ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીનું નવી દિલ્હીમાં ઇન્ડીયા ટુડે કોન્કલેવમાં પ્રેરક આહ્વાન
લીડર્સ લેકચર્સ સિરીઝમાં ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીનું વિચારચિંતન સૌને મુગ્ધ કરી ગયું
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીમાં ઇન્ડીયા ટુડે કોન્કલેવના લીડર્સ લેકચર્સ સિરીઝમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દેશભરના અગ્રણીઓ-તજજ્ઞોને આહ્વાન કર્યું હતું કે, હવે દેશને કાયદા(એકટ)ઓની નહીં નક્કર કાર્યો (એકશન)ની જરૂરિયાત છે.
આ સંદર્ભમાં તેમણે ગુજરાતની વિકાસ યાત્રાની જવલંત સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલી પ્રાચીન વિચારધારાનો આધુનિક સંશાધનો સાથે સફળતાપૂર્વક વિનિયોગ કરીને ગુજરાતે મેળવેલી આ સિદ્ધિઓ આજે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉપલબ્ધ્ સંશાધનોનો ઉપયોગ કરીને વિકાસની નવી કેડી કંડારવાના ગુજરાતીપણાના ગૌરવનું દ્રષ્ટાંત આપતાં કહ્યું કે, જે સાધનો-વ્યવસ્થા ઓ ઉપલબ્ધે છે તેનો મહત્તમ ઉપયોગ કરી, જે નથી તેના રોદણાં રોવાની માનસિકતામાંથી બહાર આવી જઇએ તો કશું જ અશકય નથી અને મર્યાદિત-ટાંચા સાધનો વચ્ચે પણ વિકાસ સાધીને સ્થિતિ બદલી શકાય છે તે ગુજરાતે પુરવાર કર્યું છે.
રાષ્ટ્ર -દેશના વિકાસમાં જનશક્તિના સામર્થ્યેને જોડવાથી વિકાસની ગતિ-પ્રગતિમાં વેગ આવી શકે તેમ મુખ્ય મંત્રીશ્રીએ સદ્રષ્ટાંત સમજાવ્યું હતું. તેમણે પ્રવર્તમાન રોજગાર ગેરંટી યોજના ‘‘મનરેગા''માં ગરીબ-ગ્રામીણ પરિવારોને જીવનનિર્વાહ માટે કામના કલાકો સામે વેતન આપવામાં આવે છે તેને બદલે આ જ યોજનાને વિકાસ બાંહેધરી યોજના તરીકે પ્રસ્તુત કરી પ્રત્યેક ગરીબ-ગ્રામીણ પરિવારમાં આ યોજના દ્વારા માત્ર પોતાના જીવનનિર્વાહ માટે જ નહીં, રાષ્ટ્રના વિકાસમાં પણ તેમનો હિસ્સો છે તેવું સ્વા્ભિમાન જગાવી શકાય તેના અભિનવ વિચાર પ્રસ્તુત કર્યા હતા.
આપણી માનસિકતામાં બદલાવ લાવીને જ ઉજ્જવળ ભવિષ્યાનું નિર્માણ થઇ શકશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ આ સંદર્ભમાં મંદિર નિર્માણના કાર્યમાં જોડાયેલા શ્રમિકોના એ કાર્યને જોવાની પોતાની ભિન્ન ભિન્ન માનસિકતાનું પ્રેરક ઉદાહરણ પણ આપ્યું હતું.
‘‘રાષ્ટ્રને સરકાર નહીં, જનતા જનાર્દન જ સાચા માર્ગે બદલી શકે છે''
મુખ્ય મંત્રીશ્રીએ રાષ્ટ્રની આઝાદી માટે અલગ અલગ સમયે અનેક વ્યક્તિઓએ ત્યાગ-બલિદાન આપ્યા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જયારે એ આંદોલનનું નેતૃત્વ લઇ દેશ બાંધવોને તેઓ જે કોઇ કાર્ય કરે છે તે રાષ્ટ્રહિત માટે કરે છે તેવો વિચાર આપ્યો ત્યારે આઝાદી જંગમાં એક નવી સમૂહ ચેતના શક્તિ ઉજાગર થઇ જેણે ભારતને ગુલામીની ઝંઝીરોમાંથી મુકત કરાવ્યું તેનો સંદર્ભ આપી સાંપ્રત સમયમાં પણ સરકારો નહીં, જનશક્તિ જ રાષ્ટ્ર ની શિકલ-સૂરત બદલી શકે છે તેવો વિશ્વાસ આપ્યો હતો. ગુજરાત આનું જીવંત ઉદાહરણ સૂજલામ સુફલામ કેનાલ યોજનામાં ખેડૂતો સાથે બેઠકો કરી તેમને જ વિવિધ પાસાંઓનો હવાલો સોંપી માત્ર બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરીને પુરું પાડયું છે, તેમ પણ શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું હતું.
