Shri Narendra Modi's speech at KCG's Pragna Puram Campus

Published By : Admin | May 16, 2013 | 13:33 IST

શ્રીમાન ભુપેન્દ્રસિંહજી, રેવન્યૂ મિનિસ્ટર આનંદીબેન, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વસુબહેન, સરકારના અધિકારીઓ, વાઇસ ચાન્સેલરશ્રીઓ, ભિન્ન ભિન્ન એકૅડેમિક વર્ગ સાથે જોડાએલ સર્વે મહાનુભાવો..! મને ખબર નથી તમે કેટલા વાગ્યાથી બેઠા છો. હું મોડો આવ્યો કે તમે વહેલા આવ્યા તે નક્કી કરવું કઠિન છે, કારણકે જે કાર્યક્રમની મારી પાસે રચના છે એમાં કંઈક ગરબડ લાગે છે, એટલે આવીને હું બધું જોવા ગયો, બધા જુદા જુદા વર્ગખંડોમાં શું ચાલે છે, શું ટોકન ઍક્ટિવિટી છે અને સ્વભાવ પ્રમાણે મને જરા એમાં રસ પડ્યો. તેમ છતાંય મારા અધિકારીઓ જલ્દી-જલ્દી કરીને મને લઈ તો આવ્યા, છતાંય મોડો તો પડ્યો જ છું..!

મિત્રો, ક્યારેય આપણે એવો વિચાર કરીએ... હમણાં હું આવ્યો ત્યારે એક મિ.મહેતા મને મળ્યા. ચિંતા વ્યક્ત કરતા હતા કે સાહેબ, 2600 વર્ષની યુનિવર્સિટી શિક્ષણની ઉંમર થઈ ગઈ, એમાં 1800 વર્ષ સુધી એકચક્રી આપણો જ દબદબો હતો, 800 વર્ષ એ દબદબો ભારતની બહાર ગયો. અને મિત્રો, ઈતિહાસ સાક્ષી છે કે જેટલી ચર્ચા નાલંદાની થાય છે એટલી જ ચર્ચા વલભીની થાય છે અને સદીઓ પહેલાં એ જમાનામાં મૅનેજમૅન્ટનું શિક્ષણ અપાતું હતું, વિશ્વના દેશોના લોકો અહીં આવતા હતા. અને આપણા લોકોની દીર્ધ દ્રષ્ટિનો કેટલો અનુભવ છે, એક બાજુ લોથલમાં વિશ્વનું સૌથી જુનું બંદર હતું અને એ જમાનામાં કહેવાતું હતું કે 84 દેશોના વાવટા ત્યાં ફરકતા હતા.એટલે જે યુગમાં એ ચર્ચા હશે ત્યારે કદાચ વિશ્વની સત્તાઓ અને રચનાઓમાં 84 દેશોની હશે, આજે કદાચ બધું વધતું ગયું હશે..! અને મજા એવી છે કે લોથલથી તદ્દન નજદીક, થોડો પ્રવાસ કરો એટલે વલભી આવે અને વલભીમાં યુનિવર્સિટી હતી. એનો અર્થ એ થયો કે એ વખતના પૂર્વજોના મગજમાં જ્યારે વલભી માટે જગ્યા નક્કી કરી હશે, એક યુનિવર્સિટી કૅમ્પસનો વિચાર કર્યો હશે ત્યારે એ એટલા માટે પસંદ કર્યું હશે કે લોથલના બંદર ઉપર વિશ્વભરના લોકોના આવવાની સુવિધા રહે, આવીને તરત જ ભણવાનું વહેલામાં વહેલું સ્થાન મળે... આપ કલ્પના કરો મિત્રો, કે 2600, 2000 કે 1500 વર્ષ પહેલાં કયા વિઝનથી આપણા પૂર્વજો કામ કરતા હતા..! એવું કયું સામર્થ્ય હતું..? અને આજે 1800 વર્ષની ભવ્ય વિરાસત ધરાવનારો દેશ જેણે આખી દુનિયાને ગુરુકુલથી લઈને વિશ્વકુલ સુધીની આખી એક જ્ઞાન-સંપદાનો સેતુ બાંધી આપ્યો હતો, અને ગુરુકુલથી શરૂ કરીને વિશ્વકુલ સુધીની પરિભાષા જેણે પોતાનામાં સમાહિત કરી હતી એવો સમાજ અહીં આવીને કેમ અથડાઈ ગયો, મિત્રો..? કેટલાક લોકો એનું એવું કારણ આપતા હશે કે ભાઈ, ગુલામી આવી, ઢીંકણું આવ્યું, ફલાણું આવ્યું..! મિત્રો, માત્ર રાજશક્તિ કે રાજસત્તા સમાજશક્તિને છિન્ન-વિછિન્ન કરી દે એવું બનતું નથી હોતું. સમાજની ભીતર કોઈ લૂણો લાગે તો જ વિનાશનો આરંભ થતો હોય છે..! બાહ્ય પરિબળો તમારા આત્મિક સામર્થ્યને ક્યારેય નષ્ટ ન કરી શકે. અને વ્યક્તિના જીવનમાં પણ સંભવ હોય છે અને સમાજજીવનમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે જો આપણી આંતરશક્તિ કે આંતરશક્તિના સ્ત્રોતની અંદર જ્યારે કંઈપણ ગતિરોધ આવ્યો હોય, ડાયવર્ઝન આવ્યું હોય, સ્થગિતતા આવી હોય તો પછી અન્ય બાબતો પ્રવેશી જતી હોય છે..!

પણા આખા સમાજજીવનની વિકાસયાત્રા જોઈએ તો મને એમ લાગે કે જ્યાં સુધી આપણે જ્ઞાનના ઉપાસક રહ્યા, જ્ઞાનના પૂજારી રહ્યા અને આખે આખા યુગો અને વ્યક્તિઓએ આખેઆખાં જીવન ભાવિ પેઢી માટે કંઈક આપવા માટેની જે નિરંતર મથામણો કરી, અવિરત સંશોધન થયાં... મિત્રો, સંશોધન કાલાતિત હોવું જોઇએ, એને કાળના બંધન ના હોય અને એ કાલબાહ્ય પણ ન હોવું જોઇએ, અને જ્યારે પણ રિસર્ચની આખી પ્રક્રિયા રોકાઈ જાય અને આપણે એમ માની લઈએ કે વાહ, હવે તો જગતમાં બધું જ થઈ ગયું, આપણે આપી દીધું, હવે શું..? હવે તો લહેર, પાણી અને લાડવા, બીજું શું..? અને આ જ્યારે અવસ્થા આવી અથવા તો વ્યવસ્થાઓએ વિકાસની તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે અન્ય ચીજો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. ગુલામીના કાલખંડે વિનાશ તરફ જવા માટે ધક્કો આપ્યો, વિનાશના માર્ગો ખોલી દીધા કારણકે રાજ્ય કરવા આવેલા શાસકોને સમાજ સમૃદ્ધ થાય એમાં રસ ન હતો, આવનારી પેઢીઓ સુખી થાય એમાં રસ ન હતો, એમને તો એમનું તંત્ર બરાબર ચાલે એમાં રસ હતો. અને તલવારથી ચાલે તો તલવારથી, મેકેલો પદ્ધતિથી ચાલે તો મેકેલો પદ્ધતિથી, જે કોઈ માર્ગે ચાલે એ માર્ગમાં જ એને રસ હતો અને એમણે એની એ શક્તિ હજાર-બારસો વર્ષના ગુલામી કાલખંડમાં એમ જ કાઢી અને પરિણામે આપણું આ આખુંય પાસું અનેકવિધ કારણોને કારણે લગભગ કુંઠિત થઈ ગયું. દેશ આઝાદ થયા પછી આવશ્યકતા હતી કે આપણી આ ઊર્જાને ફરી એકવાર પ્રજ્વલિત કરવામાં આવે, દેશ સ્વતંત્ર થયા પછી આ બધી બાબતોનું મહાત્મય વધારવામાં આવે. પણ કમનસીબે દેશ આઝાદ થયા પછી આપણે બે વિચિત્ર વિચારધારાઓમાં અટવાઈ ગયા અને પરિણામે સંશોધન બાજુમાં રહ્યું, અને આપણે ક્યાં હતા, સાચા હતા કે ખોટા હતા, એમાં આપણે જ આપણા ઉપર પથરાઓ કરવા માંડ્યા. દાખલા તરીકે આર્યો બહારથી આવ્યા હતા કે નહોતા આવ્યા..! આ તો સેટેલાઇટનો આભાર માનો કે એણે આખા વિવાદનો હવે અંત આણ્યો છે, કારણકે સેટેલાઇટ ટેક્નોલૉજીએ સિદ્ધ કર્યું છે કે આર્ય કોઈ જાતિ ન હતી, આર્ય ક્યાંયથી આવ્યા નહોતા..! આ વૈજ્ઞાનિક વિષયો છે, પરંતુ એક વર્ગ આજે પણ એવો છે કે જે સ્વીકારવા જ તૈયાર નથી કે અહીંયાં આપણા મૂળભૂત સમાજમાં કોઈ સામર્થ્ય હતું..! અને આ મૂળભૂત ચિંતનની ધારા પર આઝાદી મળ્યા પછી સૌથી વધારે પ્રહારો થયા અને પરિણામે આપણી સ્થિતિ એવી બની ગઈ છે કે જે આપણે એક નાની વાર્તા બચપણમાં સાંભળતા હતા, કે એક બિચારો બ્રાહ્મણ બકરું લઈને જતો હતો અને ચાર લૂંટારા મળ્યા. અરે, તમે બ્રાહ્મણ થઈને કૂતરું લઈ જાઓ છો..? ફરી બીજો મળ્યો. અરે, તમે કૂતરું લઈને જાઓ છો..? એની બિચારાની માનસિકતા એવી બદલાઈ ગઈ કે પોતે પણ માનવા માંડ્યો કે સાહેબ, આ બકરું દેખાય છે પણ કૂતરું હોઈ શકે છે અને મારી આબરૂનું લિલામ થાય છે, એણે એને મૂકી દીધું..! આપણી પણ દશા એ જ થઈ છે. તમારું તો બધું નકામું હતું, તમે તો નકામા હતા, તમે તો જગત ઉપર ભારરૂપ હતા, તમે તો વિનાશને માટે જ સર્જાએલા છો... એટલે આપણે આપણું બધું મૂકવા જ માંડ્યા અને નવું મેળવી ન શક્યા..!

