મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મધ્યપ્રદેશની ઉજૈન નગરીમાં ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગ પીઠના સુખ્યાત મહાકાલેશ્વર મંદિરમાં જઇને મહાકાલ જ્યોતિર્લિંગના ભકિતભાવપૂર્વક પૂજા-દર્શન કર્યા હતાં.શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે સવારે ઉજૈન પહોંચ્યા હતા અને ભગવાન મહાકાલેશ્વરની સમક્ષ ભકિતભાવથી પૂજા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉજૈન નગરીમાં માતા હરસિધ્ધિ શકિતપીઠમાં જઇને આરતી દર્શન કર્યા હતાં અને ત્યારબાદ નવગ્રહ શનિ-દેવમંદિરમાં જઇને પૂજાપાઠ કર્યા હતાં.