મત ગણતરીના દિવસે નરેન્દ્ર મોદી શું કરતા હતા ?

 

કોઈ પણ રાજકીય નેતા માટે મત ગણતરીનો દિવસ એ ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે. એ ચૂકાદાનો દિવસ હોય છે, જે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે કોઈ પણ નેતા અને પક્ષ માટે  આગામી પાંચ વર્ષ કરવાની કામગીરીનો માર્ગ નક્કી કરે છે.

આ રીતે, સ્વાભાવિક છે કે  કોઈ પણ નેતા મત ગણાતા રહેતા હોય ત્યારે  તે દિવસે બેચેન  અને સક્રિય હોય, ઘણીવાર નેતાઓ સ્ક્રીન સામે ચોંટીને બેસી રહેતા હોય છે. કાર્યકરો અને ટેકેદારો ખંડમાં તાજા અહેવાલો અને પરિણામની વિગતો લઈને આવતા રહેતા હોય છે.

આ બધા લોકોમાં કોઈ નોંધપાત્ર અપવાદ હોય તો તે નરેન્દ્ર મોદી છે. શું તે ટીવી સામે જઈને બેસી ગયા હતા ? શું તેમનો ખંડ સાથીદારો અને ટેકેદારોથી ભરેલો હતો  અને તાજા સમાચારો અને અહેવાલો આવતા રહેતા હતા ?

ના, તો પછી તે એ સમયે શું કરતા હતા ?

તેમના માટે તો એ દિવસ રોજબરોજ હોય, તેવો જ હતો. તેમનું રોજબરોજનું રૂટીન કોઈ પણ અવરોધ વગર ચાલી રહ્યું હતું

તા. 16મી મે, 2016ના રોજ, પૂરી દુનિયા ભારત કેવી રીતે મતદાન કરે છે તે તરફ નજર રાખી રહી હતી ત્યારે શ્રી મોદી, વિજેતા પક્ષના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને સમગ્ર પ્રચાર ઝુંબેશની કેન્દ્ર રૂપ વ્યક્તિ, તેમનું રૂટીનનું કામ જ કરી રહી હતી. તેમણે રાજનાથ સિંહના આવેલા પ્રથમ ફોનનો જવાબ આપ્યો અને ત્યારબાદ તેમની માતા અને કેશુભાઈ પટેલને મળીને તેમના આશિર્વાદ લેવા ઉપડી ગયા

વર્ષ 2002, 2007 અને 2012માં પણ તેમણે આવું જ કર્યું હતું.

એવી વ્યક્તિ કે જેણે ઉચ્ચ પદને પોતાના જીવનનો એક માત્ર ધ્યેય માન્યો નથી, તેમના માટે ચૂંટણીના પરિણામનો દિવસ, બીજા દિવસો જેવો જ હોય છે.

લોકોની સ્મૃતિમાં સચવાયેલી આ વિગત નમ્રતાથી સ્વીકારવી રહી.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વડાપ્રધાન મોદીનો હૃદયસ્પર્શી પત્ર
December 03, 2024

દિવ્યાંગ કલાકાર દિયા ગોસાઈ માટે સર્જનાત્મકતાની એક ક્ષણ જીવનને બદલી નાખનાર અનુભવમાં ફેરવાઈ ગઈ. 29મી ઓક્ટોબરે પીએમ મોદીના વડોદરા રોડ-શો દરમિયાન, તેણીએ વડાપ્રધાન મોદી અને સ્પેન સરકાર ના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ ને સ્કેચ ભેટ કર્યા.બંને નેતાઓએ તેણીની હૃદયપૂર્વકની ભેટને અંગત રીતે સ્વીકારવા માટે બહાર નીકળ્યા, તેણીને ખૂબ આનંદ થયો.

અઠવાડિયા પછી, 6ઠ્ઠી નવેમ્બરે, દિયાને વડાપ્રધાન તરફથી એક પત્ર મળ્યો જેમાં તેણીની કલાકૃતિની પ્રશંસા કરવામાં આવી હતી અને શેર કરવામાં આવ્યું હતું કે કેવી રીતે મહામહિમ શ્રી સાંચેઝે તેની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને "વિકસિત ભારત"ના નિર્માણમાં યુવાનોની ભૂમિકામાં વિશ્વાસ વ્યક્ત કરીને સમર્પણ સાથે લલિત કળાને આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમના અંગત સ્પર્શને દર્શાવતા તેમના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી

આનંદથી અભિભૂત દિયાએ તેના માતાપિતાને પત્ર વાંચ્યો, જેઓ ખુશ હતા કે તેણીએ પરિવાર માટે આટલું મોટું સન્માન અપાવ્યું છે. દિયાએ કહ્યું કે "મને આપણા દેશનો એક નાનકડો ભાગ હોવાનો ગર્વ છે. મોદીજી, મને તમારો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ તમારો આભાર," તેણી કહ્યું કે પીએમ તરફથી પત્ર પ્રાપ્ત થવાથી તેણીને જીવનમાં હિંમતભેર પગલાં લેવા અને સશક્તિકરણ કરવા માટે અને બીજાને પણ એવું કરવા માટે ખૂબ પ્રેરણા મળી.

વડાપ્રધાન મોદીનું આ પગલું દિવ્યાંગોને સશક્તિકરણ અને તેમના યોગદાનને માન્યતા આપવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સુગમ્ય ભારત અભિયાન જેવી અસંખ્ય પહેલોથી માંડીને દિયા જેવા વ્યક્તિગત જોડાણો સુધી, તે ઉત્થાન અને પ્રેરણા આપતાં રહે છે,અને સાબિત કરે છે કે દરેક પ્રયત્નો ઉજ્જવળ ભવિષ્યને ઘડવામાં મહત્ત્વપૂર્ણ છે.