ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
આ ચુંટણીમાં આવતીકાલે પ્રચારના પડઘમ પુરા થશે. એના પહેલા આણંદ જિલ્લાનો મારો આ છેલ્લો પ્રવાસ છે. ગુજરાતમાં જ્યાં જ્યાં જવાનો મને અવસર મળ્યો, ચારેય તરફ ખાસ કરીને મેં જોયું છે કે આ ચુંટણી ન નરેન્દ્ર લડે છે, ન ભુપેન્દ્ર લડે છે. આ ચુંટણી અહીં બેઠેલાય નથી લડતા. આ ચુંટણી ગુજરાતની જનતા લડી રહી છે. ખાસ કરીને ગુજરાતના જવાનીયાઓ લડી રહ્યા છે. એમાંય જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, એણે તો પોતાના 25 વર્ષના ભવિષ્યને નક્કી કરવા માટે આ ચુંટણીનું બીડું ઉઠાવ્યું છે, ભાઈઓ. અને હુ જ્યાં ગયો ત્યાં, માતાઓને મળું, તો ત્યાંથી પણ, દીકરીઓને મળું, તો ત્યાંથી પણ, જવાનીયાઓને મળું, તો ત્યાંથી પણ, ગામડું હોય કે શહેર, ઝુંપડપટ્ટી હોય કે મધ્યમ વર્ગના લોકો હોય, એક જ વાત, એક જ સ્વર, બધેથી એક જ વાત સંભળાય છે,
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
સાથીઓ,
સોજીત્રામાં બપોરે સભા હોય, ને આટલી મોટી જનમેદની હોય, એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના વિકાસ અને વિકસિત ગુજરાત, એનું જે સપનું લઈને નીકળી છે, એને તમે મહોર મારી દીધી છે. ગઈ કાલે ચુંટણીનું પહેલા દોરનું મતદાન પુરું થયું. 89 બેઠકોની ચુંટણીનું મતદાન થયું. પરંતુ આ છાપાવાળા મારા કરતા વધારે સમજે. અને હવે તો દેશભરના નાગરિકોય સમજી ગયા છે કે કોંગ્રેસ જ્યારે ચુંટણીના બે દહાડા પહેલા કાગારોળ ચાલુ કરી દે, ઈવીએમ, ઈવીએમ, ઈવીએમ... ઈવીએમમાં ગરબડ, ઈવીએમમાં ઢીંકણું, ઈવીએમમાં ફલાણું, એનું કારણ શું? આ કોંગ્રેસવાળા ઈવીએમ ઉપર તૂટી પડે, એનું કારણ શું? કે એમને ખબર છે કે હવે ઉચાળા ભરવાના છે, ભાઈ. હવે ક્યાંય પત્તો પડે એમ નથી. અને કોંગ્રેસને હાર દેખાય, એટલે પછી ઈવીએમ ઉપર ઠીકરું ફોડે. આખી ચુંટણીમાં, મોદીને ગાળો દેવાની. અને મતદાન આવે, એટલે ઈવીએમને ગાળો દેવાની.
ભાઈઓ, બહેનો,
કોંગ્રેસના આ બધા ખેલ, હવે આ દેશનો બચ્ચો, બચ્ચો સમજી ગયો છે, ભઈલા. ભાઈઓ, બહેનો, આણંદની ધરતી પર આવીએ, એટલે ખાલી આણંદ આવીએ એવું નહિ. આણંદ આવીએ, એટલે આનંદ તો આવે જ. પણ આણંદ, તો પ્રેરણાભુમિ છે, પ્રેરણાભુમિ... આણંદ એ સંકલ્પોની ભુમિ છે. આ એ પવિત્ર ધરતી છે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાકાર કર્યો. રાજા-રજવાડાઓને એક કર્યા.
અને આ મારું સૌભાગ્ય છે, ભાઈઓ કે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ બનાવવાનું સૌભાગ્ય મને મળ્યું. અને આખી દુનિયામાં, આખી દુનિયામાં સરદાર સાહેબનું નામ લોકજીભે ચર્ચામાં ચઢ્યું. ખાલી એની ઊંચાઈના કારણે નહિ, બાવલાની ઊંચાઈના કારણે નહિ, આ બાવલાની ઊંચાઈ પછી, એના ઊંચાઈનો લોકોને સમજણ પડવા માંડી. જે લોકોએ દબાવી રાખ્યું હતું ને, બધું બહાર આવવા માંડ્યું.
હમણા હું એકતાનગર ગયો હતો, સરદાર સરોવર ડેમ પર. તો યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ ત્યાં આવ્યા હતા. દુનિયાના સૌથી મોટું જે સંગઠન છે, એના વડા. અને મારી સાથે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા.
તો એમણે કહ્યું કે નરેન્દ્રભાઈ, મારે માટે ખરેખર આ યાત્રા સુખદ યાત્રા છે.
મેં કહ્યું, કેમ?