‘‘લોકશાહી શાસન પ્રજા-લોકો અને સરકારો વચ્ચેનું સંયોજન-સૂમેળ છે પરંતુ ગુજરાતમાં વિકાસ એ સંયોજિત પ્રયાસ છે'', એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતમાં વીજળીની સમસ્યા અંગે આંદોલનો કરતા ખેડૂતોને સાચી સ્થિતિનો ખ્યાલ આપી તેમને વીજળીની નહીં, પાણીની જરૂરિયાત છે તેવી સમજણ આપતાં આજે ગુજરાતનો કિસાન વીજ આધારિત નહીં, સિંચાઇ-પાણી આધારિત ખેતી તરફ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
‘‘આપને જનતા જનાર્દન માટે કાર્ય કરવાની જરૂર છે, સરકારો માટે નહીં..''
‘‘આપને જનતા જનાર્દન માટે કાર્ય કરવાની જરૂ છે, સરકારો માટે નહીં'' એવો જનસેવાભાવ વહીવટી અધિકારીઓ-સત્તાધિશોના વર્તન-વ્યવહારમાં લાવવાની આવશ્યકતા સમજાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, બ્રિટીશ શાસનકાળમાં અધિકારીઓ રાજકર્તાઓને ખુશ રાખવા તેમની ખુશામત કરવા સારું પ્રજાને અન્યાય કરતાં ખચકાતા નહીં, પરંતુ હવે આઝાદ ભારતમાં લોકતાંત્રિક પ્રક્રિયામાં જનતા જ સર્વોપરિ હોવાથી જન અપેક્ષાની પૂર્તિ માટે કાર્યરત રહેવાની જરૂરિયાત અને અનિવાર્યતા અધિકારીઓએ સમજવાની જરૂર છે.
ગુજરાતના વહીવટીતંત્ર-અધિકાર શાહીમાં આ બદલવા લાવી વિકાસને નવતર મોડ આપી શકાય તો દેશમાં પણ કેમ નહિં? તેવો સવાલ ઉઠાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્તમાન સરકારો પોતાના શાસનકાળમાં લોકોને જે અધિકારો આપ્યો છે તેના ગાણાં ગાય છે. પરંતુ એ વાસ્તવિકતાથી તેઓ નજર અંદાજ થઇ જાય છે કે ભારતના બંધારણે તેનાથી પણ અનેકગણા અધિકારો જનતા જનાર્દનને અગાઉથી આપેલા જ છે. આપણે હવે કાયદા(એકટ)ઓ નહીં કાર્યપદ્ધતિ(એકશન)-પરિણામલક્ષી અમલીકરણની જરૂર છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. આ સંદર્ભમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જંગલમાં વાઘના શિકાર માટે વગર હથિયારે ગયેલા બે શિકારીઓએ વાઘ સામે આવતાં તેને પોતાના હથિયારનું લાયસન્સ બનાવ્યું હતું તે માર્મિક વાતનો રમૂજ સહ ઉલ્લેખ કર્યો હતો.
