ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ શનિવાર તા.૧ લી ફેબ્રુઆરી ર૦૧૪ના સવારે સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના સુવર્ણકાર્યનું શિવાર્પણ કરશે.
મુખ્યમંત્રીશ્રી દ્વાદશ ર્જ્યોતિલીંગના પ્રથમ એવા સોમનાથ મંદિરમાં ભકિતભાવપૂર્વક પૂજન-જળાભિષેક કરશે તેમજ શ્રી સોમનાથ મહેશ્વરી સમાજ દ્વારા પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે નવનિર્મિત અતિથીગૃહનું ઉદ્દઘાટન પણ કરશે.