We want to move ahead from consumer protection towards best consumer practices & consumer prosperity: PM
Due to GST, various indirect and hidden taxes have ceased to exist; biggest beneficiaries of GST will be the consumers: PM
Effective grievance redressal systems are vital for a democracy: PM Narendra Modi
The Government has devoted effort and resources towards digital empowerment of the rural consumer: PM

મંત્રીમંડળના મારા સહયોગી શ્રી રામ વિલાસ પાસવાનજી, શ્રી સી. આર. ચૌધરીજી, યુએનસીટીએડી (અંકટાડ)ના મહા સચિવ ડૉ. મુખીસા કીટુયીજી, અને અહિયાં ઉપસ્થિત અન્ય મહાનુભવો,

સૌથી પહેલા આપ સૌને ગ્રાહક સુરક્ષા જેવા મહાન વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદનાં આયોજન માટે ખુબ ખુબ અભિનંદન આપું છું.

આ કાર્યક્રમમાં દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને પૂર્વ એશિયાના અનેક દેશોના પ્રતિનિધિઓ પણ આજે આપણી વચ્ચે સામેલ છે. હું આપ સૌનું આ કાર્યક્રમમાં હૃદયપૂર્વક ખુબ ખુબ સ્વાગત કરું છું.

દક્ષિણ એશિયામાં આપણી રીતનું આ સૌપ્રથમ આયોજન છે. હું યુએનસીટીએડી (UNCTAD)નો પણ આભારી છું, જેણે ભારતની આ પહેલને મજબૂતી સાથે આગળ વધારી છે અને તેને આ સ્વરૂપ સુધી લાવવામાં સક્રિય ભૂમિકા નિભાવી છે.

સાથીઓ, દુનિયાનો આ ભૂ-ભાગ જે રીતે એક બીજા સાથે ઐતિહાસિક રૂપે જોડાયેલ છે, તેવું બીજી જગ્યાઓ પર ઓછું જોવા મળે છે. હજારો વર્ષોથી આપણે વ્યાપાર, સંસ્કૃતિ, ધર્મ જેવા અનેક પાસાઓથી સાથે જોડાયેલા છીએ. દરિયાઈ અર્થતંત્રએ આ ભૂ-ભાગને જોડવા માટે સદીઓથી મહત્વનું યોગદાન આપ્યું છે. લોકોનું આવાગમન, વિચારોનું આદાન પ્રદાન, એક દ્વિમાર્ગી પ્રક્રિયા રહી છે. જેનો લાભ આ ક્ષેત્રના દરેક દેશને ઓછા-વત્તી માત્રામાં મળતો રહ્યો છે. આપણે આજે માત્ર આર્થિક જ નહી, પરંતુ સાંસ્કૃતિક રીતે પણ એક સહભાગી વારસાનું પ્રતિક રહ્યા છીએ.

સાથીઓ, આજના આધુનિક યુગમાં આપણા પારસ્પરિક સંબંધ એક નવા સ્તર પર પહોચ્યા છે. એશિયાનાં દેશ માત્ર પોતાનાં દેશમાં જ સામાન અને બજારસેવાઓ પૂરી નથી પડતા પરંતુ તેનો વિસ્તાર બીજા મહાદ્વીપો સુધી પણ ફેલાઈ રહ્યો છે. તેમાં ગ્રાહક સુરક્ષા એવો વિષય છે, જે આ ક્ષેત્રમાં વેપારને વધારવા, તેને વધુ મજબુત બનાવવા માટેનું એક મહત્વનું પરિબળ છે.

આજનું આ આયોજન એ વાતનું પ્રતિક છે કે આપણે આપણા નાગરિકોની જરૂરિયાતોને કઈ રીતે ગંભીરતાથી સમજીએ છીએ; તેમની સમસ્યાઓને દુર કરવા માટે કઈ રીતે ગંભીરતાપૂર્વક પ્રયાસ કરીએ છીએ. દરેક નાગરિક એક ગ્રાહક પણ હોય છે, અને એટલા માટે આ આયોજન આપણા સંયુક્ત દ્રઢનિશ્ચયનું પણ પ્રતિક છે.

સાથીઓ, આ સમગ્ર પ્રક્રિયામાં સંયુક્ત રાષ્ટ્રનું એક સહયોગી રીતે આગળ આવવું એ પણ એક ઘણી સુખદ વાત છે. ઓગણીસો પંચ્યાસી (1985)માં સૌપ્રથમવાર ગ્રાહક સુરક્ષા પર યુએન માર્ગદર્શિકા બની હતી. બે વર્ષ અગાઉ જ આમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે. સુધારાની આ પ્રક્રિયામાં ભારતની પણ સક્રિય ભૂમિકા રહી છે.

અને હું ડૉ. મુખીસાનો આભારી છું, એમણે જે રીતે ભારતની સરાહના કરી. અનેક ક્ષેત્રમાં ભારત જે બાબતોમાં નેતૃત્વ લઇ રહ્યું છે, તેનો પણ એમણે ખુબ જ ઉત્તમ રીતે ઉલ્લેખ કર્યો, હું એટલા માટે તેમનો હૃદયથી ખુબ આભારી છું.

વિકાસશીલ દેશોમાં વ્યાપારમાં સંતુલિત ઉપયોગ અને આર્થિક સેવાના સંબંધમાં આ માર્ગદર્શિકા ખુબ જ મહત્વપૂર્ણ છે.

