પ્રધાનમંત્રી મોદીએ પ્રેરણાદાયી મહિલાઓના સન્માનમાં ‘શી ઇન્સ્પાયર્સ અસ’ (તેણી આપણી પ્રેરણાદાયી) અભિયાન શરૂ કર્યા પછી કાશ્મીરની આરીફા જાને પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંચાલિત કરીને પોતાની જીવનકથની સૌને જણાવી હતી. આરીફા કાશ્મીરની કસબી છે જેમણે નુમ્ડા કળાને પુનર્જીવિત કરવા માટે અત્યંત પરિશ્રમ કર્યો છે.
તેમણે નવી દિલ્હીમાં યોજાયેલા હસ્તબનાવટની ચીજોના પ્રદર્શનમાં સહભાગી થવાની પોતાની પહેલી વ્યાવસાયિક પ્રવૃત્તિ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ પ્રદર્શનમાં સારી સંખ્યામાં ગ્રાહકો મળ્યા અને ઘણું ટર્નઓવર થયું હતું.
‘શી ઇન્સ્પાયર્સ અસ’ અભિયાન બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા આરીફાએ જણાવ્યું હતું કે, આનાથી તેમનું મનોબળ વધ્યું છે અને કળાને વધુ બહેતર બનાવવા માટે તેમજ સમગ્ર કાશ્મીરના કસબીઓની સ્થિતિ ઉન્નત કરવાની દિશામાં વધુ સખત પરિશ્રમ કરવામાં તેમને મદદ મળશે.
I always dreamt of reviving the traditional crafts of Kashmir because this is a means to empower local women.
— Narendra Modi (@narendramodi) March 8, 2020
I saw the condition of women artisans and so I began working to revise Namda craft.
I am Arifa from Kashmir and here is my life journey. #SheInspiresUs pic.twitter.com/hT7p7p5mhg