Whatever the work, Congress sees its own interest first, and the interest of the country later: PM Modi in Kankrej
Facilities are being developed in the border villages so that instead of migration, more employment & self-employment opportunities are created in the villages: PM Modi


ઓઘડનાથજી મહારાજ કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ઓઘડનાથજી મહારાજ કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ઓઘડનાથજી મહારાજ કી (ઑડિયન્સમાંથી જયઘોષ)

ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
દેવ દરબારની આ પવિત્ર ધરતી અને જનદેવતાના આશીર્વાદ.
દેવ દરબારને આંગણે જનદેવતાનું સામર્થ્ય.


એક નવી ઊર્જા, નવી તાકાત.


આજે ઉતરીને ઘણા સમય પછી અહીં આવ્યો હતો. તો પહેલા મન થયું કે ઓઘડનાથજી મહારાજના ચરણોમાં માથું ટેકવી આવું. એમની કૃપા આપણા બધાને સંકટના સમયમાં સાથ આપે છે. આપણો આ ઉત્તર ગુજરાતનો પટ્ટો, ખબર છે, જ્યારે જ્યારે દુષ્કાળના દિવસો આવ્યા હોય, મુસીબતના દિવસો આવ્યા હોય, આપણને ઓઘડનાથજી બાપાના આશીર્વાદ હંમેશા સાથે રહ્યા હોય.


ભાઈઓ, બહેનો,


પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડી દીધો છે. ગઈ કાલે અમદાવાદમાં જનસાગરના દર્શન કરીને રાત્રે રાજભવન પહોંચ્યો. તો મેં કેટલાક લોકોને કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ફોન કર્યા. પહેલા ચરણમાં, જ્યાં મતદાન થયું છે, ભુતકાળના બધા રેકોર્ડ તોડીને ભારતીય જનતા પાર્ટી વિજયી બનવાની છે. ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, એમનો ઉત્સાહ, માતાઓ, બહેનો, બેટીઓનો ઉમળકો, એણે આ ચુંટણી પરિણામો પાકા કરી દીધા.


ભાઈઓ, બહેનો,


જ્યાં જઈએ ત્યાં એક જ સ્વર સંભળાય,
એક જ વાત સંભળાય,
લોકોના મુખેથી એક જ વાત નીકળે છે,
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)


અહીંયા મારું સ્વાગત થયું, પાઘડી પહેરાવી પણ સાથે સાથે મને કાંકરેજની ગાય, એની પ્રતિકૃતિ ભેટ આપી. મને યાદ છે, હમણા થોડા સપ્તાહ પહેલા દિલ્હીમાં ડેરી સેક્ટરનો એક બહુ મોટો વૈશ્વિક કાર્યક્રમ થયો હતો. દુનિયાભરના લોકો આવ્યા હતા. અને એ બધા લોકો જોડે હું વાત કરતો હતો ત્યારે સરસ મજાનું એકઝિબિશન લગાવ્યું હતું. અને જ્યારે મેં ત્યાં કાંકરેજની ગાયનું વર્ણન કર્યું.
અમારી કાંકરેજની ગાયની તાકાત કેટલી છે? અને સૌથી મોટી વાત, મેં કહ્યું કે વિપરીત પરિસ્થિતિમાં, અભાવની વચ્ચે પણ, અભાવની વચ્ચે પણ, મારી કાંકરેજની ગાય સ્વભાવ ન બદલે. અભાવમાં પણ, એનો ભાવ એવોને એવો રહે. અભાવમાં પણ, એના પાલકને, એના આજુબાજુના લોકોના જીવનની સુખ-સુવિધા માટે થઈને આ કાંકરેજની ગાયથી, જે બને તે કરતી હોય, આ અમારી કાંકરેજની ગાય. એનું જ્યારે લોકોને વર્ણન કર્યું ને, મેં... ત્યારે વિદેશના લોકોને મનમાં થયું કે અચ્છા, આવી પણ ગાય હોય છે? આપણું ગૌરવ છે, ભાઈ...


દેશ અને દુનિયામાં ગીરની ગાયની વાત થાય, કાંકરેજની ગાયની વાત થાય. ભારત પાસે ગૌવંશની જે વિરાસત છે, એ ખુબ મોટી આપણી શક્તિ છે. અને આવી દેશી નસ્લની ગાયો, આ વિરાસતને સમૃદ્ધ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે એક રાષ્ટ્રીય ગોકુળ મિશન બનાવ્યું છે. જેથી કરીને ગૌપાલનને પ્રોત્સાહન મળે, ગૌવિકાસની અંદર આવનારી જે સમસ્યાઓ હોય, એના વૈજ્ઞાનિક સમાધાન નીકળે. આપણે એક રાષ્ટ્રીય કામધેનૂ આયોગ બનાવ્યું છે. અને એના કારણે ભારતમાં ડેરી ઉદ્યોગ, જે અત્યાર સુધી ગુજરાત પુરતો સીમિત હતો. હવે ગુજરાતમાંથી શીખીને બધે લોકો જઈ રહ્યા છે, જોવા માટે. હું મારા કાશીમાં, ત્યાંના મારા 100 ખેડૂતોને મેં ટ્રેઈન કર્યા. અહીંયા આપણી બનાસ ડેરીમાં લઈ આવ્યો હતો. હું કાશીનો એમપી છું, મને થયું કે ગૌપાલન કેમ કરાય, જરા બતાવું એમને. એમને આશ્ચર્ય થયું કે આ બનાસકાંઠા, પાટણ જિલ્લાના લોકો, આ વિસ્તારના લોકો, ગાયની રખેવાળી, પાલનપોષણ માટે આટલું બધું કામ કરે છે? અને આર્થિક તાકાત, ગાય કેવી રીતે બની શકે? આની ચિંતા.


