રૂપિયો મોકલે એટલે સો એ સો પૈસા પહોંચે. સો એ સો પૈસા પહોંચે. વચ્ચે કોઈ હાથ જ ના અડાડી શકે, ભાઈ.
ભાઈઓ, બહેનો,
હું ગઈ કાલે સુપ્રીમ કોર્ટની અંદર એક ભાષણ કરતો હતો. સંવિધાન દિવસ હતો. પણ સ્વાભાવિક મારા દિલમાં કંઈક તોફાન ઉપડ્યું હતું. ત્યાં હું થોડું બોલ્યો. પણ આજે અહીંયા ગુજરાતની ધરતી ઉપર આવ્યો છું ત્યારે જરૂર મને થાય છે કે એક વાત મન મૂકીને કરું. અને અહીંથી પુરા દેશને કહેવા માગું છું. ભલે મારો કાર્યક્રમ આજે ખેડામાં છે. સરદાર સાહેબની, ગાંધીજીની કર્મભૂમિમાં છે, પણ હું આખા દેશને કહેવા માંગું છું.
આજ મેં આપ સે બાત કર રહા હું તો મુઝે ચૌદહ સાલ પહેલે દેશ પર હુએ સબ સે બડે આતંકી હમલે કી તસવીરેં ભી યાદ આ રહી હૈ. મુંબઈ પર પાકિસ્તાન સે આયે જિન આતંકવાદીઓને હમલા કિયા થા, વો ઈસ સમય ભી ચલ રહા થા. કલ દેશ ઔર દુનિયાને 26 નવમ્બર આંતકી હમલે કે શહીદો કો શ્રદ્ધાંજલિ દી હૈ. સાથીયોં, મુંબઈ મેં જો હુઆ, વો આતંક કી પરાકાષ્ઠા થી. લેકિન હમારા ગુજરાત ભી લંબે સમય તક આતંક કે નિશાને પર રહા હૈ. સુરત હો, અહમદાબાદ હો, ઈન શહરોં મેં સીરિયલ બમ્બ ધમાકોં મેં બહુત સે ગુજરાત કે મેરે ભાઈ-બહન મારે ગયે થે. કુછ મહિને પહલે અહમદાબાદ કોર્ટને ઈન ગુનેગારો કો ગંભીર સજા દી હૈ. ગુજરાત ચાહતા થા કે આતંક કા યે ખેલ ખત્મ હોના ચાહીએ. ભાજપા સરકારને યહાં ગુજરાતમેં આતંક કે સ્લિપર સેલ પર બડી બારીકી સે કાર્યવાહી કી. યહાં હમ ગુજરાતમેં હમ આતંકીઓ કો પડકતે થે. ઉન પર કાર્યવાહી કરતે થે. લેકિન સાથીયોં, કોઈ ભુલ નહિ શકતા કિ કૈસે તબ દિલ્હીમેં બૈઠી કોંગ્રેસ સરકાર આતંકીઓ કો છુડાને .મેં અપની પુરી તાકત લગા દેતી થી. હમ કહતે રહે, કિ આતંક કો ટારગેટ કરો, લેકિન કોંગ્રેસ કી સરકાર આતંક કો નહિ, મોદી કો ટારગેટ કરને મેં લગી રહી. પરિણામ યે હુઆ કિં આતંકીયોં કે હોસલે બઢતે ગયે. દેશ કે હર બડે શહર મેં આતંકવાદ સિર ચઢકે બોલને લગા. આપ યાદ કરીયે. દિલ્હીમેં જબ બાટલા હાઉસ એન્કાઉન્ટર હુઆ, તબ કોંગ્રેસ કે નેતા આતંકીઓ કે સમર્થનમેં રોને લગે, રોને લગે. કોંગ્રેસ આતંકવાદ કો ભી વોટબેન્ક કી નજર સે દેખતી હૈ. તૃષ્ટિકરણ કી નજર સે દેખતી હૈ, ઔર સિર્ફ કોંગ્રેસ હી નહિ હૈ. અબ તો ઐસે ભાંતિ ભાંતિ કે દલ પૈદા હુએ હૈ. યે દલ ભી શોર્ટ-કટ કી રાજનીતિ મેં યકિન કરતે હૈ. ઉન કો તો સત્તા કી ભુખ ભી જરા તેજ હૈ. વો વોટ બેન્ક કી રાજનીતિ કરને પર ઉતારુ હૈ. એપીજ, તૃષ્ટિકરણ કે પોલિટિક્સ મેં ઈન્ટરેસ્ટેડ હૈ. કુછ લોકો