સાથીઓ, ભારતમાં સેંકડો, હજારો વર્ષોથી ગ્રાહક સુરક્ષા સુશાસનનો અભિન્ન ભાગ રહ્યો છે. હજારો વર્ષ અગાઉ રચાયેલ આપણા વેદોમાં ગ્રાહક સંરક્ષણની એક વ્યાપક ચર્ચા છે. અથર્વવેદમાં કહેવામાં આવ્યું છે-
““इमा मात्रा मिमीम हे यथ परा न मासातै”

એટલે કે વસ્તુસ્થિતિ અને તોલમાપમાં કોઈ પણ રીતની ગરબડ ના કરો.

ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે- હજારો વર્ષ પૂર્વે રચાયેલા ગ્રંથોમાં ગ્રાહક સુરક્ષાના કાયદેસરના નિયમો સમજાવવામાં આવ્યા છે. ખોટી રીતે વેપાર કરનારાઓને કયા પ્રકારની સજા આપવામાં આવે તે પણ એ ક્ષેત્ર સમયમાં વર્ણન કરવામાં આવ્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ અઢી હજાર વર્ષ પહેલા કૌટિલ્યના સમયમાં, કાયદેસર શાસન માટે માર્ગદર્શિકાઓ રચવામાં આવી હતી કે કઈ રીતે વેપારને નિયંત્રિત કરવામાં આવશે અને કઈ રીતે સરકાર ગ્રાહકોના હિતોની રક્ષા કરશે.

કૌટિલ્ય કાળમાં શાસન દ્વારા જે રીતની વ્યવસ્થા હતી, આજના હિસાબે જો તે પદોને આપણે આજની વ્યાખ્યામાં મુકીએ તો તેનો અર્થ થાય છે; ડાયરેક્ટર ઓફ ટ્રેડ, સુપરીન્ટેન્ડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ, હું સમજુ છું કે કહી શકાય છે.

આપણે ત્યાં ગ્રાહકને ભગવાન માનવામાં આવે છે. અનેક દુકાનોમાં તમને લખેલું જોવા મળશે- ગ્રાહક દેવો ભવઃ. ભલે કોઈપણ વ્યવસાય હોય, તેનો એકમાત્ર ઉદ્દેશ્ય ગ્રાહકની સંતુષ્ટિ હોવી જોઈએ.

સાથીઓ, ભારત એવા કેટલાક દેશોમાં સામેલ રહ્યું છે જેણે યુએન માર્ગદર્શિકાનું અમલીકરણ થયાના બીજા જ વર્ષે એટલે કે 1986માં જ પોતાનો ગ્રાહક સુરક્ષા અધિનિયમ લાગુ કરી દીધો હતો.

ગ્રાહકોનાં હિતોનું ધ્યાન આ સરકારની પ્રાથમિકતાઓમાંથી એક પ્રમુખ અંગ છે. સરકારની આ પ્રાથમિકતા ન્યુ ઇન્ડિયાનાં સંકલ્પની સાથે પણ સંપૂર્ણ રીતે જોડાયેલી છે. ન્યુ ઇન્ડિયા, જ્યાં ગ્રાહક સુરક્ષાથી આગળ વધીને શ્રેષ્ઠ ગ્રાહક પ્રેક્ટીસ અને ગ્રાહક સમૃદ્ધિની પણ વાતને પણ અમે બળ આપી રહ્યા છીએ.

સાથીઓ, અમે આજનાં દેશની જરૂરિયાતોને, આજનાં વેપારી રીત રીવાજોને ધ્યાનમાં રાખીને એક નવો ગ્રાહક સુરક્ષા અધિનિયમ કે જે હાલ પ્રક્રિયા હેઠળ જ છે, અમે બનાવી રહ્યા છીએ. નવા કાયદામાં ગ્રાહક સશક્તિકરણ ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ગ્રાહકની મુશ્કેલી ઓછા સમયમાં, ઓછા ખર્ચમાં દુર થાય, તેની માટે નિયમોને વધુ સરળ બનાવવામાં આવી રહ્યા છે. ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર કડકાઈની જોગવાઈ કરવામાં આવી રહી છે. તાત્કાલિક સુનાવણી માટે વહીવટી સત્તા સાથે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તા મંડળની પણ સ્થાપના કરવામાં આવશે.

અમે રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ બનાવ્યો છે, જેનાથી ઘર ખરીદનારા ગ્રાહકોનાં હિતોનું સંરક્ષણ થયું છે, અને ખાસ કરીને મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગનો વ્યક્તિ કે જે જીવનની સંપૂર્ણ કમાણી ઘર બનાવવામાં ખર્ચ કરી નાખે છે, તેની માટે સુરક્ષા અર્થાત, તેની સંપૂર્ણ જિંદગીનાં અરમાનોની સુરક્ષાની સીમા બની જાય છે. પહેલા, બિલ્ડરોની મનમાનીનાં કારણે વર્ષો સુધી લોકોને પોતાનાં ઘર માટે રાહ જોવી પડતી હતી. ફ્લેટનાં વિસ્તારને લઈને પણ ભ્રમની સ્થિતિ બનેલી રહેતી હતી. હવે આ નવા કાયદા રેરા પછી માત્ર નોંધાયેલા ડેવલપર્સ જ બધી જરૂરી પરવાનગીઓ પ્રાપ્ત કર્યા પછી ઘરની નોંધણી કરાવી શકશે. માત્ર એક ચોપાનિયું છાપીને જ લોકોનાં રૂપિયા નહીં ભેગા કરી શકે. આ સાથે જ સરકારે બુકિંગની રકમની મર્યાદાને પણ 10 ટકા ઉપર સ્થાયી કરી દીધી છે, નહિંતર પહેલા એડવાન્સમાં 25, 30, 40, ટકા સુધી, 50 ટકા સુધી લોકો પાસેથી પૈસા હડપી લેવામાં આવતા હતા.