મિત્રો, સાંઈઠ વર્ષનો એક જબરદસ્ત વૅક્યૂમ પડેલ છે આપણી સામે, એ વૅક્યૂમ ભરવા માટે કેટલું મોટું કામ કરવું પડે એનો આપણે અંદાજ કરી શકીયે છીએ..! અને વૈયક્તિક ધોરણે થનારા કામોથી સમાજજીવનમાં પ્રભાવ પેદા નથી થતો, મિત્રો. છૂટપૂટ જેટલા પણ પ્રયોગો ચાલે છે એ બધાને સંકલિત કરવાની પણ જરૂર હોય છે, એને પ્રાણવાન બનાવવાની પણ જરૂર હોય છે અને વ્યવસ્થા તંત્રએ એમાં બળ પૂરીને એને પ્રભાવી બનાવાની પણ આવશ્યકતા હોય છે. નહીં તો એકાદ વિચાર આવે, ઉત્તમ વિચાર આવે પણ એનું બાળમરણ થઈ જતું હોય છે, કારણકે એનું લાલન-પાલન કરનાર કોઈ મળે જ નહીં. મિત્રો, મને લાગે છે કે આ એક નાનકડો પ્રયાસ, જેમાં જ્ઞાનની સર્વધારાઓને સમાહિત કરવાની કોશિશ છે, જ્ઞાનની સર્વધારાઓમાં ગતિ પણ આપવી છે, પ્રાણ પણ પૂરવા છે અને જૂનું એટલું સારું એમ કરીને અટકવું નથી, જે શ્રેષ્ઠ પૂરવાર થયું છે એને વધુ આધુનિક બનાવવું છે અને જે આધુનિકતાની આવશ્યકતા છે એના માટે શ્રેષ્ઠ સર્જન કરવું છે. આવી એક દ્વિચક્રી વ્યવસ્થાને આપણે જેટલું બળ આપીએ એના આધારે આ સ્થિતિ બદલાતી હોય છે. અને એટલે જ અહીંયાં એક મથામણ છે..!

મિત્રો, આપણી આખી સ્થગિતતાના મૂળમાં એક મહત્વની બાબત છે કે આપણે પરંપરાવાદી બની ગયા છીએ, સ્થગિતતાને વરી ગયા છીએ. આપણી મૂળભૂત પ્રગતિ માટેની જે પહેલી આવશ્યકતા છે ક્વેશ્ચન માર્ક, જીવનની શરૂઆતનો મૂળભૂત આધાર છે ક્વેશ્ચન માર્ક..! અગર જો મારી ભીતર કોઈ ક્વેશ્ચન જ નથી, અગર જો હું ક્વેશ્ચનનો પૂજારી નથી, હું મારી જાતને, પરિસ્થિતિને, પ્રશ્નોને, સમસ્યાઓને પ્રશ્નથી નવાજતો નથી તો મારી નવું જાણવા, જોવાની, વિચારવાની એક મર્યાદા આવી જાય છે અને કમનસીબે બાળકોમાં પ્રશ્નકર્તાની જે ભૂમિકા હોવી જોઇએ એ જાણે નષ્ટ થતી જાય છે. એને જે મળે એ ટોપલું એમને એમ લઈ લે છે અને જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી આવે છે અને ગૌરવગાન કરે છે. મિત્રો, હિંદુસ્તાનમાં એવું બાળક જ ન હોઈ શકે કે જેને પ્રશ્ન ન હોય. અને આપણે તો એવી પરંપરાના લોકો છીએ જે ભૂમિમાં નચિકેતાનો જન્મ થયો હતો. અને મિત્રો, જગત આખાની અંદર કોઈ બાળકનું વર્ણન કરવું હોય, કોઈ બાળકની તુલના કરવી હોય તો નચિકેતા યાદ આવે કારણકે એ યુગની અંદર નચિકેતામાં સામર્થ્ય હતું કે એણે યમરાજને પૂછ્યું હતું, યમરાજની સામે ક્વેશ્ચન માર્ક લઈને ઊભો રહી ગયો, ‘ટેલ મી, વૉટ ઇઝ ડેથ..?’, મૃત્યુ શું છે પહેલાં કહો તો ખરા, ભાઈ..? મિત્રો, આ ઘટના નાની નથી. એની જિજ્ઞાસાની તીવ્રતા કેટલી હશે કે જે મૃત્યુ દ્વારે ઊભા ઊભા પણ મૃત્યુને લલકાર કરીને પૂછે છે, યમરાજને પૂછે છે કે, ‘ટેલ મી, વૉટ ઇઝ ડેથ..?’ મિત્રો, જ્યારે સમાજ આ સામર્થ્ય ગુમાવી દે કે કેમ, ક્યાં, ક્યારે, કોણે, કોના માટે..? આ જો પ્રશ્નો જ મટી જાય તો સંશોધનની પરંપરા સમાપ્ત થઈ જતી હોય છે. અને જે બાળક પ્રશ્ન વગર જ મોટો થયો હોય એ મોટો થઈને ડીન થયો હોય, વાઇસ ચાન્સેલર થયો હોય, ફૅકલ્ટીનો વડો થયો હોય, એને પણ ખબર છે કે મને કોઈ મૂંઝવવાનું નથી, મને કોઈ પ્રશ્ન પૂછવાનું જ નથી અને એટલે જ પોતે 1980 ની અંદર નોકરી જૉઇન કરી હોય અને પહેલા વર્ષે પહેલો ક્લાસ લેવા માટે જે ડાયરી તૈયાર કરી હોય, 2000 માં પણ એ જ ડાયરી એની ચાલતી હોય છે..! અને મિત્રો, ત્યાં જ સ્થતગિતતાનું સ્થાપન થઈ જતું હોય છે. આપણી આખી સમસ્યાઓનું મૂળ આ છે કે આપણે સ્થગિતતાને વરી રહ્યા છીએ. આપણી એક મથામણ છે કે એને ઝટકા આપવા છે અને સ્થગિતતામાંથી બહાર આવવું છે.

મિત્રો, ટેક્નોલૉજીનો પ્રભાવ વધતો જાય છે. મનુષ્યની આખી સિક્સ્થ સેન્સ ઉપર ટેક્નોલૉજી કબજો જમાવતી જાય છે. અને આપણી આખી સિક્સ્થ સેન્સ ‘ડ્રિવન બાય ટેક્નોલૉજી’ તરફ જઈ રહી છે ત્યારે આપણી સામે મોટો પડકાર એ છે કે શું આપણે ભવિષ્યને માટે રોબૉટ તૈયાર કરવા છે કે મનુષ્ય તૈયાર કરવા છે..? મિત્રો, ટેક્નોલૉજીની ગમે તેટલી વ્યાપકતા હોય, વિશાળતા હોય, સામર્થ્ય હોય, દીર્ધપણું હોય, પરંતુ મનુષ્યના મનુષ્યપણાના અસ્તિત્વ વિના આ ટેક્નોલૉજી કોઈનું પણ કલ્યાણ ન કરી શકે. અને તેથી રોબૉટને જન્મ આપવો એ આપણું કામ નથી, આપણું કામ છે જીવનોના ઘડતરનું. અને એટલે કલા જોઈએ, સાહિત્ય જોઇએ, સંવેદના જોઇએ, દર્દ જોઇએ, પીડા જોઇએ, વ્યંગ જોઈએ, વિનોદ જોઇએ, આ જીવનના સંપૂર્ણ વિકાસને માટે અનિવાર્ય હોય છે. તમે જોયું હશે, આની જે ફિલ્મ બતાવી એમાં પણ એ પાર્ટ ખાસો બતાવવામાં આવતો હતો. મિત્રો, વ્યક્તિના જીવનની અંદર આ ચીજો કેમ આવે..! મિત્રો, એવું કેવું બાળક કે ઘરના બગીચાનાં ફૂલોનાં નામ ન જાણતું હોય..! અને જે લોકોએ મોંઘામાં મોંઘા બગીચા બનાવ્યા હોય, મોટામાં મોટા માલેતુજારના ઘરે જઈને આવજો મિત્રો, અને એના જ કુટુંબના લોકોને લઈ જજો અને પૂછજો કે આ કયું ફૂલ છે? એનો અર્થ એ થયો કે બધું સારું ગમે છે પણ સારું શું છે, સારું કેમ છે, સારું શા માટે છે, એ પ્રશ્નો લગભગ રહ્યા નથી. અને એવું નથી મિત્રો, કેટલાક લોકો એવું કહે કે સાહેબ, અર્જુને એટલા બધા પ્રશ્નો પૂછી લીધા છે એટલે અમારે માટે કંઈ બાકી જ રહ્યું નથી. મિત્રો, હર યુગમાં અર્જુન પેદા થતો હોય છે, જેને પ્રશ્નો હોય જ..! પણ ઘણીવાર આપણા જ પ્રશ્નો આપણા માટે બોજ બની ગયા હોય છે અને તેથી આવતીકાલ માટેના પ્રશ્નોનું અવતરણ જ નથી થતું હોતું. મિત્રો, શાળા એ હોય જે પ્રશ્નોનું ગર્ભાધાન કરે, શિક્ષકો એ હોય જે વિદ્યાર્થીમાં પ્રશ્નનું બીજદાન કરે અને એનો આખો જીવનવિકાસ પ્રશ્નો, પ્રશ્નો, પ્રશ્નો... પ્રશ્નોના જવાબ, જવાબો ન મળે તો ઈનોવેશન, ઈનોવેશનથી ન મળે તો રિસર્ચ, રિસર્ચથી ન મળે તો આખી લાઇફ ડેડિકેટ કરીને લૅબોરેટરીમાં બેસી જાય, ત્યારે મિત્રો જિંદગી બનતી હોય છે.

