દાહોદ જિલ્લામાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા
શ્રી મોદીએ દાહોદ જિલ્લાના લિમડી અને સુખસરમાં જાહેરસભાઓ સંબોધી
આદિવાસી સમાજ માટે સરકારનાં વિકાસ માટેનાં પગલાંઓ બાબતે બોલતા મુખ્યમંત્રીશ્રી
કૉંગ્રેસ ગુજરાતની જનતા સાથે છેતરપિંડી કરી રહેલ છે અને તેમને માફ કરવામાં નહીં આવે : શ્રી મોદી
અગાઉ શ્રીમતી સોનિયા ગાંધીએ છોટા ઉદેપુરની મુલાકાત લીધી હતી, તો કૉંગ્રેસ ત્યાં હારી ગઈ હતી અને હવે ગઈકાલે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે, ભાજપ ત્યાં તમામ સીટો જીતશે : શ્રી મોદી
શ્રીમતી ગાંધીના ભાષણમાં કાંઈ હતું નહીં તેટલા માટે છાપાંઓમાં તેના ફક્ત ફોટાઓ જ આવ્યા : શ્રી મોદી
આ યાત્રા તથા શ્રી મોદીને લોકોનું વિક્રમજનક સમર્થન જોવા મળ્યું
4 ઓક્ટોબર, 2012 ની સવારે શ્રી નરેન્દ્ર મોદીએ દાહોદ જિલ્લાના કેટલાક ભાગોમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાને સંબોધિત કરી. તેમણે લિમડી તથા સુખસરમાં જાહેરસભાઓને સંબોધિત કરેલ. શ્રી મોદીએ કહ્યું કે કૉંગ્રેસ ગુજરાતના લોકો સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરી રહેલ છે અને જનતા તેમની સાથે છેતરપિંડી કરનારાઓને ક્યારેય માફ ન કરી શકે.
શ્રી મોદીએ સ્વામી વિવેકાનંદને ભાવભીની શ્રદ્ધાંજલી આપી અને કહ્યું કે સ્વામીજીએ દરિદ્ર નારાયણની સેવા કરવા માટેનું આહ્વાન આપ્યું હતું તથા આ છેલ્લા એક દશકમાં ગુજરાત સરકારે એ જ કામ કર્યું છે. તેમણે ગુજરાતના આદિવાસી સમાજ, ખાસ કરીને કૃષિ તથા પશુપાલનમાં આવેલ ક્રાંતિકારી પરિવર્તન વિશે વિસ્તારથી વાત કરી. શ્રી મોદીએ યાદ કરતાં જણાવ્યું કે પહેલાં અહીં ફક્ત મકાઈ ઉગાડવામાં આવતી હતી, જ્યારે આજે આદિવાસી ખેડૂત અહીં ફૂલોની ખેતીની સાથોસાથ અનેક વસ્તુઓ ઉગાડી રહ્યા છે..!
મુખ્યમંત્રીએ વિશેષમાં જણાવ્યું કે કેવી રીતે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસી સમાજને રૂ. 40,000 કરોડના લાભો મળ્યા છે.
તેમણે ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી પટ્ટા વિશે વાત કરી જે પાછલા એક દસકામાં સંપૂર્ણ પરિવર્તન પામેલ છે, ખાસ કરીને આદિવાસી સમાજને ઉપલબ્ધ કરાવવામાં આવેલ શિક્ષણની વધારે તકો.
મુખ્યમંત્રીએ કૉંગ્રેસે સત્તામાં આવ્યાના 100 દિવસોમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું તે યાદ અપાવતાં જણાવ્યું કે તેવું થયું નથી. આ ઉપરાંત, કૉંગ્રેસે 2009 માં એક કરોડ લોકોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે પણ પૂરું થયેલ નથી. બીજી બાજુ, તેમણે જણાવ્યું કે જો કોઈ યુવાનને કાંઈ નવું કરવું હોય તો ગુજરાત સરકાર તેમના ગેરંટર તરીકે તેમની પડખે ઉભેલ છે.
