- ભારતની યજમાનીમાં 28 સપ્ટેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિકસન વચ્ચે વર્ચ્યુઅલ દ્વિપક્ષીય મંત્રણા યોજાવાની છે.
- ભારત-ડેનમાર્કના દ્વિપક્ષીય સંબંધોને નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે અને તે ઐતિહાસિક જોડાણો સમાન સામાન્ય લોકશાહી પરંપરાઓ અને પ્રાદેશિક, તેમજ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટેની સહિયારી ઇચ્છા પર આધારિત છે.
- ભારત અને ડેનમાર્ક વચ્ચે ચીજવસ્તુઓ અને સેવાઓનો દ્વિપક્ષીય વેપાર ૩૦.49%નો વધારો થયો છે, જે 2016માં 2.82 બિલિયન અમેરિકી ડોલરથી વધીને 2019માં 3.68 બિલિયન અમેરિકી ડોલર થયો છે. લગભગ 200 ડેનિશ કંપનીઓ ભારતમાં શિપિંગ, નવીનીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં રોકાણ કરે છે. સાથે જ પર્યાવરણ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, સ્માર્ટ શહેરી વિકાસ જેવી ઘણી મોટી ડેનિશ કંપનીઓએ 'મેક ઇન ઇન્ડિયા' યોજના હેઠળ નવા ઉત્પાદન કારખાનાઓ સ્થાપિત કર્યા છે. આઇટી, નવીનીકરણીય ઉર્જા અને એન્જિનિયરિંગમાં લગભગ 25 ભારતીય કંપનીઓ ડેનમાર્કમાં હાજર છે.
- આ પ્રસંગે ભારત અને ડેનમાર્ક વચ્ચે બૌદ્ધિક સંપત્તિ સહયોગના ક્ષેત્રમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે. બીજુ મોટું પરિણામ ડેનમાર્ક દ્વારા આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ (આઈએસએ) માં જોડાવાનું છે.
- વર્ચ્યુઅલ દ્વિપક્ષીય મંત્રણા બંને નેતાઓને બંને દેશો વચ્ચેના સમયની કસોટીના આધારે મૈત્રીપૂર્ણ સંબંધોના સંદર્ભમાં દ્વિપક્ષીય સંબંધના વ્યાપક માળખાની વિસ્તૃત સમીક્ષા કરવાની અને મજબૂત અને ગાઢ સહયોગી ભાગીદારી માટે પરસ્પર હિતના મુદ્દાઓ પર વ્યાપક રાજકીય દિશા આપવાની તક આપશે.