પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિકલ સેલ ડે પર પુનરોચ્ચાર કર્યો હતો કે તેમની સરકાર આ રોગ પર કાબુ મેળવવા માટે પ્રતિબદ્ધ છે.
નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશનનો ઉલ્લેખ કરતાં, તેમણે કહ્યું કે તેઓ આ આનુવંશિક રક્ત ડિસઓર્ડર વિશે જાગૃતિ લાવવા જેવા અન્ય પાસાઓ પર પણ કામ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"વર્લ્ડ સિકલ સેલ ડે પર, અમે આ રોગને દૂર કરવા માટે અમારી પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરીએ છીએ. ગયા વર્ષે, અમે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન શરૂ કર્યું હતું અને જાગૃતિ ઊભી કરવા, સાર્વત્રિક તપાસ, પ્રારંભિક ઓળખ અને યોગ્ય કાળજી જેવા પાસાઓ પર કામ કરી રહ્યા છીએ. અમે આ ક્ષેત્રમાં ટેક્નોલોજીની શક્તિનો પણ લાભ ઉઠાવી રહ્યાં છીએ."
On World Sickle Cell Day, we reiterate our commitment to overcome this disease. Last year, we launched the National Sickle Cell Anaemia Elimination Mission and have been working on aspects like creating awareness, universal screening, early detection and proper care. We are also… https://t.co/bzYKbHSv9X
— Narendra Modi (@narendramodi) June 19, 2024