હિન્દુસ્તાનના કિસાનોને આધુનિક કૃષિ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતીથી સશક્ત કરવાની પહેલ ગુજરાતે કરી
ઓર્ગેનિક ખેતી દ્વારા દુનિયાના બજારો ઉપર ભારતના કિસાનો પ્રભુત્વ ઉભું કરવા સક્ષમ
દરેક રાજ્યમાં એક્ષ્પોર્ટ પ્રમોશન પોલિસી બને
દેશના કિસાનો ખેતી છોડી રહ્યા છે: વર્તમાન ભારત સરકારની ઘોર ઉદાસિનતા કૃષિ વિકાસ માટે મોટું સંકટ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ભારતમાં સર્વપ્રથમ એવા વિશ્વ કૃષિ સંમેલન (વાઇબ્રન્ટી ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચેર સમિટ)નો શાનદાર પ્રારંભ કરાવતા ભારતમાં કિસાન- મૈત્રીપૂર્ણ નીતિઓની અનિવાર્યતાની આગ્રહપૂર્વક હિમાયત કરી હતી. ભારતના કિસાનોની ક્ષમતા અને પુરૂષાર્થને પ્રોત્સાહિત કરવામાં આવે તો ભારતના અન્નય ભંડારો ભરી દેશે એટલું જ નહીં દેશને જેની જરૂર છે એવા વિદેશી હૂંડિયામણ મેળવવા કૃષિ પેદાશોની નિકાસથી દુનિયાના બજારો ઉપર પ્રભૂત્વ ઉભું કરી દેશે એવો વિશ્વાસ તેમણે વ્ય કત કર્યો હતો.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજથી વાઇબ્રન્ટો ગુજરાત ગ્લોશબલ એગ્રીકલ્ચૂર સમિટ-ર૦૧૩નો ગરિમાપૂર્ણ પ્રારંભ થયો હતો. પંજાબના મુખ્ય મંત્રી શ્રી પ્રકાશસિંહ બાદલના વિશેષ અતિથિપદે આ વિશ્વ કૃષિ સંમેલનમાં ભારતભરના ર૩ રાજ્યોના ૪૫૦થી અધિક જિલ્લાઓમાંથી પ્રગતિશીલ ખેડૂતોના ડેલીગેશન્સ્ તથા દુનિયાના ૧૪ દેશોમાંથી કૃષિ-પશુપાલન ક્ષેત્રના તજજ્ઞો સહિત વિદેશી પ્રતિનિધિમંડળો ભાગ લેવા આવ્યા છે. કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્રમાં ખેતીવાડી અને પશુપાલન સંલગ્ન ગ્રામીણ આર્થિક પ્રવૃત્તિઓના આધુનિક કાયાકલ્પ માટે ભારતમાં આ પ્રકારનું સર્વપ્રથમ વિશ્વ કૃષિ સંમેલન યોજવાની ઐતિહાસિક પહેલ ગુજરાત સરકારે કરી છે. આજે ગણેશ ચતુર્થીથી બે દિવસના આ વાઇબ્રન્ટ્ ગુજરાત ગ્લોંબલ એગ્રીકલ્ચકર સમિટનું ગૌરવપૂર્ણ ઉદ્દઘાટન સંપન્ન થયા પછી પ્રથમ દિવસે વિવિધ વિષયવસ્તુમ આધારિત ચર્ચાસત્રો યોજવામાં આવ્યાલ હતા. આ અવસરે દેશમાં પહેલીવાર કિસાન પંચાયત યોજવામાં આવી જેમાં હિન્દુ્સ્તાઆનના ૪ર૫થી અધિક જિલ્લાઓમાંથી ખેતી-પશુપાલન ક્ષે.ત્રે ઉત્તમ સાફલ્યજ સિદ્ધિ પ્રાપ્તત કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું શાલ અને પુરસ્કામર એનાયત કરીને ગુજરાત સરકારે ઐતિહાસિક સન્માજન કર્યું હતું. રવિવારે મોડીસાંજે મુખ્ય મંત્રીશ્રીએ મહાત્માન મંદિર પરિસરમાં વિશ્વ કૃષિ સંમેલનના ભાગરૂપે એગ્રી ટેક એશિયા મહાપ્રદર્શન ખુલ્લું મુકયું હતું.