ભારતે જો એકવીસમી સદીનો વિચાર કરવો હશે તો હિંદુસ્તાનની પહેલી જો કોઈ અનિવાર્યતા હોય તો એ અનિવાર્યતા છે રિસર્ચ..! કમનસીબે એક સમાજ તરીકે એક એવી દિશામાં આપણે જતા રહ્યા કે જેના કારણે આપણને બહુ મોટું નુકશાન થયું છે. મને યાદ છે, સિમલાની અંદર એક મોટી ઇન્સ્ટિટયૂટ છે. રિસર્ચ સ્કોલર માટે એક પ્રકારે તીર્થક્ષેત્ર કહેવાય એ પ્રકારની એ જગ્યા છે. પણ આપને જાણીને આઘાત લાગશે, આ દેશમાં એક એવા પ્રધાનમંત્રી થયા હતા કે જેમણે એમ કહ્યું હતું કે આવા બધા ખોટા ખર્ચા શું કરવા કરો છો, બંધ કરોને ભાઈ..! આઈ એમ સૉરી ટૂ સે... અને મોટો વિવાદ થયો હતો, સાહેબ..! થોડાક કાલખંડ માટે એ બંધ થયું હતું, પણ આંદોલનો થયાં એટલે ફરી પાછું ઊભું થયું..! મિત્રો, શિક્ષણ પાછળનો ખર્ચ કે શિક્ષક પાછળનો ખર્ચ, એનાથી મોટું કોઈ ઉત્તમ મૂડીરોકાણ જ ન હોઈ શકે..! કારણકે એમાંથી પેઢીઓ પેદા થતી હોય છે. પણ થયું છે શું? રોકાણ મોટાભાગે પેલા પ્રશ્નની આસપાસ નથી, એ બધું તો ‘મારું શું’ ને ‘મારે શું’ માં અટવાઈ ગયું છે. એના બદલાવની પણ આવશ્યકતા છે અને એ બદલાવની આવશ્યકતાને કેવી રીતે પૂરી કરી શકીએ..! આપણે એક પ્રયત્ન કર્યો. અને આજે એક મોટી ચેલેન્જ બીજી છે, મિત્રો. એક તરફ તો આપણે પ્રશ્નનું ગર્ભાધાન બંધ કરી દીધું છે, પ્રશ્નનું બીજારોપણ પણ બંધ થઈ ગયું છે. આજે ત્રણ-ચાર પેઢીઓ એવી છે કે જેઓ કદાચ આનાથી ધીમે ધીમે ધીમે વિમુખ થતા ગયા છે. એકબાજુ પ્રશ્નોનું સ્થાન નથી રહ્યું અને બીજી બાજુ માહિતીનો ભંડાર ઉપલબ્ધ થઈ ગયો છે. અને જ્યારે માહિતીની વિપુલતા પડી હોય ત્યારે કનફ્યૂઝન ક્લાઉડ સિવાય કંઈ ઊભું ન થાય, મિત્રો..! અને એના કારણે આજે આપણા બાળકની મૂંઝવણ એ નથી કે આ આમ કેમ, કેવી રીતે, ક્યારે, ક્યાં..? એને મૂંઝવણ એ છે કે આમાંથી જલ્દીથી જલ્દી મારા કામમાં આવે એવું મારે કેવી રીતે લેવું..? એટલે એણે નવો રસ્તો શોધ્યો અને પરિણામે ઉપલબ્ધ જે કંઈ છે, જે કંઈ હવામાં દેખાય છે એનો સમય સમય પર ઉપયોગ કરીને પોતાની ગાડી ચલાવી લે છે. એને ખબર છે કે મારા જૉબ પ્લેસમેન્ટ માટેનો મોટામાં મોટો, લાંબામાં લાંબો ઇન્ટરવ્યૂ કેટલી મિનિટનો હોય..! ઇન્ટરવ્યૂ લેનારાની ક્ષમતા એને ખબર છે મિત્રો, એને એ પણ ખબર છે કે ઇન્ટરવ્યૂ લેનારના પ્રશ્નોની આ જ મર્યાદા હોય, એની બહાર કંઈ ના હોય..! એટલે એણે કશું કરવાનું ન હોય, એક વીસ મિનિટનો કોર્સ જ તૈયાર કરવાનો હોય અને નીકળી જવાનું હોય. આ બધી બાબતો મોટો પડકાર છે અને એ પડકારોમાંથી રસ્તો શોધવા માટે આ એક એવું ‘પ્રજ્ઞા પુરમ’ આપણે ઊભું કરી રહ્યા છીએ કે જ્યાં નિત્ય નૂતન વિચારોને પ્રતિષ્ઠા મળી રહે. વિચારોની કમી નથી હોતી, પણ એને પ્રતિષ્ઠા નથી મળતી હોતી.

મિત્રો, એવું કેવું જીવન હોય કે જેમાં કોઈ ઇનોવેશન ન હોય..! તમે જુઓ, તમારા યુ.જી.સી. ના બધા નિયમો જુઓ તો એમાં એવું હોય છે કે પ્રોફેસર દર વર્ષે નવું પેપર લખાવે, એવું બધુ કંઈ હોય છે ને..? હવે આજે તમે કહો કે તમે આ વર્ષે પેપર લખ્યું હતું..? તો બીજા દિવસે હડતાલ પડે, ‘હમારી માંગે પૂરી કરો...’, મોદી મુર્દાબાદ...’, ‘આગ લગા દો...’. હવે જો આ જ થતું હોય અને આનું કારણ એ છે કે જીવનમાં અર્થપ્રધાનતા વધી ગઈ. મિત્રો, આપણી સામે એક મોટો પડકાર છે કે માનવીને આર્થિક પ્રાણી તરીકે જોવું કે માનવને સમગ્ર બ્રહ્માંડની શક્તિના અંગરૂપે જોવું..! આ મોટો પડકાર છે. આપણે માનવીને એક અર્થ રૂપે જોવા માંડ્યા છીએ અને એનું પરિણામ કેવું આવ્યું છે? આમ રૂટિન વ્યવહારમાં ખબર નથી પડતી, પણ કોઈ ઇન્સ્યૉરન્સવાળો તમારા ઘરે વીમો ઉતારવા માટે આવે અને એનામાં હિંમત તો જુઓ સાહેબ, અને મનુષ્યની મર્યાદા તો જુઓ કે વીમો ઉતારવાવાળો ઘરમાં બહેનને સમજાવે કે આપના પતિ ગુજરી જાય તો તમને આટલા રૂપિયા મળે..! આપ વિચાર કરો કે આ કેવી સમાજરચના છે? તમારો જો ઍક્સિડન્ટમાં હાથ કપાણો તો વકીલ આવી જાય. સાહેબ, બે લાખ રૂપિયાનો દાવો કરીએ, કેમ કે આંગળી કપાઈ ગઈ છે..! બે લાખ રૂપિયા..! કોઈવાર એક આંખ જતી રહી તો સાહેબ, પાંચ લાખનો દાવો કરીએ, કેમ? આંખનું આ મૂલ્ય છે..! એક-એક અંગનું મૂલ્ય નક્કી થવા માંડ્યું છે, મિત્રો..! અને જો માણસના અંગો મૂલ્યના ત્રાજવે તોલાવાનાં હોય તો જીવન ક્યાંથી જડે, દોસ્તો..! પ્રશ્ન ત્યાં ઊભો થાય છે. અને એટલા માટે મનુષ્યના સર્વાંગીણ રૂપને સ્વીકારીને બ્રહ્માંડના એક અંશ તરીકે એના વિકાસની વાતને લઈને આગળ વધવું હોય તો સમયાનુકૂળ ઇનોવેશન અને રિસર્ચ અનિવાર્ય હોય છે. અને તમે જોયું હશે કે તમારા ઘરમાં પણ, ઈવન એક સોસાયટીમાં વીસ કુટુંબ હોય, તમે જો જો એ વીસેય કુટુંબની અંદર રસોડામાં કામ કરતી ગૃહિણીએ એની રસોઈ બનાવવામાં એની પોતાની ટેક્નોલૉજી ડેવલપ કરી હશે, એના પોતાના ઇનોવેશન્સ હશે. શાક કેમ સમારવું, તો એણે તેનો પોતાનો રસ્તો શોધી કાઢ્યો હશે અને એમાં એને ફાવટ આવી ગઈ હશે અને એમાં એની ઍફિશિયન્સી એણે વધારી હશે. દરેક વ્યક્તિના મૂળભૂત સ્વભાવમાં આ હોય છે. દરેકની અંદર ઈશ્વરે આ ક્વૉલિટી ઈનબિલ્ટ આપેલી છે. આ એક એવી ઈશ્વરદત્ત વ્યવસ્થા છે કે મનુષ્ય જ્યાં છે ત્યાંથી એને ઉપર ઉઠવાની ઈચ્છા હોય છે. ઈશ્વરદત્ત વ્યવસ્થા છે, મિત્રો..! એની આકાંક્ષાઓ, ઈચ્છાઓ, પોતાની અંદરની ઊર્જા એને ઉપર તરફ ઉઠવા માટે પ્રેરિત કરે, કરે ને કરે જ, ફોર્સ કરે, મિત્રો..! પણ જો સમાજ એના માટે ખાતર-પાણીની વ્યવસ્થા ન કરે તો એ જ એના માટે બોજ બની જાય. મિત્રો, વૃક્ષ બહાર પ્રગટ થવાનું સામર્થ્ય જ્યારે ગુમાવી દે ત્યારે આટલું સરસ મજાનું વૃક્ષ પણ કોયલામાં રૂપાંતરિત થઈ જાય અને પછી બળવા સિવાય એના નસીબમાં કાંઈ ન હોય, દોસ્તો..! અને એટલા માટે આવશ્યકતા હોય છે કે સમાજજીવનની અંદર આ મૂળભૂત બાબતો તરફ ફરી એકવાર એનું ધ્યાન કેન્દ્રિત કેવી રીતે કરાય..!

