ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
(ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
આ ચુંટણીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જવાનું થયું. અને પહેલી તારીખે જ્યાં મતદાન છે, એ વિસ્તારમાં મારી આ છેલ્લી સભા છે. પરંતુ આ સભાઓ દરમિયાન ગુજરાતના નાગરિકોના મને જે દર્શન કરવા મળ્યા છે, એમાં એક નવું રૂપ જોવા મળ્યું. મેં જોયું કે આ ચુંટણી અમે ભાજપાવાળા લડતા જ નથી. ન નરેન્દ્ર લડે છે, ન ભુપેન્દ્ર લડે છે. ન અહીંયા બેઠેલા કોઈ લડે છે. આ ચુંટણી મેં ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં જોયું છે, ગુજરાતની જનતા લડી રહી છે. આપ સૌ નાગરિક ભાઈઓ, બહેનો આ ચુંટણીનું નેતૃત્વ કરી રહ્યા છો.
અને જ્યાં ગયો છું ત્યાં, માતાઓ, બહેનો, જવાનીયાઓ, જે જુવાળ જોવા મળ્યો છે, જે મંત્ર ગુંજી રહ્યો છે. અને જે રાજનીતિના વિશ્લેષકો છે, કોમેન્ટેટર્સ છે, એમને હવે મથામણ એ થવા માંડી છે કે ભઈ, આટલા બધા વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ આ ગુજરાતની જનતાનો આવો અભુતપૂર્વ પ્રેમ છે. એનું કારણ શું છે? એમના માટે ચિંતાનો વિષય થઈ ગયો છે. ચર્ચાનો વિષય થઈ ગયો છે. ગઈ કાલે હું સુરતમાં હતો, સાંજે. સુરતમાં જે જનસાગરના દર્શન મેં કર્યા છે. થોડા દિવસ પહેલા રાજકોટ આવ્યો, ને જે રોડ-શો રાજકોટે કરી બતાવ્યો હતો. આમાંથી પ્રેરણા લઈને સુરતે. જનતાનો પ્રેમ, જનતાના આશીર્વાદ. આ ચુંટણી પરિણામો નક્કી કરી દીધેલા છે. અને જ્યાં ગયો છું, ત્યાં એક જ અવાજ કાને પડે છે. એક જ સૂર સંભળાય છે.
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ભાઈઓ, બહેનો,
જે લોકો ગુજરાતને જાણતા નથી, ગુજરાતને સમજતા નથી, એમને કદાચ અંદાજ નહિ હોય કે આજે ગુજરાત જે ઊંચાઈ પર પહોંચ્યું છે, એની પાછળ ગુજરાતે કેટલી તપસ્યા કરી છે. ગુજરાતે કેટલા સંઘર્ષ, કેટલા કર્યા છે. ગુજરાતે કેટલી મુસીબતોનો મુકાબલો કર્યો છે, અને કેટલા બધા અન્યાય સહન કર્યા છે. કદાચ એમને અંદાજ નહિ હોય. ભારતીય જનતા પાર્ટી જમીનથી જોડાયેલી પાર્ટી છે. સામાન્ય માનવીની વચ્ચેથી ઉભી થયેલી પાર્ટી છે. વિચારને વરેલી પાર્ટી છે.
વ્યક્તિથી મોટા દલ ઔર દલ સે બડા દેશ, એ સંસ્કાર લઈને મોટી થયેલી પાર્ટી છે. અને એના કારણે જનતા જનાર્દનની વચ્ચે જીવનારા, ઝઝુમનારા લોકો અમે રહ્યા છીએ. મારું તો સૌભાગ્ય છે, મારી તો રાજકીય કારકિર્દીની દુનિયા જ નહોતી. આ રાજકોટે મને બોલાવ્યો. પહેલીવાર મને ધારાસભ્ય બનાવ્યો. આ રાજકોટની માટીનું ઋણ તો હું ક્યારેય ના ચુકવી શકું, ભાઈ. એટલું બધું મારા માથે તમારું કર્જ છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી સામાન્ય માનવીના, એના મનને જાણે છે. ગુજરાતની તાસીરને જાણે છે. એના કારણે ભારતીય જનતા પાર્ટીની નીતિ, રીતિ, નિયત, એ ગુજરાતની જનતાના ભાજપ માટેના વિશ્વાસને અતુટ કરતી જાય છે.
ભાઈઓ, બહેનો,
75 વર્ષ આઝાદીના થયા. આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. પરંતુ હવે? હવે આપણે એક એક રન નથી કરવાનો ભાઈ. હવે આપણે સેન્ચ્યૂરીથી ઓછું કંઈ જ નહિ. અને એટલા માટે, એટલા માટે ગતિ તેજ કરવી પડે. 25 વર્ષમાં રાજ્યને એક વિકસિત રાજ્ય બનાવવું છે. આત્મનિર્ભર રાજ્ય બનાવવું છે. અને આ વખતના ભુપેન્દ્રભાઈ સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો આપ્યો છે, જે સંકલ્પપત્ર આપ્યું છે, એમાં પણ તેજ ગતિથી આગળ વધવાનું, ઊંચો કુદકો મારવાની તૈયારી. એની દિશામાં આપણે આગળ વધવા માગીએ છીએ. અર્થવ્યવસ્થાનો વિસ્તાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, આજે દેશની અર્થવ્યવસ્થાને જે મજબુતી આપી છે, એ મજબુતી અભુતપૂર્વ છે.
