પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી કેમ્પસ પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ત્રીજો પદવીદાન સમારોહ
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે ૬૭૧ યુવા વર્ગને PDPU ડિગ્રી એનાયત
PDPU ચેરમેન-રિલાયન્સ ગ્રૃપના પ્રમુખ શ્રી મુકેશ અંબાણીનું પ્રેરક સંબોધન
બ્રિટીશ પેટ્રોલિયમના ગ્રૃપ એકઝીકયુટીવ બોબ ડડલી ઉપસ્થિત
મુખ્યમંત્રીશ્રીઃ વિશ્વને ઊર્જા કટોકટીના સંકટમાંથી ઉગારવા ભારતના યુવાનો નવા ઊર્જા સંશોધનોના માર્ગ બતાવે
દેશના વિકાસમાં ઊર્જા શક્તિ્ને સાક્ષાત્કાર કરાવીએ
યુ.પી.એ. સરકારની ઊર્જા નીતિ વિકાસ અવરોધક
ગુજરાતે બિન પરંપરાગત ઊર્જાસ્ત્રોતના અભિનવ પ્રયોગો કર્યા
વિદ્યાર્થીઓનો પુરૂષાર્થ દેશની પ્રગતિ સાથે જોડાયેલો છેઃ સફળ વિદ્યાર્થી વૈશ્વિક દેશના રાજદૂત : શ્રી મુકેશ અંબાણી
ટેકનોલોજી, નીતિગત સહયોગ અને સહભાગીતાથી ગુજરાતે વૈશ્વિક સ્તરનો વિકાસ કર્યો છે : બોબ ડડલી
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU)ના ત્રીજા પદવીદાન સમારોહમાં વિશ્વને ઊર્જાની કટોકટીના સંકટમાંથી ઊર્જા શક્તિ્નો સાક્ષાત્કાર કરાવવા ભારતની યુવાશક્તિને પ્રેરક આહ્વાન કર્યું હતું.
પેટ્રોલિયમ એનર્જી સેકટરમાં કુશળ માનવ સંસાધન વિકાસ અને સંશોધન માટે મુખ્ય મંત્રીશ્રીની પ્રેરણાથી કાર્યરત, ગાંધીનગર નજીક આવેલા PDPU કેમ્પસમાં આજે ત્રીજો પદવીદાન સમારોહ સંપન્ન થયો હતો. PDPUના પીએચડી, પોસ્ટસ ગ્રેજયુએટ અને અન્ડર ગ્રેજયુએટ ડિગ્રીઓમાં ઉત્તીર્ણ ૬૭૧ યુવક-યુવતિઓને મુખ્ય મંત્રીશ્રી તેમજ રિલાયન્સે ગ્રૃપના ચેરમેન શ્રી મુકેશ અંબાણી અને બ્રિટીશ પેટ્રોલિયમના ગ્રૃપ એકઝીકયુટીવ પ્રેસીડેન્ટ શ્રીયુત બોબ ડડલી(BOB DUDLI)ના હસ્તે પદવીઓ અને ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા.
પદવી પ્રાપ્ત કરનારા સહુ PDPU ડિગ્રીધારકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતાં શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આ ઊર્જાવાન યુવાનો ભારતને નવી ઊર્જા તરફ લઇ જશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો.
હિન્દુસ્તાનની યુવાશક્તિને રાષ્ટ્ર અને માનવજાતના વિકાસ અને ભલા માટે જોડીશું તો પાછલા ૬૦ વર્ષોની ખોટ આપણે આગામી દશ વર્ષમાં પૂરી કરી શકીશું એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ આત્મવિશ્વાસથી અનેક કઠીનાઇઓ અને સંકટ વચ્ચે દેશને નવી ઊંચાઇ ઉપર લઇ જવા આ યુવાશક્તિને DEMOGRAFIC DIVIDEND ના રૂપમાં દુનિયા સમક્ષ રજૂ કરવા આહ્વાન કર્યું હતું.
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીએ દેશના વાતાવરણમાં અંધારૂં છવાયેલું હોય છતાં સપના સાકાર કરવા માટે યુવાનોને આત્મ વિશ્વાસથી પરિસ્થિતિ બદલી શકાશે એવી પ્રતિબદ્ધતા દાખવતાં જણાવ્યું કે, ભારતની મહાન વિરાસત સાથે જોડાયેલા મહાત્મા ગાંધી, રામમનોહર લોહિયા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જેવા ત્રણ મહાપુરૂષોએ રાષ્ટ્ર નિર્માણ માટેની આપેલી પ્રેરણા આજે પણ પ્રસ્તુત છે.