ક માનવનો સર્વાંગીણ વિકાસ..! અને આપણી પાસેની વિચાર સંપદામાં કોઈ કમી નથી, હું આજે પણ તમને કહું છું મિત્રો, કોઈ કમી નથી..! આજે ગ્લોબલ ઇકોનૉમીના જમાનામાં ગ્લોબલ વિલેજનો કૉન્સેપ્ટ આવ્યો કે ન આવ્યો? કારણકે ગ્લોબલ ઇકોનૉમીનો કંઈક નવો કૉન્સેપ્ટ આવ્યો, એમાંથી ગ્લોબલ વિલેજની કલ્પના આવી, પણ આપણા બાપદાદાઓએ એમાં મનુષ્યકેન્દ્રી વિચાર કર્યો અને એણે કહ્યું, ‘વસુધૈવ કુટુમ્બકમ’, અને એણે જે ‘વસુધૈવ કુટુમ્બકમ’ કહ્યું એનો મતલબ એ કે કોઈ સમૃદ્ધ દેશ હશે તો એણે જે સમૃદ્ધ થવાની હરોળમાં છેલ્લે ઊભો છે એની કાળજી લેવી જોઇએ, કારણ? વી આર વન ફૅમિલી..! હવે આ જ ઉત્તમ વિચારમાં સમયાનુકૂળ રિસર્ચ ન થઈ, સમયાનુકૂળ એમાં કંઈ નવું જોડાયું નહીં અને પરિણામે એક મોટું વૅક્યૂમ બારસો વર્ષનું આવી ગયું, અને હવે અચાનક ડૉલર અને પાઉન્ડે એવો હુમલો કર્યો કે એણે ગ્લોબલ ઇકોનૉમીના રૂપાળા શબ્દો ગ્લોબલ વિલેજનો કૉન્સેપ્ટ આ દુનિયાની સામે મૂકી દીધો અને પરિણામે માણસ ખોવાઈ ગયો. રૂપિયા, પૈસા, પાઉન્ડ, ડૉલર એનો જ રૂતબો ચાલવા માંડ્યો, મિત્રો. વિશ્વને આપવાનું સામર્થ્ય આપણી પાસે પડ્યું છે. એ વિશ્વને આપવાના સામર્થ્યને આપણે કેવી રીતે પોતાની સાથે લઈ શકીએ..! તમે જુઓ આપણા પૂર્વજોની કેટલીક વિશેષતાઓ..! દુનિયામાં આટલી બધી ચર્ચા ચાલે છે, ઈસ્ટ, વેસ્ટ, ઢીંકણા, ફલાણા, એન્શિઅન્ટ, મોડર્ન, સાયન્ટિફિક, નૉલેજ... એવા જાતજાતના શબ્દો આપણે જોઈએ છીએ. આપણા પૂર્વજોની વિશેષતા જુઓ, એમણે આપણને શીખવાડેલું, અને આપણે કેટલા વિશાળ વિચારના હતા, એમણે આપણને શીખવાડેલું કે જ્ઞાનને કોઈ દરવાજા ન હોઈ શકે, જ્ઞાનને ન પૂરબ હોઈ શકે કે ન પશ્ચિમ હોઈ શકે. અને એટલા જ માટે આપણે ત્યાં કહેતા હતા, ‘આતો ભદ્રા, કૃતવો વિશ્વત:’, આનો મતલબ સીધો છે, શ્રેષ્ઠ બધેથી જઆવવા દો, જે સારું છે એ બધેથી જ આવવા દો, એને કોઈ બંધન ના હોય..! ક્યા રંગના ઝંડા નીચે આ વિચાર જન્મ્યો હતો એના આધારે વિચારનું મૂલ્ય ન થાય, મિત્રો. દુનિયાના કોઈપણ દેશના ઝંડા નીચે જન્મ્યો હોય, વિચારને જન્મ આપનાર માણસના પાસપોર્ટનો રંગ ગમે તે હોઈ શકે, પરંતુ વિચારનું જો સામર્થ્ય હોય તો માનવના કલ્યાણ માટે હોઈ શકે, એને કોઈ વાડાબંધી ન હોઈ શકે. આ વિચાર આપણા પૂર્વજોએ આપણને આપ્યો હતો. અને આપણા ઉમાશંકરભાઈએ આ જ વિચારને એક જુદી રીતે મૂક્યો હતો. ઉમાશંકર જોશીએ કહ્યું હતું, ‘સુવિચાર સાંપડો, સર્વદા સર્વ દિશાથી’..! એક તો સુવિચાર હોય, સદા સર્વદા હોય અને સર્વ દિશાએથી હોય. આમ તો મૂલત: વેદના આ વિચારની જ એમણે ગુજરાતીમાં સરળ ભાષામાં આપણી સામે કલ્પના મૂકી હતી. તો જેમ ઇનોવેશનની જરૂર છે, રિસર્ચની જરૂર છે, એમ સમયની એરણે પાર ઉતરેલ જે ઉત્તમ બાબતો છે એની સ્વીકૃતિની પણ જરૂર છે. અને એ જ સ્વીકૃતિને લઈને વ્યવસ્થાઓની દિશામાં જવાના એક નાનકડા પ્રયાસરૂપે ગુજરાતે કેટલાક જે ઇનિશ્યટિવ લીધા છે, દાખલા તરીકે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી. એંજિનિયરિંગ કૉલેજો પહેલાં પણ ચાલતી હતી, યુનિવર્સિટીનો હિસ્સો હતી, પણ મિત્રો, જગત જે રીતે બદલાઈ રહ્યું છે એમાં ટેક્નોલૉજીના રંગ-રૂપ, સ્વરૂપ બધું બદલાવા લાગ્યું છે. એમાં રિસર્ચ અને ઇનોવેશન કરવા માટેનું કોઈ ફૉરમ તૈયાર થાય, આપણે કામ કર્યું.

ગુજરાત ભારતનું પહેલું એવું રાજ્ય છે કે જેણે ડિસાઇડ કર્યું, ‘ઇનોવેશન કમિશન’..! આ ‘ઇનોવેશન કમિશન’ દ્વારા આપણે કોશિશ કરી કે મનુષ્ય નિર્માણની દિશામાં પ્રયાસ કરવા કેટલાય ઇનોવેશન જો ચાલતા હોય તો ઇનોવેશનને આપણે આવકારવા જોઇએ, સ્વીકારવા જોઇએ. મિત્રો, અહીં બધા બેઠેલા આપણે બધા વિચાર કરીએ, ‘ભાર વગરનું ભણતર’, ભાર વગરનું ભણતર’, ભાર વગરનું ભણતર’... પણ કોઈક ગામડાંનો એક એવો શિક્ષક હોય છે કે જેણે ઇનોવેશન કર્યું હોય છે અને એની નિશાળમાં આવનાર કોઈપણ બાળકને ક્યારેય કોઈ પુસ્તક લઈને આવવું નથી પડતું. આપણા ગુજરાતમાં આવા પ્રયોગો કરનાર શિક્ષકો છે અને સફળ પ્રયોગો કર્યા છે. આપણે ‘ઇનોવેશન કમિશન’ દ્વારા આવું બધું શોધીએ છીએ, એને એકત્ર કરીએ છીએ અને એને કાયદાકિય પ્રતિષ્ઠા આપીને એ વધુમાં વધુ રેપ્લિકેટ કેમ થાય, કેવી રીતે એને પર્કોલેટ કરી શકાય, એના માટેની એક મથામણ આદરી છે. એની એક અલગ વેબસાઈટ બનાવી છે. લોકો પોતે પણ પોતાની રીતે એમાં અપલોડ કરી રહ્યા છે કે કેવી રીતે આને કરાય..! મિત્રો, બદલાતા યુગની અંદર ટેક્નોલૉજી અને માનવજીવનની આવશ્યકતાઓનું જોડાણ કરીને... અને મિત્રો, માણસ કંઈને કંઈ ઇનોવેટ કર્યા જ કરતો હોય છે, ઈવન ઘરમાં પણ તમે બાળકને કંઈ રમકડું આપોને તો એને પહેલું મન તો એને તોડવાનું જ થાય..! કારણકે એ ઈશ્વરદત્ત હોય. સમજતો થાય પછી બંધ કરે, પછી એને દુનિયાને બતાવવાનું જ કામ કરે છે કે મારી પાસે આવું રમકડું છે, તારી પાસે નથી? તારી પાસે પૈસા નથી, તારા બાપા કમાતા નથી... એમાં જ રહે છે..! પહેલાં એવું નહોતું, પહેલાં એનો મૂડ જુદો હતો.

મિત્રો, બીજું આપણે શરૂ કર્યું, ‘આઈ ક્રિએટ’. ‘આઈ ક્રિએટ’ ઇન્સ્ટિટ્યૂટ પણ કદાચ હિંદુસ્તાનની અંદર પહેલું આપણું એવું કૉન્ટ્રિબ્યૂશન હશે કે જેમાં આપણે એક ગ્લોબલ લેવલનુંઇન્ક્યુબેશન સેન્ટર ઊભું કરી રહ્યા છીએ. અને જેની પણ પાસે વિચાર પડ્યા છે, નવા આઇડિયાઝ આવે છે. હવે આવા દરેક માણસ પાસે વિચારને અનુરૂપ સંશોધન કરવા માટેનું સામર્થ્ય નથી હોતું, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય છે અને આર્થિક મદદની જરૂર હોય છે. ‘આઈ ક્રિએટ’ નામની ઇન્સ્ટિટ્યૂટ આપણે અમદાવાદમાં કાર્યરત કરી છે, ગ્લોબલ લેવલની છે, દુનિયાની આ પ્રકારની ટૉપ મોસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ સાથેનું એનું કોલૉબ્રેશન કર્યું છે. મિ.નારાયણ મૂર્તિને મેં રિક્વેસ્ટ કરી હતી કે તમે એના ચૅરમૅન તરીકે કામ કરો, એમણે એનો સ્વીકાર કર્યો અને આજે તેઓ આપણે ત્યાં ચૅરમૅન તરીકેનું કામ કરી રહ્યા છે. અને રિસર્ચમાં જેમને પણ રસ છે, કોઈની પણ પાસે સરસ મજાનું ઉત્તમ સંશોધન છે અને જગતને માટે એને કૉમર્શિયલ ફિલ્ડમાં લઈ જવા માટે થઈને, એને માર્કેટેબલ બનાવવા માટે થઈને એની સ્ટ્રૅટેજી વર્ક-આઉટ કરવી છે, તો ‘આઈ ક્રિએટ’ એને મદદ કરશે.