ભાઈઓ, બહેનો,
દેશમાં જેટલું અનાજ પેદા થાય છે ને, લાખો ખેડૂતો ભેગા થઈને જે અનાજ પેદા કરે છે, એના કરતા પણ વધારે પૈસાનું દૂધ પેદા થાય છે, આપણા દેશમાં. ડેરી ઉદ્યોગના કારણે કિસાનોના સામર્થમાં, દેશના દૂધના ઉત્પાદનમાં લગાતાર વૃદ્ધિ થઈ રહી છે. અહીં બનાસ ડેરી આપણી, એનો વિસ્તાર પણ હવે ગામ, ગામડે થઈ રહ્યો છે અને મારું તો સદભાગ્ય છે કે, બનાસ ડેરીની બ્રાન્ચ મારા કાશીમાં, ગંગા કિનારે પણ. બનાસકિનારેથી ગંગાકિનારે આ અમારી ડેરી આવી રહી છે.


ટપક સિંચાઈ... મને યાદ છે, પહેલા જ્યારે હું ટપક સિંચાઈની વાત કરતો ને, તો ઘણા લોકોને અકળામણ થતી, આ સાહેબ, શું લઈ આવ્યા છે? અરે, ખેતરમાં આમ લબાલબ પાણી ભરેલું ના હોય, તો ખેતી કહેવાતી હશે? માને જ નહિ. સમજાવી, સમજાવીને થાક્યો, પણ એક વાર જ્યારે બનાસકાંઠાના ખેડૂતે એને હાથમાં લીધું અને ટપક સિંચાઈએ તો એવો આખા ગુજરાતમાં ફેલાવો કર્યો. સુક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ, પાણી પણ બચ્યું, અને ખેતીને પણ લાભ થયો.


આજે બનાસકાંઠામાં 70 ટકા ખેતી માઈક્રો ઈરિગેશનથી થાય છે, સુક્ષ્મ ઈરિગેશનથી થાય છે, ટપક કે સ્પ્રિન્કલરથી થાય છે, અને તેમ છતાંય જે બનાસકાંઠા બટાકાના નામે જાણીતું નહોતું, જે બનાસકાંઠા અનારના નામે જાણીતું નહોતું. આજે આખું હિન્દુસ્તાન બનાસકાંઠાને બટાકાનાયે કારણે ઓળખતું થઈ ગયું, અનારના કારણેય ઓળખતું થઈ ગયું. ગુજરાતમાં પહેલો નંબર. ગયા 20 વર્ષમાં ખાદ્ય અન્ન ઉત્પાદન પણ લગભગ બે ગણું થયું છે, ભાઈઓ.


ભારતીય જનતા પાર્ટીની સરકાર સિંચાઈ પરિયોજનાઓ માટે લગાતાર કામ કરી રહી છે. આ કોંગ્રેસની ટેવ કેવી હતી? લટકાના, અટકાના, ઔર ભટકાના... તમારા ઘરમાં વડીલો હોય, 70 વર્ષના, 80 વર્ષના... તો એમને પુછજો કે તમે નાના હતા ત્યારથી નર્મદાનું નામ સાંભળતા હતા કે નહોતા સાંભળતા? તો, એ કહેશે, હા. તમે એમને પુછજો કે નર્મદાનું પાણી આવશે, એવું તમને કોંગ્રેસની બધી સરકારો કહીને ગઈ હતી કે નહોતી ગઈ? તો, કહેશે, હા. પણ કોઈ નર્મદાનું પાણી લાવ્યું નહોતું. એટલું જ નહિ, આ સરદાર સરોવર ડેમ ના બને, એના માટે જેટલા રોડા નાખવાના હોય, આ કોંગ્રેસે નાખ્યા હતા. અને જે લોકો સરદાર સરોવર ડેમને, જે લોકોએ સરદાર સરોવર ડેમને અટકાવ્યો હતો, કોર્ટ-કચેરીઓમાં લઈ ગયા હતા, દુનિયામાંથી આપણને પૈસા મળે, એના માટે બધું પ્રતિબંધો લગાવી દીધા હતા. એમને ખભે હાથ મૂકીને કોંગ્રેસના નેતા પદયાત્રા કરે, બોલો...


આ અમારી ઉત્તર ગુજરાતની ધરતી પાણી વગર તરસતી હોય, અમારું બનાસકાંઠા ધૂળની ડમરીઓમાં ગુજારો કરતું હોય, પાણી માટે અમે વલખા મારતા હોય, અને જેણે પાણીને રોક્યું હોય ને ભાઈ, એ પાપને માફ કરાય? જેણે પાણી રોક્યું હોય, એને પાપને માફ કરાય? અરે, ઘરમાં પાણી ના હોય ને વટેમાર્ગુ જતો હોય ને તો ઘરમાંથી અડધો લોટો પાણી વટેમાર્ગુને પીવડાવીએ, એ અમારા બનાસકાંઠાના સંસ્કાર છે, ભાઈ. એ બનાસકાંઠાને તરસ્યું રાખ્યું. એના માટે આ કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે. આ સજા જેટલી કરીએ, એટલી ઓછી છે. પણ તમે પાછા ચુંટણી આવે, એટલે ભુલી જાઓ છો.


આ વખતે તો નહિ ભુલો ને? (ઑડિયન્સમાંથી ના...)


જરા આમ જોરથી બોલો તો ખબર પડે. (ઑડિયન્સમાંથી ના...)


