પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગ આચાર્યો, યોગ પ્રચારકો અને યોગ કાર્ય સાથે સંકળાયેલા પ્રત્યેક વ્યક્તિને એ સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે કે યોગ વિશ્વના ખૂણે ખૂણે પહોંચે. તેઓ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંબોધન કરી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ ગીતાને ઉલ્લેખિત કરીને કહ્યું કે આપમએ યોગની સામૂહિક સફરને આગળ વધારવાની આવશ્યકતા છે કેમકે યોગમાં સૌના માટે સમાધાન છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કષ્ટોથી મુક્તિ જ યોગ છે અને એ સૌને મદદ કરે છે.
પ્રધાનમંત્રીએ યોગની વધતી લોકપ્રિયતા અને લોકોની રૂચિને જોતા કહ્યું કે એ મહત્વપૂર્ણ છે કે પોતાની બુનિયાદ અને મૂળને યથાવત્ રાખીને યોગ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે. પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ આચાર્યો અને આપણામાંની દરેક વ્યક્તિએ તમામ લોકો સુધી યોગને પહોંચાડવાના આ કર્તવ્યમાં યોગદાન આપવું જોઈએ.