તો કહે, અહીં આવવાનું થયું એટલે હું જરા સરદાર સાહેબ વિશે વાંચવા માંડ્યો. મારા જે લોકો, રિપોર્ટીંગ કરતા હોય, ફીડબેક આપતા હોય, પ્રવાસ પહેલા, એ મારી ટીમે અધ્યયન કર્યું. અને સરદાર સાહેબનું આટલું મોટું વ્યક્તિત્વ, જો હું અહીંયા ન આવ્યો હોત તો મારું ધ્યાન જ ના ગયું હોત. અને હું તો મારું માથું ગર્વથી ભરાઈ ગયું કે આવો મહાપુરુષ આ પૃથ્વી પર થયો હતો. સરદાર સાહેબના આટલા વખાણ યુ.એન. સેક્રેટરી જનરલે મારી સામે કર્યા, ભાઈઓ.
સરદાર સાહેબની પ્રેરણા, ભારતની એકતા, અને આ ભાવને કારણે આજે ભારત દુનિયાની અંદર એક મોટી તાકાત બનતું જઈ રહ્યું છે, ભાઈઓ. અને એ સત્ય છે, ભાઈ, કોંગ્રેસને સરદાર સાહેબ સાથે, એને સરદાર સાહેબ સાથેય વાંધો, અને દેશની એકતા સામેય વાંધો. કારણ કે એની, આખું રાજકારણ, ભાગલા પાડો અને રાજ કરો, આ જ હતું. અને સરદાર સાહેબનું, એક કરો, એનું હતું. તો, મેળ જ ના પડે ને. એટલે સરદાર સાહેબને ક્યારેય પણ એમણે પોતાના ના ગણ્યા.
તમે આ કોંગ્રેસના નેતાઓ વોટ માગવા આવે છે, તમારે ત્યાં? (ઑડિયન્સમાંથી હા...)
આવે તો મારા તરફથી એક સવાલ પુછશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા હાથ ઊંચો કરીને પુછશો? (ઑડિયન્સમાંથી હા...)
હું આ બધા ગુજરાતના નાગરિકોને કહું છું. કોઈ કોંગ્રેસનો નેતા આવે તો એક પ્રશ્ન પુછજો કે આ સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસમાં હતા? પહેલો પ્રશ્ન પુછજો.
(ઑડિયન્સમાંથી હા...)
પછી એમને પુછજો, કે આ સરદાર સાહેબે દેશને એક કરવાનું કામ કર્યું હતું? બીજો પ્રશ્ન પુછજો.
(ઑડિયન્સમાંથી હા...)
અને પછી ત્રીજો પ્રશ્ન પુછજો કે, સરદાર સાહેબનું સરદાર સરોવર ડેમ પર દુનિયાનું સૌથી મોટું સ્મારક બન્યું છે, તમે કોઈ વાર જઈ આવ્યા, ખરા ત્યાં? પગે લાગી આવ્યા?
(ઑડિયન્સમાંથી હા...)
કોંગ્રેસના લોકોએ ત્યાં જવું જોઈએ કે નહિ, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ કે ના આપવી જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
સરદાર સાહેબનો આદર કરવો જોઈએ કે ના કરવો જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
આ મોદીએ સરદાર સાહેબનું પુતળું બનાવ્યું, એટલે સરદાર સાહેબ જોડેય તમને આભડછેટ, ભાઈ?
આવી કોંગ્રેસને સજા કરવી પડે કે ના કરવી પડે? (ઑડિયન્સમાંથી હા...)
આ વખતે આણંદ જિલ્લો એકતા બતાવીને આ સરદાર સાહેબનું અપમાન કરનારાઓને સજા કરશે કે નહિ કરે, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
ભાઈઓ, બહેનો,
આ કોંગ્રેસ પાર્ટી આપણા ગુજરાતમાં શું કર્યું, એણે? જાત – જાત જોડે લડાવી. એક જાતને બીજા જાત જોડે, એક ગામને બીજા ગામ જોડે, શહેરને ગામડા જોડે, જિલ્લા – જિલ્લા જોડે, ગુજરાતને સૌરાષ્ટ્ર જોડે, લડાવો, લડાવો, લડાવો, ભાગલા પાડો, ભાગલા પાડો... અને એના કારણે આપણું ગુજરાત, ભાઈઓ, બહેનો, કમજોર થતું ગયું, નિર્બળ થતું ગયું. વિકાસની બધી બાબતમાં આપણે પાછળ પડી ગયા. અને એનો લાભ, એવા એવા લોકોએ લીધો, છાશવારે હુલ્લડો થાય.
થતા હતા કે નહિ, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
કરફ્યુ એ રોજની વાત હતી કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
આપણું ખંભાત, અવારનવાર થાય.
મુસીબત આવતી હતી કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
આણંદ બચતું હતું? પેટલાદ બચતું હતું? આ જ કામ, કારણ? એકતા વેરવિખેર કરી નાખી હતી. અંદર-અંદર એવા લડાવ્યા હતા કે આવા તત્વો એનો ફાયદો લેતા હતા. પરંતુ 20 – 25 વર્ષમાં ગુજરાતે જે એકતાનો મક્કમ નિર્ધાર કર્યો, અને એકતાના કારણે ભારતીય જનતા પાર્ટીના પડખે ઉભી રહી. અને એકતા માટે વોટ આપ્યા.
અને 20 વર્ષમાં જુઓ, ભાઈ સ્થિતિ બદલવા માંડી કે ના માંડી? (ઑડિયન્સમાંથી હા...)
માંડી કે ના માંડી? (ઑડિયન્સમાંથી હા...)
