"Shri Modi addresses Karyakarta Sammelan in Goa"
"CM thanks BJP leaders and Karyakartas for their wishes on his being appointed Chairman of BJP’s 2014 Lok Sabha Election Campaign Committee"
"We need to make this nation free of the Congress. Our motto must be- Congress Mukt Bharat Ka Nirman: Shri Modi"
"Getting to the chair is not our agenda. Our goal is to give dignity to the people and win their trust again: Shri Modi"
"They are spending crores on advertisements. But instead of Bharat Nirman- Haq Hai Mera, people are saying, Bharat Nirman- Shaq Hai Mera: CM"
"Sadly, we have a Government in Delhi that you can neither trust nor can you expect anything: Shri Modi"
"This Government (UPA) is non-serious. They have taken the people for granted and are not bothered about the youth: Shri Modi"
""

પણજી, 9 જૂન : ગોવામાં આજે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના છેલ્લા દિવસે રાજનાથ સિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આવનાર લોકસભા ચૂંટણીમાં અધ્યક્ષની ભૂમિકા ભજવવાની જવાબદારી સોંપી છે. સમાપન કાર્ય દરમિયાન બીજેપીના દિગ્ગજ નેતાઓ કાર્યકર્તાઓનું સંબોધન કરી રહ્યા છે.

પ્રચાર સમિતિના અધ્યક્ષ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતાનું પહેલું સંબોધન કરતા જણાવ્યું કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ, ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર, અરુણ જેટલી વગેરેનો હું ખૂબ આભારી છું. મોદીએ મરાઠીમાં લોકોને તેમના હાલચાલ પૂછ્યા હતા. મોદીએ કહ્યું કે હું રાજનાથસિંહનો ખૂબજ આભારી છું તેમણે મને કાર્યકરોની નજરમાં, દેશની જનતાની નજરમાં મોટું સમ્માન આપ્યું છે. મારા બદલે તેઓ બોલવા ઉભા થઇ ગયા અને મને બેસાડી દઇ છેલ્લે બોલવાની તક આપી. બહારના વ્યક્તિઓ માટે આ ઘટનાનું મૂલ્ય સમજવું મૂશ્કેલ છે. દિલમાં પ્રેમ હોય તો કોઇ આવું કરી શકે છે મિત્રો. અને આવી ઘટનાઓ જ તો આપણને કાર્ય કરવાની પ્રેરણા આપે છે.

કાર્યકરતાના તરીકે બીજેપીએ દરેક પ્રકારે મારું મોલ્ડીંગ કર્યું છે. આંગળી પકડીને મને ચાલતા શીખવ્યું છે. દિગ્ગજ નેતાઓએ જેટલી શક્તિ અને સમય મારા લાલન પાલન માટે વાપરી છે, તેટલું તેમના બાળકો પાછળ પણ નહી કર્યું હોય. આ પદ પ્રાપ્તિ બાદ જ્યારે હું તમારી સમક્ષ આવ્યો છું, ત્યારે પદભાર અને કાર્યભાર બંનેને સમતોલિત બનાવતા દેશના નાગરિકની સામાન્ય આશા અને અપેક્ષા છે તેને પરિપૂર્ણ કરવામાં કોઇ કસર નહી છોડીએ તેવી મને આશા છે.

આપણી પાસે કાર્યકરતા નામની એક વ્યવસ્થા છે વિરાસત છે. કેરલ, ત્રિપુરા, મિઝોરમમાં આપણા ઘણા કાર્યકરોની હત્યા થઇ જાય છે. મિત્રો તેમના બલિદાનના કારણે અને તેમની કર્મનિષ્ઠાના કારણે ભારતીય જનતા પાર્ટી આ રીતે ઉભી છે. કાર્યકર્તાઓના નામનો વારસો જ મહત્વનો છે. આમાંથી ઘણા કાર્યકરો એવા હશે જેમની ક્યારેય ઓળખાણ નથી થઇ. જેઓ ક્યારેય છાપામાં નથી આવ્યા છતાં તેમણે પેઢીઓની પેઢીઓ ભારતીય જનતા પક્ષ માટે જીવન સોપી દીધું છે. માટે બીજેપીની પ્રગતિ કે મારી પ્રગતિનો શ્રેય કાર્યકર્તાઓને જાય છે મિત્રો. રાજનાથસિંહ મુખ્યમંત્રી હતા, તેઓ કેન્દ્રમાં મંત્રી હતા, તેમની પર આજ સુધી કોઇ આરોપ લાગ્યો છે.