યુનિવર્સિટી એજ્યુકેશન ઉપર ૧૮૦૦ વર્ષ સુધી હિન્દુસ્તાનની યુનિવર્સિટીઓ, નાલંદા, તક્ષશીલા અને વલ્લભી વિશ્વ વિદ્યાપીઠોએ દુનિયા ઉપર પ્રભાવ મુકયો હતો. પરંતુ ૮૦૦ વર્ષના ગુલામી કાળમાં આપણી આ જ્ઞાનસંપદા કુંઠિત બની ગઇ હતી. હવે આપણી જ્ઞાનશક્તિની યુનિવર્સિટી વૈશ્વિક પ્રભાવી હોવી જોઇએ એમ જણાવી મુખ્ય મંત્રીશ્રી PDPU માત્ર પેટ્રોલિયમ યુનિવર્સિટીરૂપે નહીં એનર્જી યુનિવર્સિટીરૂપે વિશ્વને ઊર્જા-શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપે તેવો સંકલ્પ કરવા પ્રેરક સૂચન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિશ્વ સમક્ષ આજે ઊર્જા કટોકટીનું સંકટ છે ત્યારે વિશ્વને ગાંધીજીના પ્રકૃતિ સંપદા સાથેના ચિંતનને દુનિયા સમક્ષ આપી શકાય એમ છે જે નવા યુગમાં ઊર્જાશક્તિને સાચા સ્વનરૂપમાં વિકાસની પૂર્તિ કરી શકશે.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં ઊર્જાશક્તિના પ્રાકૃતિક સંચય માટે રૂફટોપ સોલાર-પેનલ અને નર્મદા કેનાલ ઉપર સૂર્યશક્તિ અને પાણીનો સર્વાધિક ઉપયોગની ટેકનોલોજીનો પ્રયોગ વિકસાવ્યો છે. તે દિશામાં PDPU નવા રિસર્ચનો માર્ગ અપનાવે અને ગાંધીનગરને સોલાર સીટી બનાવવાનો પડકાર ઝીલી લે એવું પણ આહ્વાન કર્યું હતું.
ગુજરાત ઓટોમોબાઇલ સેકટરમાં અગ્રીમ સ્થાંન ઉભું કરી રહ્યું છે ત્યારે ઓટો સેકટર માટે એનર્જી સેવિંગ્સીનું નવું મોડેલ PDPU ઉભું કરે અને સમાજને નવી ઊર્જાશક્તિએ સાક્ષાત્કા્ર કરાવે એમ તેમણે જણાવ્યું હતું.
દેશની વર્તમાન યુપીએ સરકારમાં ઊર્જાનીતિના આયોજનના અભાવે ર૦,૦૦૦ મે.વોટની ક્ષમતાવાળા તૈયાર પાવર પ્રોજેકટોમાં સવા લાખ કરોડનું મૂડીરોકાણ પડતર પડયું છે કારણ કે, પાવર પ્રોડકશન માટે એનર્જી-ફયુએલ નથી. જયાં એનર્જી ફયુલ છે ત્યાં વીજ પરિવહન માટેનું પાવર ટ્રાન્સમિશન નેટવર્ક નથી અને જયાં બધું જ છે ત્યાં તેના વિકાસ માટે યુપીએ સરકારનું રાજકારણ અવરોધરૂપ છે. આ કમનસીબ સ્થિેતિનું નિવારણ આપણી યુવાપેઢીના સશક્તિકરણમાં છે એમ તેમણે ભારતના યુવાનોને પરિવર્તન માટે દેશને પ્રથમ-સર્વોપરી-ઇન્ડીયા ફર્સ્ટેનો મંત્ર સાકાર કરવા જણાવ્યું હતું.