મિત્રો, કેવી રીતે સમસ્યાઓનું સમાધાન કરવું એના માટેની આપણી એક મથામણ છે અને એના જ ભાગ રૂપે જ્ઞાન સંપદાને માટે થઈને આ ‘પ્રજ્ઞા પુરમ’ ની એક રચના આપણે કરી છે અને આ ‘પ્રજ્ઞા પુરમ’ દ્વારા જે કોઈ આવા પ્રવાહ ચાલતા હોય, એ બધા એકત્ર આવે. કોઈ પ્રવાહને ગતિ આપવાની હોય તો એના માટે આપણે કંઈ મથામણ કરીએ. જે શ્રેષ્ઠ છે એ જગતની ઉપયોગિતા માપનાર ત્રાજવે તોલાઈને એનું મહાત્મય વધતું જાય, એના માટેની વ્યવસ્થાઓ વિકસતી જાય. આ બધી બાબતોને બળ આપવા માટેનો જ્યારે એક પ્રયત્ન આદર્યો છે ત્યારે આપ સૌ મિત્રો આખી આ વ્યવસ્થાને... આના બિલ્ડિંગ વગેરેની તો ચર્ચા થશે જ, અને અમસ્તા પણ ગુજરાતમાં આજકાલ જે કંઈ નવા ભવનો બને છે તો લોકોને આશ્ચર્ય થાય છે કે સરકાર પણ આવાં ભવનો બનાવે..! પણ મારે આ બધાં સ્ટાન્ડર્ડ ઊભાં કરવાં છે, એટલે આ બધું કરવું છે. શા માટે બિલો સ્ટાન્ડર્ડ..? દુનિયાના કોઈપણ દેશનો માણસ આવે તો કૅમ્પસ જોઈને એમ લાગવું જોઇએ કે, આહ... ક્યાંક આવ્યો છું..! એનુંય મહત્વ છે ભાઈ, અને આજથી છે એવું નહીં, કેટલાય જમાનાથી છે. એક નાનકડો પ્રસંગ મેં સાંભળેલો છે. ઘણીવાર આવા પ્રસંગો સાંભળ્યા હોય, કોઈ ઐતિહાસિક સમર્થન તો એને હોતું નથી પણ એ પ્રસંગોમાંથી ઘણીવાર બોધપાઠ તો મળતો હોય છે. ગાલિબના જીવનની એક ઘટના કહેવામાં આવે છે, સાચું-ખોટું ભગવાન જાણે, ઈતિહાસના તરાજુથી તોલતા નહીં મને. ગાલિબને એકવાર એના રાજાએ કંઈ ભોજન માટે બોલાવ્યા હતા. આ તો ગાલિબ, કવિરાજ માણસ, ઓલિયો માણસ, સમય થયો એટલે યાદ આવ્યું કે અરે, હા, આજે તો રાજાએ બોલાવ્યા છે, આપણે તો જવાનું છે, એટલે એ તરત દોડતા-દોડતા રાજદરબાર તરફ વળ્યા તો પહેરેદારે એમને રોક્યા કે અંદર જવાની મનાઈ છે, એમ કોઈ આલતુ-ફાલતુ લોકોને જવા નથી દેતા..! અરે, પેલો કહે ભાઈ, મને નિમંત્રણ છે, મારો અહીંયાં રાત્રિભોજ છે આજે, મને મહારાજાએ બોલાવ્યો છે..! અરે, આવા તો બધા કેટલાય લોકો પોતાની જાતને ગાલિબ કહેતા હોય છે. જાવ, જાવ, અહીંથી... એમ કહીને એને કાઢી મૂક્યો. થોડીવાર પછી એ પાછા આવ્યા. પાછા આવ્યા એટલે દરવાન કહે આવો, આવો, આવો..! અંદર લઈ ગયા. ભોજનના ટેબલ પર બધા બિરાજમાન થયા એટલે ગાલિબે પોતાની પાઘડી કાઢી અને ભોજન લઈને પાઘડીને ખવડાવે..! તો રાજાએ કહ્યું કે અરે, આમ કેમ કરો છો તમે? તો ગાલિબે કહ્યું કે તમે જેને નિમંત્રણ આપ્યું હતું એને જમાડવું તો પડે ને..! તો કહે કેમ? તમે ગાલિબને થોડો બોલાવ્યો હતો..? ગાલિબ તો આવ્યો હતો પણ એને કાઢી મૂક્યો હતો, પણ આ ટોપી-બોપી પહેરીને આવ્યો ત્યારે મને પેસવા દીધો, માટે ભોજન તો આના માટે છે..! મિત્રો, એ જમાનામાં પણ આ બધી બાબતોનું મહાત્મય હતું જ. જો એ યુગમાં પણ મહાત્મય હતું તો આજના યુગમાં, આ કૉમ્પિટિશનના યુગમાં તો એ વધતું જાય છે..!

મિત્રો, જો એકવીસમી સદી હિંદુસ્તાનની સદી હોય ત્યારે એકવીસમી સદીની અંદર સૌથી મોટી સ્પર્ધા ચાઈના સાથે  છે એ દુનિયાએ સ્વીકારેલું છે અને આપણે પણ સ્વીકારવું પડે..! મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે, ચાઈનાને લૅંન્ગ્વેજ પ્રોબ્લેમ છે, આપણને લૅંન્ગ્વેજ પ્રોબ્લેમ નથી તેમ છતાં પણ અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજી, કોમ્પ્યૂટરની દુનિયામાં આપણા વીસ-બાવીસ વર્ષના જવાનોએ દુનિયામાં નામ કમાયું છે, તેમ છતાંય આજે વિશ્વ આખામાં કોમ્પ્યૂટર એંજિનિયરિંગના ઍજ્યુકેશનમાં ચાઈના આપણા કરતાં સો ગણું આગળ નીકળી ગયું છે..! આપ વિચાર કરો મિત્રો, કેટલો મોટો પડકાર છે..! ટેક્નોલૉજી અને ઇનોવેશન માટેની દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનું જે રેંકિગ થાય છે એમાં આજે ચાઈનાની પાંચ યુનિવર્સિટીએ નંબર લીધો છે અને હિંદુસ્તાનની એકપણ નથી. મિત્રો, આ બધા પડકારો છે આપણી સામે..! એકસો વીસ કરોડનો દેશ અને દુનિયાની ઉત્તમમાં ઉત્તમ યુનિવર્સિટીઓમાં વલભી અને નાલંદાનું ગાણું ગાનાર આપણો સમાજ કંઈ ન કરી શકે..? આ પડકારોને ઉપાડવા માટે થઈને એક એવું શિક્ષકનું મન તૈયાર કરવું છે, એક એવું રિસર્ચરનું મન તૈયાર કરવું છે, એક એવા ઇનોવેટરનું મન તૈયાર કરવું છે કે જેની સામુહિક શક્તિ અને સરકારનું બળ નવી ક્ષિતિજોને પાર કરવા માટેનો પ્રયાસ કરે, એના સંકલ્પ રૂપે આ બધું ચાલે છે. આપ વિચાર કરો મિત્રો, આખી દુનિયામાં આપણે યંગેસ્ટ કન્ટ્રી છીએ, વિશ્વનો સૌથી યુવાન દેશ છીએ. 65% કરતાં વધારે 35થી નીચેની ઉંમરની આપણી જનસંખ્યા છે. મિત્રો, આ એક આપણું ડેમોગ્રાફીક ડિવિડન્ડ છે. પણ ચાઈનાએ ગયા એક જ દશકમાં તેર કરોડ નવી જૉબનું ક્રિએશન કરવા માટેનો સક્સેસફૂલ પ્રયાસ કર્યો, તેર કરોડ નૌજવાનોને રોજગાર આપી શક્યા, મિત્રો. આપણે 2004 થી 2009 દરમિયાન લાખોની સંખ્યામાં પણ આ સેવા નથી કરી શક્યા. ગુજરાત એક અપવાદ છે એણે થોડું-ઘણું કર્યું છે. પણ કુલ મિલાકે ચાઈનાના સંદર્ભમાં હિંદુસ્તાનનો વિચાર કરીએ, તો આપણે બીજી બાજુ જઈ રહ્યા છીએ. મિત્રો, આપણે ત્યાં પ્રાથમિક શાળામાં ભણનારા શિક્ષકોમાંથી કેટલા ઉપર જાય છે, એમાંથી ભણનારા કેટલા ઉપર જાય છે અને ઉપર ગયા પછી 10-11% ઉપર જાય તો એમાંથી પણ ઍમ્પ્લૉયેબલ કેટલા..? તો આપણો ગ્રાફ એકદમ નીચે આવે છે. તો મિત્રો, આટલું બધું ઇન્વૅસ્ટમેન્ટ ક્યાં જઈ રહ્યું છે..? આનો વિચાર કોણે કરવાનો..? આપણે બધાએ જ કરવો પડે. મિત્રો, આ સ્થિતિ આપણે બદલવી પડે કે આટલા બધા માનવ કલાકો લાગતા હોય, આટલું બધું માનવ-ધન લાગતું હોય, આટલું બધું ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાગતું હોય, આટલા બધા બજેટ ખર્ચાતાં હોય, તો આપણે પરિણામની દિશામાં લક્ષ્ય કેમ નક્કી ના કરીએ? મિત્રો, જો ચાઈના દુનિયા બદલવા માટે તૈયાર થઈ શકતું હોય, જેને લૅંન્ગ્વેજના પચાસો પ્રકારના પ્રૉબ્લેમ નડતા હોય તેમ છતાં જો બદલાવ લાવતા હોય, તો આપણે તો મૂલત: વિશ્વમાં 1800 વર્ષ સુધી જેણે જ્ઞાનમાં નેતૃત્વ કર્યું છે એ ભૂમિના સંતાનો છીએ, આપણે કેમ ન કરી શકીએ..? મિત્રો, આ વિશ્વાસ અને આ સંકલ્પ સાથે, ભલે પછેડી ફગાવવાથી અંધકાર દૂર ન થતો હોય, પણ એક ખૂણામાં દીપ પ્રગટાવીએ તો એ અંધકાર દૂર થતો હોય છે. આ એક દીપ પ્રજ્વાળવાનો પ્રયાસ એ આ ‘પ્રજ્ઞા પુરમ’ છે. એક જ્યોત પ્રગટાવવાનો પ્રયાસ એ આ ‘પ્રજ્ઞા પુરમ’ છે. પણ એ ‘પ્રજ્ઞા પુરમ’ પ્રાણવાન ત્યારે જ બને કે આપણે સૌ જ્ઞાનને વરેલા, એકૅડેમિક વર્લ્ડને વરેલા, ઇનોવેશનના મહામ્યને સમાજના વર્ગો સાથે જોડીને એનો ઉપયોગ કરીએ.

મિત્રો, બીજી પણ એક આપણા સમાજમાં વ્યવસ્થા તરીકે વિકાસ કરવાની આવશ્યકતા મને લાગે છે. તમે યૂરોપના દેશોમાં કે એવી કોઈ ટૂર માટે જાવ, એઝ અ ટૂરિસ્ટ, તો તમે જોયું હશે કે ત્યાંના લગભગ બધાં જ ટૂરિસ્ટ પ્લેસીસ સિનિયર સિટીઝન્સ સંભાળતા હોય છે, સિનિયર સિટીઝન્સ..! એમની શક્તિ, સમય આપે... બે કલાક, પાંચ કલાક બિઝી રહે, તમને પ્રદર્શન જોવા લઈ જાય અને બધાને બહુ ભાવથી બધું બતાવે અને એને દર કલાકે નવો માણસ મળતો હોવાના કારણે હંમેશાં ઉમંગ અને ઉત્સાહ રહેતો હોય છે. એકના એક સામે મળો તો પછી મોં કટાણું થઈ જાય, પણ પેલા રોજ નવા મળે તો બંનેને આનંદ આવતો હોય છે..! મિત્રો, એવી જ રીતે આજે જ્યારે એજિંગ વધી રહ્યું છે ત્યારે વીસ વર્ષ સુધી કામ કરી શકે એવો એક મોટો અનુભવી અને જ્ઞાની સમાજ આપણે ત્યાં તૈયાર થઈ રહ્યો છે. જેમ ડેમોગ્રાફીક ડિવિડન્ડ આપણને મળી રહ્યું છે, એ જ પ્રમાણે ઉંમર વધતી જાય છે એના કારણે સાંઈઠ વર્ષે તો માણસને વિચાર આવે છે કે હવે તો કંઈક નવું શરૂ કરું, એ સ્થિતિએ આપણે પહોંચ્યા છીએ..! તો રિટાયરમૅન્ટ પછી આ જે ઊર્જાવાન લોકો છે જેની પાસે અનુભવ છે, જ્ઞાન છે એ સમૂહને સમાજની ક્રિએટિવિટી સાથે કેવી રીતે જોડાય, એમનો ઍક્સ્પીરિયન્સ ઇનોવેશન માટે કેવી રીતે કામ આવે..! આ અનુભવનું ભાથું, જ્ઞાન સંપદા અને નવજવાનોની તરૂણાઈના ઉત્સાહ-ઉમંગના મિલનસ્થળ તરીકે આ આપણું ‘પ્રજ્ઞા પુરમ’ કેવી રીતે વિકસે, એવી એક શુભકામના સાથે હું ફરી એકવાર આપ સૌને આગ્રહ કરું છું કે આપે જ એને પ્રાણવાન બનાવવો પડશે. મિત્રો, સરકાર દિવાલો ઊભી કરી શકે, સરકાર ઝાડ ઊગાડી શકે, બાકી તો જનતા જનાર્દન જ કરી શકતી હોય છે, એની તરફ ધ્યાન આપીએ..!

