આ બાબત સર્વવિદિત છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અતિ કર્મશીલ છે. જેઓ તેમને ઓળખે છે અને જેમણે તેમની સાથે કામ કર્યું છે તેઓ કહે છે કે, પ્રધાનમંત્રી મોદી અવિરતપણે કામ કરે છે અને જાહેર હોદ્દો સંભાળ્યા પછી અત્યાર સુધી એક દિવસ વેકેશન લીધું નથી. ગુજરાતમાં પક્ષમાં તેમના સાથીદાર કેદાર તામ્બેજીએ એક પ્રસંગ યાદ કર્યો હતો. એ સમયે તેમણે નરેન્દ્ર મોદીને વેકેશનની યોજના વિશે પૂછ્યું હતું.
તામ્બેજીએ એ સમયે તેમના પુત્રમાં લગ્નનું આમંત્રણ આપવા નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. બંનેની મુલાકાત દરમિયાન તામ્બેજીએ કહ્યું હતું કે, “મોદીજી, મારા પુત્રનાં લગ્નમાં આવજો. જ્યારે તેઓ મારા પુત્રના લગ્નમાં આવ્યાં હતાં, ત્યારે મેં તેમને પૂછ્યું હતું – હવે તમે ક્યારેય વિરામ લેશો અને થોડો સમય આરામ કરશો? મોદીજીએ જવાબ આપ્યો હતો – ક્યારેય નહીં, હવે આવતા ભવમાં, જો સમય મળશે તો.”
તામ્બેજીએ કહ્યું હતું કે, મોદીજી જાણતા હતા કે, તેમણે દેશ માટે સતત કામ કરવું પડશે. તેમના જવાબમાંથી તામ્બેજીને નરેન્દ્ર મોદીની દેશ પ્રત્યેની સેવાના સમર્પણ અને કટિબદ્ધતાનો પરિચય મળ્યો હતો.
#ModiStory
— Modi Story (@themodistory) April 9, 2022
That PM Narendra Modi is a workaholic is no secret.
Guess what Modi had to say when a friend asked,
"When do you plan on taking a break?"
Visit: https://t.co/9iulCar3rR
Follow: @themodistory pic.twitter.com/3c4E9CWdPs