પરિવર્તનનો સંદેશ ડાયમંડ હોલનું ઉદ્દઘાટન
ભારતનું સામર્થ્ય આજથી નવ મહિના પછી હીરાની જેમ ચમકે એ માટે દેશની જનતાએ નિર્ણય કરવાનો છે ર૦૦૪ પછી નવ વર્ષથી દેશ પતનમાં ધકેલાઇ ગયોઃ સરકાર ઉપર જનતાનો ભરોસો તૂટી ગયો
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે મુંબઇમાં ભારત ડાયમંડ બૂર્સના નવનિર્મિત ડાયમંડ હોલનું ઉદ્દઘાટન કરતાં છેલ્લા નવ વર્ષથી દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકારની ખોટી નીતિ અને નિષ્ફળતા ઉપર પ્રહારો કરતાં રૂપિયા અને હીરાની ચમક ઝાંખી પાડવા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી અને નવ મહિના પછી આ કેન્દ્ર ની વર્તમાન સરકારમાંથી છૂટકારો મળશે. એટલે ભારતનું સામર્થ્ય હીરાની જેમ ફરી ચમકી ઉઠશે એમ જણાવ્યું હતું.
મુંબઇના ડાયમંડ બૂર્સ કોમ્લેક્ષમાં આજે સાંજે અભૂતપૂર્વ જોમજૂસ્સાથી ડાયમંડ ટ્રેડર્સ બિઝનેસ જગતે મુખ્યમંત્રીશ્રીને આવકાર આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અભૂતપૂર્વ સન્માનનો પ્રતિભાવ આપતા આહવાન કર્યું કે છેલ્લા નવ વર્ષથી કેન્દ્રંની સરકારની અવળ નિતીઓના કારણે હીરાની અને રૂપિયાની ચમક ઝાંખી પડી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હવે જનતાએ નિર્ણય કરવાનો છે અને હીરાની ચમકથી દેશ ઝળહળતો કરવાનો છે. નવ વર્ષથી દેશને જે ગ્રહણો લાગ્યા્ છે તેમાંથી હવે આ દેશ નવ મહિના પછી શકિત અને સામર્થ્ય થી ફરી આગળ વધશ, આજે તો દેશમાં અવી સ્થિમતિ છે કે કોઇને કોઇ ઉપર ભરોસો જ નથી. આ સ્થિતિ બદલવાની છે.
પ્રધાનમંત્રીશ્રી ડો. મનમોહનસિંહ અમેરિકામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળ્યા પણ તે પછી, દેશની જનતા સમક્ષ મૂલાકાત પછી ભારત સરકારે જે હકિકતો મૂકી તેના દાવા ઉપર દેશની જનતાને ભરોસો નથી રહયો. પાકિસ્તાનના વડાપ્રધાનની સાથે ખરેખર શું કહયું હશે તે વાત ઉપર ભરોસો બેસતો જ નથી એમ તેમણે જણાવ્યું હતું.
હિન્દુસ્તાનના રાજનૈતિક જીવનમાં અત્યાર સુધી મોદીની જેટલી ટીકા અને ગાળો દીધી છે, જુઠા આરોપો કર્યા છે પરંતુ જનતાએ મોદીનો સાથ છોડયો નથી કારણ જનતાને ભરોસો છે, અમારી પણ ખામીઓ રહી હશે પણ અમારો ઇરાદો નેક છે એ જનતા સમજે છે તેથી સાથ આપે છે. તેમ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રમાં બેઠેલી વર્તમાન સરકાર સાથે ચાલવા કેમ કોઇ હિન્દુસ્તાની તૈયાર નથી એવો પ્રશ્ન ઉઠાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ દેશની જનતા ઇમાનદાર છે પણ કેન્દ્રની સરકારે ઇમાનદારીની કયારેય પરવા કરી નથી. દેશના નવજૂવાનોની શકિત સામર્થ્ય તેઓ ઓળખવા તૈયાર નથી. આ યુવાનને જાતિવાદ-કોમવાદ નથી ખપતો. એક જ મંત્ર અને એક જ સપનું છે વિકાસ-વિકાસ અને વિકાસ. બધી સમસ્યા નું સમાધાન વિકાસ છે. આર્થિક નીતિ એવી હોવી જોઇએ જે દેશને વિકાસના માર્ગે ગતિશીલ બનાવે, તેમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દ્રષ્ટાંતતો સાથે સમજાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશના બજેટમાં વિઝન શું હોય તેની ચર્ચા જ નથી હોતી-દેશની ગતિ કેવી હોય અને પ્રગતિ કેવી છે તેની સોચ જ ન હતી. પરિવારમાં વડાનું નિયંત્રણ ના હોય તો કુટુંબ વિખેરાઇ જાય એવું જ દેશના વડાનું છેપ પણ જનતાને અનુભૂતિ જ નથી થતી કે તેનો સરકાર ઉપર કંટ્રોલ છે? મોંઘવારી ઘટાડવાના વચનનું શું થયું? ભરોસો એટલે જ તૂટી ગયો છે. દેશનો રૂપિયો હોસ્પિેટલના આઇ.સી.યુ.માં છે. કેન્દ્ર કહે છે રૂપિયો ફરીથી સશકત બનશે પણ તેમનો કંટ્રોલ કયાં છે-માત્ર સી.બી.આઇ. ઉપર જ છે. મોદીનું સ્વાદત કરનારાને બદલો લેવાની ભાવનાથી પરેશાન કરાશે. ૧૦ વર્ષથી મોદી ઉપર એટલા જુલ્મોં ગુજાર્યા પરંતુ તેમને પરેશાની એ છે કે મોદી કઇ માટીમાંથી બન્યા છે? મારે કહેવું છે કે મોદી સરદાર અને ગાંધી જન્મને તે માટીમાંથી જન્નાથ છે.
મુખ્યમંત્રીશ્રીની રજત તુલામાંથી મળેલી બધી ચાંદીનો ઉપયોગ સરદાર પટેલના સ્મારક સ્ટેયચ્યુ ઓફ યુનિટીમાં વપરાશે તેમ જણાવતાં શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની રૂપરેખા આપી હતી.
પ્રારંભમાં ધી મુંબઇ ડાયમંડ મરચંડ એસોસિએશનના પદાધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.