‘‘સમસ્યા -ફરીયાદોનું નિરાકરણ જ લોકશાહીની મહાશક્તિ છે''
જનસમસ્યાઓ-ફરીયાદોનું નિવારણ જ લોકશાહીની મહાશક્તિ છે તેનો ભારપૂર્વક ઉલ્લેખ કરતાં મુખ્ય્ મંત્રીશ્રીએ ગુજરાતમાં પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યા ઓના નિવારણ માટે સ્વાગત ઓન લાઇન જનફરીયાદ નિવારણ કાર્યક્રમમાં ગ્રામીણ કક્ષાએ પણ આમ આદમીને પોતાની ફરીયાદો તંત્રવાહકો સમક્ષ રજૂ કરી નિવારણ લાવવાનો અવસર કોમ્યુટર ટેકનોલોજીનો જનસેવામાં વિનિયોગ કરીને આપ્યો છે તેની સવિસ્તર વિગતો આપી હતી. જનશક્તિં તથા લોકોનું સશક્તિંકરણ કરીને જ સરકારના વિભાગોની કાર્યપદ્ધતિમાં જવાબદેહીનો અહેસાસ લાવી શકાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યમાં બારકોડેડ-ડિઝીટાઇડઝડ રેશનકાર્ડના ઉપયોગથી જાહેર વિતરણ વ્યવસ્થામાં પણ ગેરરીતિ અને ક્ષતિઓ નિવારી શકાય છે તેનું ઉદાહરણ ગુજરાતે પુરું પાડયું છે, તેમ તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં, રાજ્યણની સરહદો પરની આર.ટી.ઓ. ચેકપોસ્ટયના વેરા વસુલાત બુથોના વહીવટમાં પારદર્શિતા અને કોમ્યુટરાઇઝડ ટેકનોલોજીની ફલશ્રુતિએ અન્યઓ રાજ્યોની તુલનાએ ગુજરાતમાં ર૦૦૦ કરોડ રૂપિયાની વેરા વસુલાત વૃદ્ધિ થઇ છે તેનો પણ તેમણે સગૌરવ ઉલ્લેખ કર્યો હતો.
‘‘વિચારોને સંસ્થાકીય સ્વરૂપે વિકસાવીએ-નેતૃત્વેલક્ષી કે વ્યક્તિલક્ષી વિચારો લાંબાગાળા સુધી કારગત નહીં નિવડે''
મુખ્ય મંત્રીશ્રીએ વિચારોને સંસ્થાકીય સ્વરૂપે વિકસાવવાની આવશ્યકતા સમજાવતાં જણાવ્યું કે, નેતૃત્વવલક્ષી વિચારો કદાચ ટૂંકાગાળામાં સફળતા પ્રાપ્ત કરી શકે પરંતુ લાંબાગાળાના વિકાસ માટે કારગત નિવડતા નથી. આ સંદર્ભમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વાયબ્રન્ટા ગ્લોબલ સમિટમાં દેશનું પ૦ ટકા જી.ડી.પી. એક જ છત્ર નીચે એકત્ર થયું હતં તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, આ સમિટની સફળતાનું શ્રેય વિચારને સંસ્થાકીય સ્વરૂપ આપવાને ફાળે જાય છે. ગુજરાતમાં આ વિચારોએ જે સફળતા અપાવી તે કાંઇ અન્ય વિશ્વના વિચારો નથી. આપણે વિચારોને અલગ અંદાજથી મુલવતા શીખવું જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
ભારતને ચાયના કરતાં વિશ્વમાં વિશેષ પ્રભુત્વ મેળવવા બે મહત્વના વિશેષ લાભ ડેમોગ્રાફીક ડિવીડન્ડ અને ડેમોક્રેસી મળ્યા છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતનું ૬પ ટકા યુવાધન ૩પ વર્ષથી ઓછી આયુનું છે તેનું સામર્થ્યમ અને લોકશાહી રાષ્ટ્રની શક્તિ ભારતને વિશ્વના રાષ્ટ્રવમાં અગ્રિમ બનાવશે.
મુખ્ય મંત્રીશ્રીના આ હાર્દરૂપ પ્રવચન પૂર્વે ગુજરાતના વૈશ્વિક વિકાસ મોડેલની વિવિધ કૃષિ, દૂધ ઉત્પાદન, પશુપાલનના વિકાસ દ્વારા ૯ ટકાના કૃષિ વિકાસ દરની ગાથા અને ક્રાંતિકારી સિદ્ધિઓની ટૂંકી ફિલ્મ પણ તેમણે પ્રસ્તુત કરી હતી. આ પ્રસ્તુતિમાં ગુજરાતના જળવ્યવસ્થાપન, વીજ વ્યવસ્થાપન, જાહેર વિતરણ વ્યવસ્થા, માનવ સંશાધન વિકાસ અને શિક્ષણ ક્ષેત્રની પ્રગતિ ગાથાઓ પણ આવરી લેવામાં આવી હતી.
મુખ્ય મંત્રીશ્રીના આ હાર્દરૂપ પ્રેરક સંબોધન બાદ કોન્કલેવમાં ઉપસ્થિત શ્રોતાઓ-તજજ્ઞો શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે ગુજરાત અને ભારતના વિકાસ તથા સાંપ્રત પ્રવાહોને સ્પંર્શતી રસપ્રદ પ્રશ્નોત્તરી પણ કરી હતી.