કો બુરા ના લગ જાયે, અપની વોટ બેન્ક કો દિક્કત હો જાયે. ઈસ લિયે ભયંકર સે ભયંકર આતંકી ઘટના કે બાવજુદ ભી યે તૃષ્ટિકરણ કી રાજનીતિ કરનેવાલે સારે દલ, ઉનકે મુંહ પે તાલા લગ જાતા હૈ. ચુપ્પી સાધ લેતે હૈ. ઈતના હી નહિ, જબ કોર્ટ કે અંદર મામલે ચલતે હૈ, તો પીછલે દરવાજે સે ઉન્હી સે મિલે હુએ લોગ આતંકવાદીઓ કી પેરવી કરને કે લિયે કોર્ટ કે દરવાજે તક પહોંચ જાતે હૈ. ભાઈઓ, બહેનોં, ઐસે દલો સે ગુજરાત કો, દેશ કો બહોત સતર્ક રહને કી જરુરત હૈ. સાથીયોં, 2014 મેં આપ કે એક વોટ ને, આપ કે વોટ કી તાકત દેખિયે, આપ કે એક વોટ ને આતંકવાદ કો કુચલને મેં હમારી બહોત મદદ કી હૈ. ભારત કે શહરો મેં તો છોડીયે, અબ સીમા પર ભી આતંક ફેલાને સે પહલે આતંકીઓ કે આકાઓ કો સૌ બાર સોચના પડતા હૈ. અબ ભારત આતંકીઓ કે ઘર મેં ઘુસકર ઉન્હે ખત્મ કરતા હૈ. લેકિન કોંગ્રેસ હો, યા વોટબેન્ક કે ભુખે કુછ દલ, યે લોગ સર્જિકલ સ્ટ્રાઈક પર ભી સવાલ ઉઠાતે હૈ. હમારી સેનાઓ કે સામર્થ પર ભી સવાલ ઉઠાતે હૈ. ભાઈઓ ઔર બહેનો, દુનિયા મેં હમ દેખ રહે હૈ, કિ જિસ ભી દેશ મેં આતંકવાદ કો હલકે મેં લિયા, વો આતંક કે ચંગુલ મેં ફસ ગયા. આતંક કી વિચારધારા ગઈ નહિ હૈ. કોંગ્રેસ કી રાજનીતિ ભી નહિ બદલી હૈ. કોંગ્રેસ સે શીખકર કે નયે નયે છોટે છોટે દલ ભી વોટબેન્ક કી રાજનીતિ કે અંદર ઉલઝ ગયે હૈ. વોટબેન્ક કી રાજનીતિ જબ તક રહેગી, તબ તક આતંક કા ખતરા બના રહેગા. યે ભાજપા કી ડબલ એન્જિન સરકાર હૈ. જો આતંક પર લગામ લગાને કે લિયે લગાતાર કામ કર રહી હૈ. હમે ગુજરાત કો આતંક કે ખેલ ખેલનેવાલો સે હંમેશા હંમેશા બચા કે રખના હૈ.
રખના હૈ કિ નહિ રખના હૈ? (ઑડિયન્સમાંથી રખના હૈ...)
રખના હૈ કિ નહિ રખના હૈ? (ઑડિયન્સમાંથી રખના હૈ...)
ગુજરાત કી જિસ પીઢી ને કરફ્યુ તક નહિ દેખા, 20 -25 સાલ કે નૌજવાનો ને કરફ્યુ નહિ દેખા હૈ. જિન નૌજવાનો ને કરફ્યુ તક નહિ દેખા હૈ, મુઝે ઉન કો ભી બમ-ધમાકોં સે બચાના હૈ.
ઔર યે કામ કૌન કર શકતા હૈ, ભાઈઓ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
યે કામ કૌન કર શકતા હૈ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
યે કામ કૌન કર શકતા હૈ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
યે કામ કૌન કર શકતા હૈ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
યે કામ કૌન કર શકતા હૈ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
યે કામ ભાજપા કી ડબલ એન્જિન સરકાર હી કર શકતી હૈ.
