પ્રધાનમંત્રી મોદીની ટ્વીટર ટાઇમલાઇનનું સંચાલન કરનારા વીણા દેવીએ મશરૂમની ખેતીની તેમની અનોખી ટેકનિક વિશે તેના પર જણાવ્યું હતું. આ ટેકનિકથી તેઓ પોતે તો સ્વનિર્ભર થયા જ છે, સાથે સાથે તેમનું મનોબળ પણ વધ્યું છે.
બિહારના મુંજેરના રહેવાસી વીણા દેવીએ જણાવ્યું હતું કે, “પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો જરૂર માર્ગ મળે છે. ઇચ્છાશક્તિથી બધુ જ હાંસલ થઇ શકે.”
વીણા દેવીએ તેમની પથારીની નીચે મશરૂમની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, “આજે કોઇપણ ક્ષેત્રમાં નારીઓ પાછળ નથી. જો દેશમાં મહિલા શક્તિ મજબૂત હશે તો, તેઓ પોતાના ઘરેથી પણ તેમની સફરની શરૂઆત કરી શકે છે. આ ખેતીના કારણે મને ખૂબ આદર મળ્યો છે. હું સરપંચ બની. મારા માટે ઘણી આનંદની વાત છે કે, મારા જેવી ઘણી મહિલાઓને આવી જ તાલીમની તકો મળી રહી છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુજેરની મહિલાઓ આખા દેશ માટે દૃશ્ટાંતરૂપ બની છે. ઘરમાં ખેતીથી માંડીને સ્થાનિક બજારોમાં તેમની ઉપજના વેચાણ સુધીના સંપૂર્ણ કામની જવાબદારીઓ તેઓ પોતે ઉપાડે છે અને તેમના જીવનની કહાની સૌને પ્રેરણા આપે છે.
जहां चाह वहां राह… इच्छाशक्ति से सब कुछ हासिल किया जा सकता है।
— Narendra Modi (@narendramodi) March 8, 2020
मेरी वास्तविक पहचान पलंग के नीचे एक किलो मशरूम की खेती से शुरू हुई थी।
लेकिन इस खेती ने मुझे न केवल आत्मनिर्भर बनाया, बल्कि मेरे आत्मविश्वास को बढ़ाकर एक नया जीवन दिया।
वीणा देवी, मुंगेर #SheInspiresUs pic.twitter.com/MkfyZ8mnZp