સ્વચ્છ ભારત ઝુંબેશ દેશને ગંદકીથી મુક્ત કરવા માટે હાથ ધરાઈ હતી, એ વાત દેશના મોટા ભાગના લોકોના મનને સ્પર્શી ગઈ છે.

સૌ પ્રથમ વાર  બીજા કોઈએ નહીં પણ દેશના પ્રધાનમંત્રી જેવી ઉચ્ચ સ્તરની વ્યક્તિએ  સ્વચ્છતા અંગે લાલ કિલ્લાની ટોચ પરથી 15મી ઓગસ્ટ, 2014ના રોજ સ્વાતંત્ર્યદિને આપેલા પ્રવચનમાં આ  વાત કરી હતી.  એજ વર્ષે  બીજી ઓકટોબરના દિવસે પ્રધાનંમત્રીએ જાતે હાથમાં ઝાડૂ લીધું અને  અને સ્વચ્છ ભારતના નિર્માણ માટે મોખરે રહીને  આગેવાની લીધી. કોઈ અધિકૃત કાર્યક્રમ હોય કે રાજકીય રેલી હોય,  તેમણે અવારનવાર સ્વચ્છતા અંગે વાત કરી છે અને પોતાના લોકો સાથેના વાર્તાલાપમાં સ્વચ્છતાના વિષય  અંગે તે હંમેશાં  ઉલ્લેખ કરતા રહે છે. 

એમાં કોઈ અચરજ નથી કે સમાજના તમામ વર્ગના લોકોએ સ્વચ્છ ભારતની ઝુંબેશને અભૂતપૂર્વ જુસ્સાથી સમર્થન આપ્યું છે.

સ્વચ્છ ભારત ઝુંબેશ અને પ્રધાનમંત્રીના શબ્દોએ દેશને કેવી અસર કરી છે  તે બાબત ચંદ્રકાંત કુલકર્ણીના દાખલા ઉપરથી પૂરવાર થાય છે.

મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા, ચંદ્રકાંત કુલકર્ણી નામના એક નિવૃત્ત સરકારી કર્મચારીએ સ્વચ્છ ભારત ઝુંબેશથી પ્રભાવિત થઈને તેમને મળતા માસિક રૂ. 16,000ના પેન્શનમાંથી, રૂ.5,000ની રકમ તેઓએ દર મહીને આ ઝુંબેશ માટે આપ્યા. આ કામગીરી તેમણે એક જ વાર કરી છે તેવું નથી. તેમણે આવનારા દરેક  મહિનાની તારીખ નાખીને આવા 52 ચેક મોકલી આપ્યા છે.

એક પેન્શનર તેના પગારની ત્રીજા ભાગની રકમ સ્વચ્છ ભારત માટે આપે છે. આ ઘટના સ્પષ્ટ  કરે છે કે પ્રધાનમંત્રીના શબ્દો લોકોના દિલમાં કેવી અસર કરે છે અને લોકો માને છે કે તે કેવી રીતે આ ઝુંબેશનો આંતરિક હિસ્સો બનીને દેશને પ્રગતિના નવા શિખરે લઈ જઈ શકે તેમ છે. મોદી પોતાની સાથેની વાતચીતમાં આવા કિસ્સા બન્યા હોય તેની માહિતી આપે છે અને લોકોને જણાવે છે  કે લોકો સ્વચ્છ ભારતની ઝુંબેશમાં લાગણી દ્વારા કેવી રીતે જોડાતા રહ્યા છે. તેમના 'મનકી બાત' ના મોટાભાગના કાર્યક્રમોમાં સ્વચ્છતા ઝુંબેશ અંગેનો  ઓછામાં ઓછો એક કિસ્સો તો તેઓ જણાવે છે.

પ્રધાનમંત્રી શ્રી મોદી  ચોકકસપણે ભારતના વિકાસ માટે જેનું ખૂબ જ મહત્વ છે તેવી  સ્વચ્છતા અંગે એક જન સમુદાયની  ચળવળ ઊભી કરવામાં સફળ નિવડ્યા છે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry

Media Coverage

Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વડાપ્રધાન મોદીનો હૃદયસ્પર્શી પત્ર
December 03, 2024

દિવ્યાંગ કલાકાર દિયા ગોસાઈ માટે સર્જનાત્મકતાની એક ક્ષણ જીવનને બદલી નાખનાર અનુભવમાં ફેરવાઈ ગઈ. 29મી ઓક્ટોબરે પીએમ મોદીના વડોદરા રોડ-શો દરમિયાન, તેણીએ વડાપ્રધાન મોદી અને સ્પેન સરકાર ના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ ને સ્કેચ ભેટ કર્યા.બંને નેતાઓએ તેણીની હૃદયપૂર્વકની ભેટને અંગત રીતે સ્વીકારવા માટે બહાર નીકળ્યા, તેણીને ખૂબ આનંદ થયો.

અઠવાડિયા પછી, 6ઠ્ઠી નવેમ્બરે, દિયાને વડાપ્રધાન તરફથી એક પત્ર મળ્યો જેમાં તેણીની કલાકૃતિની પ્રશંસા કરવામાં આવી હતી અને શેર કરવામાં આવ્યું હતું કે કેવી રીતે મહામહિમ શ્રી સાંચેઝે તેની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને "વિકસિત ભારત"ના નિર્માણમાં યુવાનોની ભૂમિકામાં વિશ્વાસ વ્યક્ત કરીને સમર્પણ સાથે લલિત કળાને આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમના અંગત સ્પર્શને દર્શાવતા તેમના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી

આનંદથી અભિભૂત દિયાએ તેના માતાપિતાને પત્ર વાંચ્યો, જેઓ ખુશ હતા કે તેણીએ પરિવાર માટે આટલું મોટું સન્માન અપાવ્યું છે. દિયાએ કહ્યું કે "મને આપણા દેશનો એક નાનકડો ભાગ હોવાનો ગર્વ છે. મોદીજી, મને તમારો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ તમારો આભાર," તેણી કહ્યું કે પીએમ તરફથી પત્ર પ્રાપ્ત થવાથી તેણીને જીવનમાં હિંમતભેર પગલાં લેવા અને સશક્તિકરણ કરવા માટે અને બીજાને પણ એવું કરવા માટે ખૂબ પ્રેરણા મળી.

વડાપ્રધાન મોદીનું આ પગલું દિવ્યાંગોને સશક્તિકરણ અને તેમના યોગદાનને માન્યતા આપવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સુગમ્ય ભારત અભિયાન જેવી અસંખ્ય પહેલોથી માંડીને દિયા જેવા વ્યક્તિગત જોડાણો સુધી, તે ઉત્થાન અને પ્રેરણા આપતાં રહે છે,અને સાબિત કરે છે કે દરેક પ્રયત્નો ઉજ્જવળ ભવિષ્યને ઘડવામાં મહત્ત્વપૂર્ણ છે.