PDPU ના પ્રમુખ અને રિલાયન્સે ઇન્ડાસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર શ્રી મુકેશ અંબાણીએ યુનિવર્સિટીમાંથી પદવી મેળવનારા સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ ગુરૂકુળથી વિશ્વકુલ સુધીની વિદ્યાર્થીની યાત્રા જણાવે છે અને એટલે જ PDPU યુનિવર્સિટીમાંથી પદવી મેળવનારા વિદ્યાર્થીઓ ભારત દેશમાં માત્ર PDPU ના સ્નાતક નથી પરંતુ વૈશ્વિક સ્ત્રે ભારત દેશના રાજદૂત છે અને એટલે જ વિદ્યાર્થીઓનો પુરૂષાર્થ દેશની પ્રગતિ સાથે જોડાયેલો છે. શ્રી અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે, માત્ર છ-સાત વર્ષના કાર્યકાળ દરમિયાન આ યુનિવર્સિટીએ વૈશ્વિકકક્ષાએ નામના મેળવી છે તેના મૂળમાં આ યુનિવર્સિટીના સંચાલકો ને ગુજરાત સરકાર સાથે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા પણ કારણભૂત છે. તેમણે આ યુનિવર્સિટી ‘‘ગ્લો્બલ સેન્ટીર ઓફ એકસલન્સ'' ગણાવી હતી. ભારત દેશ આતુરતાથી પ્રતિભાઓની રાહ જોઇને બેઠો છે તેમ જણાવી શ્રી અંબાણીએ વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રીત કરી ઉજ્જવળ ભાવિના નિર્માણ માટે આહ્વાન કર્યું હતું ને જણાવ્યું હતું કે, પદવી મળી એટલે અભ્યાસનો અંત નથી પરંતુ કારકિર્દી સાથે સાથે સતત અભ્યાસ અને સંશોધન માટેની જીંદગીની તાજગીસભર શરૂઆત છે. તેમણે ઊર્જા ક્ષેત્રે સફળ થવા આંતરિક ઊર્જાની પણ જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
આ પદવીદાન સમારોહમાં અતિથિવિશેષપદે ઉપસ્થિત રહેલા બ્રિટીશ પેટ્રોલિયમ કંપનીના ગ્રૃપ ચીફ એકઝીકયુટીવ શ્રીયુત બોબ ડડલીએ જણાવ્યું હતું કે, વિશ્વ આજે ઊર્જા સંકટ અનુભવી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં આ સંકટ વધુ વિકટ બનવાનું છે ત્યારે ઊર્જા ક્ષેત્રના તજજ્ઞો બનવાનો વિદ્યાર્થીઓએ અપનાવેલો રસ્તો ઉચિત અને સમયની માંગને અનુસાર છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આજે વિશ્વને માત્ર ઊર્જા સુરક્ષાની જ નહીં પરંતુ પર્યાવરણ માટે લાભદાયી હોય તેવી ગ્રીન અને કલીન ઊર્જાની જરૂર છે. શ્રીયુત બોબ ડડલીએ ગુજરાતે ઊર્જા ક્ષેત્રે સાધેલી પ્રગતિની નોંધ લેતાં જણાવ્યું હતું કે, સફળતા માટે ટેકનોલોજી, નીતિગત સહયોગ ને ભાગીદારી એ ત્રણ વસ્તુ સૌથી મહત્વ ની છે અને આ ત્રણેયના સમન્વયથી દુનિયાએ ગુજરાતનો વિકાસ નિહાળ્યો છે. તેમણે વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે ભારતના પ્રદાનમાં આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાનું યોગદાન કઇ રીતે આપી શકે તેનું ચિંતન કરવા પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે શેલ ગ્રૃપ ઓફ કંપનીઝના પૂર્વ ચેરમેન શ્રી વિક્રમસિંગ મહેતાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, ઊર્જા સંરક્ષણએ આજના જમાનાની માંગ છે ત્યારે આ પેટ્રોલિયમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાના શ્રેષ્ઠ યોગદાન દ્વારા આ ક્ષેત્રે સહયોગ આપશે.
યુનિવર્સિટીના ડાયરેકટર જનરલશ્રીએ યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી.
પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આ ત્રીજા પદવીદાન સમારોહમાં ૬૭૧ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પદવીદાન કરાયું હતું. જેમાં ૧ વિદ્યાર્થી પીએચડી, અનુસ્નાતક કક્ષાના ૧૭ર અને ૪૭૬ વિદ્યાર્થી સ્નાતક અને પૂર્વ સ્ના્તક કક્ષાના હતા. આ પૈકી રર વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.
આ પ્રસંગે ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સહિતના અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ અને પદવી લઇ રહેલા વિદ્યાર્થીઓના વાલીગણ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.