પ્રધાનમંત્રી મોદી જન ઔષધીના લાભાર્થી દહેરાદૂનના રહેવાસી દીપા શાહ સાથે વાર્તાલાપ કરતી વખતે ભાવુક થઇ ગયા હતા. 2011થી તેણી લકવાગ્રસ્ત છે અને વાર્તાલાપ વખતે પ્રધાનમંત્રી મોદીમાં તેમને ઇશ્વરના દર્શન થતા હોવાનું સાથે કરતા તેઓ ભાવુક થઇ ગયા હતા. જન ઔષધી યોજના શરૂ કરવા બદલ તેમણે પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, “મેં ક્યારેય ભગવાન તો નથી જોયા પરંતુ, મને તમારામાં ભગવાન દેખાય છે.”
પ્રધાનમંત્રી મોદીનો સહૃદયે આભાર માનતા તેમણે કહ્યું હતું કે, “તમારો અવાજ સાંભળીને અને તમારા આશીર્વાદથી હું સાજી થઇ રહી છું અને બોલી શકું છું.” તેમણે બીમારીથી સાજા થવામાં મદદ કરવા બદલ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને અન્ય લોકોનો પણ આભાર માન્યો હતો.
તેમણે જન ઔષધી યોજનાનો લાભ લઇને દર મહિને કેવી રીતે રૂપિયા 3,500ની બચત કરવાનું શરૂ કર્યું છે તે અંગે પણ પ્રધાનમંત્રી મોદીને માહિતગાર કર્યા હતા.
પ્રધાનમંત્રી મોદી તેમની હિંમતને બિરાદવી હતી અને કહ્યું હતું કે, “તમે તમારા આત્મબળના કારણે બીમારીને હરાવી છે. તમારી હિંમત જ તમારા ભગવાન છે અને તેના કારણે જ તમે મોટામાં મોટા મુશ્કેલ તબક્કામાંથી પણ તમે બહાર આવી શક્યા છો. તમે હંમેશા તમારો આ આત્મવિશ્વાસ જાળવી રાખજો.”