ખૂબ ખૂબ ધન્યવાદ..!

Explore More
140 करोड़ देशवासियों का भाग्‍य बदलने के लिए हम कोई कोर-कसर नहीं छोड़ेंगे: स्वतंत्रता दिवस पर पीएम मोदी

लोकप्रिय भाषण

140 करोड़ देशवासियों का भाग्‍य बदलने के लिए हम कोई कोर-कसर नहीं छोड़ेंगे: स्वतंत्रता दिवस पर पीएम मोदी
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
हमारे देश में एनसीसी को मजबूत करने के लिए लगातार प्रयास किए जा रहे हैं: पीएम मोदी
विकसित भारत यंग लीडर्स डायलॉग एक लाख नए युवाओं को राजनीति से जोड़ने का प्रयास है: पीएम मोदी
यह देखकर खुशी हुई कि युवा वरिष्ठ नागरिकों को डिजिटल क्रांति का हिस्सा बनने में मदद कर रहे हैं: पीएम मोदी
बच्चों में शिक्षा को बढ़ावा देने के लिए चेन्नई, हैदराबाद और बिहार में अभिनव प्रयास किए जा रहे हैं: पीएम मोदी
प्रवासी भारतीयों ने विभिन्न देशों में अपनी पहचान बनाई है: पीएम मोदी
लोथल में एक संग्रहालय विकसित किया जा रहा है, जो भारत की समुद्री विरासत को प्रदर्शित करने के लिए समर्पित है: पीएम मोदी
#EkPedMaaKeNaam अभियान ने केवल 5 महीनों में 100 करोड़ पेड़ लगाने का मील का पत्थर पार कर लिया है: पीएम
गौरैया को पुनर्जीवित करने के लिए अद्वितीय प्रयास किए जा रहे हैं: पीएम मोदी

मेरे प्यारे देशवासियो, नमस्कार | 'मन की बात', यानि देश के सामूहिक प्रयासों की बात, देश की उपलब्धियों की बात, जन-जन के सामर्थ्य की बात, ‘मन की बात' यानि देश के युवा सपनों, देश के नागरिकों की आकांक्षाओं की बात | मैं पूरे महीने, 'मन की बात' का इंतजार करता रहता हूँ, ताकि, आपसे सीधा संवाद कर सकूँ । कितने ही सारे संदेश, कितने ही messages ! मेरा पूरा प्रयास रहता है कि ज्यादा- से-ज्यादा संदेश को पढूँ, आपके सुझावों पर मंथन करूँ ।

साथियो, आज बड़ा ही खास दिन है - आज NCC दिवस है | NCC का नाम सामने आते ही हमें स्कूल-कॉलेज के दिन याद आ जाते हैं | मैं स्वयं भी NCC Cadet रहा हूँ, इसलिए, पूरे विश्वास के साथ कह सकता हूँ कि इससे मिला अनुभव मेरे लिए अनमोल है | 'NCC' युवाओं में अनुशासन, नेतृत्व और सेवा की भावना पैदा करती है । आपने अपने आस-पास देखा होगा, जब भी कहीं कोई आपदा होती है, चाहे बाढ़ की स्थिति हो, कहीं भूकंप आया हो, कोई हादसा हुआ हो, वहाँ, मदद करने के लिए NCC के cadets जरूर मौजूद हो जाते हैं । आज देश में NCC को मजबूत करने के लिए लगातार काम हो रहा है । 2014 में करीब 14 लाख युवा NCC से जुड़े थे | अब 2024 में, 20 लाख से ज्यादा युवा NCC से जुड़े हैं | पहले के मुकाबले पाँच हजार और नए स्कूल-कॉलेजों में अब NCC की सुविधा हो गई है, और सबसे बड़ी बात, पहले NCC में girls cadets की संख्या करीब 25% (percent) के आस-पास ही होती थी | अब NCC में girls cadets की संख्या करीब-करीब 40% (percent) हो गई है | बॉर्डर किनारे रहने वाले युवाओं को ज्यादा से ज्यादा NCC से जोड़ने का अभियान भी लगातार जारी है । मैं युवाओं से आग्रह करूंगा कि ज्यादा से ज्यादा संख्या में NCC से जुड़ें | आप देखिएगा आप किसी भी career में जाएं, NCC से आपके व्यक्तित्व निर्माण में बड़ी मदद मिलेगी |

साथियो, विकसित भारत के निर्माण में युवाओं का रोल बहुत बड़ा है | युवा मन जब एकजुट होकर देश की आगे की यात्रा के लिए मंथन करते हैं, चिंतन करते हैं, तो निश्चित रूप से इसके ठोस रास्ते निकलते हैं । आप जानते हैं 12 जनवरी को स्वामी विवेकानंद जी की जयंती पर देश 'युवा दिवस' मनाता है । अगले साल स्वामी विवेकानंद जी की 162वीं जयंती है | इस बार इसे बहुत खास तरीके से मनाया जाएगा | इस अवसर पर 11-12 जनवरी को दिल्ली के भारत मंडपम में युवा विचारों का महाकुंभ होने जा रहा है, और इस पहल का नाम है 'विकसित भारत Young Leaders Dialogue’ | भारत-भर से करोड़ों युवा इसमें भाग लेंगे | गाँव, block, जिले, राज्य और वहाँ से निकलकर चुने हुए ऐसे दो हजार युवा भारत मंडपम में 'विकसित भारत Young Leaders Dialogue' के लिए जुटेंगे | आपको याद होगा, मैंने लाल किले की प्राचीर से ऐसे युवाओं से राजनीति में आने का आहवान किया है, जिनके परिवार का कोई भी व्यक्ति और पूरे परिवार का political background नहीं है, ऐसे एक लाख युवाओं को, नए युवाओं को, राजनीति से जोड़ने के लिए देश में कई तरह के विशेष अभियान चलेंगे | ‘विकसित भारत Young Leaders Dialogue' भी ऐसा ही एक प्रयास है । इसमें देश और विदेश से experts आएंगे | अनेक राष्ट्रीय और अंतरराष्ट्रीय हस्तियाँ भी रहेंगी | मैं भी इसमें ज्यादा-से-ज्यादा समय उपस्थित रहूँगा | युवाओं को सीधे हमारे सामने अपने ideas को रखने का अवसर मिलेगा | देश इन ideas को कैसे आगे लेकर जा सकता है? कैसे एक ठोस roadmap बन सकता है? इसका एक blueprint तैयार किया जाएगा, तो आप भी तैयार हो जाइए, जो भारत के भविष्य का निर्माण करने वाले हैं, जो देश की भावी पीढ़ी हैं, उनके लिए ये बहुत बड़ा मौका आ रहा है | आइए, मिलकर देश बनाएं, देश को विकसित बनाएं ।

मेरे प्यारे देशवासियों, ‘मन की बात’ में, हम अक्सर ऐसे युवाओं की चर्चा करते हैं | जो निस्वार्थ भाव से समाज के लिए काम कर रहे हैं ऐसे कितने ही युवा हैं जो लोगों की छोटी-छोटी समस्याओं का समाधान निकालने में जुटे हैं | हम अपने आस-पास देखें तो कितने ही लोग दिख जाते है, जिन्हें, किसी ना किसी तरह की मदद चाहिए,कोई जानकारी चाहिए I मुझे ये जानकर अच्छा लगा कुछ युवाओं ने समूह बनाकर इस तरह की बात को भी address किया है जैसे लखनऊ के रहने वाले वीरेंद्र हैं, वो बुजुर्गों को Digital life certificate के काम में मदद करते हैं I आप जानते हैं कि नियमों के मुताबिक सभी Pensioners को साल में एक बार Life Certificate जमा कराना होता है I 2014 तक इसकी प्रक्रिया यह थी इसे बैंकों में जाकर बुजुर्ग को खुद जमा करना पड़ता था आप कल्पना कर सकते हैं कि इससे हमारे बुजुर्गों को कितनी असुविधा होती थी I अब ये व्यवस्था बदल चुकी है I अब Digital Life Certificate देने से चीजें बहुत ही सरल हो गई हैं, बुजुर्गों को बैंक नहीं जाना पड़ता I बुजुर्गों को Technology की वजह से कोई दिक्कत ना आए, इसमें, वीरेंद्र जैसे युवाओं की बड़ी भूमिका है I वो, अपने क्षेत्र के बुजुर्गों को इसके बारे में जागरूक करते रहते हैं I इतना ही नहीं वो बुजुर्गों को tech savvy भी बना रहे हैं ऐसे ही प्रयासों से आज Digital Life certificate पाने वालों की संख्या 80 लाख के आँकड़े को पार कर गई है I इनमें से दो लाख से ज्यादा ऐसे बुजुर्ग हैं, जिनकी आयु 80 के भी पार हो गई है I

