કોંગ્રેસ મુક્ત ભારત એ ભારતીય જનતા પાર્ટીનો નારો નહીં પરતુ સવા સો કરોડ દેશવાસીઓ માટે બધી જ સમસ્યામાથી મુક્તિ માટેનો જન-જન મંત્ર છેઃ શ્રી નરેન્દ્રભાઇ મોદી
દેશની જનતા જ આગામી ચૂટણીઓમાં નક્કી કરશે કે તેને ટેલીવિઝન પર દેખાતા વ્યકિતત્વ-નેતૃત્વને દેશનુ સુકાન સોંપવુ છે કે ધરતી પર વિઝન અને સુશાસન ઉતારનાર વ્યકિતત્વ-નેતૃત્વને સોંપવુ છે ? અમે દેશની જનતાના દિલમાં સ્થાન-વિજય મેળવ્યો છેઃ ગુજરાતના મુખ્યમત્રીશ્રી
કોંગ્રેસની વર્તમાન સરકારે સઘીય ઢાચા અને સવૈધાનિક સસ્થાઓ ઉપર કુઠારાઘાત કર્યો છેઃ ભાજપા સત્તામાં આવતાં લોકતત્રની ગરિમા પુનઃ પ્રસ્થાપિત કરશે ભારતીય જનતા પાર્ટીના પ્રધાન મંત્રી પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગોવાના પણજીમાં ભારતીય જનતા પાર્ટી આયોજિત વિજય સકલ્પ રેલીમાં કોંગ્રેસ મુક્ત ભારતનુ આહ્વાન કરતાં સ્પષ્ટપણે જણાવ્યુ કે, કોંગ્રેસ મુક્ત ભારત એ ભારતીય જનતા પાર્ટીનો નારો નહીં પરતુ સવા સો કરોડ દેશવાસીઓના મનમાં ભ્રષ્ટાચાર, પરિવારવાદ, જાતિવાદ, સપ્રદાયવાદ, પ્રાદેશિકવાદ તેમજ ગરીબી, બિમારી બધી જ સમસ્યાઓ માથી મુક્તિનો શ્વાસ લેવાનો એક જ ધ્યેય મંત્ર છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્તમાન કેન્દ્ર સરકારને આડે હાથ લેતાં જણાવ્યુ કે કેન્દ્રની આ કોંગ્રેસી સરકારે દેશને ૫૦ વર્ષ પાછળ પાડી દીધો છે. મનમોહનસિહની આ સરકારના દસ વર્ષના લેખાજોખા કરીએ તો કોઇપણ ક્ષેત્રમાં તેની કોઇ ઉપલબ્ધિ જણાતી જ નથી. માત્ર કોંગ્રેસ પાર્ટી જ નહીં દિલ્હીની આ સરકાર પણ હવે દેશ ઉપર બોજ બની ગઇ છે. આ બોજરૂપ સરકાર અને જેના જડમૂળમાં જ ભ્રષ્ટાચારની સસ્કૃતિ વ્યાપેલી છે એવા કોંગ્રેસ પક્ષને હવે દેશવટો આપવાનો સમય પાકી ગયો છે તેમ તેમણે જણાવ્યુ હતુ.
ગુજરાતના મુખ્યમત્રીશ્રીએ કાહ્યુ કે, આજકાલ ટી.વી. અને અન્ય મીડિયામાં તેઓ સતત હારતાં રાહ્યા છે પરતુ જનતા જનાર્દનના દિલમાં તેમણે જીત જ હાસલ કરી છે. આવનારા સમયમાં દેશવાસીઓ જ નક્કી કરશે કે તેમને ટેલીવિઝનમાં દેખાતા નેતૃત્વ અને વ્યકિતત્વ જોઇએ છીએ કે ધરતી પર વિઝન ઉતારનાર અને સુશાસન આપનાર નેતૃત્વ અને વ્યકિતત્વ જોઇએ છીએ. ભાજપા પર્યાવરણની રક્ષા, માઇનીંગ ક્ષેત્રમાં ટ્રાન્સપરન્સી અને દેશના અર્થતત્રને અર્થતત્રને મક્કમતાપૂર્વક આગળ વધારવાની તાકાત સાથે તમામ ક્ષેત્રે વિકાસ માટે પ્રતિબધ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતુ.
ભારતીય જનતા પાર્ટીના રાજ્યના મુખ્યમત્રીશ્રીઓ સામાન્ય પરિવારના છે અને કાર્યકર્તા માથી મુખ્યમત્રી તરીકે તેમને રાજ્યની સેવા કરવાનો અવસર ભાજપાએ આપ્યો છે એ જ પુરવાર કરે છે કે, ભારતીય જનતા પાર્ટીમાં પરિવારવાદ કે વશવાદ નહીં પરતુ નિષ્ઠાવાદ અને સામાન્ય કાર્યકર્તાને પણ તક આપવાનો અભિગમ છે. આમ છતાં ભાજપા ઉપર કિચડ ઉછાળ અને બેઇમાનીના આક્ષેપો કરનારાઓ એ ભૂલી જાય છે કે ભાજપાના શાસન દરમિયાન એવા નિષ્ઠાવાન પ્રધાન મંત્રી અટલજી હતા કે જેમની પાસે આજે પણ રહેવા માટે પોતાનુ ઘર નથી. આ ઇમાનદારી, આ દેશભક્તિ અને આ સેવા ભાવનાથી મા ભારતીની સેવા કરવા ભારતીય જનતા પાર્ટીનો એક એક સૈનિક પ્રતિબધ્ધ છે તેમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું હતુ.
ભાજપાના પ્રધાન મંત્રી પદના ઉમેદવાર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રની સરકાર દેશના સઘીય ઢાચા ઉપર કુઠારાઘાત કરી રહી છે અને સવૈધાનિક વ્યવસ્થાઓને અને ઇન્સ્ટિટ્યુટને બેકાર કરી રહી છે. તેમ સ્પષ્ટ જણાવતાં ઉમેર્યું કે આ કોંગ્રેસ સરકારમાં સત્તા એવી જગ્યાએ કેન્દ્રિત થઇ ગઇ છે જ્યાં જવાબદેહી છે જ નહીં. ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવતાં જ લોકતત્રની આ છિનવાઇ ગયેલી ગરીમા પુનઃ પ્રસ્થાપિત કરશે એટલુ જ નહીં સવૈધાનિક સસ્થાઓની પ્રતિષ્ઠા પણ વધારશે અને સઘીય ઢાચા મુજબ રાજ્યને પણ પુરતુ મહત્વ આપતાં સત્તા અને જવાબદારીનુ વિકેન્દ્રકરણ કરશે.
ભાજપાના જનાધાર માટે ગોવા પ્રતિક બનશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કાહ્યુ કે, દેશભરમાથી ગોવાના પર્યટને આવતાં પ્રવાસીઓને ગોવા વાસીઓ તેમના પ્રદેશના ભાજપ સુશાસનની અનૂભૂતિ કરાવી આવુ જ સુશાસન દેશમાં લાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં બને તે માટે સદાય પ્રયત્નશીલ રહેશે.
મુખ્યમત્રીશ્રીએ સ્વામી વિવેકાનદજીના ભારતને જગદ્ગુરૂ બનાવવાના સપના સાકાર કરવા તથા દેશની એકતા અખડિતતાની ભાવના સાચવી રાખવા તેમજ કોંગ્રેસી કુશાસનથી મુકિત માટે ‘વોટ ફોર ઇન્ડિયૉ’નો મંત્ર આપ્યો હતો.