‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી મોદીને પૂછ્યું કે શું સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરવો સારો કે પછી મોડી રાત સુધી જાગીને. તેઓ અભ્યાસનો શ્રેષ્ઠ સમય કયો છે તે જાણવા માગતા હતા.
વિદ્યાર્થીઓના પ્રશ્નનો પ્રતિભાવ આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે તેઓ માત્ર 50 ટકા અધિકૃત વ્યક્તિ છે કારણ કે તેઓ સવારે વહેલા ઉઠે છે પરંતુ તેમના હાલની દિનચર્યાને લીધે તેમને રાત્રે મોડે સુધી જાગવું પડે છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “હું તમને સવારે વહેલા ઉઠવાની સલાહ આપીશ કારણ કે સવારના સમયમાં આપણુ મન પ્રફુલ્લિત હોય છે અને તેવા સમયે આપણે જે અભ્યાસ કરીએ તેને વધુ સારી રીતે યાદ રાખી શકીએ છીએ. પરંતુ દરેકની વ્યક્તિગત આદત હોય છે અને વ્યક્તિને જે સમય અનુકૂળ હોય તેને એ અનુસરવો જોઈએ.”
પ્રધાનમંત્રીએ હળવા હાસ્ય સાથે એ બાબત પણ નોંધી કે કઈ રીતે કેટલાક બાળકો તેમની માતાઓ સામે અમુક માંગણીઓ કરતા હોય છે જેવી કે તેમને જે ભાવતું હોય તે ચોક્કસ વાનગી બનાવી આપવાની માંગણી કે અભ્યાસ માટે સવારે તેમને વહેલા ઉઠાડવાની માંગણી વગેરે..