આ કોંગ્રેસને જેમાં પોતાનો સ્વાર્થ ના દેખાય, પોતાનું ભલું ના દેખાય, એ કામ જ નહિ કરવાનું, આ કોંગ્રેસના સ્વભાવમાં છે. કારણ કે દુષ્કાળ હતો, એટલે આપણે ત્યાં દિવાળી ગઈ નથી કે રાહતકામો ચાલુ થઈ જાય. ખાડા ખોદવાના ચાલુ. ખબર છે, જુનું યાદ હશે. બધા ખાડા જ ખોદતા હોય. અને એમાંથી આ કોંગ્રેસવાળા કટકી કરે. હવે એમને પાણી આવે તો ખાડા ખોદવાનું બંધ થઈ જાય. ખાડા ખોદવાનું બંધ થઈ જાય તો એમની કટકી બંધ થઈ જાય. અને એટલે પાણી જ નહોતા આવવા દેતા. આજે નર્મદાનું પાણી આપણે ઠેર ઠેર પહોંચાડ્યું, ભાઈઓ, બહેનો. અને જ્યાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું...


મારા બનાસકાંઠાના ભાઈઓ, લખી રાખો, આ મોદી છે...
(ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી...)
જે કહ્યું એ કરવાનું જ, એનું નામ મોદી...
અને ના થાય એમ હોય તો, સામે કહેવાનું કે, માફ કરજો, નહિ થાય.
અને એટલે કહું છું કે જ્યાં નર્મદાનાં પાણી નથી પહોંચ્યા, હજુ પહોંચાડવાનું કામ ચાલુ છે, ત્યાં પણ પહોંચવાનાં છે. કેશાજી તમે કહી દેજો, મારા વતી બધાને...


ભાઈઓ, બહેનો,


2014માં તમે બધાએ મને દિલ્હી મોકલ્યો ને, તો પછી મેં બધી ફાઈલો જોવા માંડી. મેં કહ્યું કે જોઈએ તો ખરા, આ બધું, આ દેશની દશા આવી કેમ છે? તો પહેલા મારું ધ્યાન ગયું, આપણા જરા ખેડૂતોનું જોઈએ. તો મેં જરા સિંચાઈના કામો, પાણી.. કારણ કે ખેડૂતને પાણી આપો ને સાહેબ, એટલે ખેડૂતની તાકાત એવી છે, એને પાણી આપો, એટલે એ જમીનમાંથી સોનું પેદા કરે, કરે, ને કરે જ. એટલે મેં પાણીની તપાસ આદરી.


તમને જાણીને આઘાત લાગશે, આટલા બધા વર્ષ આમણે રાજ કર્યું, 99 સિંચાઈની મોટી મોટી યોજનાઓ, મારા હાથમાં એવી લાગી, કે કોઈ 70 ટકા કરીને બંધ કરી દીધેલી, કોઈ 60 ટકા કરીને બંધ કરી દીધેલી, કોઈ અડધું કરીને બંધ કરી દીધેલી. અને બસ, છોડી દીધેલું, બધું. વીસ વીસ, પચીસ પચીસ, ત્રીસ ત્રીસ વર્ષ પહેલાં. પૈસા બધા પાણીમાં ગયા કાં એમના ખિસ્સામાં ગયા. મેં બધું ખોલ્યું અને 1 લાખ કરોડ રૂપિયા ખર્ચીને આ 99 સિંચાઈ યોજનાઓને જીવતી કરી. જેથી કરીને મારા ખેડૂતને પાણી મળે, ભાઈઓ. સિંચાઈ પરિયોજનાઓ, આજે બધી કામ કરતી થઈ ગઈ છે, જેમાં હજુ અધુરું છે, એનું પણ કામ પુરજોશથી ચાલે છે.


ભાઈઓ, બહેનો,
ભારતીય જનતા પાર્ટીના સ્વભાવમાં છે, ભઈ, પ્રશ્ન તો હોય...
હવે પાણીનો આપણા ગુજરાતમાં પ્રશ્ન હતો કે નહોતો? (ઑડિયન્સમાંથી હા...)
હતો કે નહોતો, બોલો... (ઑડિયન્સમાંથી હા...)


ત્રણ ત્રણ કિલોમીટર પાણી લેવા જવું પડતું હતું કે નહોતું જવું પડતું? (ઑડિયન્સમાંથી હા...)
હવે હું એમ કહું કે ભઈ, હવે વરસાદ નથી, નદીઓ નથી, બારે માસ વરસાદના હોય, નદીઓ આપણે ત્યાં નથી, તો પાણીની તકલીફ તો આપણા નસીબમાં જ લખાયેલી છે. તો તમે, મને કંઈ કહેવાના હતા? તમે એમ જ કહેત કે હા, યાર, કોંગ્રેસવાળાએ પણ નહોતું કર્યું, હવે શું થાય? આપણા નસીબ. આપણે નસીબ પર ના છોડ્યું, ભઈ. અરે, પાણી નથી તો રસ્તો કાઢીએ. સુજલામ સુફલામ યોજના બનાવીએ, તળાવ કરીએ, ચેક ડેમ કરીએ, વરસાદનું પાણી બચાવીએ.


એક પછી એક કર્યું કે ના કર્યું? (ઑડિયન્સમાંથી હા...)
હવે આ ધૂળની ડમરીઓવાળું બનાસકાંઠા લીલુંછમ દેખાય છે કે નહિ, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
દેખાય છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
હવે મને કહો, આટલું લીલુંછમ દેખાતું હોય, અને મારે વોટ માગવા પડે? (ઑડિયન્સમાંથી ના...)
મારે માગવા પડે, ભઈ? (ઑડિયન્સમાંથી ના...)
અને તમે કોઈ એવા ભુલી જાઓ, એવા લોકો છો? (ઑડિયન્સમાંથી ના...)
કોઈ કરેલા કામને ભુલી જાય? બનાસકાંઠાવાળા... (ઑડિયન્સમાંથી ના...)
યાદ રાખે કે ના રાખે? (ઑડિયન્સમાંથી હા...)


