આપત્તિ વ્યવસ્થાપનમાં જનશકિતના સહયોગની સાફલ્યગાથાનું પ્રેરક દ્રષ્ટાંત

શિચાયુન પ્રાન્તમાં ર૦૦૮ના ભૂકંપથી તારાજ થયેલા યિંગજીયુ ગ્રામ્યનગરના જનભાગીદારીથી પૂનઃનિર્મિત આવાસપ્રવાસન પ્રોજેકટની મૂલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી

કંપથી તારાજ શહેરના અવશેષો અને દિવંગત લોકોના સ્મારકના સ્થળે જઇ સંવેદનાસભર હૈયે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચીનયાત્રાનો પ્રવાસ આજે સાંજે દક્ષિણ ચીનના સિચાઉન પ્રોવિન્સની પર્વતમાળાઓમાં વસેલા અને સને ર૦૦૮ના વિનાશક ભૂકંપનો ભોગ બનીને તારાજ થયેલા યિંગજીયુ (YINGXIU) શહેરનો આપત્તિમાંથી અવસરમાં પલટાવી પૂનઃનિર્માણ અને પૂનઃસ્થાપનનો ભગીરથ પુરૂષાર્થ નિહાળીને ચીન સરકાર અને જનશકિતની ભાગીદારીની પ્રેરક સાફલ્યગાથા નજરે નિહાળીને સંપણ કર્યો હતો.

ચેન્ગડુથી ૮૦ કીલોમીટર દૂર પર્વતમાળામાં યિંગજીઅ શહેર ધરતીકંપના વિનાશમાં તારાજ થઇ ગયું હતું. એક હજારથી વધુ લોકોનો જાન લેનારા ભૂકંપની આ વિનાશકારી દુર્ઘટના પછી ચીનની જનતા અને સરકારે વિનાશની આપત્તિને વિકાસના અવસરમાં ગુજરાતની જેમ પલ્ટાવી દીધી હતી અને માત્ર ત્રણ જ વર્ષમાં નવા યિંગજીયુ નગરનું નિર્માણ કરી દીધું હતું. આજે પર્વતમાળાઓની વચ્ચે પૂનઃનિર્મિત આ યિંગજીયુ નગર અને ગામોના પૂનઃવસવાટના અનોખા પ્રોજેકટની મૂલાકાતે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતનું ડેલીગેશન ગયું હતું. યિંગજીયુની નવી વસાહતોને ભૂકંપ પ્રતિરોધક આવાસ ટેકનોલોજીથી બનાવવામાં આવી છે અને સરકારના આ પ્રોજેકટમાં પુરૂષાર્થની જનભાગીદારીથી આજે યિંગજીયુ નગર વસાહતે વિશ્વ માટે આપત્તિ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી દીધું છે.

દુનિયામાંથી ચીન આવતા પ્રવાસી પર્યટકો માટે યિંગજીયુ પ્રવાસને ઉદ્યોગ દ્વારા ચીનના અર્થતંત્રને નવી શકિત પૂરી પાડી છે. ભૂકંપનો ભોગ બનેલા પીડિત પરિવારોએ વિનાશની વ્યથા વિસારે પાડીને નવી આશા સાથે નવજીવનની શરૂઆત કરી છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના યુવા પાંખ દ્વારા યુવાપ્રવૃત્તિ કેન્દ્રમાં ભૂકંપનો વિનાશક ચિતાર અને ત્યારબાદ સમગ્રતયા જનશકિતથી ભૂકંપ પૂનઃસ્થાપનનું દ્રશ્યશ્રાવ્ય મ્યુઝિયમ અને યુવાકેન્દ્ર કોઇપણ પર્યટકના દિલમાં અનુકંપા ધરાવતું બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ યુવાપ્રવૃત્તિ કેન્દ્ર અને ત્યારબાદ ૧રમી મે ર૦૦૮ના રોજ ભૂકંપથી તારાજ થયેલા નગરોના અવશેષો અને સ્મૃતિસ્મારક સ્થળે જઇને ભૂકંપમાં જાન ગૂમાવનારા પરિવારો પ્રત્યે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. યિંગજીયુના આ ભૂકંપ પૂનવસવાટ પ્રોજેકટમાં ભૂકંપનો ભોગ બનેલા પરિવારો માટેની વસાહતમાં જનભાગીદારીના પુરૂષાર્થના અપૂર્વ પુરૂષાર્થના કારણે તૈયાર થયેલા આવાસોમાં માત્ર રપ ટકા પ્રોજેકટ કોસ્ટથી ભૂકંપપીડિતોનો વસવાટ કર્યો છે અને સમગ્ર ભૂકંપગ્રસ્ત યિંગજીયુ પ્રદેશ આજે પ્રવાસન ઊદ્યોગથી ધમધમી રહયો છે.