આ બધા રંજાડવાવાળા લાઈન પર આવી ગયા કે ના આવી ગયા? (ઑડિયન્સમાંથી હા...)
હુલ્લડો બધા બંધ થયા કે ના થયા? (ઑડિયન્સમાંથી હા...)
કરફ્યુ ગયો કે ના ગયો? (ઑડિયન્સમાંથી હા...)
શાંતિ, એકતા, સદભાવનાનું વાતાવરણ બન્યું કે ના બન્યું? (ઑડિયન્સમાંથી હા...)
બધાનું ભલું થવા માંડ્યું કે ના થવા માંડ્યું? (ઑડિયન્સમાંથી હા...)
અને રાજ્યનું કામ બધાનું ભલું કરવાનું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
રાજ્યને ફાયદો થયો કે ના થયો, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
ભાઈઓ, બહેનો,
આ એકતાના કારણે જાતિવાદથી ઉપર ઊઠીને વિકાસને વર્યા. આજે ગુજરાત દેશભરની અંદર નવી ઊંચાઈ પર પહોંચ્યું છે.
ભાઈઓ, બહેનો,
આ કોંગ્રેસ પાર્ટી, ગુલામીની માનસિકતા, એ કોંગ્રેસમાં ઘર કરી ગઈ છે. જેવો સંગ, એવો રંગ, એમ લાગે. કારણ કોંગ્રેસના લોકો, અંગ્રેજો જોડે ઘણા વર્ષો સુધી એમણે કામ કર્યું. આઝાદીના આંદોલન વખતે જે બધી 34 – 35 પછી નાની નાની સરકારો બનવા માંડી, એમાં અંગ્રેજો જોડે જ કામ કરતા. એટલે એમની બધી કુટેવો એમનામાં આવી. ભાગલા પાડો, રાજ કરો, અને ગુલામી માનસિકતા.
તમે આ ગુલામી માનસિકતાનું ઉદાહરણ જુઓ. આપણું પાવાગઢ. અહીં મોટા ભાગના લોકો હશે, જે પાવાગઢ ગયા હશે. મા કાળી બિરાજે, પાવાગઢ ઉપર. 500 વર્ષ પહેલા આક્રાન્તાઓએ મા કાળીનું મંદિર ધ્વસ્ત કર્યું, એનું શિખર તોડી નાખ્યું. 500 વર્ષ સુધી શિખર ના બન્યું. 500 વર્ષ સુધી મા કાળીના માથે ધજા ના ફરકી, ભાઈઓ. આ કોંગ્રેસની ગુલામીની માનસિકતા.
દેશ આઝાદ થયા પછી, આમાં સુધારો થવો જોઈતો હતો કે નહોતો થવો જોઈતો, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
દેશ આઝાદ થયા પછી તો થવું જોઈતું હતું ને? (ઑડિયન્સમાંથી હા...)
કોંગ્રેસે કર્યું? (ઑડિયન્સમાંથી ના...)
આજે ધજા ફરકે છે? (ઑડિયન્સમાંથી હા...)
પાવાગઢનું નામ રોશન થઈ ગયું? (ઑડિયન્સમાંથી હા...)
કોણે કર્યું? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણે કર્યું? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
ભાઈઓ, બહેનો,
મોદીએ નહિ, આ તમારા એક વોટના કારણે થયું. આ તમારા વોટની તાકાત છે કે પાવાગઢમાં શિખર પણ થયું અને પાવાગઢ ઉપર ધજા પણ ફરકી રહી છે અને શનિ-રવિએ મા કાળીને ભક્તિ કરનારા બેથી અઢી લાખ લોકો ત્યાં જાય છે, બેથી અઢી લાખ લોકો.
ભાઈઓ, બહેનો,
કોંગ્રેસની ગુલામીની જે માનસિકતા છે, એ ક્યારેય દેશનું ગૌરવ, દેશના સન્માનની ચિંતા ના કરી શકે. એની જુની રાજકારણ. ભાગલા પાડો, એમાં જ એ જુટેલી છે. ભાઈઓ, બહેનો, આજે વિશ્વમાં ભારતના સામર્થ્યનો ડંકો વાગી રહ્યો છે. કોંગ્રેસની સોચમાં અને ભાજપની સોચમાં ખુબ અંતર છે, ભાઈ. અમારા સંકલ્પ વિકસિત ગુજરાતના છે. 25 વર્ષ પછી ગુજરાત કેવું હોય. અમારા આણંદ જિલ્લો, ખેડા જિલ્લાના લોકો તો છાશવારે વિદેશ જતા હોય છે. વિદેશના લોકો જોડે ઘર ઘરનો સંબંધ હોય. દુનિયાના જે સમૃદ્ધ દેશો છે,
આપણું ગુજરાત એવું થવું જોઈએ કે નહિ, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી બોલો, તો ખબર પડે. (ઑડિયન્સમાંથી હા...)
