પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 એપ્રિલ 2022ના રોજ યુએસએના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. બંને નેતાઓ હાલના દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે અને દક્ષિણ એશિયા, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વૈશ્વિક મુદ્દાઓમાં પરસ્પર હિતની તાજેતરની ઘટમાળ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. વર્ચ્યુઅલ મીટિંગ બંને પક્ષોને દ્વિપક્ષીય વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના હેતુથી તેમની નિયમિત અને ઉચ્ચ સ્તરીય જોડાણ ચાલુ રાખવા સક્ષમ બનાવશે.
નેતાઓની વર્ચ્યુઅલ વાતચીત ચોથી ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય સંવાદ પહેલા થશે જેનું નેતૃત્વ રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ભારત તરફથી અને તેમના યુએસ સમકક્ષો, સેક્રેટરી ઓફ ડિફેન્સ લોયડ ઓસ્ટીન અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન કરશે.