આ વાત ઘેર ઘેર પહોંચાડવાની છે.
અમે કામ કર્યું હોય તો વોટ આપજો, ભાઈ... અમે આપનું ભલું કરવા માટે દિવસ-રાત મહેનત કરી હોય તો વોટ આપજો, ભાઈઓ.
ઈમાનદારીથી તમારી સેવા કરી હોય તો વોટ આપજો, ભાઈઓ.


અને, તમારા છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો અમે તમને ગેરંટી લઈને આવ્યા છીએ, એમના ઉજ્જવળ ભવિષ્યની, ભાઈઓ.
(ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી...)
દેશમાં એવું વાતાવરણ બનાવી દીધું હતું કે ભ્રષ્ટાચાર વિના કોઈ કામ જ ના થાય, અને ભ્રષ્ટાચારીઓને કશું જ ના થાય, અને ભ્રષ્ટાચાર તો ભઈ, આપણે સ્વીકારીને જ ચાલવું પડે, એમ જ માનતા હતા.
હજારો કરોડ લાખોના ગોટાળા છાપામાં ચમકતા હતા કે નહોતા ચમકતા, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
છાશવારે આ ગોટાળો, આ ગોટાળો આવતું હતું કે નહોતું આવતું? (ઑડિયન્સમાંથી હા...)
જરા, બોલો ને યાર... તમને... છાપા વાંચતા નહોતા? (ઑડિયન્સમાંથી હા...)
અમે નહિ, છાપાવાળા લખતા હતા, આટલા હજારનો ગોટાળો, આટલા લાખનો ગોટાળો... આ કોણ લઈ જતું હતું, ભાઈ? આ કોણ લઈ જતું હતું? કોની સરકારો હતી?
અમે આવ્યા પછી ક્યાંય છાપામાં વાંચ્યું, આટલા લાખનો ગોટાળો? (ઑડિયન્સમાંથી ના...)
વાંચ્યું, ભાઈ? (ઑડિયન્સમાંથી ના...)


તો એ પૈસા બચ્યા કે ના બચ્યા? (ઑડિયન્સમાંથી હા...)
બચ્યા કે ના બચ્યા? (ઑડિયન્સમાંથી હા...)
એ સેવા કહેવાય કે ના કહેવાય? (ઑડિયન્સમાંથી હા...)
એ તમારા કામમાં આવ્યા કે ના આવ્યા? (ઑડિયન્સમાંથી હા...)
આ કામ અમે કરીએ છીએ, ભઈ. આજે ભાજપની સરકાર ભ્રષ્ટાચાર સામે કઠોર કાર્યવાહી કરી રહી છે. અને એના કારણે કેટલાક લોકોને તેલ રેડાય છે, પેટમાં. એમને જરા મુશ્કેલી પડે છે. કાગારોળ કરે છે, બોલો.


એટલે મારે આ બંધ કરી દેવાનું? (ઑડિયન્સમાંથી ના...)
આ ભ્રષ્ટાચાર પકડવાનું બંધ કરવાનું, ભઈ? (ઑડિયન્સમાંથી ના...)
જે દેશને લૂંટી ગયા છે, એમણે પાછું આપવું પડે કે ના આપવું પડે? (ઑડિયન્સમાંથી હા...)
હું તમને નાનું ઉદાહરણ આપું. આપણા રાશન કાર્ડ. ગરીબ માટે હોય ને, ભઈ, બોલો, ગરીબનું ખવાય, કોઈ દહાડો? (ઑડિયન્સમાંથી ના...)
કોઈ દહાડો ખવાય? (ઑડિયન્સમાંથી ના...)
હવે આ એમને જે સજા લોકો આપે છે ને, એ આની આપે છે. ગરીબોનું ખાઈ ગયા છે. તમે વિચાર કરો, 4 કરોડ, નાના નહિ, ભઈ. એટલે અડધું ગુજરાત આપણું. 4 કરોડ એવા રેશન કાર્ડ હતા કે જે રેશન કાર્ડવાળાનો જનમ જ નહોતો થયો. આ કોંગ્રેસના રાજમાં એવું કે જેનો જનમ ના થયો હોય, એના લગ્ન થઈ ગયા હોય. સમૂહલગ્નમાં એને પૈસા મળી ગયા હોય. પછી એ વિધવા થાય એટલે એના પૈસા મળ્યા હોય. આવું જ ચાલે. જેનો જનમ ના થયો હોય એના માટે રૂપિયા મળતા હોય. એ રૂપિયા ક્યાં જતા હોય, ભઈ? આ બધા ભુતિયા નામોથી ચાલતું હોય એના રૂપિયા કોના ખિસ્સામાં ગયા હોય, ભાઈ? કોના ખિસ્સામાં ગયા હોય?


4 કરોડ રેશન કાર્ડ, દર મહિનાનું અનાજ વગે થઈ જાય. આ તમારા પેટનું એ લોકો ખાઈ જતા હતા, ભાઈઓ. એમાં 4 કરોડ. મેં કેન્સલ કર્યા, બોલો. અને કોઈ ચૂં... ચા... નથી. એટલું જ નહિ, કેન્સલ કર્યા, એવું નહિ, આગળનો રસ્તો કર્યો. આપણે આ બધામાંથી 20 કરોડ રેશન કાર્ડને ડિજિટલ ટેકનિકથી જોડી દીધા. આધાર નંબરથી જોડી દીધા. એટલે, અને જે દુકાનો હતી, રાશનની, એને ઈન્ટરનેટથી જોડી દીધી.