ભાઈઓ, બહેનો,
આ લાંબા લડાઈ છે અને એના માટે એક મજબુત સરકાર અને તમારા જેવાનો મજબુત સાથ એ આ દેશને બહુ જ જરુરી છે. આજે ગામડામાં સમૃદ્ધિ આવે એના માટે અમારો ખેડા જિલ્લો ગયા 20 વર્ષમાં આપણે જે રીતે પ્રગતિના નવા વાવણી કરી છે. ડેરી સેક્ટર હોય, હજારો કરોડ રૂપિયાનો કારોબાર, પશુપાલકોના હાથમાં. ડબલ એન્જિન સરકારે હવે આ પશુપાલકોનું સામર્થ્ય વધારવાની દિશામાં કામ ઉપાડ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ હવે પશુપાલકને મળે એના માટેની યોજના બનાવી છે. જેના કારણે ઓછા વ્યાજે બેન્કમાંથી પૈસા લઈને ધંધાનો વિસ્તાર કરી શકે. પશુઓના ટીકારણ માટે રાષ્ટ્રવ્યાપી કામ ચાલી રહ્યું છે. હજારો કરોડ રૂપિયા ખર્ચીને દરેક પશુના ટીકાકરણની ચિંતા કરી છે. અને જેમ આપણું આધાર કાર્ડ કાઢ્યું છે ને, એમ પશુનું પણ એક અલગ આઈડેન્ટિટી કાર્ડ કાઢી રહ્યા છીએ, આપણે. પહેલી વાર પશુઓમાં સારી, દેશી નસ્લ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન એના માટે કામ કરી રહ્યું છે. અમારી પ્રાથમિકતા છે, નાના કિસાનો. આપણો ખેડા જિલ્લો, બધા કિસાનો હોય, આપણું ગુજરાત, આખો દેશ આખો. 85 ટકા કિસાનો નાના છે. એક એકર, બે એકર જમીનના ટુકડા. આજે એમને પ્રધાનમંત્રી સન્માન નિધિથી વર્ષમાં ત્રણ વાર સીધા પૈસા એમના બેન્કમાં જાય છે, અને 3 લાખથી વધારે કિસાનોને, ખેડા જિલ્લામાં, ખેડા જિલ્લામાં 3 લાખથી વધારે કિસાનોને 600 કરોડ રૂપિયા કરતાય વધારે રકમ એમના ખાતામાં જમા થઈ ચુકી છે, ભાઈઓ. પહેલી વાર 60 વર્ષથી વધારે ઉંમરવાળા, અમારા જે ખેતમજદુરો છે, એમના માટે પેન્શનની વ્યવસ્થા અમારી સરકારે કરી છે. પહેલી વાર ભાજપ સરકારોના પ્રયાસથી આવનારા વર્ષે, આંતરરાષ્ટ્રીય મિલેટ-ઈયર, એટલે આપણો, જે જાડું અનાજ કહીએ ને, મોટું અનાજ, બાજરો ને જુવાર ને રાગી ને આ બધું... એના માટે આંતરરાષ્ટ્રીય વર્ષ 2023 મનાવવાનું છે, અને ભારત એનું સૌથી મોટું ઉત્પાદક છે. દુનિયાભરની અંદર આપણી મિલેટ, આ જાડા અનાજની, મોટા અનાજની ઓળખાણ થાય, એ દુનિયામાં વેચે, એનો લાભ મારા નાના કિસાનોને થવાનો છે. જેમના ખેતરોમાં આ બધું પાકતું હોય છે, અને નાના ખેડૂતો આને વેચતા થાય. એટલું જ નહિ, આપણે ત્યાં આચાર્યજી, અમારા ગવર્નર સાહેબ, એ પ્રાકૃતિક ખેતી માટે બહુ મહેનત કરી રહ્યા છે. અને પ્રાકૃતિક ખેતી તરફ ગુજરાતનો ખેડૂત વળ્યો છે. એના કારણે પણ એના ખર્ચની અંદર ઘટાડો થઈ રહ્યો છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત ખેડા, આ સંકલ્પ લઈને ચાલી રહ્યા છીએ. અને આપણે ત્યાં તો દાંડીયાત્રાનો જે પૂજ્ય બાપુનો માર્ગ હતો, જ્યાંથી આઝાદીની અલખ જગાવી હતી, એ આખા ગૌરવપથને કરોડો રૂપિયા ખર્ચીને એનું આખું પુનઃનિર્માણ કરી રહ્યા છીએ. એના કારણે આ વિસ્તારને દાંડી હેરિટેજ સરકિટનો લાભ મળવાનો છે. 400 કિલોમીટરનો એક નવો રોડ, જે દાંડી નેશનલ હાઈવે તૈયાર થઈ રહ્યો છે. અને એમાં 40 કિલોમીટર એકલા ખેડા જિલ્લામાં છે, ભાઈઓ. આપ વિચાર કરો, કેટલો લાભ છે. અને એનો સીધો લાભ તમને મળવાનો છે. દિલ્હી – મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બની રહ્યો છે. આના કારણે આર્થિક વ્યવસ્થાને મોટો લાભ થવાની દિશામાં થઈ રહ્યો છે. વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર, એ આપણા દરિયાકિનારે જતા સામાન માટે, વિદેશમાં જતા સામાન માટે મોટા હબ ગુજરાતમાં બનવાના છે. તેજ ગતિથી બંદરગાહ ઉપર આપણા લોકો પહોંચે, જેથી કરીને આર્થિક ભારણ ઘટે, એની કામ થાય છે. ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ, કોલ્ડ-ચેઈન, આ બધા નવા સેન્ટરો ઉભા થવાની શક્યતા છે.
