ઓલિમ્પિકમાં સુવર્ણવિજેતા નીરજ ચોપરા પ્રધાનમંત્રી મોદીના નમ્ર વ્યવહારથી અભિભૂત થઈ ગયા છે. જ્યારે પ્રધાનમંત્રીએ તેમના નિવાસસ્થાને નાસ્તા પર તમામ રમતવીરો અને સપોર્ટિંગ સ્ટાફને બોલાવ્યા હતાં, ત્યારે તેમની સાથેના સંવાદને યાદ કરીને નીરજે કહ્યું હતું કે, અમે એ સંવાદ દરમિયાન એક ક્ષણ પણ અનુભવ્યું નહોતું કે અમે પ્રધાનમંત્રી સાથે વાત કરી રહ્યાં છીએ. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે ઉપસ્થિત દરેક સાથે અતિ સૌહાર્દપૂર્ણ વ્યવહાર કર્યો હતો.
નીરજે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી દરેક અને તમામ ખેલાડીની અંગત બાબતો જાણતા હતા તથા ઓલિમ્પિક્સ માટે જતાં અગાઉ કોણે શું કહ્યું હતું એ તેમને બરોબર યાદ હતું. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનું આ પ્રકારનો નમ્ર અભિગમ અતિ સ્વાભાવિક અને આનંદદાયક હતો. તેમણે ભારતીય રમતગમતની દુનિયમાં આવી રહેલા પરિવર્તનો વિશે પણ વાત કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, “નરેન્દ્ર મોદી સર પ્રધાનમંત્રી બન્યા પછી ભારતીય રમતગમતમાં ઘણો ફેરફારો જોવા મળ્યો છે. ખેલો ઇન્ડિયાની જેમ. કોઈ પણ ટુર્નામેન્ટમાં સહભાગી થતા અગાઉ અમને તેમની પાસેથી ઘણો સાથસહકાર કે ટેકો મળે છે. તેઓ નાગરિકોને અમારો જુસ્સો વધારવા કહે છે. ઓલિમ્પિક્સ દરમિયાન સ્થિતિસંજોગો બહુ અલગ હતાં. રમતોત્સવમાંથી પરત ફર્યા પછી તમામ રમતવીરોને એકસરખું સન્માન મળ્યું હતું, પછી તેઓ ચંદ્રક જીત્યાં હોય કે ન હોય. આ બાબતને ધ્યાનમાં લીધા વિના તેઓ દરેક રમતવીરને મળ્યાં હતાં, જે ખરેખર આનંદદાયક બાબત છે.”
#ModiStory
— Modi Story (@themodistory) March 26, 2022
“We never felt like we were speaking with the Prime Minister of India. Such unpretentious behaviour is heartening.” Olympic gold medalist @Neeraj_chopra1 moved by Narendra Modi’s simplicity and affability!
Visit: https://t.co/9iulCar3rR
Follow: @themodistory pic.twitter.com/DYizzpqUyL