આના કારણે સાહેબ, બધી ખબર પડે કે, ક્યાં આવ્યું ને ક્યાં ગયું? ટ્રકમાં માલ ચઢે, ત્યાંથી ખબર પડે. દુકાનદાર પાસે પહોંચે, ખબર પડે. દુકાનદાર પાસે પેલો રાશન કાર્ડવાળો લઈ ગયો, ત્યાં ખબર પડે. હવે વચમાંથી કોઈ ગાપચી મારે, પકડાય કે ના પકડાય? હવે એમની ટેવ તો જાય નહિ. એટલે શું કરે? મોદીને ગાળો બોલે, બોલો... અલ્યા ભઈ, તમે લૂંટી ગયા છો, એટલે મોદીને ગરમ થવું પડે છે. ગરીબનું તમે લૂંટો ને, એની સામે મોદી લાલ આંખ કરે, કરે, ને કરે જ.
(ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી...)
અમે બીજું કામ કર્યું, ભાઈ. જુઓ, નાના નાના માણસનું કામ કેવી રીતે થાય? અમે રાશન કાર્ડ જે હતા, એના માટે વન નેશન, વન કાર્ડ એવું કરી દીધું. આખા દેશમાં એક જ પ્રકારનું ટેકનોલોજીથી જોડાયેલું કાર્ડ. એનો અર્થ એ થયો કે આ બનાસકાંઠાનો ભાઈ કોઈ, માનો કે રોજી-રોટી માટે સુરત ગયો કે નોકરી માટે બદલી થઈ ને સુરત ગયો. તો એને ત્યાં નવું રેશન કાર્ડ ના કઢાવવું પડે. આ રેશન કાર્ડ ત્યાં પણ ચાલે. એ મદ્રાસ જાય તો પણ ચાલે. કલકત્તા જાય તો પણ ચાલે. એ દિલ્હી આવે તો પણ ચાલે. એને વલખા ના મારવા પડે.


ભાઈઓ, બહેનો,


મને કહો, કોઈ એક ઘરમાં ગંભીર બીમારી આવે કોઈને, ગંભીર બીમારી આવે તો એ કુટુંબ પાંચ વર્ષે ઉભું થાય? જરા સાચું બોલજો હોં... અમારા બનાસકાંઠાના ભાઈઓ છે, અમારા ઓઘડનાથ મહારાજની જગ્યાએ બેઠા છીએ. મને કહો. પાંચ વર્ષે ઉભું થાય, ભઈ? પાંચ વર્ષે ઉભું થાય? ઘરમાં એક ગંભીર માંદગી આવી હોય ને, પાંચ વર્ષ સુધી મેળ ના પડે. આ દેશમાં 100 વર્ષમાં ન થયું હોય, એવી ગંભીર માંદગી આવી. આ દેશને કેટલી તકલીફ પડી હોય, કહો.
પડી હોય કે ના પડી હોય? (ઑડિયન્સમાંથી હા...)
મને કેટલી તકલીફ પડી હોય, તમને ખબર છે, ભઈ? (ઑડિયન્સમાંથી હા...)
ઘરમાં એક જણ માંદું હોય ને, ઘરના વડીલો કેટલા દુઃખી હોય? આજે 100 કરોડ લોકો ઉપર, 100 વર્ષમાં ના આવી હોય એવી આફત આવી હોય, ભઈ, ત્રણ વર્ષ કેવા ગયા છે ને, મને ખબર છે. તમે આશીર્વાદ આપો, એટલે વધારે તાકાતથી કામ કરીએ. અને આ આખી દુનિયામાં માંદગી આવી. આખી દુનિયા હલી ગઈ છે. બધે ખબર પડે છે ને, સમાચાર આવે છે ને. આખી દુનિયા હલી ગઈ છે. આપણા પગ હજીય જમીન પર છે, ભઈ. અને આપણે વિચાર કર્યો, કે આવડી મોટી આફત આવી છે. સૌથી પહેલી તકલીફ કોને થાય? નિમ્ન મધ્યમ વર્ગના માણસને થાય, ગરીબને થાય. રોજી-રોટી જતી રહી હોય.


તો એને ઘરમાં ચુલો સળગતો રહેવો જોઈએ કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
શું થયું, તમને? કેમ ઠંડા પડી ગયા? કેમ ઠંડા પડી ગયા?
ચુલો સળગતો રહેવો જોઈએ કે નહિ, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
ગરીબનાય ઘરમાં ચુલો સળગતો રહેવો જોઈએ કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
આ મારા ઓઘડનાથને ત્યાં આવો ને, સાહેબ, આ બળદેવદાસજી બાપજીએ થોડું રાંધ્યું હોય ને કોઈ આવી ગયું હોય ને, તો લે, ભઈ, અડધો રોટલો તું ખાઈને જા. આ દેશનો કોઈ ગરીબ ભુખ્યો ના રહે. એ મને આ સંતોએ શીખવાડ્યું છે. અને એટલા માટે, ત્રણ વર્ષ સુધી 80 કરોડ લોકો, 80 કરોડ લોકોને ત્રણ વર્ષ સુધી મફતમાં અનાજ આપ્યું, કારણ કે આ ગરીબના ઘરમાં ચુલો સળગતો રહે. ગરીબનું છોકરું રાત્રે ભુખ્યું ના સૂઈ જાય, એટલા માટે દિલ્હીમાં તમારો આ દીકરો જાગતો હતો, ભાઈ. અને આમાં 3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે, 3 લાખ કરોડ,
બોલો. સારું કર્યું કે ના કર્યું, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
લોકોનું ભલું કર્યું કે ના કર્યું? (ઑડિયન્સમાંથી હા...)
હવે કોરોનામાં વેક્સિન.