ભાઈઓ, બહેનો,
કોંગ્રેસ પાસે આવા કામની તમે અપેક્ષા જ ના કરી શકો. 2007થી લઈને 2014 સુધી કોંગ્રેસે ફ્રેઈટ કોરીડોર એક કિલોમીટર કામ કર્યું હતું. 2007થી 2014 એક કિલોમીટર. હું 10 કિલોમીટર કરું ને તો પણ વધારે કહેવાય ને કે ના કહેવાય, ભાઈ? એમણે 7 વર્ષમાં એક કિલોમીટર કર્યું હતું. હું દસ કરું તો દસ ગણું કહેવાય કે ના કહેવાય? જરા કહો તો ખબર પડે મને. કહેવાય કે ના કહેવાય? આપણે 8 વર્ષમાં 1,600 કિલોમીટર કામ કર્યું. ક્યાં એક કિલોમીટર ને ક્યાં 1,600? એમાં તો 180 કિલોમીટર તો આપણા ગુજરાતમાં જ કર્યું છે, ભઈલા. ડબલ એન્જિનની સરકાર હોય ને, એટલે કેટલા તેજીથી કામ કરતી હોય છે, એનું આ ઉદાહરણ છે, ભાઈઓ, બહેનો. આપણે એક નવો રેકોર્ડ બનાવવો છે, અને આ નવા રેકોર્ડ બનાવવા માટે ગામડે ગામડે એવું નહિ, પોલિંગ બુથમાં કમળ ખીલાવવાનું છે.
ભાઈઓ, બહેનો,
એક વાત મારે જરુર કરવી છે. કારણ કે ખેડા જિલ્લો એટલે મારો મહાકાળીની પૂજા કરનારો વર્ગ, એ મહાકાળીના ભક્તોની ભૂમિ, આ આપણું પાવાગઢ, અમારું તીર્થક્ષેત્ર, અમારા ખેડા જિલ્લાના અને અમારા પછાત સમાજ માટે તો તીર્થક્ષેત્ર. 500 વર્ષ પહેલા આતતાયીઓએ એ મંદિર ધ્વસ્ત કરી દીધું હતું. 500 વર્ષ સુધી એ મંદિરનું ના શિખર બંધાણું, ના એ મંદિર પર ધજા ફરકાવી. અને હું પહેલા વડોદરામાં કામ કરતો ને પાવાગઢ જતો, તો મનમાં એક કસક રહેતી હતી કે આ અપમાન ક્યારે દૂર થશે? પછી તમે મને મુખ્યમંત્રી બનાવ્યો. મુખ્યમંત્રી બનાવ્યો, એટલે મેં પછી બધું શાંતિથી, એક, એક, એક ગુંચ ઉકેલવાનું ચાલુ કર્યું. કારણ કે 500 વર્ષનો ગુંચવાડો હતો. એક, એક, એક કર્યા. પછી તમે મને દિલ્હી મોકલી દીધો. એટલે મારા પાછળ, વળી પાછું કામ ચાલ્યા કર્યું. એમ કરતા કરતા મારે ગૌરવ સાથે કહેવું છે કે મહાકાળીનું એ ધામ આજે શિખરબંધ બની ગયું. અને એના ઉપર વાવટો, સતાનત પરંપરાનો વાવટો ફરકી રહ્યો છે, ભાઈઓ. 500 વર્ષ પછી, 500 વર્ષ પછી અપમાન ધોવાનું કામ કર્યું છે, ભાઈઓ. એ આપના આશીર્વાદના કારણે થયું છે. અને આજે તો ત્યાં રોજના, રોજના 60 થી 70,000 યાત્રીઓ જાય છે અને રવિવારે તો દોઢ થી બે લાખ જાય છે. આ મારો આખો ખેડા જિલ્લો ત્યાં ઉતરી પડે છે. અહીંના અમારા સમાજના બધા લોકો ત્યાં પહોંચી જાય છે.