રાજકોટના સુજ્ઞજનો અહીંયા બેઠા છે, ત્યારે આ વાતને સમજશે. સારી રીતે સમજશે. કદાચ આ વોટ લેવાવાળી, તું... તું... મૈં... મૈં... વાળી વાત નહિ લાગે. પણ હું જે વાત કરું છું, એનું માહાત્મ્ય અનેકગણું છે. કોંગ્રેસનું રાજ્ય 10 વર્ષ રહ્યું, મારા આવતા પહેલા. 10 વર્ષમાં શું થયું? કોંગ્રેસ સત્તા પર આવી હતી, 2004માં ત્યારે દેશની વ્યવસ્થા, અર્થવ્યવસ્થા દુનિયામાં 11મા નંબર ઉપર હતી. 11 નંબર ઉપર, અને દેશમાં પ્રધાનમંત્રીશ્રી, પોતે એક બહુ મોટા અર્થશાસ્ત્રી પણ રહ્યા છે. યુપીએની સરકારને 10 વર્ષ મળ્યા. અને 10 વર્ષ દરમિયાન, એમણે જે કંઈ કર્યું એનું પરિણામ એ આવ્યું કે આપણે 11 નંબર પરથી 10 નંબર પર પહોંચ્યા. દુનિયાની અંદર ભારતની ઈકોનોમી 11 નંબર પરથી 10 નંબર પર આવતા આવતા યુપીએની કોંગ્રેસની સરકારને 10 વર્ષ લાગ્યા.
પછી તમે આ એક ચાવાળાને બેસાડ્યો. મેં તો કોઈ દિવસ દાવો નથી કર્યો, હું અર્થશાસ્ત્રી છું. મારો દાવો એવો છે, મારો આ દેશની જનતા જનાર્દનની શક્તિ પર વિશ્વાસ જબરજસ્ત છે. મારો ભરોસો આ દેશની જનતા છે. અને 2014માં તમે મને દિલ્હી મોકલ્યો. 8 વર્ષ થયા. 8 વર્ષમાં આપણે 10 નંબરથી 5 નંબર પર પહોંચી ગયા. એ કોંગ્રેસની સરકાર 11માંથી 10 પર આવી, 10 વર્ષમાં. આપણે 8 વર્ષમાં 10માંથી 5 પર આવ્યા. પણ ભાઈઓ, બહેનો, એટલેથી, જ્યારે 5 પર આવ્યા ને, આખા દેશમાં ઉત્સાહ, ઉમંગનું એક મોજું ફરી વળ્યું.
કારણ શું? 10માંથી 9 થયા, છાપામાં થોડું છપાણું. 9માંથી 8 થયા, થોડી ચર્ચા થઈ. 8માંથી 7 થયા, થોડી ચર્ચા થઈ. 7માંથી 6 થયા, થોડી ચર્ચા થઈ. પણ 6માંથી 5 થયા, આખા દેશમાં જુવાળ જાગ્યો. કારણ શું? 250 વર્ષ સુધી જેમણે આપણને ગુલામ રાખ્યા હતા. જે આપણા ઉપર રાજ કરતા હતા. એમને પાછળ ધકેલીને આપણે 5 નંબર પર પહોંચ્યા, અને એમને 6 પર ધકેલી દીધા, એનો આનંદ આ દેશને હતો, ભાઈઓ.
ભાઈઓ, બહેનો,
દેશ માટે જ્યારે જીવતા હોઈએ, દેશ માટે કંઈક કરવાનું જ્યારે ઝનુન હોય ને ત્યારે આવા પરિણામ આવતા હોય છે. તમને જાણીને આનંદ થશે, ભાઈઓ. એન્જિનિયરીંગ ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે, એમને તો ગૌરવ થાય, એક્સપોર્ટની બાબતમાં, દેશ આઝાદ થયા પછીના બધા કોઈએ તોડ્યા હોય, તો આપણી સરકારે તોડ્યા છે. અને આજે એક્સપોર્ટમાં આપણું ભારત નંબર એક પર પહોંચી ગયું છે, ભાઈઓ.
આજે આખી દુનિયામાં મેન્યુફેકચરીંગ માટે ભારતમાં આવવાની હોડ લાગી છે, હોડ. બધાને એમ થાય છે કે ભારતમાં જઈને ઉદ્યોગ-ધંધો કરવો છે. કારણ? અહીંયા સ્કિલ્ડ મેનપાવર છે. ટેલેન્ટેડ મેનપાવર છે. દુનિયાના લોકોને ભારતના યુવકોની શક્તિ માટે આકર્ષણ પેદા થયું છે. ભારતની અંદર વિકાસ માટેની જે આકાંક્ષા જાગી છે, એમાં એમને પ્રગતિ દેખાઈ રહી છે. એક જમાનો હતો, આ ગુજરાતમાં સાઈકલ નહોતી બનતી, ભાઈઓ. આજે ગુજરાત હવાઈજહાજ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સાઈકલથી લઈને હવાઈજહાજ સુધી ગુજરાતમાં બને. મોબાઈલથી લઈને મશીનગન સુધી. આજે ભારતમાં બને, એના માટે આપણે કામ કરી રહ્યા છીએ, ભાઈઓ.
અને જ્યારે મેન્યુફેકચરીંગની દુનિયાની તાકાત વધે, ઉદ્યોગોનું સામર્થ્ય વધે, એનો સીધો લાભ અમારા રાજકોટને મળે, મળે, ને મળે. કારણ? રાજકોટે એન્જિનિયરીંગ ઉદ્યોગમાં પોતાની એક તાકાત પુરવાર કરી છે. રાજકોટે પોતાનું સામર્થ્ય બતાવ્યું છે. રાજકોટ જોતજોતામાં કેટલું આગળ નીકળી શક્યું છે, એ રાજકોટે બતાવ્યું છે, અને એના કારણે આજે ઓટોમોબાઈલ હબ... સ્પેરપાર્ટ્સ નથી, તો કહે, રાજકોટથી જાય. આ રાજકોટની તાકાત છે, અને એના કારણે ભારતની અંદર મોટા પાયા પર વિદેશી મૂડીરોકાણ, વિદેશી ટેકનોલોજી ટ્રાન્સફર, અને ભારત ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરે, એ દિશામાં કામ ચાલી રહ્યું છે.