પારિકર પર કોઇ આરોપ છે નથી ને. ભાજપના કોઇ મુખ્યમંત્રી પર આરોપ નથી. પણ આ દિલ્હીના નેતાઓ પર કેમ આરોપો છે. તેમને તો આદત પડી ગઇ છે ભ્રષ્ટાચારમાં લિપ્ત રહેવાની. છત્તિસગઢમાં નક્સલીઓ દ્વારા કરાયેલ હુમલામાં માર્યા ગયેલા નેતાને બધા નેતાઓ શ્રદ્ધાંજલિ આપી હતી. મેં પણ આપી પરંતુ મે એમાં એટલું ઉમેર્યું કે તેમની સુરક્ષા પાછળ જે પોલીસ જવાન શહીદ થયા છે તેમને પણ મારી શ્રદ્ધાંજલિ, તેમજ શિરચ્છેદ કરાયેલા બે સૈનિકો, ઇટલીના સૈનિકોએ મારેલા બે માછિમારોને પણ હું શ્રદ્ધાંજલિના બે શબ્દો કહ્યા. આપણા પ્રધાનમંત્રીએ આવું કહેવું જોઇતું હતું કે નહીં, રાષ્ટ્રસુરક્ષામાં તેમને કોઇ ચિંતા જ નથી. ઉદાહરણ આપતા મોદીએ કહ્યું કે બાળકને પિતા કહે છે કે કૂદી જા અને તે કૂદી જાય છે અને તેનો પિતા તેને કેચ કરી લે છે. એ બાળકને તેના પિતા પર વિશ્વાસ છે, કે તેનો પિતા તેને વિશ્વાસ કેન્દ્ર સરકારે તોડી નાખ્યો.

મોદીએ કહ્યું કે ગોવા મારા માટે લકી રહ્યું છે. 2002માં મને ગુજરાતની સેવા કરવાનો ફરી પરવાનો અહીંથી જ મળ્યો હતો. અને આજે મને 2014 ચૂંટણીની પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે. જેના માટે હું રાજનાથ સિંહનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ જવાબદારીને યોગ્ય સમજ્યો. મોદીએ પોતાના ભાષણમાં યુપીએ પર પ્રહાર કરતા જણાવ્યું કે ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે દેશમાં એક કરોડ લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે 80 ટકા રોજગારી ભારતીય જનતા પાર્ટી અને તેના ગઠબંધન શાસિત રાજ્યોમાંથી આવી જ્યારે યુપીએ રાજ્યોમાંથી માત્ર 20 ટકા રોજગારી આવી. તો પછી કોંગ્રેસે કર્યું શું? લો મિનિસ્ટર આઇપીએલ કૌભાંડ વખતે એવું બોલી ગયા કે અમે આના માટે કડક કાનૂન બનાવીશું. તેમના કાયદા મંત્રીને એ ખબર નથી કે કાનૂન બનાવવાનું કામ કોના ક્ષેત્રમાં આવે કેન્દ્રના કે રાજ્યના સરકાર હેઠળ આવે? બાદમાં તેમને ભાન થયું કે આવું આપણાથી તો ના કહેવાય.

હવે તમે જ કહો મિત્રો આ સરકાર દેશનું શું ભલું કરવાની? દેશ હાલમાં ચાઇના સાથે સ્પર્ધામાં કરી રહ્યું છે. એવું વાતાવરણ છે કે આખા વિશ્વમાં તેની ચર્ચા થઇ રહી છે કે કોણ આગળ નીકળી જશે, જ્યારે કેન્દ્ર સરકાર આંગળીઓ ગણી રહી છે. મિત્રો ભાજપ માટે ખુરશી પામવી એજન્ડા નથી ભાજપ માટે રાષ્ટ્રનિર્માણ એજન્ડા છે. મિત્રો તમને મારી એટલી જ અપિલ છે કે છાપામાં ચમકીએ કે ના ચમકીએ ટીમાં આવીએ કે ના આવીએ પરંતુ જનતા જનાર્દનના દિલમાં જરૂર જગ્યા બનાવીએ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi pays homage to Dr Harekrushna Mahatab on his 125th birth anniversary
November 22, 2024

The Prime Minister Shri Narendra Modi today hailed Dr. Harekrushna Mahatab Ji as a towering personality who devoted his life to making India free and ensuring a life of dignity and equality for every Indian. Paying homage on his 125th birth anniversary, Shri Modi reiterated the Government’s commitment to fulfilling Dr. Mahtab’s ideals.

Responding to a post on X by the President of India, he wrote:

“Dr. Harekrushna Mahatab Ji was a towering personality who devoted his life to making India free and ensuring a life of dignity and equality for every Indian. His contribution towards Odisha's development is particularly noteworthy. He was also a prolific thinker and intellectual. I pay homage to him on his 125th birth anniversary and reiterate our commitment to fulfilling his ideals.”