આજે ભારતના ખૂણે ખૂણેથી આવેલા કિસાનોએ આધુનિક કૃષિ ટેકનોલોજીનો જમીન, પાણી, પર્યાવરણ અને પશુપાલન આધારિત ગ્રામ અર્થતંત્રને શક્તિશાળી બનાવવામાં કઇ રીતે વિનિયોગ થઇ શકે તેના પ્રદર્શનો નિહાળ્યા હતા. ભારતભરમાંથી ઉત્સા હ ઉમંગ સાથે ઉમટેલા કિસાનોની શક્તિનું ઉષ્મા ભર્યું અભિવાદન કરતાં શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું કે, દેશના કોઇપણ રાજ્યનો કિસાન ભારતના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે ત્યારે તેના પ્રશ્નો અને કૃષિ વિકાસની આશાઓનું આ પ્રકારનું સામૂહિક મંથન કેન્દ્રન સરકારે કરવું જોઇએ પણ કોઇ કરે કે ના કરે ગુજરાતે વિશ્વ કૃષિ સંમેલન યોજીને પહેલ કરી છે. સહુ સાથે મળીને કૃષિ નિષ્ણાંણતો, કૃષિ વૈજ્ઞાનિકો, સરકાર ખેડૂતો, કૃષિ સંસ્થાંનો, સંશોધકો ભેગા મળીને કૃષિ વિકાસ માટે શું કરી શકે તે ગુજરાતે બતાવ્યું છે. કોઇપણ સરકારથી વધારે કિસાન વધુ પ્રગતિશીલ, નવું શીખવા અપનાવવાની માનસિકતા ધરાવે છે તેમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતના આ વિશ્વ કૃષિ સંમેલનમાં દેશભરના ખૂણેખૂણેથી પ્રગતિશીલ ગણાતા ખેડૂતોની સફળગાથાનું સન્માન કરવાની પહેલ કરી છે. એવી જ રીતે કૃષિ ટેકનોલોજી અપનાવીને આધુનિક ખેતી, ખેત પેદાશોની ઉત્પાનદકતા વધારવા ખેડૂતો તત્પઆર છે ત્યાિરે ઇઝરાયેલ કે વિદેશ જઇને જાણવાને બદલે ઘરઆંગણે દેશના કિસાનોને આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધનોનું જ્ઞાન આપવાની પહેલ ગુજરાતે કરી છે અને એગ્રીટેક એશિયા એકઝીબિશનથી વિશ્વભરના એગ્રીટેક રિસર્ચના અનુભવોના દરવાજા ભારતના ખેડૂતો માટે ખોલ્યા છે. ગુજરાતમાં કૃષિ ક્રાંતિની સફળ ગાથામાં કૃષિ મહોત્સ.વ અને જળસંચય વ્યવસ્થા્પનના અભિયાનની ફલશ્રુતિ આપતા શ્રી નરેન્દ્રાભાઈ મોદીએ જણાવ્યુંત કે, પરંપરાગત ખેત પદ્ધતિના મહિમા સાથે આધુનિક કૃષિ પદ્ધતિ, ઓછા પાણી અને ઓછી જમીનથી વધુ ઉત્પાદદન માટે ડ્રીપ ઇરીગેશનની સફળતાથી કૃષિ માટે ’પર ડ્રોપ – મોર ક્રોપ’ અને સોઇલ હેલ્થદ કાર્ડ જેવા નવા કૃષિ પ્રયોગોની ભૂમિ ગુજરાત બની ગયું છે. દશ વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર ૧ર,૦૦૦ હેકટરમાં ડ્રીપ ઇરીગેશન થતું હતું. તેમાં આજે નવ લાખ હેકટર ડ્રીપ ઇરીગેશન થઇ રહ્યું છે. દુનિયામાં જે કુલ ૬૦ પ્રકારની સોઇલ-જમીન-માટી છે તેમાંથી ૪૭ પ્રકાર ભારતમાં છે ત્યાષરે આ જમીનના પૃથ્થકરણ અને સ્વાંસ્ય્ માટે આધુનિક કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિનિયોગ કરવો જોઇએ. ભારતના કિસાનો સોઇલ એન્ડ વોટર (જમીન અને પાણી) જેવા કુદરતી સંસાધનોના જતન સંવર્ધન માટે જાગૃત છે. પરંતુ આઇટી અને ઇ-ગવર્નન્સ નો મહત્તેમ ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં લાવવા માટે અનેક સુવિધા-સરળતા ઉપલબ્ધો છે તે માટે કેન્દ્ર સરકારે પોતાની તાકાત કામે લગાડવી જોઇએ.