તમે બધાએ વેક્સિન લગાવી કે ના લગાવી, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
લગાવી કે ના લગાવી? (ઑડિયન્સમાંથી હા...)
એના કારણે હવે હરી-ફરી શકીએ કે નહિ, બધા? (ઑડિયન્સમાંથી હા...)
આ બધા ભેગા થઈ શકીએ છીએ કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
નહિ તો ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જવાતું નહોતું. મોંઢે બાંધવું પડે, બધું.
એવી દશા હતી કે નહિ, ભઈ? (ઑડિયન્સમાંથી હા...)
આ વેક્સિનેશન કર્યું તો બધા બચી ગયા કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
તમારે એક રૂપિયાનો ખર્ચો થયો? (ઑડિયન્સમાંથી હા...)
એક રૂપિયાનોય ખર્ચો થયો? (ઑડિયન્સમાંથી હા...)
હવે આ કામ મોદીએ સારું કર્યું કે ખોટું કર્યું? (ઑડિયન્સમાંથી હા...)
તો પછી તમે આશીર્વાદ આપો કે ના આપો? (ઑડિયન્સમાંથી હા...)
તો ભાજપના કમળ ઉપર આશીર્વાદ પડે કે ના પડે? (ઑડિયન્સમાંથી હા...)
ભઈ, કામ કર્યું છે, તમારા બધાનું કર્યું છે. અને એટલા માટે આજે જ્યારે તમારી પાસે આવ્યો છું, ત્યારે ભાઈઓ, અમે વિકાસના માટે, ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં લડાઈ લડીને, ખેડૂતોમાં, તમે વિચાર કરો, આ યુરીયા. યુરીયામાં શું થતું હતું, ભાઈ? યુરીયા નામ પડે ખેડૂતનું અને જાય કેમિકલની ફેકટરીમાં. આપણે એને નીમ-કોટીંગ કર્યું, એટલે કેમિકલવાળાની દુકાનો બંધ. હવે એય પણ મારી પર નારાજ થાય કે અમારું લૂંટી ગયા, મોદી સાહેબ આવીને.


પણ ખેડૂતોને મળવું જોઈએ કે ના મળવું જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
હવે ભાઈઓ તમને આ ઘણા બધા લોકો કહે છે, જાતજાતનું. જરા હું તમને સમજાવું. તમને ખબર છે, આ યુરીયા ક્યાંથી આવે છે? આપણે વિદેશોમાંથી યુરીયા લાવવો પડે છે. આપણી પાસે પુરતો યુરીયા બનતો નથી. કારણ કે એના માટે જે ચીજો જોઈએ એની કમી છે, આપણા દેશમાં. એટલે યુરીયા આપણે બહારથી લાવવો પડે. વિદેશોમાં હવે આ કોરોનાના કારણે કહો, આ લડાઈના કારણે, યુરીયા મોંઘું થઈ ગયું. આજે યુરીયાનો દુનિયામાં શું ભાવ છે, ખબર છે? એક થેલી યુરીયા, આપણે 2,000 રૂપિયામાં લાવીએ છીએ.
કેટલામાં? (ઑડિયન્સમાંથી બે હજાર...)
જરા જોરથી બોલો, આમ ધીમા બોલો, ના ચાલે. (ઑડિયન્સમાંથી બે હજાર...)
કેટલામાં લાવીએ છીએ? (ઑડિયન્સમાંથી બે હજાર...)
કેટલામાં લાવીએ છીએ, આ ઉભા રહેલા, બોલો, જરા? (ઑડિયન્સમાંથી બે હજાર...)
કેટલામાં લાવીએ છીએ? (ઑડિયન્સમાંથી બે હજાર...)
કેટલામાં લાવીએ છીએ, ભઈ? (ઑડિયન્સમાંથી બે હજાર...)


એક યુરીયાની થેલી બે હજારમાં લાવીએ છીએ. અને તમને ખેડૂતોને કેટલામાં આપીએ છીએ? 270 રૂપિયામાં તમને થેલી આપીએ છીએ, ભઈ... આ બધો બોજ... આ બધો બોજ આ તમારો દીકરો મોદી ઉપાડે છે, ભાઈ. અને હવે તો આપણે નેનો યુરીયા બનાવી રહ્યા છીએ. એક થેલી યુરીયા જેટલું કામ કરે ને, એટલું એક બોટલમાં આવી જશે, હવે. પાણીમાં મિક્સ કરીને છાંટી દો, તમારું કામ પુરું. ખેડૂતોનું ભલું કરવાનું. ભ્રષ્ટાચાર જાય, એના માટે આપણે કામ કરી રહ્યા છીએ.


