પ્રધાનમંત્રી મોદીની ટ્વીટર ટાઇમલાઇનનું સંચાલન કરનારા વીણા દેવીએ મશરૂમની ખેતીની તેમની અનોખી ટેકનિક વિશે તેના પર જણાવ્યું હતું. આ ટેકનિકથી તેઓ પોતે તો સ્વનિર્ભર થયા જ છે, સાથે સાથે તેમનું મનોબળ પણ વધ્યું છે.

બિહારના મુંજેરના રહેવાસી વીણા દેવીએ જણાવ્યું હતું કે, પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો જરૂર માર્ગ મળે છે. ઇચ્છાશક્તિથી બધુ જ હાંસલ થઇ શકે.

વીણા દેવીએ તેમની પથારીની નીચે મશરૂમની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આજે કોઇપણ ક્ષેત્રમાં નારીઓ પાછળ નથી. જો દેશમાં મહિલા શક્તિ મજબૂત હશે તો, તેઓ પોતાના ઘરેથી પણ તેમની સફરની શરૂઆત કરી શકે છે. આ ખેતીના કારણે મને ખૂબ આદર મળ્યો છે. હું સરપંચ બની. મારા માટે ઘણી આનંદની વાત છે કે, મારા જેવી ઘણી મહિલાઓને આવી જ તાલીમની તકો મળી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુજેરની મહિલાઓ આખા દેશ માટે દૃશ્ટાંતરૂપ બની છે. ઘરમાં ખેતીથી માંડીને સ્થાનિક બજારોમાં તેમની ઉપજના વેચાણ સુધીના સંપૂર્ણ કામની જવાબદારીઓ તેઓ પોતે ઉપાડે છે અને તેમના જીવનની કહાની સૌને પ્રેરણા આપે છે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 ફેબ્રુઆરી 2025
February 16, 2025

Appreciation for PM Modi’s Steps for Transformative Governance and Administrative Simplification