આજે દેશમાં ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. કિસાન પરિવારોની નવી પેઢીને ખેતીમાં રસ નથી. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે દેશના માત્ર ૩૦ ટકા ખેડૂતોને બેન્કઢમાંથી કૃષિલક્ષી ધિરાણ મળે છે અને બાકીના ૭૦ ટકા તો શાહુકારના ધિરાણના વ્યારજ-દેવાના બોજમાં ડૂબેલા રહે છે. શરાફના ધિરાણના દેવામાં ડૂબેલા ખેડૂતો લાખોની સંખ્યામાં આત્મ હત્યાસ કરે છે. પરંતુ આપણી સરકાર કૃષિ ધિરાણની બેન્કીંવગ વ્યડવસ્થાસ કિસાન-મૈત્રીપૂર્ણ કેમ ના બનાવે? શા માટે કિસાનને કુદરતના, શાહુકારના ભરોસે જીવવા મજબૂત થવું પડે છે એવો આક્રોશ તેમણે વ્યનકત કર્યો હતો. ગુજરાતના મુખ્ય્ મંત્રીશ્રીએ કૃષિ ઉત્પાદદકતા વધારવા માટે કેન્દ્રા સરકારની ઉદાસિનતાના દ્રષ્ટાંતો આપી જણાવ્યું કે, ઘઉં, શેરડી, ડુંગળી, સોયાબીન, કેળા વગેરે કૃષિ પેદાશોની ઉત્પાઆદકતામાં પેરૂ, તુર્કી, નેધરલેન્ડક, ઇન્ડોતનેશિયા જેવા ભારતથી નાના અને હજુ વિકસી રહેલા દેશોની સરકારો કિસાનોને હેકટર દીઠ ઉત્પાતદકતા વધારવા પ્રોત્સાહનો આપ્યાર છે અને ભારત કરતાં આ વિકસી રહેલા દેશોમાં કૃષિ ઉત્પાદકતા ચારથી સાત ગણી વધારે છે.
