ટાઇમ્સ નાઉ સમિટમાં કીનોટ સંબોધન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં આઠ મહિનામાં એમની સરકારે લીધેલા મોટા નિર્ણયો ગણાવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ ઝડપથી સારો વહીવટ કરવાનો છે.
પ્રધાનમંત્રી મોદીએ સમિટમાં છેલ્લાં આઠ મહિનામાં સરકારની મોટી સિદ્ધિઓ ગણાવી હતી, જે નીચે મુજબ છેઃ
પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ તમામ ખેડૂતોને આવરી લેવામાં આવ્યાં છે
ખેડૂતો, મજૂરો, દુકાનદારોને પેન્શનની સુવિધા આપી
જળ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દે પરંપરા તોડીને જલ શક્તિ મંત્રાલયની રચના કરી
મધ્યમ વર્ગ માટે હાઉસિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરવા રૂ. 25,000 કરોડનું સ્પેશ્યલ ફંડ
દિલ્હીમાં ગેરકાયદેસર વસાહતોને કાયદેસર બનાવી, જેથી 40 લાખ લોકોને લાભ થયો
ટ્રિપલ તલાક પ્રથા દૂર કરતો કાયદો
બાળકોનાં જાતિય શોષણનાં અપરાધીઓને કડક સજા કરવા માટેનો કાયદો
Law for strict punishment against child abuse
ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સક્ષમ બનાવવા માટેનો કાયદો
ગોટાળા અટકાવવા માટે ચિટ ફંડ યોજનાનો કાયદો
રાષ્ટ્રીય તબીબી પંચ ધારો
કોર્પોરેટ કરવેરામાં ઐતિહાસિક ઘટાડો
માર્ગ અકસ્માતો નિવારવા માટે કડક કાયદા
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક
દેશને અદ્યતન લડાયક વિમાનની ડિલિવરી
બોડો શાંતિ સમજૂતી
બ્રૂ-રિઆંગ જનજાતિઓને કાયમી વસવાટ કરવા માટે સમજૂતી
ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવા માટે ટ્રસ્ટની રચના
બંધારણની કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય
જમ્મુ , કાશ્મીર અને લડાખને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાનો નિર્ણય
નાગરિકતા સંશોધન ધારો