કટોકટીના કાળા દિવસો દરમિયાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ સરકારે કરેલા અત્યાચારો સામે ભૂમિગત આંદોલનમાં સક્રિયપણે સંકળાયેલા હતા. ગુજરાતના એક રહેવાસી રોહિત અગ્રવાલે 1975ના એક રસપ્રદ કિસ્સાને ટાંકીને જણાવ્યું હતું કે, નરેન્દ્ર કાકા સરદારજીનો વેશ ધારણ કરીને પોલીસથી બચી ગયા હતા.

શ્રી અગ્રવાલે એ પ્રસંગને યાદ કરીને જણાવ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી તેમના ઘરમાંથી સરદાર તરીકે બહાર નીકળ્યાં હતાં અને બરોબર એ સમયે પોલીસ મારા ઘરમાં તપાસ કરવા આવી હતી. અગ્રવાલે કહ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ જ નહીં, પણ તેમના પરિવારજનો પણ તેમને નરેન્દ્ર મોદી તરીકે ઓળખી શક્યાં નહોતાં. 

રોહિત અગ્રવાલે કહ્યું હતું કે, જ્યારે ઇન્દિરા ગાંધી વર્ષ 1975માં દેશ પર કટોકટી લાદી દીધી હતી, ત્યારે નરેન્દ્ર કાકા એ સમયે મધુ કુંજમાં અમારી સાથે સરદારજી તરીકે છૂપા વેશે રહેતા હતા. એક વાર તેઓ સરદારજીનો વેશ ધારણ કરીને ઘરની બહાર નીકળ્યાં હતાં, ત્યારે પોલીસ કર્મચારીઓએ તેમને પૂછ્યું હતું – નરેન્દ્ર મોદી ક્યાં રહે છે? મોદીએ જવાબ આપ્યો હતો કે, મને ખબર નથી. તમે અંદર જઈ શકો છો અને પૂછી શકો છો. નરેન્દ્રભાઈએ પોલીસને અંદર આવવા દીધા અને મારા ભાઈ સાથે સ્કૂટર પર ચાલ્યાં ગયા હતા. પોલીસ કર્મચારીઓની સાથે અમે પણ નરેન્દ્ર મોદીના પહેરવેશથી છેતરાઈ ગયા હતા.

અસ્વીકરણઃ

આ પ્રેરક પ્રસંગો એકત્ર કરીને રજૂ કરવાના પ્રયાસને ભાગ છે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકોના જીવન પર એમની અસર પર લોકોના અનુભવો/અભિપ્રાયો/વિશ્લેષણને બયાન કરે છે. 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Income inequality declining with support from Govt initiatives: Report

Media Coverage

Income inequality declining with support from Govt initiatives: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વડાપ્રધાન મોદીનો હૃદયસ્પર્શી પત્ર
December 03, 2024

દિવ્યાંગ કલાકાર દિયા ગોસાઈ માટે સર્જનાત્મકતાની એક ક્ષણ જીવનને બદલી નાખનાર અનુભવમાં ફેરવાઈ ગઈ. 29મી ઓક્ટોબરે પીએમ મોદીના વડોદરા રોડ-શો દરમિયાન, તેણીએ વડાપ્રધાન મોદી અને સ્પેન સરકાર ના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ ને સ્કેચ ભેટ કર્યા.બંને નેતાઓએ તેણીની હૃદયપૂર્વકની ભેટને અંગત રીતે સ્વીકારવા માટે બહાર નીકળ્યા, તેણીને ખૂબ આનંદ થયો.

અઠવાડિયા પછી, 6ઠ્ઠી નવેમ્બરે, દિયાને વડાપ્રધાન તરફથી એક પત્ર મળ્યો જેમાં તેણીની કલાકૃતિની પ્રશંસા કરવામાં આવી હતી અને શેર કરવામાં આવ્યું હતું કે કેવી રીતે મહામહિમ શ્રી સાંચેઝે તેની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને "વિકસિત ભારત"ના નિર્માણમાં યુવાનોની ભૂમિકામાં વિશ્વાસ વ્યક્ત કરીને સમર્પણ સાથે લલિત કળાને આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમના અંગત સ્પર્શને દર્શાવતા તેમના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી

આનંદથી અભિભૂત દિયાએ તેના માતાપિતાને પત્ર વાંચ્યો, જેઓ ખુશ હતા કે તેણીએ પરિવાર માટે આટલું મોટું સન્માન અપાવ્યું છે. દિયાએ કહ્યું કે "મને આપણા દેશનો એક નાનકડો ભાગ હોવાનો ગર્વ છે. મોદીજી, મને તમારો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ તમારો આભાર," તેણી કહ્યું કે પીએમ તરફથી પત્ર પ્રાપ્ત થવાથી તેણીને જીવનમાં હિંમતભેર પગલાં લેવા અને સશક્તિકરણ કરવા માટે અને બીજાને પણ એવું કરવા માટે ખૂબ પ્રેરણા મળી.

વડાપ્રધાન મોદીનું આ પગલું દિવ્યાંગોને સશક્તિકરણ અને તેમના યોગદાનને માન્યતા આપવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સુગમ્ય ભારત અભિયાન જેવી અસંખ્ય પહેલોથી માંડીને દિયા જેવા વ્યક્તિગત જોડાણો સુધી, તે ઉત્થાન અને પ્રેરણા આપતાં રહે છે,અને સાબિત કરે છે કે દરેક પ્રયત્નો ઉજ્જવળ ભવિષ્યને ઘડવામાં મહત્ત્વપૂર્ણ છે.