ભાઈઓ, બહેનો,
કોંગ્રેસવાળાને ખબર હતી કે ગામમાં બે-ચાર જણને સાચવી લે, એટલે એમની દુકાન ચાલતી હતી. મોટા મોટા લોકોને સાચવી લે, એટલે એમનું બધું ચાલતું હતું. અને, પેલા મોટા લોકોય નીચે બધાને કહી દે, કે એય, બધું હું કહું એમ કરવાનું છે. હવે જમાનો બદલાઈ ગયો કે નહિ? આ કોંગ્રેસે એમાંય ભ્રષ્ટાચાર કર્યો, ભાઈઓ... એમાંય ભ્રષ્ટાચાર કર્યો. દેવા-નાબુદીના નામે, જેના ઘેર બબ્બે ટ્રેક્ટર હોય ને, એના દેવા નાબુદ થાય અને પેલો નાનો, વીઘુ, બે વીઘુ જમીનવાળો મારો નાનો ખેડૂત હોય, એ બિચારો વલખા મારતો હોય, વ્યાજે, વ્યાજે પૈસા લઈ-લઈને મરતો હોય, દીકરી પરણાવવી હોય તો એને ખેતરો ગીરવે મૂકવા પડે ત્યારે માંડ દીકરી પરણાવી શકે. આવા દિવસો કરી દીધા હતા.


ભાઈઓ, બહેનો,


આ હું તમારી વચ્ચે મોટો થયો હતો. બનાસકાંઠાના ગલી, મહોલ્લાને ઓળખું. અહીંની ધૂળ ફાકેલી છે. એટલે આ તમારા દીકરાને સમજણ જેટલી પડે એટલી એમને ના પડે, ભાઈ. એટલે મેં શું કર્યું? પીએમ કિસાન સન્માન નિધિ લઈ આવ્યો. પીએમ કિસાન સન્માન નિધિ લાવીને આ દેશના જે સીમાન્ત ખેડૂતો હતા, જેની વીઘુ, બે વીઘુ જમીન હોય, એને વર્ષમાં ત્રણ વાર, સીધા એના ખાતામાં બબ્બે હજાર રૂપિયા જમા કરાવી દીધા, ભાઈઓ. 2 લાખ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં પહોંચાડ્યા છે, 2 લાખ કરોડ રૂપિયા.


ભાઈઓ, બહેનો,
એકલા બનાસકાંઠામાં 5 લાખ ખેડૂતોને 1,000 કરોડ રૂપિયા એમના ખાતામાં મોદીએ મોકલ્યા છે. અને વચમાં કોઈ કટકી-કંપની નહિ, ભાઈ. કોઈ વચેટીયો નહિ. મોદી ત્યાંથી એક રૂપિયો મોકલે એટલે તમારા ખાતામાં સીધેસીધા 100એ 100 પૈસા આવી જ જાય.


ભાઈઓ, બહેનો,


આ લોકોને આપણા ઉજ્જવળ ભવિષ્યનીય ચિંતા નહિ. એમને એમ જ કે જેમ છે, એમ રહેશે. આપણે ચુંટણીઓ કાઢો ને, ભઈ... એમને ચુંટણીઓ કાઢવા સિવાય કામ જ નહોતું. અમારે તો ગુજરાત બનાવવું છે. વિકસિત ગુજરાત બનાવવું છે. ભવ્ય ગુજરાત બનાવવું છે. સમૃદ્ધ ગુજરાત બનાવવું છે. એટલા માટે માળખાકીય સુવિધાઓ, રેલ હોય, રોડ હોય, એરપોર્ટ હોય, એ બધા કામો.
તમે વિચાર કરો, મહેસાણા – આબુ – અંબાજી – તારંગા લાઈન. અંગ્રેજોના જમાનામાં એની ચર્ચા થઈ હતી, બોલો. અને આ કોંગ્રેસવાળાએ દબાવી દીધું. આપણે બધી ફાઈલો કાઢી, અને હવે અંબાજી – તારંગા રેલવેલાઈન બની રહી છે. આબુ સુધી જશે. આ મહેસાણા જિલ્લાનો એક નવો ઉદય થવાનો છે. અને એના કારણે તીર્થયાત્રીઓ, ટુરિઝમને મોટો અવકાશ મળી જવાનો છે. અને ભગવાનની ભક્તિ અને રાષ્ટ્રભક્તિ, આ તીર્થનું ક્ષેત્ર બની જાય, એવો આપણો આ વિસ્તાર અંબાજી માતા, હમણા જ્યારે ગબ્બરની ઉપર પેલો લેશર શો કર્યો છે ને, હજારો લોકો આવે છે, ભાઈ. અને ત્યાંના લોકોને રોજી-રોટી મળે, અને એના કારણે મારા આખા બનાસકાંઠામાં ચમકારો આવે, ચમકારો, ભાઈઓ.


આ મારું નડબેટ, હજારો લોકો આવે છે કે નથી આવતા? નહિ તો કોઈ પહેલા કોઈ ડોકિયુંય ના કરે. ડોકિયુંય ના કરે. મા નડેશ્વરી માતાના ચરણોમાં માથું મૂકે અને સાંજે દેશની શક્તિના દર્શન કરે, હજારો લોકો આવતા થઈ ગયા, ભાઈઓ, બહેનો. આ દેશની ધરોહરોની રક્ષા થાય, આ દેશનો ટુરિઝમ વધે, આ દેશના ગરીબને રોજગાર મળે, એના માટે અમે કામ કરી રહ્યા છીએ.