ભાઈઓ, બહેનો,
ડિજિટલ ઈન્ડિયાની મૂવમેન્ટ લઈને આપણે ચાલ્યા. 2-જી, 4-જી 5-જી. વિકસિત ભારત બનાવવા માટે ભારતની બીજા દેશો પર નિર્ભરતા સમાપ્ત થવી જોઈએ, એટલું જ આવશ્યક છે. આપણે બધા જાણીએ છીએ, જ્યારે 2-જી આવ્યું, 3-જી આવ્યું, 4-જી આવ્યું. અને આ બધું બહારથી આવ્યું. આખી ટેકનોલોજી બહારથી આવી. અને એની જોડે જોડે ગોટાળાય આવ્યા. 2-જીના ગોટાળા તો ખબર જ છે, આપણને. કેવા કેવા ખેલ થયા? પણ, ભાઈઓ, બહેનો, આ નવું હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાનનો મિજાજ બદલાણો છે. હિન્દુસ્તાનના સંકલ્પોની તાકાત વધી છે.
અને એના કારણે 2-જી, 3-જી, 4-જી ભલે બહારથી લાવ્યા હોઈએ, પણ 5-જી પર ડંકો ભારતનો લાગ્યો. ભારતમાં ટેકનોલોજી બની અને 5-જી આજે ભારતમાં ખુબ તેજ ગતિથી 5-જીનો વિસ્તાર થઈ રહ્યો છે. અને મને આનંદની વાત છે કે ગુજરાતની નીતિઓના કારણે, ગુજરાત સરકારની પ્રૉ-એકટિવ પોલિસીના કારણે, ગુજરાત સરકારની દીર્ઘદૃષ્ટિના કારણે આ દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે, જેના ડિસ્ટ્રીક્ટ હેડક્વાટર સુધી 5-જીની સેવાઓ શરૂ થઈ ગઈ છે. અને 5-જી નાના નાના ઉદ્યોગો, આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર અભુતપૂર્વ પરિવર્તન લાવનારી છે.
ઘણી વાર લોકો મને પુછે કે, સાહેબ, આ અમને તો બહુ લાંબી સમજણ પડતી નથી. આ 5-જી શું છે? મેં એમને કહ્યું કે, તું આ મોબાઈલ તો વાપરે છે ને? તો કહે, હા, વાપરું છું. મેં કીધું કે, તારું 4-જી હોય ને તો સમજજે, તારી પાસે સાઈકલ છે, અને 5-જી હોય ને તો સમજજે, તારી પાસે વિમાન છે. આટલો બધો ફરક છે, આ ટેકનોલોજીમાં. એક મોટી શક્તિ 5-જીના કારણે, દેશના યુવકોને એમ્પાવર કરવામાં, દેશના શિક્ષણમાં ક્રાન્તિ કરવામાં, અનેક રીતે એની એક મોટી તાકાત ઉભી થવાની છે. અને આના કારણે લોજિસ્ટીકમાં સુધાર થશે. મેન્યુફેકચરીંગથી જોડાયેલા ઉદ્યોગોમાં એફિસિયન્સી વધશે. ક્વોલિટીમાં આસમાન – જમીનનું અંતર આવશે. અને આજે હું રાજકોટના લોકોને બરાબર જાણું છું. 2-જી ગોટાળો, એ કરનારી કોંગ્રેસ હતી અને આજે મારો દેશ કોઈ પણ પ્રકારના ગોટાળા વગર 5-જીના સપનાં જુએ છે. 5-જીની દિશામાં આગળ વધે છે.
ભાઈઓ, બહેનો,
તમે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ. મોબાઈલ ફોન ખુબ મોંઘા છે. ઈનસ્ટ્રુમેન્ટ એકલું નહિ, દર મહિને એનું જે વપરાશનું બિલ આવે ને, એ પણ તમ્મર આવી જાય, એવું બિલ આવતું હોય છે. હમણા 22 દેશોના યુવકો ભારત આવ્યા હતા. અને ભારતના પણ એટલા જ યુવકો એમની સાથે મળ્યા હતા. બંને બાજુ 200 – 200 વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. અને હેકેથોન હતું. ટેકનોલોજી દ્વારા સમસ્યાઓના સમાધાન માટે ભેગા થયા હતા. જ્યારે એમણે 36 કલાક કામ કર્યું અને એમણે જોયું કે ભારતમાં તો કોઈક, નજીવી કિંમતે ડેટા ઉપલબ્ધ થાય છે. નજીવી કિંમતે ઓનલાઈન કામ કરી શકાય છે. એમના માટે આશ્ચર્ય હતું. દુનિયાના કોઈ દેશે કલ્પના નથી કરી.
આજે હિન્દુસ્તાનમાં, દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા એ આપણા ભારતમાં છે. કોંગ્રેસના રાજમાં એવું કશું જ શક્ય નહોતું, ભાઈઓ. આજે તો ટેલિફોન તમે કરો ને, ઘેર, સગા-વહાલાને કે વિદેશમાં, લગભગ, લગભગ મફતમાં ફોન થાય છે. પહેલા તો ઘરમાં ફોન હોય ને, એનો ખર્ચો કરો તોય એમ રહે કે ભઈ, ટાઈમ વધારે થયો, ફોન મૂકી દે, નકામું બિલ વધારે આવશે. આજે તો મિત્રો જોડે, સાથીઓ જોડે, સગા-વહાલા જોડે, મા-બાપથી દૂર રહેતા હોઈએ તો લાંબી વાત કરો, મફતમાં. અને ઈન્ટરનેટનો ઉપયોગ પણ જે કરતા હોય તો વધુમાં વધુ, ઈન્ટરનેટનો ઉપયોગ કરનારનું બિલ આવે, 300 કે 400 રૂપિયા.
અને, ભાઈઓ, યાદ કરજો, તમે... જો કોંગ્રેસની સરકાર હોત તો આજે તમારા મોબાઈલ ફોનનું એક મહિનાનું બિલ, એમના સમયમાં જે ભાવ હતા, એ ભાવે હું ગણું તો 3 થી 4,000 રૂપિયા તમારું મોબાઈલનું બિલ આવત. આ મોદી સરકાર છે. આ તમારા 3 – 4,000 રૂપિયા તમારા ખિસ્સામાં બચાવવાનું કામ કર્યું, નીતિઓ દ્વારા. સરકારનો ખજાનો ખાલી કરીને નહિ. રૂપિયા લૂંટાવી દઈને નહિ, નીતિઓ એવી બનાવી. વ્યવસ્થાઓ એવી કરી. એવી ટેકનોલોજી એવી લાવ્યા, કે જેના કારણે સામાન્ય માનવી, આજે શાકભાજી વેચવાવાળો પણ મોબાઈલ લઈને ઉભો છે, એ શક્ય બન્યું છે, ભાઈઓ.
ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ, આ પરિવારો, ડિજિટલ સેવાઓના કારણે એમ્પાવર થયા છે. એમનામાં એક શક્તિ આવી છે. અને આ ટેકનોલોજીનો મેં જે મોટામાં મોટો ઉપયોગ કર્યો છે, ભાઈ. મેં ભ્રષ્ટાચારનો મૃત્યુઘંટ વગાડવા માટે આ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે પણ, અને આજે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચારને કેવી રીતે ખતમ કરી શકાય છે, એ આપણે કરી બતાવ્યું.
અને હમણા હું ઈન્ડોનેશિયા, બાલીમાં ગયો હતો. ત્યાં બધા દુનિયાના બધા સમૃદ્ધ દેશોની જોડે સ્વાભાવિક વાત થાય. મોબાઈલ ફોન અને આ ડિજિટલ ટેકનોલોજીનો સામાન્ય માનવી અને ગવર્નન્સમાં કેવી રીતે ઉપયોગ થાય, એની ઝીણી ઝીણી વાતો જાણવા માટે એ ખુબ ઉત્સાહીત હતા. આપ જુઓ, આપણે ગુજરાત, ભારતમાં મોબાઈલ, જનધન અને આધાર. આધાર નંબર, જનધન એકાઉન્ટ અને મોબાઈલ ફોન. આ એક ત્રિશક્તિ છે. આ ત્રિશક્તિથી આપણે ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર. એટલે સીધા જેને પૈસા મળવા જોઈએ, એના ખાતામાં જ સીધા પૈસા જમા થઈ જાય. વચ્ચે કોઈ નહિ.
એક પ્રધાનમંત્રી હતા, આપણા દેશમાં, એમણે એમ કહ્યું હતું કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું તો 15 પૈસા જ પહોંચે છે. આજે તમે એવો પ્રધાનમંત્રી બનાવ્યો છે કે એક રૂપિયો મોકલે, 100એ 100 પૈસા એના ખાતામાં જમા થાય છે. કેવી દશા હતી, કોંગ્રેસના જમાનામાં કેવી દશા હતી. હું જરા તમને વિગતો આપું. 2014માં આપણી સરકાર બની, એ પહેલાં એવા કરોડો લોકો હતા, જેમનો જન્મ જ નહોતો થયો, છતા પણ બધા જ લાભ લેતા હતા.
બોલો, કરોડો લોકો. જે લોકોનો જન્મ ન થયો હોય, એ વિધવા થઈ જાય. જેનો જન્મ ન થયો હોય, એ અપંગ થઈ જાય. જેનો જન્મ ન થયો હોય, એ વૃદ્ધ થઈ જાય. અને બધા લાભ લેવાના. અને લાભ એટલો લેતા હતા, ભાઈઓ, કે આપણી ગુજરાતની કુલ જનસંખ્યા છે ને, એના કરતા વધારે આવા ભુતિયા લોકો હતા, જેનો જન્મ નહોતો થયો ને લાભ લેતા હતા. ખોટી રીતે, અને પાછા જાય ક્યાં? કોઈને કોઈ એમનો વચોટીયો હોય. કાકા, મામા, ભત્રીજાવાળો હોય ત્યાં બધું જતું રહે. અને ચોપડે એવું બોલાય કે આ તો ફલાણાને મદદ ગઈ, ઢીંકણાને મદદ ગઈ. કોણ તપાસ કરવા જાય? અને એના કારણે, જે સાચા ગરીબ હતા, જે કોઈ પણ યોજનાના સાચા હક્કદાર હતા, એ એનાથી વંચિત રહી જવા માંડ્યા. વચેટીયાઓ ખાઈ જવા માંડ્યા. સરકારની મદદ એ લોકોને મળી જ નહોતી શકતી.
ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી 9 કરોડ કરતા વધારે આવા ભુતિયા નામ આપણે શોધી કાઢ્યા અને એમને દસાડા દફતરમાંથી બહાર કાઢ્યા. તમે વિચાર કરો, કોંગ્રેસના સમયમાં 4 કરોડ કરતા વધારે લોકોને નામે ગેસ કનેક્શન હતા, બોલો. એનો અર્થ કે સબસિડી ક્યાંક ખવાઈ જતી હશે. ગેસનો બાટલો નહિ હોય, બાટલો જતો નહિ હોય, પણ પૈસા જતા હશે. કોંગ્રેસના સમયમાં 4 કરોડ કરતા વધારે ફરજી રાશન કાર્ડ હતા. એનો અર્થ કે રાશન તો જાય જ, પણ એ રાશન કાર્ડના કારણે જેટલી મદદો મળતી હતી, એ પણ આ વચેટીયા ખાઈ જતા હતા.
દેશના પૈસા લૂંટાતા હતા, બરબાદ થતા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકારે આ મોબાઈલ ફોનની જે ટેકનોલોજી છે ને, એનો ઉપયોગ કરીને આ તમારી પાઈ પાઈ જે મહેનતની છે ને, એ બચાવવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે, ભાઈઓ. દેશમાં કોઈ પણ કુટુંબમાં, આપણે ત્યાં એમ કહે છે કે ઘરમાં ચોર હોય તો પછી ઘર કોઈ દહાડો સરખું ના થાય. એમ દેશમાં જો ચોરો હોય ને તો કોઈ દહાડો દેશનું ભલું ના થાય. આ ભલું એટલા માટે થવા માંડ્યું છે કે આ ચોરોને જરા તકલીફ પડવા માંડી છે. આ કામ કરવાને કારણે, આ દેશના ટેક્ષપેયર, તમે બધા, તમારા પૈસેથી જ દેશ ચાલે છે. સવા બે લાખ રૂપિયા બચાવ્યા છે, ભાઈઓ, સવા બે લાખ રૂપિયા. જે ચોરી થતા હતા. ખોટા હાથોમાં જતા એ રૂપિયા રોક્યા છે.