એવું થવું જોઈએ કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
આ વિકસિત ગુજરાત કરવાનું સપનું લઈને ચાલ્યા છીએ. આ વખતે દેશની આઝાદીના 75 વર્ષ થયા છે. દેશની આઝાદીના 100 વર્ષ થાય, આપણી પાસે 25 વર્ષ છે. આ 25 વર્ષમાં એવી હરણફાળ ભરવી છે, એવી હરણફાળ ભરવી છે, કે ગુજરાતને વિકસિત ગુજરાત બનાવીને જ રહેવું છે, ભાઈઓ. અને આ ચુંટણી 5 વર્ષ માટે નહિ, 25 વર્ષ પછીના વિકસિત ગુજરાતનો મજબુત પાયો નાખવા માટેની ચુંટણી છે. આજે જે 20 – 22 વર્ષના જવાનીયાઓ છે, આગામી 25 વર્ષ એમનો સ્વર્ણિમ કાળ છે. એમનો સ્વર્ણિમ કાળ જાહોજલાલીવાળો બને, ખીલે, ફુલે, એવો બને, એના માટે આ ચુંટણીમાં મતદાન કરવાનું છે, ભાઈઓ.
જ્યારે દિલ્હીમાં કોંગ્રેસ હતી, ભાઈ, એમનું રાજ હતું 10 વર્ષ સુધી. રોજ છાપામાં શું આવતું હતું, ભાઈ? રોજ છાપામાં આટલા લાખનો ગોટાળો, આટલા કરોડનો ગોટાળો, આમાં ગોટાળો, પેલામાં ગોટાળો...
આ જ સમાચાર આવતા હતા કે નહોતા આવતા? (ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી બોલો, ભાઈ, આવતા હતા કે નહોતા આવતા? (ઑડિયન્સમાંથી હા...)
સાચું બોલો, ના આવતા હોય તો ના બોલો, આવતા હતા કે નહોતા આવતા? (ઑડિયન્સમાંથી હા...)
દરેકમાં ગોટાળો કર્યો હોય કે ના કર્યો હોય? (ઑડિયન્સમાંથી હા...)
2-જી, તો ગોટાળો, કોયલા, તો ગોટાળો, હેલિકોપ્ટર, તો ગોટાળો, પનડુબ્બી, તો ગોટાળો... 8 વર્ષ થયા, તમે મને ત્યાં બેસાડ્યો છે. તમે મને મોટો કર્યો છે. તમે જ મને શિક્ષિત કર્યો છે. તમે જ મને મારું ઘડતર કર્યું છે.
બોલો, તમારા ઘડતરને ઊની આંચ આવવા દીધી છે? (ઑડિયન્સમાંથી ના...)
તમે જે મને શિક્ષણ આપ્યું છે, એમાં કોઈ ખોટ પડવા દીધી છે? (ઑડિયન્સમાંથી ના...)
તમે જે મને શીખવાડ્યું, સમજાવ્યું, એવું પાકે પાયે, એક ઓબિડીયન્ટ વિદ્યાર્થીની જેમ દિલ્હીમાં જઈને કરું છું કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
ગોટાળાના એકેય સમાચાર આવે છે? (ઑડિયન્સમાંથી ના...)
કાળા-ધોળાના સમાચાર આવે છે? (ઑડિયન્સમાંથી ના...)
ભાઈ-ભતીજાની સમાચાર આવે છે? (ઑડિયન્સમાંથી ના...)
કારણ? અમારે માટે 130 કરોડ દેશવાસીઓ, અમારા માટે ભારતના બધા રાજ્યો આગળ વધે, આ દેશ સમૃદ્ધ બને, ભાઈઓ, બહેનો, એની ચિંતા. અને એના કારણે, તમે જુઓ, કોરોનાનો, આવડી મોટી ભયંકર આફત આવી.
આફત ભયંકર હતી કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
આખી દુનિયા હલી ગઈ હતી કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
આપણા મહોલ્લામાં એક જણને કોરોના થયો હોય ને તોય આખો મહોલ્લો દરવાજા બંધ કરી દે, એવું હતું કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
જરા, બોલો તો ખરા? (ઑડિયન્સમાંથી હા...)
એવા વિકટ કાળમાં આખી દુનિયા હલી ગઈ, ભાઈઓ. મોટા મોટા દેશો પણ, અમીર દેશો પણ, એના બધા નાગરિકો સુધી હજુ વેક્સિનનો ડોઝ નથી પહોંચાડી શક્યા.
આપણે વેક્સિન ઘેર ઘેર પહોંચાડી કે નહિ, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
તમને બધાને વેક્સિન લાગી છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
ટીકાકરણ થયું છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
એક રૂપિયો આપવો પડ્યો? (ઑડિયન્સમાંથી ના...)
એક કાણી પાઈ આપવી પડી? (ઑડિયન્સમાંથી ના...)
લાગ્યું કે ના લાગ્યું? (ઑડિયન્સમાંથી હા...)
ભાઈઓ, બહેનો,
આ આજે ભારતની તાકાત છે. એના કારણે ભારત ટકી રહ્યું છે. આપણે, આપણે જે ટીકાકરણ કર્યું છે ને, એ અમેરિકાની કુલ સંખ્યા છે ને, એના કરતા ચાર ગણું ટીકાકરણ આપણે કર્યું છે, બોલો. અમેરિકાની કુલ સંખ્યા કરતા. દુનિયાના દેશોની સ્થિતિ એવી હતી કે વેક્સિનેશનનું સર્ટિફિકેટ અઠવાડિયા સુધી મળે નહિ, દસ દહાડા સુધી મળે નહિ. આપણે ત્યાં તો તમે વેક્સિન લગાવો ને તમારા મોબાઈલ ફોન પર સર્ટિફિકેટ આવી જતું હતું. અને તમે સર્ટિફિકેટ બતાવો, એટલે બધાએ માનવું પડે કે વેક્સિન થઈ ગયું છે, ભાઈ.
