‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન યુવા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા પ્રધાનમંત્રી મોદીએ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણની બેટિંગ અને કેવી રીતે તેઓ ધીમે-ધીમે ભારતને મેચમાં જીત તરફ દોરી ગયા તેનું ઉદાહરણ ટાંક્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “2001માં ઈડન ગાર્ડન ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ એક ટેસ્ટ મેચ દરમિયાન આપણી ટીમ નિષ્ફળતાનો સામનો કરી રહી હતી. લોકો હતોત્સાહ થઇ ચૂક્યા હતા. પરંતુ પાછળથી રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણની ભાગીદારીના લીધે ફોલો-ઓન હોવા છતાં પણ આપણે જે રીતે મેચ જીતી ગયા હતા તે ક્ષણોને કોઈ ભૂલી શકે તેમ નથી.”