પહેલા એવું થતું હતું કે બિલ્ડર, ઘરોની નોંધણી પછી મળવાના જે પૈસા થતા હતા તેને બીજા પ્રોજેક્ટમાં લગાવી દેતા હતા. હવે સરકારે એવી જોગવાઈ કરી છે કે ખરીદનાર પાસેથી મળનારી 70 ટકા રકમ એસ્ક્રો એકાઉન્ટમાં નાખવી પડશે અને આ રકમ તે જ પ્રોજેક્ટ ઉપર જ ખર્ચ કરવામાં આવશે.

આ જ રીતે બ્યુરો ઑફ ઇન્ડીયા સ્ટાન્ડર્ડ એક્ટ પણ બનાવવામાં આવ્યો છે. હવે જનતા કે ગ્રાહકનાં હિત સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ કે સેવાને ફરજીયાત પ્રમાણીકરણ અંતર્ગત લાવી શકાશે. અને તે અંતર્ગત ખરાબ ગુણવત્તાવાળી વસ્તુઓને બજારમાંથી પાછી ખેંચવા અને તેનાથી જો ગ્રાહકને નુકસાન થયું છે, તો તેના વળતરની પણ જોગવાઈ કરવામાં આવી છે.

હમણાં તાજેતરમાં જ ભારતે વસ્તુ અને સેવા કર – જીએસટીને પણ લાગુ કર્યો છે. જીએસટી પછી દેશમાં જુદી જુદી રીતના ડઝનબંધ પ્રત્યક્ષ કરની જાળ ખત્મ થઇ છે. કેટલાય રીતના છુપા કર હવે પુરા થઇ ગયા છે. ગ્રાહકને હવે સામે રીસીપ્ટ પર જોવા મળે છે કે તેણે કેટલો ટેક્સ રાજ્ય સરકારને આપ્યો, કેટલો ટેક્સ કેન્દ્ર સરકારને આપ્યો. સરહદ પર ટ્રકોની લાગતી લાંબી ભીડ પણ ખતમ થઇ ગઈ છે.

 

જીએસટીથી દેશને એક નવું બીઝનેસ કલ્ચર મળી રહ્યું છે અને લાંબા સમયે જીએસટીનો સૌથી મોટો ફાયદો ગ્રાહકોને જ થવાનો છે. મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગ, ગરીબ, જેના અજ્ઞાનનો લાભ ઉઠાવવામાં આવતો હતો; જેમ જેમ લોકોને તેની જાણકારી મળતી જશે, ગ્રાહક જાગૃત થતો રહેશે અને ક્યાંય પણ તેને છેતરી નહિ શકે. આ એક પારદર્શી વ્યવસ્થા છે જેમાં કોઈ ગ્રાહકના હિતોની સાથે રમી નહિ શકે. એટલું જ નહી, જીએસટીનાં લીધે જયારે કંપનીઓની એક બીજા સાથે સ્પર્ધા વધશે, અને વધવાની છે; તો વસ્તુઓની કિંમતમાં પણ ઘણો ઘટાડો આવશે, ઘટ થશે. અને તેનો સીધો ફાયદો પણ ગરીબ અને મધ્યમ વર્ગનાં ગ્રાહકોને થવાનો છે.

હવે જુઓ, વાહનવ્યવહાર, જે ટ્રક પાંચ દિવસમાં જતી હતી, હવે બધા જ ચેક પોસ્ટ દુર થઇ જવાના કારણે તે ત્રણ દિવસમાં જઈ રહી છે. એનો અર્થ એ કે જે સામાન વહન કરીને જવાનો ખર્ચ થતો હતો તેમાં ઘટાડો થયો છે. આ આવનારા દિવસોમાં ગ્રાહકોને ટ્રાન્સફર થવાનું જ છે. આજે ભલે કોઈ લોકોનાં અજ્ઞાનનો લાભ ઉઠાવતા હશે, પરંતુ બધી જ વસ્તુઓનો ફાયદો આવનારા દિવસોમાં ગ્રાહકને, મધ્યમવર્ગને, નિમ્ન-મધ્યમ વર્ગેને, ગરીબને, હસ્તાંતરિત થવાનો જ છે.

સાથીઓ, કાયદાનાં માધ્યમથી ગ્રાહકનાં હિતોને મજબુત કરવાની સાથે જ એ પણ ખુબ જરૂરી છે કે લોકોની ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આખરે લોકશાહીની તાકાત ફરિયાદ નિવારણમાં હોય છે. લોકતંત્રનું મહત્વનું, ફરિયાદ નિવારણ પ્રક્રિયા તમારી કેટલી સશક્ત છે; તેની ઉપર લેખા જોખા થાય છે. પાછલા ત્રણ વર્ષોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમારી સરકારે ફરિયાદ નિવારણની એક નવી ઇકો સીસ્ટમ તૈયાર કરી છે.

રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇનની ક્ષમતાને 4 ગણી વધારી દેવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા સાથે જોડાયેલ પોર્ટલ અને સોશ્યલ મીડિયાને પણ સંકલિત કરવામાં આવ્યા છે. પોર્ટલ સાથે ખાનગી કંપનીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહી છે. પોર્ટલના માધ્યમથી લગભગ 40 ટકા ફરિયાદો સીધી કંપનીઓ પાસે આપોઆપ ટ્રાન્સફર થઇ જાય છે, જેની ઉપર ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે. જાગો ગ્રાહક જાગો – આ અભિયાનનાં માધ્યમથી પણ ગ્રાહકોને જાગૃત કરવાનો એક વ્યાપક પ્રયાસ નિરંતર ચાલતો રહ્યો છે. હું મોટા સંતોષ સાથે કહી શકું છું કે, ગ્રાહક સુરક્ષામાં જે રીતે સોશ્યલ મીડિયાનો સકારાત્મક રીતે ઉપયોગ આ સરકારે કર્યો છે, તેવું દેશમાં અગાઉ ક્યારેય નથી કરવામાં આવ્યું.

સાથીઓ, મારી નજરમાં અને અમારી સરકારની દ્રષ્ટિમાં ગ્રાહક સુરક્ષાની સીમા ઘણી વિસ્તૃત છે. કોઈપણ દેશનો વિકાસ અને ગ્રાહક સુરક્ષા એકબીજાનાં પુરક હોય છે, તેઓ જોડિયા ભાઈઓ હોય છે. વિકાસનો ફાયદો પ્રત્યેક નાગરિક સુધી પહોંચે, તેની માટે સુશાસન તેની પણ ઘણી મોટી ભૂમિકા હોય છે.

જયારે તમે સરકાર તરીકે એ સુનિશ્ચિત કરો છો કે નાગરિક સુધી તેના અધિકાર પહોંચે, નાગરિક સુધી તે સેવાઓ પહોંચે, જેનાથી તેઓ અજ્ઞાનવશ વંચિત રહી જાય છે, ત્યારે પણ તમે ગ્રાહકોના હિતોની રક્ષા કરો છો, તે સુશાસનનાં માધ્યમથી શક્ય બને છે. દેશના લોકોને સ્વચ્છ ઉર્જા માટે ઉજ્જવલા યોજના, આરોગ્ય અને સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત અભિયાન, નાણાંકીય સમાવેશીતા માટે જન ધન યોજના, આ આવી અનેક યોજનાઓ છે; આવી જ ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે. 2022 સુધીમાં, જયારે આઝાદીનાં 75 વર્ષ થઇ રહ્યા છે, અને ભારત જયારે આઝાદીનાં 75 વર્ષ ઉજવી રહ્યું હશે, ત્યારે 2022 સુધી દેશનાં દરેક વ્યક્તિ પાસે પોતાનું ઘર હોય, તેની ઉપર પણ સરકાર વ્યાપક રૂપે કામ કરી રહી છે.

હમણાં તાજેતરમાં જ દેશનાં દરેક ઘરમાં વીજળી જોડાણો પહોંચાડવા માટે પણ એક ઘણું મોટું પગલું લેવામાં આવ્યું છે, એક ઘણી મોટી યોજનાં શરૂ કરવામાં આવી છે. આ બધા જ પ્રયાસો લોકોનાં પાયાનાં જીવન નિર્વાહને આધાર આપવાની સાથે જ તેમની જિંદગી સરળ બનાવવા માટે પણ છે.

ગ્રાહકોનાં હિતોની રક્ષા માત્ર તેને અધિકાર આપવાથી જ પૂરી નથી થઇ જતી. ભારતમાં અમે એ દિશામાં પણ કામ કરી રહ્યાં છીએ જ્યાં સરકારની યોજનાઓ ગ્રાહકોનાં પૈસા બચાવવામાં મદદગાર સાબિત થવી જોઈએ અને એ થઇ રહી છે. આ યોજનાઓથી સૌથી વધુ ફાયદો દેશનાં ગરીબ, નિમ્ન-મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ એમ સમાજનાં એક મોટા હિસ્સાને થાય છે. તેઓ કાયદાને વરીને જીવનારા નાગરિકો હોય છે. તેઓ કાયદાનું પાલન કરનારા મધ્યમવર્ગીય લોકો હોય છે. તેમને આપણે જેટલો સહકાર આપીશું, તેટલી જ આપણી વ્યવસ્થાઓ વધુ શક્તિશાળી બનશે.

તમને જાણકારી હશે કે યુનિસેફે હમણાં તાજેતરમાં જ ભારતમાં એક સર્વેનાં પરિણામોની જાહેરાત કરી છે. સર્વે અનુસાર સ્વચ્છ ભારત મિશન પછી જે ગામડા ખુલ્લામાં શૌચ મુક્ત થઇ ગયા છે, તે ગામડાઓમાં પ્રત્યેક પરિવારને વાર્ષિક 50 હજાર રૂપિયાની બચત થઇ રહી છે. નહિતર આ જ રકમ તે પરિવારોને બીમારીઓના ઈલાજ, દવાખાને આવવા જવા અને કાર્યાલયોમાંથી લીધેલી રજાઓ વગેરે ઉપર ખર્ચ કરવા માટે મજબુર બનવું પડતું હતું. હવે ઘટનાને એક ગ્રાહકની નજરે જોઈએ આપણે આ ઘટનાથી અમે તેમના 50 હજાર રૂપિયા બચવા, તે તેની પોતાની એક ગ્રાહક તરીકે ખરીદશક્તિ પણ વધારે છે, અને તેની અર્થવ્યવસ્થાને પ્રાથમિકતા આપવા માટે અમે સગવડ પૂરી પાડીએ છીએ.