ભાઈઓ, બહેનો,
આખી દુનિયા અનાજના સંકટમાં ફસાયેલી પડી છે, અત્યારે. એક તો કોરોનાના કારણે, પછી યુદ્ધના કારણે. દુનિયાના લોકો... મને યાદ છે, મારી ઉપર દુનિયાના મોટા મોટા દેશના લોકોના ફોન આવે, કે સાહેબ, ગમે તેમ થાય પણ ચોખા તો તમારે અમારા દેશને આપવા જ પડશે. કોઈનો ફોન આવે, ઘઉં તો આપવા જ પડશે. કોઈનો ફોન આવે, સાહેબ, ખાંડનું કંઈક કરો. ભારત પાસે, દુનિયાના સમૃદ્ધ દેશો.
ભાઈઓ, બહેનો,
આપણે દુનિયાના લોકોને પણ ભુખ્યા નથી રહેવા દીધા, સાથે સાથે કોરોનાના કાળમાં 80 કરોડ લોકોને, 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું આપણે, મફત અનાજ, ભાઈ. તમે મહોલ્લામાં કોઈ ગરીબ આવ્યો હોય, એને બે રોટલી આપો ને, તોય આખો મહોલ્લો કહે, આ ભઈ, બહુ દયાળું છે, હોં. કોઈ બી ગરીબ, એમના ત્યાંથી ભુખ્યો નથી જતો. કહે કે ના કહે? કહે કે ના કહે? સાહેબ, આપણે 3 વર્ષ, 80 કરોડ લોકોને મફત અનાજ પહોંચાડ્યું, કારણ કે આ દેશમાં કોઈ ગરીબના ઘરમાં ચુલો ના ઓલવાવો જોઈએ, ભાઈ. હું એટલા માટે દિલ્હીમાં, આ તમારો દીકરો દિલ્હીમાં ઉજાગરા કરતો હતો, કારણ, ગરીબનું છોકરું ભુખ્યું ના સૂઈ જાય, એના માટે. 80 કરોડ લોકોને, ત્રણ વર્ષ થયા.
ભાઈઓ, બહેનો,
દુનિયાના સવા સો દેશો, સવા સો દેશોની કુલ સંખ્યા હોય ને, એના કરતા વધારે લોકોને આપણે મફત અનાજ આપ્યું, બોલો. 80 કરોડ લોકો એટલે? દુનિયાના સવા સો દેશો જેટલી સંખ્યા થાય. અને કેટલાય દેશો એવા છે કે જેનું આટલું બજેટ ના હોય, એટલા બધા રૂપિયા આપણે ગરીબના ઘરમાં ચુલો સળગતો રહે ને, એના માટે ખર્ચ્યા છે.
ભાઈઓ, બહેનો,
60 કરોડ નાગરિકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો મફત સારવાર. 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર. તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય, તમે મુંબઈમાં હો, કલકત્તામાં હો, બેંગ્લોરમાં હો, હૈદરાબાદમાં હો, અને માંદા પડી જાઓ, તમારા ગામમાં હો ને માંદા પડી જાઓ, તો તમારે દેવું કરવાની જરુર નહિ. વ્યાજે પૈસા લાવવાની જરુર નહિ. મંગલસૂત્ર ગીરવે મૂકવાની જરુર નહિ. આ દીકરો બેઠો છે. આ તમારો દીકરો બેઠો છે. 5 લાખ રૂપિયા સુધી ચુકવવાની જવાબદારી મારી.
ભાઈઓ, બહેનો,
આ કોંગ્રેસવાળા ગરીબી હટાવવાની વાતો કરે. ગરીબને પોતાનું ઘરનું ઘર હોય, તો એની જિંદગી બદલાય કે ના બદલાય, ભાઈ? ફુટપાથ પરથી પાકા ઘરમાં જાય તો એને સારી રીતે જિંદગી જીવવાનું મન થાય કે ના થાય? આપણે 3 કરોડ ઘર બનાવ્યા, 8 વર્ષમાં 3 કરોડ. અને ગરીબોને પાકા ઘર બનાવ્યા. એક કાણી પાઈનો ભ્રષ્ટાચાર કોઈને કરવા ના દીધો. અને 3 કરોડ એટલે એક આખું ઓસ્ટ્રેલિયા નવું બનાવો ને, એટલા ઘર થાય. નવું ઓસ્ટ્રેલિયા થાય.
આજે ભારતનું સામર્થ્ય વધી રહ્યું છે. બધે જ દેખાઈ રહ્યું છે, ભાઈઓ. ભારતનો ડંકો વાગી રહ્યો છે. તમારામાંથી ઘણા લોકો વિદેશના લોકોને ઓળખે છે.
આજે દુનિયામાં ભારતનું માન – સન્માન વધ્યું છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
તમે જ્યાં ભારતની વાત કરો, લોકો ગર્વથી જુએ છે કે નહિ જુએ, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
દુનિયામાં ભારતનો ડંકો વાગે છે કે નથી વાગતો? (ઑડિયન્સમાંથી હા...)