ભાઈઓ, બહેનો,
ભારતીય જનતા પાર્ટી એ જનતા જનાર્દન પર ભરોસો કરે છે. અને એટલે જ જનતા જનાર્દન ભાજપ ઉપર ભરોસો કરે છે. કોંગ્રેસના જમાનામાં જનતા ઉપર ભરોસો જ નહોતો. લોકો ઉપર ભરોસો નહિ. સરકારને, એના મિજાજથી ચાલે. જનતા વલખા મારે. અમે આ પરિસ્થિતિ પલટી છે. બહુ જ મોટો ફરક છે. આજે રાજકોટની ધરતી, અને જ્યારે ગુજરાતમાં આવ્યો છું, ત્યારે કોંગ્રેસની ગુલામીના સમયની જે માનસિકતા હતી, એ ગ્રસ્ત, નાગરિકો પર વિશ્વાસ નહિ મૂકવો.
અંગ્રેજોની આ વિચાર કે ભઈ, કોઈ હિન્દુસ્તાની પર ભરોસો ના કરવો. અંગ્રેજોની વિરાસત હતી, એ કોંગ્રેસમાં આવી. દેશના નાગરિકો પર ભરોસો જ નહિ કરવાનો. કોંગ્રેસે પોતાના શાસનમાં સામાન્ય માનવીને એવા નિયમો, કાયદાઓમાં જકડી દીધો, ભાઈ, એવો ઉલઝાવી દીધો કે સરકાર જ મા-બાપ. સરકાર વિના ડગલું ચલાય નહિ. અને કોંગ્રેસ તો ચાહતી હતી કે દેશનો ગરીબ, દેશનો મધ્યમ વર્ગ, દેશનો વ્યાપારી, કારોબારી, એ કોંગ્રેસ નેતાઓના ત્યાં ચક્કર લગાવતો રહે, સરકારના ચક્કર લગાવતો રહે. સરકાર મા-બાપ છે, એ રીતે ચાલે. આ જ એમને ગમતું હતું.
ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય રહ્યો છે, ભાઈઓ. જેને સરકારની જરૂર છે, એને સરકારનો અભાવ ફિલ ન થવો જોઈએ. અને જેને સરકાર વિના ચાલી શકે એમ છે, એના પર સરકારનો પ્રભાવ પણ ના હોવો જોઈએ. કોઈ કારણ વગર ટાંગ અડાડવાનું કામ સરકારનું નથી, એ રીતે અમે સરકાર ચલાવવાનું નક્કી કર્યું છે. અમારો સતત વિશ્વાસ રહ્યો છે કે ભારતની જનતા પર વિશ્વાસ કરો. આ દેશની જનતા આપણા જેટલો જ દેશને પ્રેમ કરે છે. દેશનું ભલું ઈચ્છે છે. આ ભારતીય જનતા પાર્ટી છે, જેને દેશના લોકો પર ભરોસો કરતો હતો.
પહેલા તમને યાદ હશે. તમારામાંથી જે 25, 27, 30 વર્ષ 35 વર્ષની ઉંમરના લોકોને બધાને ખબર હશે. પહેલા આપણે કોઈ અરજી કરીએ અને ઝેરોક્સ કોપી આપીએ, તો કોઈ મામલતદાર પાસે, ક્લાસ-વન અધિકારી પાસે, પછી કોર્પોરેટર, એમએલએ પાસે જઈને સર્ટિફિકેટ લેવું પડતું હતું કે આ સાચું છે. કેમ ભઈ? જનતા પર ભરોસો ના કરાય? કરવો જોઈએ કે ના કરવો જોઈએ? મેં દિલ્હીમાં આવીને સાહેબ, નિયમ બનાવી દીધો કે કોઈએ એટેસ્ટ કરાવવાની જરૂર નથી. તમે તમારા કાગળીયા સરકારમાં આપો. દેશનો નાગરિક, અમે માનીને જ ચાલીએ. અરે, ફાઈનલ નોકરી થવાની હોય ત્યારે તમે સાચા કાગળ બતાવી દેજો. વાત પુરી, ભઈ. એમાં આ બધાના ત્યાં આંટા શેના મારવાના હોય? અમે બંધ કરાવી દીધું.
અમારો જનતા ઉપર એટલો બધો ભરોસો છે, ભાઈઓ. નોકરીમાં વર્ગ 3 અને 4 ના ઈન્ટરવ્યુ જ અમે ખતમ કરી નાખ્યા. તમારી પાસે, પરીક્ષાઓ થયેલી છે. 10માની પરીક્ષા થઈ છે. 12માની પરીક્ષા થઈ છે. ડ્રાઈવિંગનું લાયસન્સ છે, બધું છે. હવે ઈન્ટરવ્યુ શેના લેવાના? કટકી કરવા માટે? કાકા, મામા, માસીઓને ગોઠવવા માટે? મેં કહ્યું, કોમ્પ્યુટરની અંદર મૂકો, નક્કી કરો, અને એને તમે નોકરી આપવા માંડો. ઈન્ટરવ્યુ બંધ કરી દો. આજે દેશની અંદર વગર ઈન્ટરવ્યુએ નોકરીઓ આપવાનું, ત્રીજા અને ચોથા વર્ગનું ચાલુ કર્યું. કારણ? આ દેશના નાગરિક પર અમારો ભરોસો છે. જનતા જનાર્દન પર ભરોસો કરવો, એ અમારું કામ છે, ભાઈઓ.