ગુજરાતમાં સને ર૦૦૧માં કચ્છના વિનાશકારી ભૂકંપ પછી રાજ્યની વર્તમાન સરકારે જનશકિતના સક્રિય પુરૂષાર્થથી ચાર નગરોનું પૂનઃસ્થાપન માત્ર ત્રણ જ વર્ષમાં સાકાર કર્યું હતું તેનું સ્મરણ કરાવતાં યિંગજીયુનો આ આપત્તિવ્યવસ્થાપન અને પૂનઃવસન પ્રોજેકટ નિહાળીને ગુજરાત ડેલીગેશનના સભ્યો પણ સંવેદનાસભર બની ગયા હતા. મુખ્યમંત્રીશ્રીએ આવાસ બાંધકામ ટેકનોલોજીના અભ્યાસ અર્થે પૂનઃનિર્મિત લોકોસ્ટ આવસોમાં જઇને નિરીક્ષણ કર્યું હતું. શિયુઆન પ્રાન્તના આ યિંગજીયુ નગરના ભૂકંપ પીડિતોની વહારે ગુજરાત સમયસર પહોંચીને મદદનો માનવતાનો હાથ લંબાવ્યો હતો.

આ સંવેદનશીલ મૂલાકાત સાથે મુખ્યમંત્રીશ્રીએ ચેન્ગડુમાં બુધ્ધ ધર્મના વેંગ શુ ટેમ્પલની મૂલાકાત લીધી હતી અને ચીનનો પાંચ દિવસનો અત્યંત સફળ પ્રવાસ સંપણ કર્યો હતો.

ચેન્ગડુમાં વેન્શુ ટેમ્પલમાં ભગવાન બુધ્ધના આધ્યાત્મિક શ્રધ્ધાના કેન્દ્રસમા વેન્શુ ટેમ્પલના દર્શન કરી ચીનનો પ્રવાસ સંપણ કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચીનની યાત્રાનો પાંચ દિવસનો પ્રવાસ દક્ષિણ ચીનના ચેન્ગડુમાં આવેલા અતિ પ્રાચીન બૌધમંદિર વેન્શુ (Wenshu) ટેમ્પલની મૂલાકાત લઇને સંપણ કર્યો હતો. ગુજરાત ડેલિગેશન સાથે ચીન પ્રવાસના છેલ્લા દિવસે આજે સાંજે ચેન્ગડુમાં ભગવાન બુધ્ધના આદર્શો અને માનવજાતના કલ્યાણ માટેનું જીવન દર્શન કરાવતા વેન્શુ ટેમ્પલમાં ભગવાન બુધ્ધની ભવ્ય પ્રતિમાઓ અને મૂર્તિઓ સદીઓ પહેલાં પ્રસ્થાપિત કરવામાં આવી છે અને બુધ્ધ ધર્મના અનુયાયીઓ માટે આ ટેમ્પલ મહિમાવંત શ્રધ્ધાનું કેન્દ્ર છે તેની મૂલાકાત લીધી હતી. ટેમ્પલ મેનેજમેન્ટના પદાધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીને વિવિધ પ્રતિમાઓની આધ્યાત્મિક, ઐતિહાસિક અને ધાર્મિક મહાત્મ્યની ભૂમિકા સાથે દર્શન કરાવ્યા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand

Media Coverage

India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 જાન્યુઆરી 2025
January 04, 2025

Empowering by Transforming Lives: PM Modi’s Commitment to Delivery on Promises