અમેરિકામાં વાગે છે કે નથી વાગતો? (ઑડિયન્સમાંથી હા...)
ઈઝરાયલમાં વાગે છે કે નથી વાગતો? (ઑડિયન્સમાંથી હા...)
ઈંગ્લેન્ડમાં વાગે છે કે નથી વાગતો? (ઑડિયન્સમાંથી હા...)
યુરોપમાં વાગે છે કે નથી વાગતો? (ઑડિયન્સમાંથી હા...)
કેનેડામાં વાગે છે કે નથી વાગતો? (ઑડિયન્સમાંથી હા...)
કારણ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી... મોદી... ના નારાઓ)
કારણ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી... મોદી... ના નારાઓ)
કારણ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી... મોદી... ના નારાઓ)
કારણ શું? (ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી... મોદી... ના નારાઓ)
કારણ શું? (ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી... મોદી... ના નારાઓ)
અલ્યા ભઈ, મોદી નહિ, આ કારણ, તમારો વોટ. આ તમારા વોટની તાકાત છે, એના કારણે દુનિયામાં ડંકો વાગે છે.
(ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી... મોદી... ના નારાઓ)
તમારા વોટની તાકાત સમજજો, ભાઈ. એક એક વોટની તાકાત હોય છે. કોઈ પણ વ્યક્તિ એક પણ વોટની તાકાતને ઓછી ના આંકે. તમને ખબર છે? સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા હતા. ખબર છે?
અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા હતા. એમની જવાનીમાં. પણ એક વખત ચુંટણી લડ્યા, તો એક વોટે હારી ગયા હતા. પછી બધાને પસ્તાવો થયો કે હું વોટ આપવા ગયો હોત તો સરદાર સાહેબ પ્રમુખ થઈ જાત. એક વોટના કારણે સરદાર સાહેબ પ્રમુખ થતા રહી ગયા હતા અને એટલા માટે તમારા એક એક વોટની તાકાત સમજજો, ભાઈઓ. સવારે વહેલા ઊઠીને વોટ આપવા જવું જ પડે, ભાઈઓ.
આ ડબલ એન્જિનની સરકાર વિકાસની ગતિ પણ ડબલ કરવા માગે છે.
ગુજરાતમાં ભાજપા સરકાર, દિલ્હીમાં ભાજપા સરકાર.
દિલ્હીમાં નરેન્દ્ર, અહીંયા ભુપેન્દ્ર.
આના કારણે લગાતાર ગુજરાતના વિકાસ માટે આપણે કામ કરવા માગીએ છીએ, ભાઈઓ.
આ ડબલ એન્જિનની સરકાર, આણંદની અંદર પીએમ આવાસ, 15,000થી વધારે પીએમ આવાસ બન્યા.
ડબલ એન્જિનની સરકાર, આણંદમાં 6 લાખથી વધારે લોકોના જનધન એકાઉન્ટ ખોલ્યા.
આ ડબલ એન્જિનની સરકાર, 30,000 કરતા વધારે ગરીબોને આણંદ જિલ્લાની અંદર ઉજ્જવલાના ગેસ મળ્યા, કનેક્શન મળ્યા.
આ ડબલ એન્જિનની સરકાર. પીએમ કિસાન સન્માન નિધિ. આણંદમાં 3 લાખ ખેડૂતોને એના એકાઉન્ટમાં 600 કરોડ રૂપિયા ગયા, 600 કરોડ રૂપિયા.
આ ડબલ એન્જિનની સરકાર, 100 ટકા, આણંદ જિલ્લામાં 100 ટકા, ઘેર ઘેર નળમાં જળ, ઘેર ઘેર નળના કનેક્શન ને પાણી પહોંચ્યા. અને એના માટે આણંદનું તો સન્માન પણ થયું. અહીંની આણંદની ટીમને હું અભિનંદન આપું છું કે આ કામ જોરદાર એમણે પુરું કર્યું.
ભાઈઓ, બહેનો,
સશક્તિકરણની બાબતમાં આપણી અમૂલ ડેરીએ મોટી તાકાત બનાવી છે. સરદાર સાહેબ કેટલા દીર્ઘદૃષ્ટા હતા, ભાઈકાકા કેટલા દીર્ઘદૃષ્ટા હતા, આજે આપણને, એચ.એમ. પટેલ સાહેબ, બધાની યાદ આવે કે, જેના કારણે આપણું અમૂલ, આજે દુનિયામાં નામ... આણંદમાં ગામેગામ, બહેનોના સશક્તિકરણમાં આ સહકારીતાનું મોડલ કામ કરી રહ્યું છે. કિસાનો, પશુપાલકો, એનો સહકાર, અદભુત પરિણામો આપી રહ્યા છે.
અને ભાઈઓ, બહેનો,
મારે તો આણંદ જિલ્લાને અભિનંદન આપવા છે. ગોબર-ધન, આખા દુનિયામાં મોડલ કામ આપણે કર્યું છે, ગોબર-ધનનું. આજે હું દિલ્હીથી લોકોને મોકલતો હોઉં છું. અલ્યા, ભઈ, ઉમરેઠ જજો. આ ગોબર-ધનનો પ્રોજેક્ટ જોઈ આવો, તમે લોકો. પહેલા તો ગાય-ભેંસ હોય તો દૂધ વેચતા હતા. હવે તો છાણ પણ વેચાશે અને ગાય-ભેંસનું મૂત્ર પણ વેચાશે અને ખેડૂતની આવક થશે, ભાઈઓ. પશુઓના ટીકાકરણનું અભિયાન ચાલે છે. 14,000 કરોડ રૂપિયા લગાવી રહ્યા છીએ આપણે.