હમણાં, અમે જોયું, તમને આશ્ચર્ય થશે, ભાઈઓ. હું એક વાર 2013માં દિલ્હીમાં ચેમ્બર ઓફ કોમર્સે મને એક મીટીંગ માટે બોલાવેલો, ભાષણ માટે. પ્રધાનમંત્રીનો ઉમેદવાર હતો હું. પછી એમણે મને પુછ્યું કે સાહેબ, તમે ફલાણા, આ લોકોએ આ કાયદો બનાવ્યો, આ લોકોએ આ કાયદો બનાવ્યો, તમે આ કાયદો ક્યારે બનાવશો? મારો વારો આવ્યો, બોલવાનો, એટલે મેં કહ્યું, હું કાયદા બનાવવા માટે નથી આવ્યો. હું બનાવેલા કાયદા ખતમ કરવાનું કામ કરીશ. અને મેં કહ્યું કે હું રોજ એક કાયદો ખતમ કરવાનો વિચાર કરું છું. રોજ એક કાયદો ખતમ કરું. તો બધાને આશ્ચર્ય થયું, સભામાં.
પણ મારે આજે ગર્વ સાથે કહેવું છે કે મેં 5 વર્ષની અંદર 1,500 કાયદા ખતમ કરી નાખ્યા, જે બિનજરુરી, લોકો પર બોજ બની ગયા હતા. જનતા ઉપર બોજ. કેમ, ભઈ? મારો જનતા પર ભરોસો હતો. મેં કાયદા બધા કાઢી નાખ્યા, લોકોને કહ્યું કે તમારા પર મને ભરોસો છે, તમે આગળ વધો. 40,000 જેટલી એવી કમ્પ્લાયન્સીસ હતી, એટલે તમે એક અરજી કરો કોઈ જગ્યાએ, અને પછી કહે, કે ના, આ મોકલો, પેલું મોકલો. આ માગે, પેલું માગે. પછી તમે એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટને આપ્યું હોય, તો પછી ઉદ્યોગવાળો બીજું માગે. ઉદ્યોગવાળાને આપ્યું છે, તો ત્રીજો માગે. જાતજાતના કમ્પ્લાયન્સીસ, બોલો. તમને આશ્ચર્ય થશે, ભાઈઓ. કોંગ્રેસે કેવી સરકાર ચલાવી હતી? મેં આવીને 40,000 કમ્પ્લાયન્સીસ ખતમ કરી નાખ્યા.
દેશના સામાન્ય માનવીને આ બધા બોજમાંથી મુક્ત કરી દીધો. વેપારીઓ, કારોબારીઓ પર અમારો ભરોસો. એટલે અમે કંપની એક્ટની અંદર, એવા કાયદા હતા કે વાતવાતમાં જેલમાં નાખવાના. હું તમને એક કાયદો કહું. તમને જાણીને આશ્ચર્ય થશે. આપણા દેશમાં એક એવો કાયદો હતો કે તમારું કારખાનું હોય અને તમારા કારખાનાના સંડાસ, બાથરૂમને જો છ મહિનાની અંદર તમે ચુનો ના કરાયો હોય, ધોળાયું ના હોય તો માલિક જેલમાં જાય, બોલો... હવે આ કામ સરકારનું છે? જેલમાં પુરવાનું?
મેં અનેક કાયદા એવા શોધી કાઢ્યા, કારણ વગર લોકોને રંજાડવાવાળા, જેલમાં પુરવાવાળા, એ બધા કાયદા ખતમ કરવા બેઠો છું. અનેક કાયદા ખતમ કર્યા છે. હજુય મારું તમનેય કહેવું છે. વેપાર-ઉદ્યોગ, છોટા-મોટા માણસોના ધ્યાનમાં આવતું હોય કે આ કાયદાને કારણે તકલીફ પડે છે, મને લખી મોકલજો, હું ખતમ કરીને રહીશ.
ભારતીય જનતા પાર્ટી દેશના કરદાતાઓ છે, ટેક્ષ-પેયર છે, એ કરદાતાઓ પર ભરોસો કરે છે. મેં લાલ કિલ્લા પરથી કરદાતાઓનું ગૌરવ થવું જોઈએ, એવી વાત કરી છે. પહેલા તો કરદાતાઓ એટલે ચોર, ગુનેગાર ગણવામાં આવે. અરે, ભાઈ, દેશના વેલ્થ ક્રિએટર છે, આ લોકો. એમને ચોર-લૂંટેરા માનવાનું કંઈ કારણ નથી. તમારા કાયદાઓના કારણે એ પરેશાન થાય છે. મેં તો નક્કી કર્યું કે ઈન્કમટેક્ષ એસેસમેન્ટ માટે ફેસલેસ વ્યવસ્થા. કાગળીયા મોકલી આપો, રાજકોટના માણસનું ગોવાવાળો જોતો હોય, ગોવાવાળાનું કોઈ ગૌહાતીવાળો જોતો હોય, ગૌહાતીવાળાનું કોઈ ચેન્નાઈમાં જોતો હોય. કોઈને કંઈ ખબર... કાગળીયા જુઓ, નિર્ણય કરો. લેતી-દેતી બધું બંધ.
ભારતીય જનતા પાર્ટી બધાનો ભરોસો કરીને આગળ વધવા માગે છે. તમે વિચાર કરો, ફૂટપાથ, પાથરણા, લારી-ગલ્લા. આ લારી-ગલ્લાવાળો રોજ આપણે ત્યાં શાકભાજી વેચવા આવતો હોય, પણ આપણી પાસે કોઈ દહાડો 2,000 રૂપિયા માગ્યા હોય તો આપણે સાત વાર વિચાર કરીએ કે, ભઈ આ રોજ આવે તો છે, શાકભાજી તો રોજ હોય, 2,000 આને આપીને શું કરવું? તમે હિંમત ના કરો ને? કોઈ ના કરે. આ તમારો મોદી એવો છે, હિંમતવાળો, એણે નક્કી મારે આ પાથરણાબજાર ચલાવવાવાળા પર ભરોસો કરવો છે, લારી-ગલ્લાવાળા પર ભરોસો કરવો છે.
