કટોકટીના કાળા દિવસો દરમિયાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ સરકારે કરેલા અત્યાચારો સામે ભૂમિગત આંદોલનમાં સક્રિયપણે સંકળાયેલા હતા. ગુજરાતના એક રહેવાસી રોહિત અગ્રવાલે 1975ના એક રસપ્રદ કિસ્સાને ટાંકીને જણાવ્યું હતું કે, “નરેન્દ્ર કાકા સરદારજીનો વેશ ધારણ કરીને પોલીસથી બચી ગયા હતા.”
શ્રી અગ્રવાલે એ પ્રસંગને યાદ કરીને જણાવ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી તેમના ઘરમાંથી સરદાર તરીકે બહાર નીકળ્યાં હતાં અને બરોબર એ સમયે પોલીસ મારા ઘરમાં તપાસ કરવા આવી હતી. અગ્રવાલે કહ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ જ નહીં, પણ તેમના પરિવારજનો પણ તેમને નરેન્દ્ર મોદી તરીકે ઓળખી શક્યાં નહોતાં.
રોહિત અગ્રવાલે કહ્યું હતું કે, “જ્યારે ઇન્દિરા ગાંધી વર્ષ 1975માં દેશ પર કટોકટી લાદી દીધી હતી, ત્યારે નરેન્દ્ર કાકા એ સમયે મધુ કુંજમાં અમારી સાથે સરદારજી તરીકે છૂપા વેશે રહેતા હતા. એક વાર તેઓ સરદારજીનો વેશ ધારણ કરીને ઘરની બહાર નીકળ્યાં હતાં, ત્યારે પોલીસ કર્મચારીઓએ તેમને પૂછ્યું હતું – નરેન્દ્ર મોદી ક્યાં રહે છે? મોદીએ જવાબ આપ્યો હતો કે, મને ખબર નથી. તમે અંદર જઈ શકો છો અને પૂછી શકો છો. નરેન્દ્રભાઈએ પોલીસને અંદર આવવા દીધા અને મારા ભાઈ સાથે સ્કૂટર પર ચાલ્યાં ગયા હતા. પોલીસ કર્મચારીઓની સાથે અમે પણ નરેન્દ્ર મોદીના પહેરવેશથી છેતરાઈ ગયા હતા.”
#ModiStory
— Modi Story (@themodistory) March 29, 2022
Do you know how Narendra Modi evaded police during emergency?
Rohit Agrawal from Gujarat narrates an interesting encounter.
For more: https://t.co/9iulCar3rR
Follow: @themodistory pic.twitter.com/mYPbzRMTDu
અસ્વીકરણઃ
આ પ્રેરક પ્રસંગો એકત્ર કરીને રજૂ કરવાના પ્રયાસને ભાગ છે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકોના જીવન પર એમની અસર પર લોકોના અનુભવો/અભિપ્રાયો/વિશ્લેષણને બયાન કરે છે.