ભારતમાં પશુધનનું સંખ્યાબળ પ્રમાણમાં દૂધ ઉત્પાઅદન ઘણું ઓછું છે. પ્રત્યેક પશુદીઠ દૂધ ઉત્પાદન કઇ રીતે વધે તેના ઉપર ધ્યાંન કેન્દ્રી ત કરીશું નહીં તો કૃષિ ક્ષેત્રે પરિવર્તનો લાવી શકાશે નહીં, એમ પણ મુખ્યત મંત્રીશ્રીએ જણાવ્યુંન હતું. ભારતમાં કઠોળ-દાળના કૃષિ પેદાશોની ઉત્પા્કતા અને ઉત્પાષદન વધારવામાં કોઇ સંશોધન કે પ્રોત્સા હન નથી મળતું કઠોળ અને દાળના કૃષિ પાકોમાં સ્થનગિતતા આવેલી છે. કિસાન આ દિશામાં નવા પ્રયોગો કરવા તત્પમર છે પણ તેને પ્રોત્સાહન આપવામાં કેન્દ્રસરકારની વર્તમાન ઉદાસિનતા સૌથી મોટી નડતરરૂપ છે. કિસાનો માટે ખેતીનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને ટેકાના ભાવો પોષણક્ષમ રહ્યા નથી. કિસાનોની કૃષિ પેદાશોની નિકાસ માટેની કેન્દ્રોની નીતિઓ ખેડૂત-વિરોધી બની રહી છે, તેમ તેમણે જણાવ્યુંન હતું. ભારતમાં પ્રતિદિવસ અઢી હજાર ખેડૂતો ખેતીક્ષેત્ર છોડી રહ્યા છે અને છેલ્લાે ર૦ વર્ષમાં ર.૧૭ લાખ કિસાનોએ આત્મિહત્યા કરી છે તેની અધિકૃત વિગતો સાથે ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, કૃષિ પ્રધાન દેશના અર્થતંત્ર ઉપર કેવું સંકટ તોળાઇ રહ્યું છે તેની ગંભીરતા વિશે દેશના શાસકો સંપૂર્ણ ઉદાસિન છે. આ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ કૃષિ-પશુપાલન છે પરંતુ તેની સામે ભવિષ્યામાં કેવા સંકટો આવી રહ્યા છે તે અંગે કેન્દ્રદ સરકાર ગંભીર નથી તેમ તેમણે જણાવ્યું હતું.
કૃષિ પેદાશોના સંગ્રહશક્તિના વ્યાવસ્થામપન અને સુવિધાના અભાવે ૪૦ ટકા ફળફળાદિ-શાકભાજી નાશ પામે છે અને કિસાનોનું પારાવાર નુકશાન થાય છે, તેનો દુઃખદ ચિતાર આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એરેટેડ ડ્રીન્કીંસગ વોટર ઉત્પા દકોની કંપનીઓએ દેશના વડાપ્રધાને એપ્રિલ-ર૦૧૦માં ગુજરાતના મુખ્યશ મંત્રીશ્રીના અધ્યનક્ષસ્થા ને કન્ઝાયુમર્સ અફેર્સ અને ખેતી સુધારણા માટેની વર્કીંગ ગ્રૃપની રચના કરેલી તેનો અહેવાલ જાન્યુકઆરી-ર૦૧૧માં સંપૂર્ણ પાસાઓની ર૦ મહત્વણની ભલામણો સાથે વડાપ્રધાનશ્રીને સુપરત કર્યો પરંતુ આજ સુધી તે અંગે કોઇ કાર્યવાહી થઇ નથી. દેશની જનતા અને કિસાનોની સમસ્યાપઓ અંગે કેન્દ્ર સરકાર કેટલી સંવેદનહીન બની ગઇ છે તે આના ઉપરથી સમજાય છે, તેમ શ્રી નરેન્દ્રાભાઈ મોદીએ જણાવ્યું હતું. પાંચ ટકા ફળો કિસાનો પાસેથી ફરજિયાત ખરીદીને ’ફળોના જયુસ’ માટે વાપરવાનો કાનૂન શા માટે નથી બનાવતા? એવો સૂચક પ્રશ્ન તેમણે કેન્દ્રાને પૂછયો હતો. JNNRUMના નેકસ્ટવ જનરેશનમાં દેશના પ૦૦ જિલ્લાઓમાં શહેરી ક્ષેત્રના વેસ્ટમવોટર મેનેજમેન્ટહ રિસાઇકલીંગ કરીને આસપાસના વિસ્તાશરોના ખેડૂતોને ઓર્ગેનિક શાકભાજી ઉત્પા્દન માટે પ્રેરિત કરવાના આર્થિક સક્ષમ મોડેલની વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરી હતી, તેની ભૂમિકા આપી મુખ્ય્ મંત્રીશ્રીએ જણાવ્યુંર કે, ભારત સરકારે આ રજૂઆતની પ્રસંશા કરી પરંતુ આગળ વધ્યા નથી. ગુજરાતે પ૦ શહેરોમાંથી ઘનકચરા અને ગંદા પાણીના શુદ્ધિકરણ સાથે આસપાસના ખેડૂતોને જૈવિક શાકભાજી ખેતી તરફ પ્રેરિત કર્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિશ્વમાં ઓર્ગેનિક ખેતપેદાશોના બજારોનું પ્રભૂત્વ્ વિકસી રહ્યું છે ત્યારે હિન્દુ સ્તાનના ખેડૂતો જૈવિક ખેતી દ્વારા ઓર્ગેનિક કૃષિ પેદાશોથી દુનિયાના બજારો સર કરવાની પૂરી ક્ષમતા ધરાવે છે. દરેક રાજ્ય એક્ષપોર્ટ પ્રમોશન પોલીસી બનાવે તેવી હિમાયત તેમણે કરી હતી.