મેં સ્વનિધિ યોજના ચાલુ કરી. અને 10,000 રૂપિયાથી 50,000 રૂપિયા સ્વનિધિ યોજના અંતર્ગત બેન્કમાંથી આ લારી-ગલ્લાવાળા ને પાથરણાવાળાને આપી. બિચારો વ્યાજના ચક્કરમાંથી મુક્ત થઈ ગયો. નહિ તો પહેલા 1,000 રૂપિયા લેવા જાય ને સવારમાં, પેલા વ્યાજખોરો લોકો પાસે, પેલો 100 રૂપિયા સવારમાં જ કાપી લે. 900 આપે અને પાછું સાંજે જઈને 1,000 જમા કરાવવા પડે. આટલું બધું વ્યાજ. મેં સ્વનિધિ યોજના બનાવી. આ દેશના લાખો આવા પાથરણા, લારી-ગલ્લાવાળાને પૈસા આપ્યા. અને તમને ગર્વ થશે. સમય પર બેન્કમાં એ લોકો પૈસા પાછા આપે છે. અને પગભર થઈ રહ્યા છે, ભાઈઓ. સામાન્ય માણસ પર ભરોસો કરો.
ભારતીય જનતા પાર્ટી દેશની માતાઓ, બહેનો ઉપર ભરોસો કરે છે. સખી મંડળો. અમે સખી મંડળોને વગર ગેરંટીએ 20 લાખ રૂપિયા સુધી ઋણ આપવાનું નક્કી કર્યું છે. અને મારો અનુભવ છે, એ બહેનો રૂપિયા-પૈસા, શુક્રવારે ભરવાના હોય તો મંગળવારે જઈને ભરી આવે. પાંચ દહાડા વહેલા જાય.
ભારતીય જનતા પાર્ટી, નાના વેપારીઓ, યુવાનો, દીકરા, દીકરીઓ, એમના પર ભરોસો કરીને એક મુદ્રા યોજના લાવી. વગર ગેરંટીએ મુદ્રા યોજનામાંથી પૈસા મળે. 20 લાખ કરોડ રૂપિયા અમે આપ્યા છે, 20 લાખ કરોડ રૂપિયા. એમાંથી 70 ટકા પૈસા લેનારી તો અમારી બહેનો છે. બેન્કમાંથી આપ્યા છે. અને મારે ગર્વ સાથે કહેવું છે. જ્યારે અમે મુદ્રા યોજના કરી ને ત્યારે બધા પંડિતો કહેતા હતા, કોંગ્રેસના ચેલા-ચપાટા કહેતા હતા કે આ બધા પૈસા ડૂબી જશે.
મારે આજે ગર્વ સાથે કહેવું છે કે આ નાના નાના માણસોને આપેલી રકમો બેન્કમાં સમયસર જમા થઈ રહી છે. અને બેન્કને કોઈએ લૂંટવાનું કામ નથી કર્યું, ભાઈઓ. ગરીબ માણસ પર ભરોસો કરો, દેશના નાગરિક પર ભરોસો કરો. આ અમારી રાજ કરવાની પદ્ધતિ છે. અને એના કારણે દેશ અમારા પર ભરોસો કરે છે. અને એટલા માટે ભરોસાની સરકાર એટલે ભાજપની સરકાર. આજે મુદ્રા યોજનાની સફળતા, મધ્યમ વર્ગનો માનવી, ગરીબ માનવી, એણે જે રીતે આખો વહીવટમાં પારદર્શિતા લાવી. સમયસર બેન્કોને પૈસા ચુકવ્યા. એના કારણે એની ટીકા કરવાવાળાઓના ચહેરા લટકી પડ્યા છે, લટકી પડ્યા છે.
ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબ અને મધ્યમ વર્ગની ચિંતા કરનારી સરકાર છે.આ એવો રાજકીય પક્ષ છે કે જેણે શહેરી ગરીબો અને શહેરી મધ્યમ વર્ગ, એના માટે મોટા પાયા પર કામ ઉપાડ્યું છે. મધ્યમ વર્ગના સપનું હોય છે, પોતાના ઘરનું ઘર હોય. બાંધી રકમની આવક હોય, ઘરનું ઘર બને, પરંતુ ઘણી વાર એવા બિલ્ડર મળી જાય, આંબા-આંબલી બતાવે, સરસ મજાના ચિત્રો બતાવે, પેલો રૂપિયા રોકે અને બે વર્ષમાં મકાન આપવાનું કહ્યું હોય, 20 વર્ષ સુધી દેખાય જ નહિ. અમે રેરાનો કાનૂન બનાવ્યો, રેરાનો કાયદો. તમને જે કરાર કર્યો હોય, જે કાગળીયું બતાવ્યું હોય, એવું એણે બનાવીને જ આપવું પડે. જે ટાઈમ કહ્યો હોય, એ ટાઈમે જ આપવું પડે. અને પૈસા લીધા હોય, એ પ્રમાણે મકાન આપવું જ પડે, નહિ તો એ જેલમાં જાય. આ કાયદો, જેને ઘર જોઈએ, એના માટે અમે કર્યું છે.
પહેલીવાર શહેરી મધ્યમ વર્ગના લોકોને બેન્કમાંથી લોન મળે, લાખો ગરીબો પોતાનું ઘર બનાવી શકે, મધ્યમ વર્ગનું ઘર, શહેરી મધ્યમ વર્ગ, શહેરમાં રહેનારા લાખો ગરીબો, આજે એનો લાભ લઈ રહ્યા છે. રાજકોટ શહેરની અંદર ગરીબો માટે આધુનિક કોલોની, તમે જોઈ હશે. અમે નવામાં નવી ટેકનોલોજી લાવીને બનાવી. આજે જોવા જાય છે, લોકો. સસ્તા ઘર, આધુનિક ઘર, અને તેજ ગતિથી કેવી રીતે બને, એ અમે રાજકોટની અંદર પ્રોજેક્ટ કરીને બતાવી આપ્યું છે. મધ્યમ વર્ગના માનવીને પણ ગમે એવા મકાનો આ ડિઝાઈન, ડબલ એન્જિનની સરકારે બનાવી છે. અને ઘર બનાવવા માટે લોન, વ્યાજમાં છુટ અને ટેક્ષમાં પણ છુટ. તાકિ મધ્યમ વર્ગનો માનવી પોતાનું ઘર બનાવી શકે.