ભાઈઓ, બહેનો,


બનાસકાંઠાની ધરતી ઉપર આવ્યો છું ત્યારે, હું કંઈ પહેલી વાર નથી આવ્યો, ભાઈ. તમારો કોઈ એવો ઈલાકો નહિ હોય, જ્યાં મેં આંટો ના માર્યો હોય.
પહેલા કોઈ એવો પ્રધાનમંત્રી હશે, જેને કાંકરેજ નામ ખબર હોય? બોલો, (ઑડિયન્સમાંથી ના...)
થયો હશે? (ઑડિયન્સમાંથી ના...)
તો આજે તો તમારો ઘરનો માણસ બેઠો છે, ભાઈ.
તમે મને ક્યાંય જોઈ જાઓ તો બૂમ મારો ને, ઓ નરેન્દ્રભાઈ... ઓ નરેન્દ્રભાઈ, કહો કે ના કહો? (ઑડિયન્સમાંથી હા...)
તમારા મ્હોંમાંથી કોઈ દહાડો એવું નીકળે? એ પીએમ સાહેબ, એ પીએમ સાહેબ... એવું નીકળે? કોઈ દહાડો ના નીકળે.
એ નરેન્દ્રભાઈ... એ નરેન્દ્રભાઈ... કારણ?
તમારી વચ્ચે મોટો થયો, ભાઈ. આ જે લાગણી છે ને, ભાઈ, આને આગળ વધારવાની છે. આને તાકાત આપવાની છે. એટલા માટે પણ... બનાસકાંઠામાં શું છે, ઘણી ઘણી વાર ગાડી લઈને જતા હોઈએ ને, એકાદ ટાયર પંકચર થઈ જાય. હવે તમને એમ થાય કે ભઈ, એક ટાયર પંકચર થાય તો શું થાય? પણ એક ટાયર પંકચર થયું હોય તો ગાડી તો અટકી જ જાય, ભઈ.
ત્રણ ટાયરમાં તમે ગમે તેટલી હવા ભરી હોય, પણ એક ટાયર પંકચર થયું હોય તો ગાડી અટકી જાય કે ના અટકી જાય? (ઑડિયન્સમાંથી હા...)
આ બનાસકાંઠામાં એકેય કમળ ના ખીલે તો એવું થાય, પેલું ગાડીનું થાય એવું.
બધે બધા કમળ ખીલવા જોઈએ કે ના ખીલવા જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
આખો બનાસકાંઠા, અમનેય મન થાય ને સેવા કરવાનું, એવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
અને મને દિલ્હીથી તમારી મદદ કરવાનું મન થાય એવું કરવું પડે કે ના કરવું પડે? (ઑડિયન્સમાંથી હા...)
તો પાકા પાયે કરશો? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જુના બધા રેકોર્ડ તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જશો? (ઑડિયન્સમાંથી હા...)
લોકોને કહેશો, મત આપવાનો છે? (ઑડિયન્સમાંથી હા...)
અને સવારથી મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
મારું બીજું એક અંગત કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરવું પડે હોં... (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
આ બધા હાથ ઊંચો કરીને એકી અવાજે બોલો, તો હું કહું... (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
મારું અંગત કામ છે, હોં... (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
બધાને કહેજો, હમણા હજુ ત્રણ-ચાર દહાડા લોકોના ઘરે મળવા જશો, મતદાતાઓને મળશો. પોલિંગના દહાડે બધા મતદાતાઓ આવે, તો બધાને કહેજો, કે આપણા નરેન્દ્રભાઈ કાંકરેજ આવ્યા હતા. શું કહેશો? શું કહેશો? યે પ્રધાનમંત્રી આવ્યા હતા, એવું નહિ કહેવાનું. યે પીએમ સાહેબ આવ્યા હતા, એવું નહિ કહેવાનું. એ તો બધું દિલ્હીમાં. અહીં તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. શું કહેવાનું? આપણા નરેન્દ્રભાઈ કાંકરેજ આવ્યા હતા અને આપણા નરેન્દ્રભાઈએ તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક ઘરે જઈને વડીલોને કહેજો કે નરેન્દ્રભાઈએ પ્રણામ પાઠવ્યા છે.
કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
આ વડીલોને તમે મારા પ્રણામ પાઠવશો ને, એટલે આ વડીલો એમના આ દીકરાને આશીર્વાદ આપશે. અને એમના આશીર્વાદ એ મારી ઊર્જા છે. એમના આશીર્વાદ મારી પ્રેરણા છે. એમના આશીર્વાદ મારી શક્તિ છે. અને એ આશીર્વાદથી ભારત માતા ને 130 કરોડ દેશવાસીઓની દિવસ-રાત સેવા કરી શકું. એટલા માટે મને એમના આશીર્વાદ જોઈએ. આટલું મારું કામ કરજો.
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
(ઑડિયન્સમાંથી મોદી... મોદી...)

Explore More
78-ാം സ്വാതന്ത്ര്യ ദിനത്തില്‍ ചുവപ്പ് കോട്ടയില്‍ നിന്ന് പ്രധാനമന്ത്രി ശ്രീ നരേന്ദ്ര മോദി നടത്തിയ പ്രസംഗം

ജനപ്രിയ പ്രസംഗങ്ങൾ

78-ാം സ്വാതന്ത്ര്യ ദിനത്തില്‍ ചുവപ്പ് കോട്ടയില്‍ നിന്ന് പ്രധാനമന്ത്രി ശ്രീ നരേന്ദ്ര മോദി നടത്തിയ പ്രസംഗം
GST collections 7.3% up in December, totaling Rs 1.77 lakh crore

Media Coverage

GST collections 7.3% up in December, totaling Rs 1.77 lakh crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ONDC has contributed to empowering small businesses and revolutionising e-commerce: PM Modi
January 02, 2025

The Prime Minister Shri Narendra Modi today highlighted ONDC’s contribution in empowering small businesses and revolutionising e-commerce and remarked that it will play a vital role in furthering growth and prosperity.

Responding to a post by Shri Piyush Goyal on X, Shri Modi wrote:

"ONDC has contributed to empowering small businesses and revolutionising e-commerce, thus playing a vital role in furthering growth and prosperity."