યૂ.પી.એ. અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીની આગલા દિવસે બપોરની રાજકોટની મુલાકાત બાબતે શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે છેલ્લી વખતે તેઓએ છોટા ઉદેપુરની મુલાકાત લીધી હતી તથા લાખો રૂપિયા તેમની સભા માટે ખર્ચ કરવામાં આવેલ, પરંતુ કૉંગ્રેસ ત્યાં હારી ગઈ હતી. તે જ રીતે, શ્રીમતી ગાંધીએ રાજકોટની મુલાકાત લીધી છે, ભાજપ ત્યાં તમામ સીટો જીતશે. તેમણે કહ્યું કે શ્રીમતી ગાંધીના ભાષણમાં કોઈ તથ્ય નહોતું તેથી જ છાપાંઓમાં ભાષણના ફોટાઓ જ છાપવામાં આવેલ, તેમણે ઉમેર્યું કે કૉંગ્રેસને ડર હતો કે જો તેઓ ગુજરાત વિશે કશું આડુંઅવળું બોલશે તો અહીંના લોકો તેમને યોગ્ય જવાબ આપશે..!
શ્રી મોદીએ યૂ.પી.એ. સરકારના કાર્યકાળમાં વધતી જતી મોંઘવારી પર શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા એક પણ શબ્દ બોલી શકવાની અક્ષમતા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમણે કોલસા કૌભાંડમાં થયેલ રેકોર્ડ ભ્રષ્ટાચાર માટે યૂ,પી.એ. સરકાર પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું કે આદિવાસી ભાઈઓ તથા બહેનો કૉંગ્રેસને ક્યારેય માફ નહીં કરે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપને ગુજરાતના લોકોની સેવા કરવા માટેની ફરી એક તક મળશે.
વિવેકાનંદ વિકાસ યાત્રાને અહીં અદભૂત પ્રતિસાદ મળ્યો, તમામ સમુદાય તથા વય જૂથના લોકો આ યાત્રા તથા શ્રી મોદીને પોતાનું સમર્થન આપવા માટે ઉમટી પડ્યા હતા. કેબિનેટ મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલા તથા અન્ય મહાનુભાવો આ યાત્રા દરમ્યાન શ્રી મોદી સાથી જોડાયેલ.
અમારો ઉદ્દેશ્ય છે વિકાસ, વિકાસ અને ફક્ત વિકાસ..!
શ્રી મોદીએ એક અંગ્રેજી ટીવી ચેનલને આપેલ મુલાકાતમાં જણાવ્યું
વિવેકાનંદ વિકાસ યાત્રાના પોતાના પ્રવાસ દરમ્યાન એક અંગ્રેજી ટીવી ચેનલને આપેલ ઇન્ટર્વ્યૂમાં શ્રી મોદીએ જણાવ્યું કે અમારો એકમાત્ર ઉદ્દેશ્ય ઉદ્દેશ્ય વિકાસ જ રહેલ છે.તેમણે કહ્યું કે 7 લાખ પરિવારોને ગેસ પાઇપલાઇનની સુવિધાથી લાભ થયેલ છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ ‘મેક ઑર બ્રેક’, બનાવો અથવા બગાડોના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખતા નથી અને ઉમેર્યું કે તેઓ ભારત માતા માટે કામ કરે છે અને કરતા રહેશે. તેમણે કહ્યું કે તેમના ઉપર 6 કરોડ ગુજરાતીઓના આશીર્વાદ છે.
શ્રીમતી સોનિયા ગાંધીની વિદેશ યાત્રાના મુદ્દે શ્રી મોદીએ કહ્યું કે સવાલ તેમના સ્વાસ્થ્ય નો નથી. પરંતુ છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન તેમના દ્વારા કરવામાં આવેલ વિદેશની મુસાફરીઓનો છે અને આ મુદ્દાને ભારતભરની તમામ અગ્રણી ન્યૂઝ એજન્સીઓ દ્વારા આવરી લેવામાં આવેલ છે.
શું ગુજરાતની ચૂંટણી એક પ્રકારે સેમિફાઇનલ છે? તેના જવાબમાં શ્રી મોદીએ જણાવ્યું કે મીડિયા તથા રાજકીય પંદિતો તમામ વસ્તુને સેમિફાઇનલ તરીકે જ જોવી છે, તેમણે ફેબ્રુઆરી 2012 ની ચૂંટણીઓમાં પણ આમ જ કહ્યું હતું અને 2013 માં જે રાજ્યોમાં ચૂંટણીઓ થવાની છે તેને માટે પણ આવું જ કહેશે.