ભાઈઓ
આ દેશમાં આ બધું બન્યું છે, શેના કારણે? આ બધો બદલાવ આવ્યો શેના કારણે? શેના કારણે બદલે બદલાવ આવ્યો? હું તમને પુછું છું, ભાઈ... શેના કારણે બદલાવ આવ્યો?
શેના કારણે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
મોદીના કારણે નહિ, આ બદલાવ આવ્યો છે, તમારા વોટના કારણે, તમારી વોટની તાકાત છે, એના કારણે બદલાવ આવ્યો. કારણ, તમે સાચી સરકાર ચુંટી, સાચા લોકોને ચુંટ્યા. સાચા કામ માટે ચુંટ્યા. અને એના કારણે આજે સૌરાષ્ટ્રની અંદર પાણીના સંકટમાંથી મુક્તિ આવી. કારણ, તમારા વોટની તાકાત છે. આજે સૌરાષ્ટ્રમાં પાણીની ટ્રેનો લાવવી પડતી હતી, ટેન્કરો લાવવા પડતા હતા, એમાંથી મુક્તિ મળી. કારણ તમારા વોટની તાકાત હતી. આખા સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી પહોંચ્યું. કારણ તમારા વોટની તાકાત હતી. સરદાર સરોવર બંધની ઊંચાઈ વધી, કારણ તમારા વોટની તાકાત હતી.
તમારા એક વોટના કારણે કાયદો-વ્યવસ્થા સુધરી. અને એના કારણે છાશવારે થતા હુલ્લડો બંધ થયા. કાનૂન- વ્યવસ્થાની સ્થિતિ સુધરી, તમારા વોટની તાકાત હતી. એક સમય હતો, વાર-તહેવારે લોકો રંજાડતા હતા. રાજકોટ પણ એમાં બાકાત નહોતું. એ અનિશ્ચિતતમાંથી મુક્તિ મળી. કારણ કે તમારા એ વોટની તાકાત હતી. તમારા વોટની તાકાત હતી, આપે એક ભારતીય જનતા પાર્ટીને મોકો આપ્યો, અને એ મોકો આપ્યો એનું પરિણામ હતું. એના સુખદ પરિણામો આપણી સામે છે.
રાજકોટને કનેક્ટિવિટીનો લાભ મળે. શહેરની અંદર કનેક્ટિવિટી વધુ સારી થાય. આરોગ્યની સુવિધાઓ વધે. જીવન, કારોબાર આસાન બને, એના માટે. અને હવે રાજકોટમાં બહુ મોટું ભવ્ય એરપોર્ટ બની રહ્યું છે, ભાઈઓ. આખા સૌરાષ્ટ્રને કામ આવે એવું કામ થઈ રહ્યું છે. 8 વર્ષ પહેલા દિલ્હીની એઈમ્સની ચર્ચા થતી હતી. આજે રાજકોટમાં એઈમ્સ બનાવી રહ્યા છીએ. રાજકોટમાં એઈમ્સ. આખા ગુજરાત અને સૌરાષ્ટ્રના આરોગ્ય માટે ઉપયોગી થાય, એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. અને એનો લાભ અહીંના જવાનીયાઓને મળવાનો છે. અહીંના લોકોને મળવાનો છે.
ભાઈઓ, બહેનો,
વિકાસ અનેક દિશામાં કરવાનું કામ જ્યારે ગુજરાત ભાજપની સરકાર કરતી હોય, કેન્દ્રની ભાજપની સરકાર કરતી હોય, સેવાભાવથી કરતી હોય, સમર્પણભાવથી કરતી હોય, લોકકલ્યાણ માટે કરતી હોય, ત્યારે ભાઈઓ, બહેનો, આ ચુંટણીમાં તમે જે નિર્ધાર કર્યો છે, ફરી એક વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવાનો, એના માટે તો હું તમારો આભાર માનું જ છું. પણ મારે આ વખતે કેટલાક રેકોર્ડ તોડવા છે.
તોડશો ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
આ વખતે વધુમાં વધુ મતદાન થવું જોઈએ. દરેક પોલિંગ બુથમાં વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
અને બધા જ પોલિંગ બુથમાં ભારતીય જનતા પાર્ટી વિજયી થાય, એની ચિંતા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા બધાનો અવાજ આવવો જોઈએ, હાથ ઉપર કરીને બતાવો, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે કરશો? (ઑડિયન્સમાંથી હા...)
તમે એક કામ કરો, તમારા મોબાઈલ ફોનની લાઈટ ચાલુ કરો, એટલે મને દેખાય, બરાબર...
મોબાઈલ ફોનની લાઈટ ચાલુ કરો, બરાબર ખબર પડે, હાં...
બધા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
બધા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
અચ્છા, મારું એક અંગત કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી બોલો તો ખબર પડે? (ઑડિયન્સમાંથી હા...)
મારું અંગત કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
હજુ ચુંટણીનો સમય છે, ત્યાં સુધી તમે લોકોના ઘેર મળવા જશો. મતદાતાઓને મળવા જશો. તમે મળવા જાઓ, તો એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ રાજકોટ આવ્યા હતા. શું કહેશો? આપણા નરેન્દ્રભાઈ રાજકોટ આવ્યા હતા. અને તમને બધાને પ્રણામ પાઠવ્યા છે. આટલો મારો સંદેશો ઘેર ઘેર પહોંચાડજો. કારણ કે આપ વડીલોને પ્રણામ પહોંચાડશો. એમના આશીર્વાદ મને મળશે, અને એમના આશીર્વાદથી હું રાત-દિવસ કામ કરી શકીશ. દેશ માટે નવા ઉત્સાહ અને ઉમંગથી કામ કરી શકીશ. અને એના માટે તમારો સાથ અને સહયોગ મળે.
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.
Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.
Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.
Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.