બેલગામનું ખૂબ જ સમ્માન કર્યું છે. જગદીશજીના સાશનમાં બેલગામને પ્રતિષ્ઠા મળી છે. એ પ્રતિષ્ઠાને એળે ના જવા દેતા. દેશનો નવજુવાન રોજગાર માટે ભટકી રહ્યો છે. કોઇ હિન્દુસ્તાનમાં કારખાનું ઉધ્યોગ ચાલુ કરવા માંગે છે ત્યારે દિલ્હીમાં બેઠેલી સરકાર દુશ્મનની જેમ તેની સાથે વર્તે છે. આપણા સૈનિકોને પાકિસ્તાનીઓ આવીને મારી જાય તો તેઓ કંઇ કરી શકતા નથી, બાંગ્લાદેશ ચીન આવીને ઘુસણઘોરી કરી રહ્યા છે પણ કેન્દ્રની કોંગ્રેસ સરકાર કંઇ કરવામાં ઉણી ઉતરી છે. પાંચ વર્ષ ભાજપની સરકારે કોંગ્રેસના ખાડા પૂરવાનું કાર્ય કર્યું છે. હવે હું આપને એવી અપીલ કરવા આવ્યો છું કે ભાજપને વિજય બનાવીને કર્ણાટકને વિકાસ તરફ દોરી જાવ.
તો પાંચ વર્ષની અંદર કર્ણાટક ગુજરાતની આગળ નીકળી જશે
મોદીએ કર્ણાટકમાં ભાજપને સત્તાનુ સુકાન સોંપવામાં આવે તે અંગેની વાત કરતા કહ્યું છે કે, જો કર્ણાટકની જનતા ભાજપની સરકાર રચશે તો આવનારા પાંચ વર્ષમાં વિકાસના પથ પર કર્ણાટક એ ગતિએ આગળ વધશે કે તે ગુજરાતની પણ આગળ નીકળી જશે. આજે ગુજરાત વિકાસની દ્રષ્ટિએ રોલ મોડલ બની ગયું છે, પરંતુ ગુજરાતે જે વિકાસ સાધ્યો છે તે મોદીએ કે ભાજપે નથી કર્યું, પરંતુ એ ગુજરાતની છ કરોડની જનતાએ કર્યું છે. ગુજરાતની જનતાએ સૌથી મોટુ કાર્ય કર્યું છે. તેમણે 20 વર્ષથી કોંગ્રેસની છૂટ્ટી કરી નાંખી છે. ગુજરાતને કોંગ્રેસ મુક્ત કર્યું અને ગુજરાત વિકાસના માર્ગ પર દોડવા લાગ્યું. તમારે પણ એવું કરવું હોય તો કોંગ્રેસને કર્ણાટકમાંથી હટાવી દો.
શું કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર છે
બેલગાવમાં જાહેર મેદનીને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, થોડા સમય વહેલા મિસ્ટર ગોલ્ડન સ્પૂન અહીં આવ્યા હતા અને એવું કહી ગયા કે અહીં તો માત્ર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ છે, ત્યારે તેમને કહેવા માગુ છું કે શું તેમને ત્યાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર છે. આજે આખો દેશ કાળુ ઘન પરત લાવવાની વાતો કરી રહ્યો છે, તો દિલ્હીની સરકાર તેનો વિરોધ શા માટે કરી રહી છે. દિલ્હીની સરકાર આવું શા માટે કરે છે, કારણ કે, જે લોકોએ કાળુ ધન વિદેશમાં રાખ્યું છે, તેના બચાવવા માગે છે અને તેથી જ તે કોઇ નિર્ણય કરી શકતા નથી. એક પછી એક ગોટાળા તમારી સરકારમાં આવી રહ્યાં છે પહેલા એ જુઓ, પહેલા તમારો ચહેરો દર્પણમાં જુઓ પછી અન્યોના ભ્રષ્ટાચારની વાત કરો.
મોદીએ રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મિસ્ટર ગોલ્ડન સ્પૂન અહીં આવીને ભ્રષ્ટાચારની વાત કરી રહ્યાં છે, ત્યારે હું તેમને તેમના પિતાની એક વાત યાદ કરાવી દેવા માંગુ છું. તેમના પિતાએ જ્યારે આ વાત કરી હતી ત્યારે હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટી નથી, એક માત્ર કોંગ્રેસ હતી, વિરોધ પક્ષ ખત્મ થઇ ચૂક્યો હતો, કોંગ્રેસનો જમાનો હતો, ત્યારે તેમના પિતાએ સાર્વજનિક રીતે કહ્યું હતું કે, દિલ્હીથી એક રૂપિયો નિકળે છે તે ગામડે જતા 15 પૈસા થઇ જાય છે. ત્યારે એ કયો પંજો હતો જે 85 પૈસા પડાવી લેતો હતો, આજે પણ કોંગ્રેસ એ જ કરે છે અને તમે અહીંનો હિસાબ માંગી રહ્યા છો.
કોમનવેલ્થ ગેમ્સમાં કયો મેડલ મેળવ્યો
મોદીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સમાં તમને કયો મેડલ મળ્યો તે અમને ખબર છે, હિન્દુસ્તાનના રૂપિયા, ઇજ્જત લુટાવવાનું કામ તમારી પાર્ટી અને નેતાઓના ભ્રષ્ટાચારે કર્યો છે. થોડા સમય પહેલા મેડમ સોનિયાજી અહીં આવ્યા હતા અને કર્ણાટક સરકારને આપેલા 80 હજાર કરોડ રૂપિયાનો હિસાબ માંગ્યો હતો. ત્યારે તેમને પૂછવા માગીએ છીએ કે તેમણે કર્ણાટકની જનતાને જે પૈસા આપ્યા છે, તે કોંગ્રેસની સરકારે કર્ણાટકને દહેજમાં કે પછી વર દક્ષિણામાં આવ્યા છે. કર્ણાટકની જનતા જવાબ માગે છે કે, અહીના લોકોએ ટેક્સના રૂપમાં લાખો કરોડો રૂપિયા આપ્યા છે, તે તમારી તીજોરીમાં એકઠા થયા છે, પહેલા તેનો હિસાબ આપો. મેડમ સોનિયાજી દિલ્હીમાં રહેલી આટલી મોટી સરકાર ઉંઘી રહી છે, તેમની પાસે હિસાબ નથી કે, ખર્ચ ક્યાં થાય છે. દરેકે હિસાબ આપવો પડે છે. દિલ્હીમાં હિસાબ પડ્યો છે, સંભાવના છે કે આપ્યા 80 હજાર કરોડ અને નિકાળ્યા હશે બે લાખ કરોડ. એ બે લાખ કરોડ ક્યાં ગયા તેનો હિસાબ આપો.