ભાઈઓ, બહેનો,
સમાજનું ગૌરવ, સમાજની શક્તિ, સમાજનું સામર્થ્ય. એના માટે આપણે લડી રહેલા છીએ ત્યારે, ભાજપ ચુંટણી જીતી જવાનો છે, બધા સર્વેવાળા કહે, સટ્ટાવાળા કહે, એ બધું તો ઠીક છે. પણ આપણે તો પોલિંગ બુથ જીતવું છે, ભાઈ.
પોલિંગ બુથ જીતવું છે કે નથી જીતવું? (ઑડિયન્સમાંથી હા...)
પોલિંગ બુથ જીતવું છે કે નથી જીતવું? (ઑડિયન્સમાંથી હા...)
તો પહેલો સંકલ્પ, પોલિંગ બુથમાં વધુમાં વધુ મતદાન, કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
બીજો સંકલ્પ, વધુમાં વધુ કમળને મતદાન, થશે? (ઑડિયન્સમાંથી હા...)
લોકતંત્રની મજબુતી માટે વધુમાં વધુ મતદાન થવું બહુ જરુરી છે, ભાઈઓ. અને આપણે લોકતંત્ર મજબુત હશે તો આપણે બધા મજબુત છીએ. લોકતંત્રની મજબુતી માટે વધુમાં વધુ મતદાન અને ગુજરાતના ભલા માટે ભાજપને મતદાન,
કરીશું? (ઑડિયન્સમાંથી હા...)
કરાવીશું? (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથમાં વિજય પ્રાપ્ત કરીશું? (ઑડિયન્સમાંથી હા...)
હવે મારું એક અંગત કામ કરવાનું છે.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
આ ખેડા જિલ્લાવાળાને તો હું કહી શકું, ભાઈ... ઘરનો માણસ છું.
કરશો ખરા? (ઑડિયન્સમાંથી હા...)
જુઓ, તમે હજુ ચુંટણીના અઠવાડિયું બાકી છે. તમારો પ્રવાસ ચાલે છે. ઘરે ઘરે જાઓ છો. મતદારોને મળો છો. બધાને વડીલોને મળવાનું થશે. તો મારું એક અંગત કામ જરુર કરજો. તમે બધાને મળવા જાઓ ત્યારે હાથ જોડીને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ ખેડા આવ્યા હતા. શું કહેવાનું? શું કહેવાનું? આપણા નરેન્દ્રભાઈ... પાછા એમ ના કહેતા કે પી.એમ. સાહેબ આવ્યા હતા. એ પ્રધાનમંત્રી... બધું દિલ્હીમાં, પણ અહીં તો આપણા નરેન્દ્રભાઈ... આપણે કહેવાનું, આટલું મારું કામ તમારે કરવું જ પડે હોં. બાકી કરો કે ના કરો. આટલું કરજો.
કરશો ને? જરા હાથ ઊંચો કરીને બોલો તો... (ઑડિયન્સમાંથી હા...)
જોરથી બોલો તો... (ઑડિયન્સમાંથી હા...)
બધાને કહેવાનું કે આપણા નરેન્દ્રભાઈ ખેડા આવ્યા હતા અને તમને હાથ જોડીને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
બસ આ વડીલોને જઈને મારા પ્રણામ કહો. એમના આશીર્વાદ મને તાકાત આપશે. દિલ્હીમાં રાત-દિવસ દોડવા માટેની તાકાત મને મળશે. દેશના ગરીબોનું કલ્યાણ કરવાની તાકાત મળશે. દેશનું ભલું કરવાની તાકાત મળશે. અને એટલા માટે, એટલા માટે વડીલોને જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ ખેડા આવ્યા હતા અને તમને ખાસ પ્રણામ પાઠવ્યા છે.
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)

Explore More
প্রধান মন্ত্রী, শ্রী নরেন্দ্র মোদীনা 78শুবা নীংতম নুমিত্তা লাল কিলাগী ফম্বাক্তগী লৈবাক মীয়ামদা থমখিবা ৱারোল

Popular Speeches

প্রধান মন্ত্রী, শ্রী নরেন্দ্র মোদীনা 78শুবা নীংতম নুমিত্তা লাল কিলাগী ফম্বাক্তগী লৈবাক মীয়ামদা থমখিবা ৱারোল
Double engine govt becoming symbol of good governance, says PM Modi

Media Coverage

Double engine govt becoming symbol of good governance, says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
সোসিয়েল মিদিয়াগী মফম 17 দিসেম্বর, 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government