સાથીઓ, ગરીબોને સસ્તી દવા માટે ભારતીય જનઔષધી પરિયોજના અમે પ્રારંભ કરી છે. 500થી વધુ દવાઓની કિંમતને ઓછી કરીને તેને જરૂરી દવાઓની યાદીમાં મુકવામાં આવી છે. સ્ટેન્ટની કિંમતો ઘટાડો કરીને સ્ટેન્ટને 85 ટકા જેટલું સસ્તું કરવામાં આવ્યું છે. મધ્યમવર્ગનો પરિવાર, જો પરિવારના એક વ્યક્તિને હૃદયની બીમારી થઇ જાય અને સ્ટેન્ટ લગાવવું હોય તો અઢી લાખ, ત્રણ લાખ, બે લાખ, ક્યાંથી ખર્ચ કરશે? સરકારે હસ્તક્ષેપ કર્યો, એક ગ્રાહક તરીકે હૃદયનાં દર્દી, ગ્રાહક પણ છે અને તેને જો 85 ટકા ઓછી કિંમતે પણ સ્ટેન્ટ મળી જાય, હું સમજુ છું કે અડધી હૃદયની બીમારી તો એમ જ ચાલી જશે. આ જ તો ગ્રાહક સુરક્ષા હોય છે. તાજેતરમાં જ ઘૂંટણના ઈમ્પ્લાન્ટની કિંમતને પણ સરકારે નિયંત્રિત કરી દીધી છે. આજે ભાગ્યે જ કોઈ પરિવાર હશે જ્યાં 50 પછી ઘરમાં ઘૂંટણની ફરિયાદવાળા લોકો ના મળે. અને પછી ડોકટરો તો કહી જ નાખે છે કે બસ મિકેનિકલ એન્જીનીયરીંગમાં જેમ સાધન બદલી નાખે છે, આવો સાધન બદલી નાખીએ અને પછી તેઓ ઘણું લાંબુ મોટુ બીલ આપી દેતા હોય છે.અમે તેની માટે વ્યવસ્થા કરી, તેની કિંમતો ઓછી કરી. જે નિવૃત્ત લોકો છે, જેઓ પેન્શનધારકો છે, તેઓ ગ્રાહકો પણ છે. તે ઉંમરમાં તેમને આટલી મોટી મદદ, હું સમજુ છું કે પેન્શનના વધારાથી પણ આ બચત તેને વધુ તાકાત અને વિશ્વાસ આપે છે. આ કામ સરકારનું ધ્યેય છે.

અમારી વિચારધારા ગ્રાહક સુરક્ષાથી આગળ જઈને ગ્રાહક હિતોના પ્રોત્સાહન તરફ પણ છે. ગ્રાહક હિતોમાં લોકોના પૈસા બચાવવા માટેનું વધુ એક ઉદાહરણ હું તમારી સામે પ્રસ્તુત કરું છું અને તે છે અમારી ઉજાલા યોજના. આ સંપૂર્ણ યોજના માત્ર ગ્રાહકના હિતમાં જ સીમિત નથી, પરંતુ ગ્રાહકના પસંદગીની પણ ચિંતા કરે છે.

 તમે જોયું હશે, આમ તો વસ્તુ બહુ નાની લાગે છે, પરંતુ તેનો પ્રભાવ કેટલો મોટો હોય છે, ઉજાલા યોજના. તે સાવ સામાન્ય યોજના છે એલઈડી બલ્બના વિતરણની, પરંતુ પરિણામ અસાધારણ છે.

જયારે આ સરકાર આવી હતી તો એક એલઈડી બલ્બ, તેની કિંમત 350 રૂપિયાથી વધુની કિંમતમાં તે વેચાતો હતો. સરકારે તેમાં દખલગીરી કરી, ઝીણવટભરી તપાસ કરી, એલઈડીનો બલ્બ ઉત્પાદન, તે દિશામાં પણ જોયું. માર્કેટ બન્યા, તેની ચિંતા કરી. અને તે બલ્બ જે સાડા ત્રણસો રૂપિયામાં વેચાતો હતો, હવે ઉજાલા યોજના હેઠળ માત્ર 40-45 રૂપિયામાં તે ઉપલબ્ધ છે. હવે કોઈ મને કહે કે દેશના મધ્યમવર્ગના વ્યક્તિના ખિસ્સામાં પૈસા બચ્યા કે ના બચ્યા? તેની પસંદગીની રક્ષા કરી કે ના કરી? એલઈડી બલ્બની કિંમત ઓછી કરીને અને લોકોના વીજળીના બીલમાં ઘટાડો કરાવડાવીને સરકારે માત્ર આ એક યોજનાથી ગ્રાહકોના, ઉપભોક્તાઓના લગભગ લગભગ 20 હજાર કરોડ રૂપિયાથી વધુ, તેમના ખિસ્સામાં સમગ્ર દેશમાં બચાવ્યા છે, એક વર્ષમાં જ. કારણ કે વીજળીનું બીલ ઓછું થઇ ગયુ તેના કારણે. 20 હજાર કરોડ રૂપિયા, જો જૂની સરકારોની જેમ, જો અમે પણ રેવડી વહેંચવામાં લગાવી દેત તો જય જયકાર કરનારાઓની ખોટ નહોતી.

