મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે પોતાના ટવીટરના માધ્યમ દ્વારા, કાશ્મીરના પૂંચ વિસ્તારમાં પાકિસ્તાને ગઇ રાત્રે ભારતીય સેનાના પાંચ જવાનોની હત્યા કરી તેને સખત શબ્દોમાં વખોડી નાંખી છે.
મુખ્યમંત્રીશ્રીએ ટવીટર ઉપર જણાવ્યું છે કે ચીનથી પાકિસ્તાન સુધી ભારતના વિસ્તારમાં ઘૂસણખોરી અને આક્રમણો થઇ છે. ભારતીય સિમાડાઓનું રક્ષણ કરવામાં યુ.પી.એ. સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડી છે. દેશની જનતા પૂછે છે ભારતની સરકાર કયારે જાગશે ?
મુખ્યમંત્રીશ્રીએ પૂંચમાં પ્રાણની આહૂતિ આપનારા જવાંમર્દ જવાનોના પરિવારો પ્રત્યે સાંત્વના પણ પાઠવી છે.