વિશ્વમાં સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા નર્મદા નદીના સરદાર સરોવર ડેમ નજીક સ્ટેનચ્યુર ઓફ યુનિટી સ્વનરૂપે ભવ્યા સરદાર સ્મારક બનશે તેની ભૂમિકા પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી અને આગામી ૩૧મી ઓકટોબરથી દેશના સાત લાખ ગામોમાં કિસાનોના જૂના લોખંડના ખેત-ઓજારો એકત્ર કરવાનું મહાઅભિયાન ઉપાડાશે તેમ જણાવ્યું હતું.
ભારતના દરેક પ્રદેશમાં વાઇબ્રન્ટા કૃષિ આધારિત અર્થતંત્રની હિમાયત કરતા મુખ્ય મંત્રીશ્રીએ કિસાનોની ક્ષમતા અને પુરૂષાર્થને પ્રોત્સાટહિત કરવા માટેની કિસાન-મૈત્રીપૂર્ણ નીતિઓ અમલમાં મુકવા ઉપર ભાર મુકયો હતો. દેશના કિસાનમાં અન્નિ ભંડારો ભરવાનું સામર્થ્ય છે અને જો અવસરો મળે તો વિદેશી હૂંડિયામણ મેળવી કૃષિ પેદાશોની નિકાસથી દુનિયાના બજારો સર કરી શકે એવી પૂરી તાકાત ધરાવે છે એવો વિશ્વાસ મુખ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે મધ્યપ્રદેશના કૃષિ મંત્રી શ્રી રામકૃષ્ણી કુશમારીયા, શ્રીયુત એઇડા સાફીનઝા આલિયાસ મીનીસ્ટ ર કાઉન્સેગલર માલાદીવ, શ્રીયુત વેવન વિલિયમ હાઇકમિશનર – સેસલ્સે, શ્રીયુત એલીયુ બાહ હાઇકિમશનર ગાંબીયા, શ્રીયુત પર્કસ લીગોયા એમ્બેહસેડર માલાવા, શ્રીયુત માઇકલ જેમ્સીન કન્ટ્રી ડાયરેકટર વર્લ્ડજ ફૂડ પ્રોગ્રામ, શ્રીયુત બીનોજીનીબા એઇર-પાર્લામેન્ટનરી સેક્રેટરી એન્ડર ચેરમેન એગ્રીકલ્ચીર બોર્ડ –નેધરલેન્ડ લ, શ્રીયુત રેઝન્ડલરોસા લીનોટીના એમ્બેઇસેડર મડગાસ્કટર, શ્રીયુત એરી વેલ્ધુકીન- હાઇકિમશનર, રોયલ નેધરલેન્ડે એમ્બેસસી, શ્રીયુત જોર્ગે કાર્ડેનાસ રોબેલ્સ,, એગ્રીકલ્ચધર કોસ્ટહ એન્ડધ વેલ્યુર નવીદિલ્હીયના અધ્યરક્ષ શ્રી અશોક ગુલાંટી, એમ્બેસેડર બોલીવિયા, રાજયમંત્રી મંડળના સભ્યો, મુખ્યચ સચિવશ્રી અને કિસાન અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.