પરંતુ અમે મુશ્કેલ રસ્તા પસંદ કર્યા પરંતુ ગ્રાહકના હિતને પૂરું કરવાની પદ્ધતિ સાથે જોડાયેલા રહ્યા. 20 હજાર કરોડ રૂપિયા ઓછા નથી હોતા. એટલા મળ્યા વીજળી બચવાના કારણે. પર્યાવરણમાં કેટલો ફાયદો થઇ રહ્યો છે. જો આટલી જ વીજળીના કારખાના લગાવવાના હોત તો કદાચ 50-60 હજાર કરોડ રૂપિયા, તેટલી જ વીજળી ઉત્પાદન માટે કારખાના લગાવવા પડત; તો આ પણ એક વધારાનો ફાયદો થયો છે.

સાથીઓ, ફુગાવા પર અંકુશ મુકવાના કારણે પણ અને તેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોને આર્થિક ફાયદો થયો છે. જે ઝડપથી ફુગાવો વધી રહ્યો હતો, 2012-13, 11, 12, 13નો સમય જોઈ લો, જો તે જ ઝડપથી વધ્યો હોત તો આજે દાળ કેટલી મોંઘી હોત, જો તેનો હિસાબ લગાવશો તો કોઈપણ મોટો અર્થશાસ્ત્રી પણ ચોંકી જાય છે કે હિન્દુસ્તાનનો માનવી ખાય છે કેવી રીતે? પરંતુ આ સરકારે પગલા ભર્યા, ફુગાવાને ઓછો કર્યો, થાળી પર વધી રહેલા બોજને રોકી દીધો. કેટલીક કિંમતોમાં સસ્તું બનાવવામાં સફળ રહ્યા, ફુગાવો ઓછો થતો રહ્યો. તેનાથી પણ ગ્રાહકના ખિસ્સામાં પૈસા બચ્યા છે, ગ્રાહકના હિતની રક્ષા થઇ છે. ભાગ્યે જ મધ્યમ વર્ગ, નિમ્ન-મધ્યમ વર્ગના પરિવારોની આટલી ઝીણવટથી ચિંતા ભાગ્યે જ આ દેશમાં પહેલા ક્યારેય કરવામાં આવી હશે.

ટેકનોલોજીના માધ્યમથી જાહેર વિતરણ પદ્ધતિને મજબુત બનાવીને પણ એ નક્કી કરવામાં આવી રહ્યું છે કે જે ગરીબનો સસ્તા ખાદ્યાન્ન પર અધિકાર છે, તેને જ તે અનાજ મળવું જોઈએ, સ્થાનાંતરિત ના થવું જોઈએ. ચોરી કરાઈને ફ્લોર મિલમાં ના જવા જોઈએ ઘઉં, ગરીબના પેટમાં જવા જોઈએ. આ પણ ગ્રાહક હિતની રક્ષા માટે અમારી પ્રતિબદ્ધતાનું એક ઉદાહરણ છે.

સીધા લાભ યોજના હેઠળ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરીને સરકાર ઉપર 57 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમને ખોટા હાથોમાં જવાથી રોકી દેવામાં આવી છે. કોઈ તો હતા ને વચેટિયા, કોઈ તો હતા દલાલ, જેમની પાસે આ પૈસા જતા હતા. આધારની સૌથી મોટી સફળતા એ છે કે જેનો હક છે તેને હક આપવામાં આધાર એક ઘણી મોટી ભૂમિકા અદા કરી રહ્યો છે. અને 57 હજાર કરોડ રૂપિયા પ્રતિવર્ષ, એક વર્ષે નહી, પ્રતિવર્ષ. 57 હજાર કરોડ રૂપિયા ચોરી થતા હતા અને તેને ભ્રષ્ટાચારના રૂપમાં ક્યારેક બજારના છાપાઓમાં ક્યારેય છપાયું નથી તે. જેમ 2Gનું છાપવામાં આવતું હતું, કોલસાનું છપાતું હતું, આનું ના છપાયું, કારણ કે કારણ કે આટલી નાની નાની રકમોની ચોરી થયા કરતી હતી કોઈને ખબર નહોતી પડતી.

ગ્રાહકના હિતની ચિંતા કરવાના કારણે સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, પારદર્શકતા પર ભાર મુક્યો અને તેનું જ પરિણામ છે કે જે હકદાર છે, તેનો હક આજે ના તો કોઈ છીનવી શકે છે, જેનો હક છે તેને પૂરે પૂરો, એક રૂપિયાના 15 પૈસા થયા વિના, એક એક રૂપિયાના 100 પૈસા તેની પાસે જઈ રહ્યા છે. આ કામ ગ્રાહક હિતનું સૌથી મોટું ઉદાહરણ છે.

સાથીઓ, સંતુલિત વિકાસ લક્ષ્યાંકો અને તેની પ્રાપ્તિ માટે જરૂરી છે કે ગ્રાહક પણ પોતાની યોગ્ય જવાબદારીઓને સમજીને પોતાના કર્તવ્યનું પાલન કરે.

