‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પ્રસિદ્ધ સ્પિનર અનીલ કુંબલેનું ઉદાહરણ ટાંક્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ એ બાબત યાદ કરી કે કઈ રીતે 2002માં વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં ખૂબ મોટી ઈજા હોવા છતા કુંબલેએ બોલિંગ કરી હતી અને અનેક મહત્વની વિકેટો લીધી હતી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અનીલ કુંબલેની ઈજા સાથેની બોલિંગને કોઈ ભૂલી શકે તેમ નથી. 2002માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ રમતી વખતે અનીલ કુંબલે પછડાયા હતા અને તેમના જડબામાં ઈજા પહોંચી હતી. પરંતુ તેમ છતાં તેમણે મેચ છોડી નહીં. તેમણે તૂટેલા જડબે બોલિંગ કરી અને બ્રાયન લારાની વિકેટ લીધી હતી કે જેઓ તે સમયના શ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક હતા.