ઓમાનના વિદેશી મંત્રી શ્રી યુસુફ બિન અલાવી બિન અબ્દુલ્લાહે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રી અને શ્રી યુસુફ બિન અલાવી બિન અબ્દુલ્લાહે ભારત અને ઓમાન વચ્ચેના સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધારીને ગાઢ બનાવવા પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
શ્રી યુસુફ બિન અલાવી બિન અબ્દુલ્લાહએ તેમના મહામહિમ સુલતાન કાબૂસ બિન સૈયદ અલ સૈયદ તરફથી શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ પણ સુલતાનને શુભેચ્છા પાઠવી હતી.