साथियो, कई शहरों में ‘युवा’ बुजुर्गों को Digital क्रांति में भागीदार बनाने के लिए भी आगे आ रहे हैं I भोपाल के महेश ने अपने मोहल्ले के कई बुजुर्गों को Mobile के माध्यम से Payment करना सिखाया है I इन बुजुर्गों के पास smart phone तो था, लेकिन, उसका सही उपयोग बताने वाला कोई नहीं था I बुजुर्गों को Digital arrest के खतरे से बचाने के लिए भी युवा आगे आए हैं I अहमदाबाद के राजीव, लोगों को Digital Arrest के खतरे से आगाह करते हैं I मैंने ‘मन की बात’ के पिछले episode में Digital Arrest की चर्चा की थी I इस तरह के अपराध के सबसे ज्यादा शिकार बुजुर्ग ही बनते हैं I ऐसे में हमारा दायित्व है कि हम उन्हें जागरूक बनाएं और cyber fraud से बचने में मदद करें I हमें बार-बार लोगों को समझाना होगा कि Digital Arrest नाम का सरकार में कोई भी प्रावधान नहीं है - ये सरासर झूठ, लोगों को फ़साने का एक षड्यन्त्र है मुझे खुशी है कि हमारे युवा साथी इस काम में पूरी संवेदनशीलता से हिस्सा ले रहे हैं और दूसरों को भी प्रेरित कर रहे हैं I

मेरे प्यारे देशवासियो, आजकल बच्चों की पढ़ाई को लेकर कई तरह के प्रयोग हो रहे हैं | कोशिश यही है कि हमारे बच्चों में creativity और बढ़े, किताबों के लिए उनमें प्रेम और बढ़े - कहते भी हैं ‘किताबें’ इंसान की सबसे अच्छी दोस्त होती हैं, और अब इस दोस्ती को मजबूत करने के लिए, Library से ज्यादा अच्छी जगह और क्या होगी | मैं चेन्नई का एक उदाहरण आपसे share करना चाहता हूं | यहां बच्चों के लिए एक ऐसी library तैयार की गई है, जो, creativity और learning का Hub बन चुकी है | इसे प्रकृत् अरिवगम् के नाम से जाना जाता है | इस library का idea, technology की दुनिया से जुड़े श्रीराम गोपालन जी की देन है | विदेश में अपने काम के दौरान वे latest technology की दुनिया से जुड़े रहे | लेकिन, वो, बच्चों में पढ़ने और सीखने की आदत विकसित करने के बारे में भी सोचते रहे | भारत लौटकर उन्होंने प्रकृत् अरिवगम् को तैयार किया | इसमें तीन हजार से अधिक किताबें हैं, जिन्हें पढ़ने के लिए बच्चों में होड़ लगी रहती है | किताबों के अलावा इस library में होने वाली कई तरह की activities भी बच्चों को लुभाती हैं | Story Telling session हो, Art Workshops हो, Memory Training Classes, Robotics Lesson या फिर Public Speaking, यहां, हर किसी के लिए कुछ-न-कुछ जरूर है, जो उन्हें पसंद आता है |

साथियो, हैदराबाद में ‘Food for Thought’ Foundation ने भी कई शानदार libraries बनाई हैं | इनका भी प्रयास यही है कि बच्चों को ज्यादा-से-ज्यादा विषयों पर ठोस जानकारी के साथ पढ़ने के लिए किताबें मिलें | बिहार में गोपालगंज के ‘Prayog Library’ की चर्चा तो आसपास के कई शहरों में होने लगी है | इस library से करीब 12 गांवों के युवाओं को किताबें पढ़ने की सुविधा मिलने लगी है, साथ ही ये, library पढ़ाई में मदद करने वाली दूसरी जरूरी सुविधाएँ भी उपलब्ध करा रही है | कुछ libraries तो ऐसी हैं, जो, प्रतियोगी परीक्षाओं की तैयारी में students के बहुत काम आ रही हैं | ये देखना वाकई बहुत सुखद है कि समाज को सशक्त बनाने में आज library का बेहतरीन उपयोग हो रहा है | आप भी किताबों से दोस्ती बढ़ाइए, और देखिए, कैसे आपके जीवन में बदलाव आता है |

मेरे प्यारे देशवासियो, परसों रात ही मैं दक्षिण अमेरिका के देश गयाना से लौटा हूं | भारत से हजारों किलोमीटर दूर, गयाना में भी, एक ‘Mini भारत’ बसता है | आज से लगभग 180 वर्ष पहले, गयाना में भारत के लोगों को, खेतों में मजदूरी के लिए, दूसरे कामों के लिए, ले जाया गया था | आज गयाना में भारतीय मूल के लोग राजनीति, व्यापार, शिक्षा और संस्कृति के हर क्षेत्र में गयाना का नेतृत्व कर रहे हैं | गयाना के राष्ट्रपति डॉ. इरफान अली भी भारतीय मूल के हैं, जो, अपनी भारतीय विरासत पर गर्व करते हैं | जब मैं गयाना में था, तभी, मेरे मन में एक विचार आया था - जो मैं ‘मन की बात’ में आपसे share कर रहा हूं | गयाना की तरह ही दुनिया के दर्जनों देशों में लाखों की संख्या में भारतीय हैं | दशकों पहले की 200-300 साल पहले की उनके पूर्वजों की अपनी कहानियां हैं | क्या आप ऐसी कहानियों को खोज सकते हैं कि किस तरह भारतीय प्रवासियों ने अलग-अलग देशों में अपनी पहचान बनाई! कैसे उन्होंने वहाँ की आजादी की लड़ाई के अंदर हिस्सा लिया! कैसे उन्होंने अपनी भारतीय विरासत को जीवित रखा? मैं चाहता हूं कि आप ऐसी सच्ची कहानियों को खोजें, और मेरे साथ share करें | आप इन कहानियों को NaMo App पर या MyGov पर #IndianDiasporaStories के साथ भी share कर सकते हैं |

साथियो, आपको ओमान में चल रहा एक extraordinary project भी बहुत दिलचस्प लगेगा | अनेकों भारतीय परिवार कई शताब्दियों से ओमान में रह रहे हैं | इनमें से ज्यादातर गुजरात के कच्छ से जाकर बसे हैं | इन लोगों ने व्यापार के महत्वपूर्ण link तैयार किए थे | आज भी उनके पास ओमानी नागरिकता है, लेकिन भारतीयता उनकी रग-रग में बसी है | ओमान में भारतीय दूतावास और National Archives of India के सहयोग से एक team ने इन परिवारों की history को preserve करने का काम शुरू किया है | इस अभियान के तहत अब तक हजारों documents जुटाए जा चुके हैं | इनमें diary, account book, ledgers, letters और telegram शामिल हैं | इनमें से कुछ दस्तावेज तो सन् 1838 के भी हैं | ये दस्तावेज, भावनाओं से भरे हुए हैं | बरसों पहले जब वो ओमान पहुंचे, तो उन्होंने किस प्रकार का जीवन जिया, किस तरह के सुख-दुख का सामना किया, और, ओमान के लोगों के साथ उनके संबंध कैसे आगे बढ़े - ये सब कुछ इन दस्तावेजों का हिस्सा है | ‘Oral History Project’ ये भी इस mission का एक महत्वपूर्ण आधार है | इस mission में वहां के वरिष्ठ लोगों ने अपने अनुभव साझा किए हैं | लोगों ने वहाँ अपने रहन-सहन से जुड़ी बातों को विस्तार से बताया है |

साथियो ऐसा ही एक ‘Oral History Project’ भारत में भी हो रहा है | इस project के तहत इतिहास प्रेमी देश के विभाजन के कालखंड में पीड़ितों के अनुभवों का संग्रह कर रहें हैं | अब देश में ऐसे लोगों की संख्या कम ही बची है, जिन्होंने, विभाजन की विभीषिका को देखा है | ऐसे में यह प्रयास और ज्यादा महत्वपूर्ण हो गया है |

साथियो, जो देश, जो स्थान, अपने इतिहास को संजोकर रखता है, उसका भविष्य भी सुरक्षित रहता है | इसी सोच के साथ एक प्रयास हुआ है जिसमें गांवों के इतिहास को संजोने वाली एक Directory बनाई है | समुद्री यात्रा के भारत के पुरातन सामर्थ्य से जुड़े साक्ष्यों को सहेजने का भी अभियान देश में चल रहा है | इसी कड़ी में, लोथल में, एक बहुत बड़ा Museum भी बनाया जा रहा है, इसके अलावा, आपके संज्ञान में कोई manuscript हो, कोई ऐतिहासिक दस्तावेज हो, कोई हस्तलिखित प्रति हो तो उसे भी आप, National Archives of India की मदद से सहेज सकते हैं |

साथियो, मुझे Slovakia में हो रहे ऐसे ही एक और प्रयास के बारे में पता चला है जो हमारी संस्कृति को संरक्षित करने और उसे आगे बढ़ाने से जुड़ा है | यहां पहली बार Slovak language में हमारे उपनिषदों का अनुवाद किया गया है | इन प्रयासों से भारतीय संस्कृति के वैश्विक प्रभाव का भी पता चलता है | हम सभी के लिए ये गर्व की बात है कि दुनिया-भर में ऐसे करोड़ों लोग हैं, जिनके हृदय में, भारत बसता है |

मेरे प्यारे देशवासियो, अब मैं आपसे देश की एक ऐसी उपलब्धि साझा करना चाहता हूं जिसे सुनकर आपको खुशी भी होगी और गौरव भी होगा, और अगर आपने नहीं किया है, तो शायद पछतावा भी होगा | कुछ महीने पहले हमने ‘एक पेड़ मां के नाम’ अभियान शुरू किया था | इस अभियान में देश-भर के लोगों ने बहुत उत्साह से हिस्सा लिया | मुझे ये बताते हुए बहुत खुशी हो रही है कि इस अभियान ने सौ करोड़ पेड़ लगाने का अहम पड़ाव पार कर लिया है | सौ करोड़ पेड़, वो भी, सिर्फ पाँच महीनों में - ये हमारे देशवासियों के अथक प्रयासों से ही संभव हुआ है | इससे जुड़ी एक और बात जानकर आपको गर्व होगा | ‘एक पेड़ मां के नाम’ अभियान अब दुनिया के दूसरे देशों में भी फैल रहा है | जब मैं गयाना में था, तो वहां भी, इस अभियान का साक्षी बना | वहां मेरे साथ गयाना के राष्ट्रपति डॉ. इरफान अली, उनकी पत्नी की माता जी, और परिवार के बाकी सदस्य, ‘एक पेड़ मां के नाम’ अभियान में शामिल हुए |