અહિયાં આ અવસર પર હું બીજા દેશોમાંથી આવેલા મારા સાથીઓને ગીવ ઈટ અપ– છોડી દો યોજના વિષે ખાસ રૂપે જણાવવા માંગું છું. અમારે ત્યાં રસોઈ ગેસના સીલીન્ડર પર લોકોને સબસીડી આપવામાં આવે છે. સ્વચ્છ રસોઈ પર અમારો ભાર છે. પરંતુ જયારે મેં લાલ કિલ્લા ઉપરથી લોકોને અપીલ કરી, લોકોને 15 ઓગસ્ટના રોજ કે જો તમે કરી શકતા હોવ તો તમારે આટલી સબસીડીની શું જરૂર છે? વર્ષે 1000-1500 રૂપિયા લઈને શું જરૂર છે, તમે છોડી કેમ નથી દેતા? હું આજે ઘણા સંતોષ સાથે કહી શકું છું અને દુનિયાનો જે માહોલ છે તેની સામે ભારતમાં સામાન્ય માનવીએ જે મિસાલ બતાવી છે, તે એક ઉદાહરણ છે.

દસ મિલિયનથી પણ વધુ લોકો, એક કરોડથી વધુ લોકોએ માત્ર મારા કહેવાથી જ પોતાની ગેસ સબસીડીને સમર્પિત કરી દીધી. હું સમજુ છું કે આ છે ભાગીદારી. જે ગરીબ છે, સામાન્ય છે, જેને હવે વ્યવસ્થા મળવી જોઈએ, જેને હવે વ્યવસ્થાએ આગળ વધાર્યા છે, તેણે છોડવા માટે આગળ આવવું જોઈએ. આ પ્રયોગ હું સમજુ છું, દેશને એક નવા ભારતનો પરિચય કરાવનારી બાબત છે કે આજે પણ મારા દેશમાં તે ઈમાનદારી, સમાજ માટે કઈક કરવાની ભાવના જન જનમાં વ્યાપ્ત છે અને આ સરકારે તેની સાથે પોતાની જાતને જોડી છે. લોકોએ જે ગેસ સબસીડી છોડી તે અમે સરકારી ખજાનામાં નથી નાખી. અમે તિજોરી ભરી શકતા હતા, પરંતુ તે કામ અમે ના કર્યું. અમે ગેસ સબસીડીનો ફાયદો, જેમને લાકડાના ચુલાથી રોટલી શેકવી પડતી હતી, જે માં બીમાર થઇ જતી હતી, જે પર્યાવરણને નુકસાન થઇ જતું હતું, અમે આશરે 3 કરોડ પરિવારોને કે જેમણે કયારેય ગેસનો ચૂલો નહોતો જોયો, સ્વચ્છ રસોઈ માટે ક્યારેય વિચાર્યું નહોતું, તેમને મફતમાં ગેસ જોડાણો આપીને અમે આ વાતને વધુ આગળ વધારી.

આ એક ઉદાહરણ છે કે કઈ રીતે દરેક ગ્રાહકના સમાન યોગદાનથી બીજાનો ફાયદો થાય છે અને સમાજમાં પણ પોતાના કર્તવ્યો પ્રત્યે એક સકારાત્મક, સમર્પિત ભાવથી એક નવી માહોલ બને છે.

સાથીઓ, સરકાર દેશના ગ્રામિણ ક્ષેત્રોમાં રહેનારા ગ્રાહકોના ડીજીટલ સશક્તિકરણ માટે જેમ કે તમે ઉલ્લેખ કર્યો ડોક્ટર મુખીસા કિટુયીજીએ; પ્રધાનમંત્રી ગ્રામિણ ડીજીટલ સાક્ષરતા અભિયાન ચલાવી રહી છે. તે અંતર્ગત 6 કરોડ ઘરોમાં અને દરેક ઘરમાં એક વ્યક્તિને ડીજીટલ રૂપે સાક્ષર બનાવવાનું એક ખુબ મોટું અભિયાન ભારત સરકારે હાથમાં લીધું છે. આ અભિયાનથી ગામના લોકોને ડીજીટલ લેણ-દેણ, ડિજીટલ રીતે સરકારી સેવાઓને પ્રાપ્ત કરવામાં વધુ સગવડ મળશે. એ દિવસ દુર નહી હોય જયારે JAM જોડાણ – જનધન, આધાર, મોબાઈલ- એક પોતાના મોબાઇલ ફોન પર તે સરકાર સાથે સીધો સંપર્ક કરી શકશે, તે દિવસ હવે દુર નથી. પરંતુ તેમાં માનવ સંસાધન વિકાસ અંતર્ગત ભારતના 6 કરોડ ગ્રામિણ પરિવારોમાં પ્રત્યેક પરિવારમાં એક વ્યક્તિ ડીજીટલ રીતે સાક્ષર હોય, તેનું એક બહુ મોટું અભિયાન અમે ચલાવ્યું છે.

ભારતના ગામડાઓમાં ડીજીટલ જાગૃતિ છે. ભવિષ્ય માટે એક બહુ મોટા ઈ-કોમર્સ માર્કેટને પણ બળ આપવાની શક્યતા હું જોઈ રહ્યો છું. યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ- UPIએ ઈ-કોમર્સ ઉદ્યોગને એક બહુ મોટી તાકાત આપી છે.ભારત ઇન્ટરફેસ ફોર મની એટલેકે ભીમ એપે શહેરો ઉપરાંત ગ્રામિણ વિસ્તારોમાં પણ ડીજીટલ પેમેન્ટનો એક વ્યાપક વિસ્તાર કર્યો છે.