ભાઈઓ, બહેનો,
ગુજરાતમાં અનાજ પાકે ને, એના કરતા વધારે દૂધની પેદાવાર છે. આ કામ આપણે કર્યું છે. અને હવે? ગોબરમાંથી વીજળી, ગોબરમાંથી ગેસ, એની દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. અને અમારા આણંદ જિલ્લાએ તો નેતૃત્વ કર્યું છે, અન્નદાતા, ઊર્જાદાતા બને. મંડળીઓ બનાવીને ખેતરે, ખેતરે સોલર પેનલ લગાવવાની, અને જે વીજળી પેદા થાય, એ સરકાર ખરીદે. એક જમાનો હતો, વીજળીના બિલ ઓછા આવે, એના માટે આંદોલનો થતા હતા. અને કોંગ્રેસની સરકાર કિસાનોને ગોળીએ મારતી હતી, ગોળીએ મારતી હતી. આપણે એવી નીતિ બનાવી કે ખેડૂત પોતે જ વીજળી પેદા કરે અને ખેડૂત વીજળી વેચે, અને સરકાર વીજળીના પૈસા આપે. આટલું બધું ચક્ર ફેરવી નાખવાનું કામ, સાચી નીતિ હોય, સાચી નિયત હોય, તો કેવું પરિણામ મળે છે, એ આપણે બતાવી દીધું.
ભાઈઓ, બહેનો,
આપણો આણંદ જિલ્લો તો વિદ્યાનું ધામ છે, વિદ્યાનગર. વિદ્યાના કેન્દ્રો, 20 વર્ષમાં અહીં ચાર, એન્જિનિયરીંગની દિશામાં અનેક સંસ્થાઓ ઉભી થઈ, અભુતપૂર્વ વિકાસ થયો. આજે જિલ્લામાં 4 યુનિવર્સિટી છે. પહેલા રાજ્યમાં 4 યુનિવર્સિટીઓ નહોતી, ભાઈઓ. આ ભારતીય જનતા પાર્ટીની સરકારના નિરંતર પ્રયાસને કારણે આણંદમાં શિક્ષણ આધુનિક બની રહ્યું છે. અલગ અલગ ક્ષેત્રોમાં બની રહ્યું છે.
20 વર્ષ પહેલા ગુજરાતમાં ખુબ ગણી-ગાંઠી કોલેજો હતી. આજે હજારો નવી કોલેજો બની છે, ભાઈઓ. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 21 યુનિવર્સિટી હતી. આજે 100 યુનિવર્સિટી છે. આજે ગુજરાતમાં સ્પેશિયલાઈઝ યુનિવર્સિટીઓ. સુરક્ષા યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ઊર્જા યુનિવર્સિટી, અલગ અલગ યુનિવર્સિટીઓ બની છે, ભાઈઓ. પહેલા ગુજરાતમાં હાયર એજ્યુકેશન માટે બીજા રાજ્યોમાં જવું પડતું હતું. બીજા દેશોમાં જવું પડતું હતું. આજે આપણા ઘરઆંગણે શિક્ષણ મળે એની ચિંતા કરી છે.
ભાઈઓ, બહેનો,
વિકસિત ગુજરાત બનાવવા માટે જે સામાન્ય માનવીની આશા, આકાંક્ષા, અપેક્ષા છે, એને પરિપૂર્ણ કરવા માટે આપણે કામ કરીએ છીએ. 20 વર્ષ પહેલા ગુજરાતને તેજ ગતિથી વિકાસપથ ઉપર લાવવા માટે આપણે પ્રયાસ કર્યો. અને આજે, ઘેર ઘેર, ખેતરે, ખેતરે વીજળી, પાણી, ગામમાં સડક, સ્કૂલોની વ્યવસ્થા, હોસ્પિટલોની વ્યવસ્થા, આ બધા કામોના આખા માળખા ઉભા કરી દીધા છે. અને હવે નવજુવાનોને આકાંક્ષાઓને લઈને આગળ વધવું છે. અને એટલા માટે ભાઈઓ, બહેનો, વિકસિત ગુજરાત બનાવવા માટે એક રોડ-મેપ લઈને ચાલી રહ્યા છીએ ત્યારે ગુજરાત આધુનિક બને, આધુનિક કનેક્ટિવિટી હોય, હાઈવે હોય, રેલવે હોય, એરપોર્ટ હોય, આધુનિકમાં આધુનિક બને, એના માટે ગુજરાત કામ કરી રહ્યું છે.
ભાઈઓ, બહેનો,
આટલી મોટી સંખ્યામાં જ્યારે તમે આવ્યા છો. સૌરાષ્ટ્રની અંદર વાસદ – તારાપુરનો આપણો માર્ગ, બગોદરા સિક્સ લેન, આની મોટી અસર આર્થિક વિકાસ માટે થવાની છે, ભાઈઓ. આ કામ આપણે કર્યું છે. હજારો કરોડ રૂપિયાનો ખર્ચો કરીને આ સડકોની પરિયોજના આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. કારણ કે ગુજરાતના ખુણે ખુણે આરામથી આપણે પહોંચી શકીએ, અને વિકાસની નવી હરણફાળ ભરી રહ્યા છીએ. જીવન... ખેતી હોય, ઉદ્યોગ હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, બધી જ ક્ષેત્રોની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે ભાઈઓ, બહેનો, આપની પાસે મારી અપેક્ષા છે.
