સૌરાષ્ટ્રંની છ લોકસભા બેઠકોના સ્નેહસંમેલનોને વિડિયો કોન્ફ રન્સથી વાર્તાલાપ કરતા શ્રી નરેન્દ્ર ભાઇ મોદી
ચાર દિવસમાં કુલ મળીને દોઢ લાખ કાર્યકર્તાઓ સાથે બધી ર૬ બેઠકોમાં વાતચિતનો ઉપક્રમ સંપન્ન
ર૦૧૪ની ચૂંટણી દેશમાંથી કોંગ્રેસના કુશાસનમાંથી સવાસો કરોડ દેશવાસીને મૂકિત અપાવવાનું સામાજિક આંદોલન છે - નરેન્દ્ર ભાઇ મોદી
૬૦ વર્ષોથી જેમણે હિન્દુ સ્તાનને વિકાસથી દૂર રાખ્યું છે તેમને કાનપટ્ટી પકડીને વિકાસની રાજનીતિ માટે મજબૂર કરવા ભાજપાએ બીડું ઝડપ્યું
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે ચોથા દિવસે ભાજપા આયોજિત સૌરાષ્ટ્રની છ લોકસભા બેઠકોના સ્નેહમિલન સંમેલનોને ગાંધીનગરથી વિડિયો કોન્ફોરન્સ દ્વારા સંબોધતા જણાવ્યું કે આગામી ર૦૧૪ની ચૂંટણી દેશમાંથી કોંગ્રેસના કુશાસનમાંથી સવાસો કરોડ દેશવાસીઓને મૂકત કરવાનું સામાજિક આંદોલન છે.
શ્રી મોદીએ સતત ચાર દિવસમાં કુલ મળીને દોઢ લાખ કાર્યકર્તાઓ સાથે બધી ર૬ બેઠકોના સ્નેહસંમેલનોમાં વિડિયો કોન્ફ રન્સથી વાર્તાલાપ કર્યો હતો. આ ચૂંટણી સુરાજ્યની દિશામાં હિન્દુસ્તાનના સૂર્યોદયનો અવસર બનશે. તેમ તેમણે જણાવ્યું હતું.
આજે સૌરાષ્ટ્રની છ બેઠકો જૂનાગઢ (તાલાલા) જામનગર, પોરબન્દર (જામકંડોરણા) ભાવનગર (શિહોર), સુરેન્દ્રનગર (વઢવાણ) અને અમરેલીના લોકસભા ક્ષેત્રોના સ્નેહસંમેલનોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ભાજપા સત્તાના રાજકારણને નહીં રાષ્ટ્રકારણને વરેલી છે. દેશના અને જનતાના પ્રશ્નોના સકારાત્મતક નિરાકરણ માટે આપણાં કાર્યકર્તાની પ્રતિબધ્ધતતાને તેમણે ભાજપાની આગવી મૂડી ગણાવી હતી.
ગુજરાતમાં સત્તાપક્ષ તરીકે ભાજપાના સંગઠ્ઠનના કાર્યકર્તા માટેની જવાબદારીઓનું માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું કે જાહેરજીવનમાં નેતૃત્વ્ આપવાની આપણી વિશેષ જવાબદારી છે.
દેશ આખો ગુજરાત ઉપર મીટ માંડીને બેઠો છે. જેમને ગુજરાત આંખના કણાની જેમ ખૂંચે છે તેઓ ગુજરાત સાથે જ દરેક ઘટનાને જોડી દેવાના રાજકારણના ખેલ કરે છે. આ નવી ફેશન શરૂ થઇ છે. લગાતાર બાર વર્ષથી આપણે કઠોરમાં કઠોર અગ્નીપરિક્ષામાંથી તપીને બહાર આવ્યાન છીએ અને હિન્દુસ્તાનની આઝાદી પછી કોઇ એક રાજ્ય ઉપર આટલા જૂલ્મો થયા હોય તો તે ગુજરાત છે, અને ર૦૦૭ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપા કેમ જીતી ગયું તેનો બદલો લેવા કેટકેટલા કારસા ગુજરાતને તબાહ કરવા માટે થયા તે કયારેક બહાર આવશે. સાચને કદી આંચ નથી અને છ કરોડ ગુજરાતીઓ ભાજપા ઉપર એવો પ્રેમ વરસાવી રહયા છે કે કોંગ્રેસનો કારમા પરાજયની કળ હજુ વળી નથી. દેશની ભાજપા ઉપર જે અપેક્ષા છે તે જોતાં ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં હવે દિલ્હીના જૂલ્મી કોંગ્રેસી શાસનને કોઇ કાળે ટકવા દેવાય નહી એવો આપણો સંકલ્પ છે. ગરીબ માનવી મોંઘવારીના ખપ્પરમાં જીવે અને ૬પ ટકા યુવાપેઢીનું ભવિષ્ય અંધકારમય બની જાય તે આપણા જેવી જનહિતને વરેલી ભાજપાને પરવડે નહીં.
આઝાદી આંદોલનમાં જે જનજનનો જૂવાળ હતો તેવું વાતાવરણ અને જનઆક્રોશ દેશને કોંગ્રેસના કુશાસનમાંથી સવાસો કરોડ ભારતીઓને મૂકત કરવાની સામાજિક આંદોલનની જવાબદારી ઉપાડવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
સૌરાષ્ટ્ર આખા હિન્દુધસ્તાનમાં માથુ ઊંચું કરીને વિકાસમાં પોતાની ઉંચાઇ બતાવે તે માટે પાણી અને વીજળી ઉપર આ સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો બંદરોના વિકાસ અને વિશ્વવેપારથી ધમધમતો થઇ ગયો છે આપણે ચોતરફા વિકાસનો મંત્ર લઇને આગળ ચાલી રહયા છીએ. દેશમાં કોંગ્રેસે વેરઝેરના વાવેતર, જાતિવાદ કોમવાદથી સમાજને વેરવિખેર કરી નાંખ્યોસ છે. આઝાદી પછી ૬૦ વર્ષ સુધી વિકાસથી જેમણે દૂર રાખ્યા છે તેમણે કાનપટ્ટી પકડીને વિકાસની રાજનીતિ માટે મજબૂર કરવાની ભાજપાએ ફરજ પાડી છે એમ તેમણે જણાવ્યું હતું.
દેશભરમાં સરદાર પટેલની પૂણ્યુતિથી ૧પમી ડિસેમ્બારે એકતા માટેની દોડનું મહાઅભિયાન સ્ટેચ્યુ્ ઓફ યુનિટીના સરદાર પટેલના ભવ્યા સ્મારકના નિર્માણના અભિયાનરૂપે ગુજરાત સરકારે હાથ ધર્યું છે તેમાં જોડાવા તેમણે આહવાન આપ્યું હતું.