સાથીઓ, સવા સો કરોડથી વધુની જનસંખ્યા અને તીવ્ર ગતિએ વધી રહેલા મધ્યમ વર્ગના કારણે ભારત દુનિયાના સૌથી મોટા બજારોમાંથી એક છે. અમારી અર્થવ્યવસ્થાનું મોકળાપણું દુનિયાના દરેક દેશનું સ્વાગત કરે છે, ભારતીય ગ્રાહકોને વૈશ્વિક સ્પર્ધા તરફ, વધુ નજીક લાવવાની શક્યતા ઉભી કરે છે. મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી અમે વૈશ્વિક કંપનીઓને ભારતમાં જ ઉત્પાદન કરવા અને અહિયાંના વિશાળ માનવ સંસાધનનો વધુ સારો ઉપયોગ કરવા માટે એક મંચ આપી રહ્યા છીએ અને આમંત્રણ પણ આપી રહ્યા છીએ.
સાથીઓ, ધરતીના આ ભાગમાં આ આ પ્રકારની પહેલી પરિષદ છે. આપણામાંથી દરેક દેશ પોત-પોતાની રીતે પોતાના દેશના ગ્રાહકોના હિતની રક્ષા કરવામાં લાગેલો છે. પરંતુ આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે વધી રહેલા વૈશ્વિકરણની સાથે સમગ્ર વિશ્વ એક જ બજાર તરફ આગળ વધી રહ્યું છે. અને એટલા માટે આ પ્રકારના આયોજનોના માધ્યમથી એકબીજાના અનુભવોથી શીખવું, સામાન્ય સમજણના મુદ્દાઓ શોધવા અને ગ્રાહક સુરક્ષા સાથે જોડાયેલા કોઈપણ પ્રાદેશિક ગઠબંધનના નિર્માણની સંભાવનાઓ પર ચર્ચા, હું સમજુ છું કે ખુબ જ અગત્યનું છે, મહત્વપૂર્ણ છે.

400 કરોડથી વધુનો ગ્રાહક દર, વધી રહેલી ખરીદશક્તિ, યુવાન વસ્તી પ્રોફાઇલ, અમે એશીયાઇ દેશોમાં એક વ્યવસાયનો ઘણો મોટો આધાર છીએ. ઈ-કોમર્સ અને લોકોની વધી રહેલી આંતર સરહદીય હેરફેરના કારણે આંતર સરહદીય ટ્રાન્ઝેક્શન સતત વધી રહ્યું છે. એવામાં ગ્રાહકનો ભરોસો જાળવી રાખવા માટે એ ખુબ જ જરૂરી છે કે દરેક દેશમાં મજબુત નિયામક પદ્ધતિ હોય અને તે પદ્ધતિ વિષે બીજા દેશોને પણ જરૂરી જાણકારી હોય. બીજા દેશોના ગ્રાહકો સાથે જોડાયેલ બાબતોમાં ઝડપથી કરવામાં આવેલી પ્રક્રિયા કરવા માટે સહકારપૂર્ણ માળખાનું હોવું પણ એટલું જ જરૂરી છે. તેનાથી પારસ્પરિક વિશ્વાસ વધશે અને વેપારની પહેલી શરત છે વિશ્વાસ. રૂપિયા વેપારને જેટલો વધારે છે તેના કરતા વિશ્વાસ વેપારને વધુ વધારે છે.

વાતચીત માટે માળખાગત તંત્ર બનાવવું, શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું પારસ્પરિક આદાનપ્રદાન કરવું, ક્ષમતા નિર્માણ માટે નવા પગલાઓ લેવા અને સંયુક્ત અભિયાનો શરુ કરવા, એવા વિષયો છે જેની ઉપર પારસ્પરિક હિતોને ધ્યાનમાં રાખીને કાર્ય કરી શકાય તેમ છે.

સાથીઓ, આપણી સંસ્કૃતિ અને વેપારનો પારસ્પરિક વારસો ભવિષ્યમાં પણ એટલો જ મજબુત થશે, જેટલો આપણી વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબુત થશે. પોતાની સંસ્કૃતિ ઉપર ગર્વની સાથે જ બીજાની સંસ્કૃતિને સન્માન આપવું એ અમારી પરંપરાનો ભાગ છે. સદીઓથી આપણે એક બીજા પાસેથી શીખતા રહ્યા છીએ અને વેપાર અને ગ્રાહક સુરક્ષા પણ તેનાથી વિલગ નથી રહ્યા.

મને આશા છે કે આ પરિષદમાં ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને, એક સ્પષ્ટ વિઝન સાથે આગળ વધવાનો રોડમેપ તૈયાર થશે. મને આશા છે કે આપણે આ પરિષદના માધ્યમથી એક પ્રાદેશિક સહયોગને સંસ્થાગત કરવામાં પણ સફળ થઈશું.

આ પરિષદમાં ભાગ લેવા બદલ હું આપ સૌને ફરી એકવાર ખુબ ખુબ ધન્યવાદ આપું છું, હું આપનો આભાર વ્યક્ત કરું છું અને હું આ પરિષદને અનેક અનેક શુભકામનાઓ આપું છું.

ખુબ ખુબ આભાર!!!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.