साथियो, देश के अलग-अलग हिस्सों में ये अभियान लगातार चल रहा है | मध्य प्रदेश के इंदौर में ‘एक पेड़ मां के नाम’ अभियान के तहत, पेड़ लगाने का record बना है - यहां 24 घंटे में 12 लाख से ज्यादा पेड़ लगाए गए | इस अभियान की वजह से इंदौर की Revati Hills के बंजर इलाके, अब, green zone में बदल जाएंगे | राजस्थान के जैसलमेर में इस अभियान के द्वारा एक अनोखा record बना - यहां महिलाओं की एक टीम ने एक घंटे में 25 हजार पेड़ लगाए | माताओं ने मां के नाम पेड़ लगाया और दूसरों को भी प्रेरित किया। यहां एक ही जगह पर पाँच हज़ार से ज़्यादा लोगों ने मिलकर पेड़ लगाए - ये भी अपने आप में एक रिकॉर्ड है । ‘एक पेड़ माँ के नाम’ अभियान के तहत कई सामाजिक संस्थाएँ स्थानीय जरूरतों के हिसाब से पेड़ लगा रही हैं । उनका प्रयास है कि जहां पेड़ लगाए जाएँ वहाँ पर्यावरण के अनुकूल पूरा Eco System Develop हो । इसलिए ये संस्थाएँ कहीं औषधीय पौधे लगा रहीं हैं, तो कहीं, चिड़ियों का बसेरा बनाने के लिए पेड़ लगा रहीं हैं । बिहार में ‘JEEViKA Self Help Group’ की महिलाओं ने 75 लाख पेड़ लगाने का अभियान चला रहीं हैं । इन महिलाओं का focus फल वाले पेड़ों पर है, जिससे आने वाले समय में आय भी की जा सके ।

साथियो, इस अभियान से जुड़कर कोई भी व्यक्ति अपनी माँ के नाम पर पेड़ लगा सकता है । अगर माँ साथ है तो उन्हें साथ लेकर आप पेड़ लगा सकते हैं, नहीं तो उनकी तस्वीर साथ में लेकर आप इस अभियान का हिस्सा बन सकते हैं । पेड़ के साथ आप अपनी Selfie भी mygov.in पर पोस्ट कर सकते हैं । माँ, हम सबके लिए जो करती है हम उनका ऋण कभी नहीं चुका सकते, लेकिन, एक पेड़ माँ के नाम लगाकर हम उनकी उपस्थिति को हमेशा के लिए जीवंत बना सकते हैं ।

मेरे प्यारे देशवासियो, आप सभी लोगों ने बचपन में गौरेया या Sparrow को अपने घर की छत पर, पेड़ों पर चहकते हुए ज़रूर देखा होगा । गौरेया को तमिल और मलयालम में कुरुवी, तेलुगु में पिच्चुका और कन्नड़ा में गुब्बी के नाम से जाना जाता है । हर भाषा, संस्कृति में, गौरेया को लेकर किस्से-कहानी सुनाए जाते हैं । हमारे आसपास Biodiversity को बनाए रखने में गौरेया का एक बहुत महत्वपूर्ण योगदान होता है, लेकिन, आज शहरों में बड़ी मुश्किल से गौरेया दिखती है । बढ़ते शहरीकरण की वजह से गौरेया हमसे दूर चली गई है । आज की पीढ़ी के ऐसे बहुत से बच्चे हैं, जिन्होंने गौरेया को सिर्फ तस्वीरों या वीडियो में देखा है । ऐसे बच्चों के जीवन में इस प्यारी पक्षी की वापसी के लिए कुछ अनोखे प्रयास हो रहे हैं । चेन्नई के कूडुगल ट्रस्ट ने गौरेया की आबादी बढ़ाने के लिए स्कूल के बच्चों को अपने अभियान में शामिल किया है । संस्थान के लोग स्कूलों में जाकर बच्चों को बताते हैं कि गौरेया रोज़मर्रा के जीवन में कितनी महत्वपूर्ण है । ये संस्थान बच्चों को गौरेया का घोंसला बनाने की training देते है । इसके लिए संस्थान के लोगों ने बच्चों को लकड़ी का एक छोटा सा घर बनाना सिखाया । इसमें गौरेया के रहने, खाने का इंतजाम किया । ये ऐसे घर होते हैं जिन्हें किसी भी इमारत की बाहरी दीवार पर या पेड़ पर लगाया जा सकता है । बच्चों ने इस अभियान में उत्साह के साथ हिस्सा लिया और गौरेया के लिए बड़ी संख्या में घोंसला बनाना शुरू कर दिया । पिछले चार वर्षों में संस्था ने गौरेया के लिए ऐसे दस हज़ार घोंसले तैयार किए हैं । कूडुगल ट्रस्ट की इस पहल से आसपास के इलाकों में गौरेया की आबादी बढ़नी शुरू हो गई है। आप भी अपने आसपास ऐसे प्रयास करेंगे तो निश्चित तौर पर गौरेया फिर से हमारे जीवन का हिस्सा बन जाएगी ।

साथियो, कर्नाटका के मैसुरू की एक संस्था ने बच्चों के लिए ‘Early Bird’ नाम का अभियान शुरू किया है । ये संस्था बच्चों को पक्षियों के बारे में बताने के लिए खास तरह की library चलाती है । इतना ही नहीं, बच्चों में प्रकृति के प्रति जिम्मेदारी का भाव पैदा करने के लिए ‘Nature Education Kit’ तैयार किया है। इस Kit में बच्चों के लिए Story Book, Games, Activity Sheets और jig-saw puzzles हैं । ये संस्था शहर के बच्चों को गांवों में लेकर जाती है और उन्हें पक्षियों के बारे में बताती है । इस संस्था के प्रयासों की वजह से बच्चे पक्षियों की अनेक प्रजातियों को पहचानने लगे हैं । ‘मन की बात’ के श्रोता भी इस तरह के प्रयास से बच्चों में अपने आसपास को देखने, समझने का अलग नज़रिया विकसित कर सकते हैं ।

मेरे प्यारे देशवासियो, आपने देखा होगा, जैसे ही कोई कहता है ‘सरकारी दफ्तर’ तो आपके मन में फाइलों के ढ़ेर की तस्वीर बन जाती है | आपने फिल्मों में भी ऐसा ही कुछ देखा होगा | सरकारी दफ्तरों में इन फाइलों के ढ़ेर पर कितने ही मजाक बनते रहते हैं, कितनी ही कहानियां लिखी जा चुकी हैं | बरसों-बरस तक ये फाइलें Office में पड़े-पड़े धूल से भर जाती थीं, वहां, गंदगी होने लगती थी - ऐसी दशकों पुरानी फाइलों और Scrap को हटाने के लिए एक विशेष स्वच्छता अभियान चलाया गया | आपको ये जानकर खुशी होगी कि सरकारी विभागों में इस अभियान के अद्भुत परिणाम सामने आए हैं | साफ-सफाई से दफ्तरों में काफी जगह खाली हो गई है | इससे दफ्तर में काम करने वालों में एक Ownership का भाव भी आया है | अपने काम करने की जगह को स्वच्छ रखने की गंभीरता भी उनमें आई है |

सथियो, आपने अक्सर बड़े-बुजुर्गों को ये कहते सुना होगा, कि जहां स्वच्छता होती है, वहां, लक्ष्मी जी का वास होता है | हमारे यहाँ ‘कचरे से कंचन’ का विचार बहुत पुराना है | देश के कई हिस्सों में ‘युवा’ बेकार समझी जाने वाली चीजों को लेकर, कचरे से कंचन बना रहे हैं | तरह-तरह के innovation कर रहे हैं | इससे वो पैसे कमा रहे हैं, रोजगार के साधन विकसित कर रहे हैं | ये युवा अपने प्रयासों से sustainable lifestyle को भी बढ़ावा दे रहे हैं | मुंबई की दो बेटियों का ये प्रयास, वाकई बहुत प्रेरक है | अक्षरा और प्रकृति नाम की ये दो बेटियाँ, कतरन से फैशन के सामान बना रही हैं | आप भी जानते हैं कपड़ों की कटाई-सिलाई के दौरान जो कतरन निकलती है, इसे बेकार समझकर फेंक दिया जाता है | अक्षरा और प्रकृति की Team उन्हीं कपड़ों के कचरे को Fashion Product में बदलती है | कतरन से बनी टोपियां, Bag हाथों-हाथ बिक भी रही है |

साथियो, साफ-सफाई को लेकर UP के कानपुर में भी अच्छी पहल हो रही है | यहाँ कुछ लोग रोज सुबह Morning Walk पर निकलते हैं और गंगा के घाटों पर फैले Plastic और अन्य कचरे को उठा लेते हैं | इस समूह को ‘Kanpur Ploggers Group’ नाम दिया गया है | इस मुहिम की शुरुआत कुछ दोस्तों ने मिलकर की थी | धीरे-धीरे ये जन भागीदारी का बड़ा अभियान बन गया | शहर के कई लोग इसके साथ जुड़ गए हैं | इसके सदस्य, अब, दुकानों और घरों से भी कचरा उठाने लगे हैं | इस कचरे से Recycle Plant में tree guard तैयार किए जाते हैं, यानि, इस Group के लोग कचरे से बने tree guard से पौधों की सुरक्षा भी करते हैं|

साथियो, छोटे-छोटे प्रयासों से कैसी बड़ी सफलता मिलती है, इसका एक उदाहरण असम की इतिशा भी है | इतिशा की पढ़ाई-लिखाई दिल्ली और पुणे में हुई है | इतिशा corporate दुनिया की चमक-दमक छोड़कर अरुणाचल की सांगती घाटी को साफ बनाने में जुटी हैं | पर्यटकों की वजह से वहां काफी plastic waste जमा होने लगा था | वहां की नदी जो कभी साफ थी वो plastic waste की वजह से प्रदूषित हो गई थी | इसे साफ करने के लिए इतिशा स्थानीय लोगों के साथ मिलकर काम कर रही है | उनके group के लोग वहां आने वाले tourist को जागरूक करते हैं और plastic waste को collect करने के लिए पूरी घाटी में बांस से बने कूड़ेदान लगाते हैं |

साथियो, ऐसे प्रयासों से भारत के स्वच्छता अभियान को गति मिलती है | ये निरंतर चलते रहने वाला अभियान है | आपके आस-पास भी ऐसा जरूर होता ही होगा | आप मुझे ऐसे प्रयासों के बारे में जरूर लिखते रहिए |

साथियो, ‘मन की बात’ के इस episode में फिलहाल इतना ही | मुझे तो पूरे महीने, आपकी प्रतिक्रियाओं, पत्रों और सुझावों का खूब इंतजार रहता है | हर महीने आने वाले आपके संदेश मुझे और बेहतर करने की प्रेरणा देते हैं | अगले महीने हम फिर मिलेंगे, ‘मन की बात’ के एक और अंक में - देश और देशवासियों की नई उपलब्धियों के साथ, तब तक के लिए, आप सभी देशवासियों को, मेरी ढ़ेर सारी शुभकामनाएं |

बहुत-बहुत धन्यवाद |