પુરી કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જોરથી બોલો તો ખબર પડે? (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઊંચા કરીને બોલો તો ખબર પડે. (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
આ વખતે આપણે બધા રેકોર્ડ તોડવા છે.
તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘણી વાર શું થાય છે, આણંદ જિલ્લામાં... પેલી મોટી ટ્રકો હોય છે ને... મોટી ટ્રકો... એને છ – છ, –બાર બાર પૈડા હોય, ખબર છે... ગમે તેટલી મોંઘી ટ્રક હોય, ગમે તેટલી આધુનિક ટ્રક હોય, બાર – બાર પૈડા લાગેલાં હોય, પણ જો એક પૈડાને પંકચર પડ્યું હોય,
તો એ ટ્રક ચાલે, ભઈ? (ઑડિયન્સમાંથી ના...)
ચાલે? (ઑડિયન્સમાંથી ના...)
ભુપેન્દ્ર કે નરેન્દ્ર, ગમે એવો ડ્રાઈવર હોય, ચાલે? (ઑડિયન્સમાંથી ના...)
ચાલે? (ઑડિયન્સમાંથી ના...)
મોંઘામાં મોંઘી ટ્રક હોય, ચાલે? (ઑડિયન્સમાંથી ના...)
હવે તમે મને કહો કે એક કમળ ના હોય, તો ગાડું અટકે કે ના અટકે? (ઑડિયન્સમાંથી હા...)
આ વખતે બધા કમળ આવવા જોઈએ, ભાઈ.
આવશે? (ઑડિયન્સમાંથી હા...)
પણ એના માટે તમારે પોલિંગ બુથમાં રેકોર્ડ તોડવો પડે.
દરેક પોલિંગ બુથમાં સૌથી વધારે મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
બધે કમળના નિશાન નીકળે, એવું કરશો? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
હવે મારું એક અંગત કામ.
કહું? (ઑડિયન્સમાંથી હા...)
પણ કરવું પડે હોં, તમારે... (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા હાથ ઊંચા કરીને હોંકારો બોલો તો ખબર પડે... (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
અંગત છે, હોં... (ઑડિયન્સમાંથી હા...)
મારું એકદમ અંગત. કરશો? (ઑડિયન્સમાંથી હા...)
હજુ તમે ત્રણ-ચાર દહાડા લોકોને મળવા જવાના છો. બધાને મળવા જાઓ ને, તો બધાને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ સોજીત્રા આવ્યા હતા. શું કહેશો? શું કહેશો? યે પીએમ સાહેબ આવ્યા હતા, એવું નહિ કહેવાનું. આ પ્રધાનમંત્રી આવ્યા હતા, એવું નહિ કહેવાનું. એ પ્રધાનમંત્રી ને પીએમ, એ તો બધું દિલ્હીમાં. અહીં તો આપણા નરેન્દ્રભાઈ... શું કહેવાનું? આપણા નરેન્દ્રભાઈ સોજીત્રા આવ્યા હતા.
કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
અને પછી બધાને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ સોજીત્રા આવ્યા હતા, એમણે તમને બધાને પ્રણામ પાઠવ્યા છે.
મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર મારા પ્રણામ પહોંચાડશો? આ વડીલોના આશીર્વાદ મને મળશે તો દિવસ-રાત દેશ માટે કામ કરવાની મને નવી તાકાત મળશે. એટલા માટે મારો આ સંદેશો ઘેર ઘેર પહોંચાડજો.
બોલો ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ
(ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
Explore More
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी 24 नवंबर को शाम करीब 5:30 बजे नई दिल्ली के जवाहरलाल नेहरू स्टेडियम में 'ओडिशा पर्व 2024' कार्यक्रम में भाग लेंगे। इस अवसर पर वह उपस्थित जनसमूह को भी संबोधित करेंगे।
ओडिशा पर्व नई दिल्ली में ओडिया समाज फाउंडेशन द्वारा आयोजित एक प्रमुख कार्यक्रम है। इसके माध्यम से, वह ओडिया विरासत के संरक्षण और प्रचार की दिशा में बहुमूल्य सहयोग प्रदान करने में लगे हुए हैं। परंपरा को जारी रखते हुए इस वर्ष ओडिशा पर्व का आयोजन 22 से 24 नवंबर तक किया जा रहा है। यह ओडिशा की समृद्ध विरासत को प्रदर्शित करते हुए रंग-बिरंगे सांस्कृतिक रूपों को प्रदर्शित करेगा और राज्य के जीवंत सामाजिक, सांस्कृतिक और राजनीतिक लोकाचार को प्रदर्शित करेगा। साथ ही विभिन्न क्षेत्रों के प्रमुख पेशेवरों एवं जाने-माने विशेषज्ञों के नेतृत्व में एक राष्ट्रीय सेमिनार या सम्मेलन का आयोजन किया जाएगा।